Home Blog Page 2056

કોરાનાના 136 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 136 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,28,565 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા હતા.  કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે. છત્તીસગઢમાં છેલ્લા 24 કલાકમાં આઠ નવા કેસ મળ્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,476 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,94,234 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 159 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 855 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,00,021 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 1065 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

 

સેવાનું મહત્વ

મોટે ભાગે જે લોકો જવાબદારી લે છે તેઓ પ્રાર્થના નથી કરતા હોતા,અને જે લોકો પ્રાર્થના કરતા હોય છે તેઓ જવાબદારી નથી લેતા. આધ્યાત્મિકતા એક જ સમયે આ બન્નેને શક્ય બનાવે છે. પ્રાર્થના અને જવાબદારીના આ સંયોજને દુનિયાભરમાં લાખોને અન્યોની પરવા કરવા,પોતાનું વહેંચવા અને સેવા કરવા વૈશ્વિક સ્તરે પ્રેર્યા છે. સેવા અને આધ્યાત્મિક પ્રક્રિયાઓ એક બીજાના સંલગ્ન છે. તમે ધ્યાનમાં જેટલા ઊંડા ઉતરો છો તેટલું તમને બીજાઓ સાથે વહેંચવાની ઇચ્છા પ્રબળ થાય છે. જો તમે બીજાની સેવા કરો છો તો તમને મહત્વ મળે છે.

ઘણા લોકો એટલા માટે સેવા કરે છે કારણ કે તેમને તેનાથી ઘણા લાભ થાય છે. જ્યારે લોકો ખુશ હોય છે ત્યારે તેમને સામાન્ય રીતે લાગે છે કે તેમણે ભૂતકાળમાં સેવા કરી હશે. એનાથી વિપરીત,જો તમે ખુશ નથી તો સેવા કરો; તેનાથી તમારા ઉત્સાહમાં વધારો થશે અને તમને ખુશીનો અનુભવ થશે. તમે જેટલું વધારે આપશો તેટલા તમને વધારે તાકાત અને સમૃધ્ધિથી નવાજવામાં આવશે.આ બાબત બેંકના બેલેન્સમાં વધારો કરવા જેવું છે. આપણે આપણી જાતને જેટલી વધુ પ્રગટ કરીએ છીએ તેટલો વધુ અવકાશ ઈશ્વર ભરી શકે એ માટે આપણી પાસે હોય છે.

કોઈ પ્રયોજન માટે સેવા
જો આપણે સેવાને જીવનમાં સૌથી વધારે પ્રાધાન્ય આપીએ છીએ તો તેનાથી ડર નિર્મૂળ થાય છે, મન એકાગ્ર બને છે, કાર્યો ઉદ્દેશસભર બને છે અને દીર્ઘકાલીન ખુશી મળે છે. જ્યારે આપણે સેવા કરીએ છીએ ત્યારે તેનાથી આપણામાં સહજતા અને માનવીય મુલ્યો રોપાય થાય છે અને આપણને ભય તથા માનસિક તણાવમુક્ત સમાજ ઘડવામાં સહાય મળે છે.

યુવાઓ માટે આધ્યાત્મિકતા એટલે અન્યો સાથે વહેંચવાની ભાવના વ્યક્ત થવી અને આત્મવિશ્વાસમાં વૃધ્ધિ. જો તમને અન્યોને મદદ કરવાની, સેવા કરવાની ઈચ્છા છે તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ઈશ્વર તમારી ખૂબ સરસ રીતે સંભાળ લેશે. પૈસા માટે બહુ ચિંતા ના કરો. પ્રેમ તથા કૃતજ્ઞતાથી ભરપૂર રહો અને પ્રેમસભર જીવતાં જીવતાં તમારા ડરથી મુક્ત બનો.

આપવાનો આનંદ
સેવા એ હતાશા સામે સૌથી મોટો અને અસરકારક ઉપાય છે.જે દિવસે તમે નિરાશ કે હતાશ હોવ ત્યારે તમારા રૂમની બહાર આવી જાવ અને લોકોને પૂછો,”હું તમારા માટે શું કરી શકું છું?”તમે જે સેવા કરો છો તે તમારો જીવન પ્રત્યેનો અભિગમ બદલી કાઢશે અને કોઈના જીવનમાં તમે સ્મિત લાવી શક્યા એ માટે આનંદ અનુભવશો.જ્યારે તમે “શા માટે હું?” અથવા “મારું શું?” પૂછો છો ત્યારે તમારામાં હતાશા જન્મે છે.

દરરોજ કોઈ શ્વસન પ્રક્રિયા,જેમ કે, સુદર્શન ક્રિયા કરો અને કેટલીક મીનીટો માટે મૌન રાખો.તેનાથી તમારું મન અને શરીર ઊર્જાસભર બનશે તથા તમારી તાકાતમાં વૃધ્ધિ થશે.આનંદ બે પ્રકારના હોય છે.એક છે મેળવવાનો આનંદ.જેમ કે, કોઈ બાળક કહે છે,”જો મને કંઈ મળશે તો હું ખુશ થઈશ.મને જો રમકડું મળશે તો હું ખુશ થઈશ.”આપણે મોટા ભાગે આ સ્તરે અટકેલા હોઈએ છીએ અને એના કરતાં વધારે વિકાસ સાધતા નથી.સાચો આનંદ અંતરના ઊંડાણેથી આવે છે અને તે અન્યોને કંઈ આપવામાં છે.

ઈશ્વર સાથે સાનિધ્ય
ઈશ્વર તમારી પાસેથી કોઈ અપેક્ષા રાખતા નથી.જ્યારે તમે માત્ર આનંદ મેળવવા માટે કંઈક કરો છો,નહીં કે તેમાંથી કંઈક મેળવવા માટે, તો એ સેવા છે.સેવા તમને ત્વરિત સંતોષ તથા દીર્ઘકાલીન ફાયદા આપે છે.પોતાનામાં પ્રેમ નિહાળવો એ ધ્યાન છે અને આજુબાજુના માણસમાં ઈશ્વર જોવા એ સેવા છે.લોકો ઘણી વાર ડરતા હોય છે કે સેવા કરવામાં બીજા તેમનું શોષણ કરશે.માટે,શંકાશીલ બન્યા વગર સાવધ અને ચતુર રહો. સેવાથી પાત્રતા મળે છે;તેનાથી તમે ધ્યાનમાં ઊંડા ઉતરી શકો છો અને ધ્યાન તમારું સ્મિત પાછું લાવે છે.

સુવિચાર – ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૪

સુવિચાર – ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૪

૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૪

૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૪

પંચાંગ 22/02/2024

સરકારે શેરડીના ખરીદ ભાવમાં 8 ટકાનો વધારો કર્યો

બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે શેરડીની ખરીદીના ભાવમાં આઠ ટકાના વધારાને મંજૂરી આપી છે. કેબિનેટે શેરડીની ખરીદીની કિંમત 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધારીને 340 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરવાની મંજૂરી આપી છે. આ રીતે શેરડીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 25 રૂપિયાનો વધારો થયો છે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે મોદી સરકારે છેલ્લા 10 વર્ષથી ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું છે. 2014 પહેલા ખેડૂતોને ખાતર મેળવવા માટે પણ રસ્તા પર ઉતરવું પડતું હતું. તે સમયે શેરડીના ભાવ વાજબી ન હતા. પરંતુ મોદી સરકારે આ દિશામાં ઉત્તમ કામ કર્યું છે. રાત્રે આયોજિત કેબિનેટ બ્રીફિંગમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રએ અંતરિક્ષમાં એફડીઆઈને પણ મંજૂરી આપી દીધી છે.

 

હરિયાણાના 7 જિલ્લામાં ફરી ઈન્ટરનેટ પ્રતિબંધ

હરિયાણાના સાત જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ વધારી દેવામાં આવ્યો છે. ઈન્ટરનેટ બંધ કરવાની તારીખ 23મી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસામાં મોબાઈલ ઈન્ટરનેટ અને બલ્ક મેસેજિંગ પર પ્રતિબંધ લાગુ છે.

ખેડૂત નેતા પંઢેરે કહ્યું- ખેડૂતો બે દિવસ દિલ્હી સુધી કૂચ નહીં કરે

ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે જાહેરાત કરી છે કે ખેડૂતો આવતીકાલે અને બીજા દિવસે દિલ્હી સુધી કૂચ નહીં કરે. તેમણે કહ્યું કે સરકાર અમારી માંગણીઓ સ્વીકારી રહી નથી. અમે આવતીકાલે સાંજે તમામ નેતાઓ સાથે વાત કરીને સમગ્ર સ્થિતિ સ્પષ્ટ કરીશું. અમે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું છે.

દિલ્હી ચલો માર્ચ બે દિવસ માટે મોકૂફ રાખવાની જાહેરાત

ખેડૂતો પંજાબ અને હરિયાણાની સરહદો પર ઉભા છે. આંદોલનકારી ખેડૂતોએ બુધવારે દિલ્હી ચલો પર કૂચ ફરી શરૂ કરી, પરંતુ તેઓ તેમાં સફળ થઈ શક્યા નહીં. આ દરમિયાન ખનૌરી બોર્ડર પર અથડામણમાં એક પ્રદર્શનકારીનું મોત થયું હતું અને લગભગ 12 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. આ જોતાં ખેડૂત નેતાઓએ દિલ્હી ચલો માર્ચ બે દિવસ માટે મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી.

ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે અમે ખનૌરીમાં બનેલી ઘટના અંગે ચર્ચા કરીશું. અમે સમગ્ર પરિસ્થિતિ પછીથી સ્પષ્ટ કરીશું. આવી સ્થિતિમાં, અમે શુક્રવારે સાંજે આગળની વ્યૂહરચના નક્કી કરીશું. વાસ્તવમાં, મડાગાંઠને સમાપ્ત કરવાના પ્રયાસમાં ત્રણ કેન્દ્રીય પ્રધાનો સાથેની વાતચીતના ચોથા રાઉન્ડની નિષ્ફળતા પછી, ખેડૂતોએ પ્રવેશવાની યોજના બનાવી.

રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ કર્યા લગ્ન, તસવીરો સામે આવી

ફિલ્મ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને નિર્માતા અને અભિનેતા જેકી ભગનાનીએ લગ્ન કરી લીધા છે. આ બંને બોલિવૂડ સેલિબ્રિટીએ 21 ફેબ્રુઆરી 2024ના રોજ એટલે કે આજે ગોવામાં ઘણા નજીકના લોકોની હાજરીમાં લગ્ન કર્યા હતા. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ પોતાના લગ્નની ઘણી ખાસ તસવીરો ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરી છે. લગ્નની આ પ્રથમ તસવીરોમાં રકુલ અને જેકીનું કપલ અદ્ભુત લાગી રહ્યું છે. લગ્નની તસવીર બહાર આવતાની સાથે જ ચાહકો અને ફિલ્મ સ્ટાર્સ તરફથી અભિનંદનની વર્ષા શરૂ થઈ ગઈ.

 

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

લગ્નની તસવીરો શેર કરતા રકુલ પ્રીત સિંહે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “મારું હવે અને કાયમ. હવે બંને ભગનાની.” શેર કરેલી પહેલી તસવીરમાં જેકી ડાર્ક ચશ્મા પહેરેલો જોવા મળે છે. રકુલ અને જેકી બંને એકબીજાને પકડી રાખેલા જોવા મળે છે અને બંનેના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાય છે. બીજી તસવીર ખૂબ જ ખાસ છે. આ તસવીરમાં જેકી ભગનાનીના ચહેરા પર સુંદર સ્મિત દેખાઈ રહ્યું છે. આ તસવીર ત્યારે લેવામાં આવી હતી જ્યારે તેણે રકુલની માંગ સિંદૂરથી ભરી હતી. આ સિવાય અન્ય એક તસવીરમાં રકુલ અને જેકી હસતા જોવા મળે છે. છેલ્લી તસવીરમાં બંને લગ્નની ઉજવણી કરતા જોવા મળે છે.

ગોવામાં લગ્ન યોજાયા, કોણે કોણે હાજરી આપી?

રકુલ અને જેકીના લગ્નમાં મિત્રો અને સંબંધીઓ ઉપરાંત ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સે પણ હાજરી આપી હતી. આજે ગોવા એરપોર્ટ ખૂબ જ વ્યસ્ત હતું કારણ કે લગ્નમાં હાજરી આપવા માટે ઘણા મોટા સ્ટાર્સ ગોવા પહોંચ્યા હતા. જેકીની ફિલ્મ બડે મિયાં છોટે મિયાંમાં જોવા મળેલા ટાઈગર શ્રોફ અને અક્ષય કુમાર આજે ગોવા પહોંચ્યા હતા અને લગ્નમાં હાજરી આપી હતી. ઘણા સ્ટાર્સ ત્યાં પહેલેથી જ હાજર હતા અને સંગીત સેરેમનીનો ભાગ પણ બન્યા હતા. શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ પણ સંગીત સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું.

પાકિસ્તાનનું આર્થિક સંકટ ઘેરાયું: ડિફોલ્ટ થશે દેશ?

ઇસ્લામાબાદઃ પાકિસ્તાન હાલના સમયે આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે પાકિસ્તાનનું કેડિટ રેટિંગ ઘટાડી દીધું છે. આવનારા સમયમાં પાકિસ્તાનની નવી સરકાર સામે દેશના ગંભીર આર્થિક કટોકટીમાંથી બહાર લાવવો એ પડકાર હશે, એમ મૂડીઝનો રિપોર્ટ કહે છે.

પાકિસ્તાનમાં રાજકીય અનિશ્ચિતતાને પગલે નવી સરકારને એપ્રિલમાં આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ (IMF)થી નવી લોન માટે સંપર્ક કરવો મુશ્કેલ હશે, કેમ કે એના પર પહેલેથી જ 49.5 અબજ ડોલરનાં દેવાં છે. જ્યારે ઇસ્લામાબાદ સ્થિત થિન્ક ટેન્ક તબદલેબના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે દેશનાં કુલ દેવાં ઘરેલુ અને વિદેશી ઋણ સહિત 77.66 ટ્રિલિયન રૂપિયા (271.2 અબજ ડોલર) છે. પાકિસ્તાનને IMFએ ગયા વર્ષે જૂનમાં ત્રણ અબજ ડોલરની લોન આપી હતી, જેના નવ મહિનાનો સમયગાળો હવે પૂરો થઈ રહ્યો છે અને હવે પાકિસ્તાનને આર્થિક મદદ માટે ફરી એક મોટી લોનની જરૂર છે. વળી, એપ્રિલમાં પાકિસ્તાનની તિજોરી ખાલી થઈ શકે છે. એને કારણે પાકિસ્તાનનું અર્થતંત્ર વધુ તૂટશે, જેને સંભાળવું બહુ મુશ્કેલ પડશે, એમ મૂડીઝે રિપોર્ટમાં કહ્યું છે.

મૂડીઝે પાકિસ્તાનના લોન લેવાની ક્રેડિટ રેટિંગ ઘટાડી દીધું છે. તેનું રેટિંગ CAA1થી ઘટાડીને CAAA3 કરી દીધું છે, જે ડિફોલ્ટથી માત્ર બે ક્રમાંક ઉપર છે. બીજી બાજુ પાકિસ્તાનના રૂપિયાની હાલત ઘણી ખરાબ છે. પાકિસ્તાની એક રૂપિયો ભારતના 30 પૈસા બરાબર છે અને એક અમેરિકી ડોલરની કિંમત 277ના બરાબર છે. પાકિસ્તાનમાં આર્થિક સંકટ જ નહીં, પણ રાજકીય અસ્થિરતા છે. જેથી મૂડીઝે પાકિસ્તાનના ક્રેડિટને નેગેટિવ કરી દીધું છે.

 

 

 

લોકસભા ચૂંટણી પહેલાં TMCમાં ફૂટ

નવી દિલ્હીઃ સંદેશખાલી મામલાને લઈને દેશમાં હંગામો મચ્યો છે. આ મામલાને લઈને જારી ઘમસાણની વચ્ચે પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૂણમૂલ કોંગ્રેસ (TMC)ની અંદર ફૂટના અહેવાલ આવી રહ્યા છે. સંદેશખાલી મામલાને લઈને TMCના બે સાંસદોએ મમતા સરકારની કાર્યવાહી પર ચિંતા વ્યક્ત કરી છે. આ સાંસદોએ સંદેશખાલીની પીડિત મહિલાઓ માટે રાજભવનના દરવાજા ખોલવા માટે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોસના પગલાની પ્રશંસા કરી છે.

બંને સાંસદોએ રાજ્યપાલના પગલાની પ્રશંસા એ સમયે કરી છે, જ્યારે બંને પર ભાજપથી નજદીકી વધારવાનો આરોપ છે. કાંથીથી સાંસદ શિશિર અધિકારી અને તેમના નાના પુત્ર અને તમલુકથી સાંસદ દિવ્યેન્દુ અધિકારીએ ઉત્તર પરગણા જિલ્લાના સંદેશખાલીની મહિલાઓની પીડા સમજવા માટે રાજ્યપાલની પ્રશંસા કરી છે. શિશિર અધિકારી બંગાળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા સુવેન્દુ અધિકારીના પિતા છે.

તેમણે કહ્યું હતું કે રાજ્યપાલના આ પગલાથી તેમને નંદીગ્રામ આંદોલનની યાદ અપાવે છે, જ્યારે સત્તારૂઢ માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (CPM) આપવા માટે તેમણે ગામના કેટલાય લોકોને શરણ આપવા માટે તેમણે ખુદે સંબંધી અને મિત્રોના ઘરના દરવાજા ખોલી દીધા હતા. આ બહુ સારો વિચાર છે, એટલે રાજ્યપાલની પ્રશંસા કરવી જોઈએ, એમ તેમણે કહ્યું હતું.વર્ષ 2021ની વિધાનસભાની ચૂંટણી પછી TMCના લોકસભાના સ્પીકર કરવામાં આવેલી વિનંતીમાં દલબદલ વિરોધી કાનૂન હેઠળ શિશિર અધિકારીનું સભ્યપદ રદ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. TMCએ શિશિર પર ભાજપમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો. આ બંને સાસંદો હવે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ છે, પરંતુ તેમણે પાર્ટીથી અંતર જાળવી રાખ્યું છે.