Home Blog Page 2034

બિલ ગેટ્સે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

વિખ્યાત માઇક્રોસોફ્ટ કંપનીના સંસ્થાપક અને જાણીતા ફિલાન્સ્ટ્રોપિસ્ બિલ ગેટ્સ ગુજરાતના મહેમાન બનવાની સાથે જ પ્રથમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પહોંચ્યા હતા. એન્જિનિયરિંગ માર્વલ એવા સરદાર પટેલની સૌથી ઉંચી પ્રતિમા અને સરદાર સરોવર નર્મદા ડેમ નિહાળી તેઓ અચંબિત થઇ ગયા હતા. મુલાકાત બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા આદિવાસી વિકાસ, મહિલા સશક્તિકરણ અને આર્થિક વિકાસની સરાહના કરી હતી.

એકતાનગર ખાતે પહોંચેલા બિલ ગેટ્સ હેલીપેડ ખાતે ઉતરી સીધા જ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં પહોંચ્યા હતા. જ્યાં વોક વે પરથી તેમણે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નીચે તસવીર ખેંચાવી હતી. બાદમાં તેઓએ સ્ટેચ્યુના પ્રદર્શન ખંડની મુલાકાત લીધી હતી. અહીં માર્ગદર્શકો દ્વારા બિલ ગેટ્સને આ પ્રતિમાનું નિર્માણ કેવી રીતે કરવામાં આવ્યું ? વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સંકલ્પથી સમગ્ર દેશમાં કેવી રીતે ખેત ઓજારો એકત્ર કરવામાં આવ્યા તે સહિતની રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ ઉપરાંત આઝાદી બાદ દેશી રજવાડાઓના વિલીનીકરણમાં સરદાર સાહેબની ભૂમિકા અને તે બાદ એક ભારતના નિર્માણની ગાથા વર્ણવામાં આવી હતી. તે વિગતો બિલ ગેટ્સને બહુ જ રસપ્રદ લાગી હતી. તત્પશ્ચાત તેઓ વ્યુઇંગ ગેલેરીમાં પહોંચ્યા હતા. ત્યાંથી તેમણે સરદાર સરોવર ડેમનો અદ્દભૂત નજારો નિહાળ્યો હતો. આ ડેમના નિર્માણથી ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને મળતા પાણી ઉપરાંત વિદ્યુત ઊર્જાના ઉત્પાદનની જાણકારી તેમને આપવામાં આવી હતી.

બિલ ગેટ્સે મુલાકાત પોથીમાં નોંધ પણ કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, “અદ્દભૂત ઇજનેરી કૌશલ્ય! બહુ જ સુંદર! સરદાર પટેલને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ! મહેમાનગતિ માટે આભાર!” આ સખાવતી મહેમાનની સૌથી રસપ્રદ મુલાકાત આરોગ્યવન ખાતેની બની રહી હતી. ત્યાં મહિલા સખી મંડળો દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલની મુલાકાત લીધી હતી. અહીં વાંસ બનાવટ, આયુર્વેદિક દવાઓ, વનઉત્પાદનોના વેંચાણ થકી પગભર થયેલી મહિલાઓ સાથે તેમણે સંવાદ સાધ્યો હતો. આરોગ્યવન ખાતે સખી મંડળ દ્વારા ચલાવવામાં આવતા કાફેટેરિયામાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલા ગુજરાતી વ્યંજનો જેવા કે ખીચુ, ગોટા, થેપલા સહિત શ્રીઅન્નની વિવિધ વાનગીઓ પીરસવામાં આવી હતી. ખાસ તો લાડુ તેમને વિશેષ પ્રિય લાગ્યા હતા. અહીં તેમણે પિન્ક ઓટોની મહિલા વાહનચાલકો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો.

આ વેળાએ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, એસએસએનએલના વહીવટી સંચાલક મુકેશ પૂરી, એસઓયુના સીઇઓ ઉદિત અગ્રવાલ, કલેક્ટર શ્વેતાબેન તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, અધિક કલેક્ટર ગોપાલ બામણિયા અને નારાયણ માધુ ઉપસ્થિત રહ્યા હતા.

CM ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાતના મંત્રીમંડળે રામલલાના દર્શન કર્યા

દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા જબરદસ્ત તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં લોકસભાની ચૂંંટણીની તારીખ જાહેર થશે. ચૂંટણી પહેલાં ગુજરાતનું મંત્રીમંડળ અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન માટે પહોંચ્યું છે. અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થયા બાદ અલગ-અલગ દિવસે દેશનાં જુદાં-જુદાં રાજ્યોનાં મંત્રીમંડળ અયોધ્યા દર્શનાર્થે જઈ રહ્યાં છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનું મંત્રીમંડળ સવારે 8.45 વાગ્યે અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા રવાના થયું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અયોધ્યા ભવ્ય રામ મંદિરમાં દર્શન બાદ શબરી માતા અને ભગવાન રામચંદ્રજીના ઐતિહાસિક પ્રસંગની પ્રતિકૃતિ સમું પેઇન્ટિંગ અયોધ્યા રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભેટ રૂપે અર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી સહિત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીમંડળ લખનૌ ખાતેના બનાસ ડેરીના પ્લાન્ટની મુલાકાતે જશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા પહોંચ્યા છે. ભાજપ પક્ષના મુખ્ય દંડક અને ઉપદંડક પણ અયોધ્યા ગયા છે. અયોધ્યા એરપોર્ટ પર નાની બાળાઓ દ્વારા તમામનું કુમકુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. અયોધ્યા રામમંદિરમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને કેસરી ખેસ પહેરાવી તમામનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, પાણીપુરવઠામંત્રી કુંવરજી બાવળિયા, પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરા, આદિજાતિ વિકાસમંત્રી ડો. કુબેર ડિંડોર, મહિલા અને બાળકલ્યાણમંત્રી ભાનુબેન બાબરિયા, રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા અયોધ્યા પહોંચ્યાં છે અને રામલલ્લાનાં ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા છે. રવિવારે યોગી સરકારે અયોધ્યામાં રામજન્મભૂમિ પર ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરમાં રામલલ્લાના દરબારમાં હાજરી આપી હતી. રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે દર્શન કર્યા હતા.

ગાંધીની કૃતિઓના આવા બેહાલ?

અમદાવાદ: શહેરની મધ્યમાં આવેલ આશ્રમ રોડ શહેરની ઓળખ સમાન છે. ગાંધીજી અમદાવાદ આવીને જ્યાં સૌપ્રથમ રોકાયા હતા તે કોચરબ આશ્રમથી લઈને બાદમાં સ્થાપેલા સાબરમતી આશ્રમ સુધીના રોડને આશ્રમ રોડ તરીકે ઓળખવામાં આવે છે, આ આશ્રમ રોડ પર આવેલ ઇન્કમટેક્ષ સર્કલ અમદાવાદીઓ માટે જાણીતું સ્થળ છે. સર્કલ પર આવેલી ગાંધીજીની વર્ષો જૂની પ્રતિમા પાસે અને ઘણાં આંદોલનો, ધરણાં, દેખાવો, રેલીઓ થઈ હતી. જેણે સરકારોને હચમચાવી નાખી હતી. હવે આંદોલનો નહીંવત થઈ ગયા. ગાંધી પ્રતિમા પર ઓવરબ્રિજ બની ગયો.

જો કે ઈન્કમટેક્ષ પાસે ગાંધીજીની યાદગીરી સચવાઇ રહે એ માટે ઓવર બ્રિજના પિલર્સ પર ગાંધીજીની આકૃતિઓ બનાવવામાં આવી છે. પરંતુ ગાંધીજીની આ કૃતિઓની કોઈ માવજત થતી નથી. તેના પર રાજકીય પક્ષો અને આંદોલનકારી સંગઠનોએ જાહેરાતોનું ચિતરામણ કરી દીધું છે. પાર્કિંગના સ્ટિકર્સ, બેનર્સ અને કંઈ કેટલીય જાહેરાતો તેના પર લોકો લગાવીને જતા રહે છે. ગાંધીજીની એ કૃતિઓની અડીને જ ખાનાબદોશ ઘર વિહોણાં લોકોએ અડ્ડો જમાવી દીધો છે. દેશના રાષ્ટ્રપિતાની સન્માનમાં, સ્મૃતિમાં બનાવેલી આકૃતિઓ પર જ રાજકીય પક્ષો અને સંસ્થાઓ વરવું ચિતરામણ અને ગંદકી કરી રહ્યા છે.

હેરિટેજ અને સ્માર્ટ સિટી અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાંથી પસાર થતાં લોકોની નજર અહીં રોજ પડતી હોય છે. ત્યારે કેટલાક લોકો બોલી ઉઠે છે, આતો બાપુનું અપમાન થઈ રહ્યું છે. ત્યારે પ્રશાસનની સાથે ગાંધીજીની અને શહેરની ગરિમા જાળવવી દરેક નાગરિકની ફરજ બને છે. શહેરની ઓળખ સમાન સીમાચિહ્નોને આ રીતે બેહાલ, અપમાનિત ન કરે. ખાસ કરીને રાજકીય પક્ષો. આ હરેટિજ શહેરની સુંદરતાને જાળવી રાખવી એ દરકે નાગરિકનો ધર્મ હોવો જોઈએ.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

પરંપરાગત ખેતીની જગ્યાએ ડાંગના ખેડૂતે મશરૂમની ખેતી શરૂ કરી

ભારત ખેતી પ્રધાન દેશ છે. ત્યારે દેશના અલગ અલગ વિસ્તારમાં ખેડૂતો અલગ અલગ પ્રકારની ખેતી કરે છે. ત્યારે સુરતમાં ચાલી રહેલા મિલેટ્સ મેળામાં આવેલા ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના કોસમાડ ગામના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ ગાવિતે પરંપરાગત ખેતી છોડીને મશરૂમની ખેતી શરૂ કરી છે.


ખેડૂત રાજેશભાઈ ગાવિત મશરૂમ ખેતીના ખેડાણ વિશે કહે છે, ખેતીમાં આધુનિક કરણ લાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે તાલીમ આપવામાં આવી હતી. તાલીમ મેળવ્યા બાદ 28 કિલો બીજના પ્લાન્ટેશનમાં 60 કિલો મશરૂમનો પાક મેળવ્યો હતો. મિલ્કી મશરૂમની ખેતીમાં 25થી 30 દિવસમાં જ ફ્લાવરિંગ આવી જાય છે. મશરૂમ 350 થી 400 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે. ઘણીવાર સિઝનના સમયમાં 500 થી 600 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પણ મળે છે. મશરૂમની ખેતી માટે કોઈ મોટા રોકાણની જરૂર નથી કે મોટા પ્લોટની પણ જરૂર નથી. જે છત નીચે મશરૂમની ખેતી કરવામાં આવે છે. એવા કેટલાક મશરૂમ છે જે ભારતમાં એર કન્ડીશનીંગ વગર ઉગાડી શકાય છે જેમ કે દૂધિયું મશરૂમ, બટન મશરૂમ તેમજ મિલ્કી મશરૂમ છે. મિલેટ્સ મેળા થકી સારૂ આર્થિક પોષણ થતું હોવાનું જણાવી રાજેશભાઇએ સરકારના આ પ્રયાસની પ્રશંસા કરી હતી.

અમદાવાદ સહિત અનેક જિલ્લામાં કરાં સાથે કમોસમી વરસાદ

અમદાવાદઃ ઉત્તર અને પશ્ચિમ ભારત તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક મજબૂત સિસ્ટમને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠેર-ઠેર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે 21 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપ્યું છે. એકસાથે બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. ચારેય ઝોનના કુલ 21 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનો અંદાજ છે.

હવામાન વિભાગે આપેલી આગાહી મુજબ ઘણા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે ત્યારે હવે જામનગર અને રાજકોટ અને દ્વારકા જિલ્લામાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત કચ્છ,  મહેસાણા, બનાસકાંઠામાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને પગલે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

માર્ચમાં માવઠું

અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારમાં તેજ પવનનો સાથે માવઠું થયું હતું.‌ અણધાર્યા માવઠાથી કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. હજુ અમદાવાદમાં ઠંડી-ગરમીનો મિશ્ર અહેસાસ થયા કરે છે. એવા સમયે માર્ચની શરૂઆતે જ અચાનક જ પલટો આવ્યો અને માવઠું થયું હતું. શહેરના સી.જી.રોડ, આંબાવાડી વિસ્તારમાં વરસતા વરસાદે છત્રી સાથે લોકો જોવા મળ્યા. જ્યારે અચાનક પડેલા વરસાદને કારણે માર્ગ પર વેપાર કરતા લોકોનો માલ-સામાન ભીંજાઈ ગયો હતો..

રાજ્યના વાતાવરણમાં આવેલા પલટા અને ભારે પવન સાથે પવન ફૂંકાવાની સાથે સાબરકાંઠામાં કરાં પડ્યા છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી અને પોશીના પંથકમાં કમોસમી વરસાદની સાથે કરાં પડ્યા છે. વડાલી શહેર સહિત ગ્રામ્ય પંથકમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. અહીં કરાં પડતાં બરફની ચાદર છવાઈ હતી.

મહેસાણા અને જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદ પડવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના ખેતરમાં રહેલા પાક ઉપર વરસાદ પડવાને કારણે પાક નિષ્ફળ થશે. રાજ્યમાં ઠંડક પ્રસરી ગઈ હતી. એસાથે જ ખેડૂતોના ખેતરમાં રહેલો પાક પલળી ગયો હતો.

મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે 25 થી 43 કિલોમીટર સુધીનો ભારે પવન ફૂંકાયો હતો. ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું પડયું હતું. જેના કારણે હાલ ખેડૂતો પાકની કાપણીનો સમય હોવાથી ચિંતામાં મુકાયા છે. બનાસકાંઠાના ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં વરસાદ શરૂ છે. બાપલા, વક્તાપુરા, માલોતરા, કુંડી સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ છે, જેના કારણે રાયડો, જીરું, વરિયાળી, બટાકા, સહિતના પાકમાં નુકસાનની શક્યતા છે.

પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડ્યું છે અને આગામી 48 કલાક બાદ ઉત્તર ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી ઠંડી વધી શકે છે.

બીજી બાજુ, કચ્છમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે. વહેલી પરોઢથી કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાપટાં પડ્યાં છે. ભુજ, અંજાર, મુંદ્રા અને ગાંધીધામ સહિત વિસ્તારમાં વરસાદ છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે પાક નુકસાનની ભીતિ છે. કચ્છના અજારમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.

 

 

 

અંબાણી પરિવારમાં ખુશીઓની હેલી, સુંદર તસવીરો

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાનો દીકરો ટૂંક સમયમાં વર બનવા જઈ રહ્યો છે. અનંત જુલાઈમાં તેની બાળપણની મિત્ર રાધિકા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. લગ્ન પહેલા અંબાણી પરિવારે ગુજરાતમાં પ્રી-વેડિંગ પ્રોગ્રામનું આયોજન કર્યું છે.

નીતા અંબાણી અને મુકેશ અંબાણી ટૂંક સમયમાં ફરી સાસુ અને સસરા બનવા જઈ રહ્યા છે. અનંત અને રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની દરમિયાન બંને પતિ-પત્ની ખૂબ જ ખુશ દેખાતા હતા. મુકેશ અંબાણી પેસ્ટલ રંગના કુર્તા પાયજામામાં સારા લાગી રહ્યા છે. સાથે જ નીતા પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. મુકેશ અંબાણી અને અનંતની એક નવી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં પિતા પોતાના વહાલા પુત્ર પર પ્રેમ વરસાવતા જોવા મળે છે.

ઘણા પ્રસંગોએ મુકેશ અંબાણી રાધિકાને પોતાની પુત્રી કહીને સંબોધતા જોવા મળ્યા છે. આજે મુકેશ અંબાણી અને રાધિકા મર્ચન્ટની એક સુંદર તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં રાધિકાએ પેસ્ટલ કલરનો લહેંગા પહેર્યો છે. રાધિકાના આ સિમ્પલ લુકને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

નીતા અંબાણી પોતાની સુંદરતા માટે પ્રખ્યાત છે. તે હંમેશા પોતાના લુકને લઈને હેડલાઈન્સમાં રહે છે. આજે તેણે તેના પુત્રના પ્રી-વેડિંગ ફંક્શન માટે પેસ્ટલ રંગની સાડી પસંદ કરી છે. આ સાડીમાં નીતા ખૂબ જ સુંદર લાગી રહી છે.

 

વર્ષ 2024માં દેશમાં ગરમી પાછલા બધા રેકોર્ડ તોડશે

નવી દિલ્હીઃ વર્ષ 2024ના માર્ચથી મે દરમ્યાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ ગરમી રહેવાની સંભાવના છે. આ સમયગાળામાં મોટા ભાગનો સમય અલ નિનોની સ્થિતિ બની રહેવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. એનાથી લૂની સ્થિતિ પણ રહે એવી શક્યતા છે. જોકે આ વર્ષ સારા ચોમાસાના સંકેત પણ છે.

વૈજ્ઞાનિકોનો એ પણ અંદાજ છે કે બંગાળની ખાડી, દક્ષિણ ચીન સાગર, ભારત, ફિલિપિન્સ અને કેરિબિયનની પાસે તટીય વિસ્તારોમાં જૂન સુધી અસાધારણ ગરમીનો અનુભવ થશે, એ પછી અલ નિનોનો પ્રભાવ ઓછો થવાની સંભાવના છે.દેશના ઉત્તર-પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં અને દિલ્હીમાં તાપમાન દિવસના વધુ રહેશે. માર્ચના પહેલા દિવસોમાં રાત્રિનું તાપમાન ઓછું રહેશે, એવું નવા પશ્ચિમી વિક્ષોભના સક્રિય થવાને કારણે પહાડી વિસ્તારોમાં સ્નો ફોલને કારણે થશે.

ફેબ્રુઆરીમાં દેશમાં સરેરાશ લઘુતમ તાપમાન 14.61 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું, જે 1901 પછી આ મહિને નોંધવામાં આવેલું બીજું સૌથી વધુ તાપમાન છે.હવામાન વિભાગના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે 15 માર્ચ સુધી મહત્તમ તાપમાન સામાન્યથી નીચેથી રહેવાની આશા છે. તેનું મુખ્ય કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. અપેક્ષા છે કે તેના લીધે વરસાદ પડી શકે છે. જોકે ભારે વરસાદથી પાકને નુકસાન થશે અને તેના લીધે ખેડૂતોની મુશ્કેલી વધી શકે છે. આ સાથે ઘઉંના પાકને નુકસાન થવાની શક્યતા છે. જોકે અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાથી લાભ પણ થશે. IMDનું એવું પણ કહેવું છે કે આ વર્ષે માર્ચમાં સામાન્યથી વધુ કમોસમી વરસાદ પડી શકે છે.

 

 

 

હિમાચલની સુખુ સરકાર પર સંકટ યથાવત

કોંગ્રેસ નેતૃત્વએ હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી પછી ઊભી થયેલી રાજકીય કટોકટીને ટાળવા માટે સંકલન સમિતિની ફોર્મ્યુલા બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુખુ સરકાર પરનો ખતરો હજી સમાપ્ત થયો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર વિક્રમાદિત્ય સિંહની છાવણી સીએમ સુખુને બદલવાના મૂડમાં છે. ચંદીગઢમાં કોંગ્રેસના બળવાખોર પૂર્વ ધારાસભ્યોને મળ્યા બાદ દિલ્હી પહોંચેલા વિક્રમાદિત્ય સિંહના આગળના પગલાને લઈને સસ્પેન્સ હજુ પણ છે. ભાજપમાં જોડાવા અંગે વિક્રમાદિત્ય સિંહની દ્વિધા એ છે કે તે એક રીતે વીરભદ્ર સિંહના રાજકીય વારસાને નષ્ટ કરશે. આવી સ્થિતિમાં બીજો વિકલ્પ એ છે કે વિક્રમાદિત્ય ‘વીરભદ્ર કોંગ્રેસ’ જેવી નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. હિમાચલ વિધાનસભાની વર્તમાન સંખ્યા અનુસાર, જો વિક્રમાદિત્ય સિંહ સાથે વધુ ત્રણ ધારાસભ્યો રેન્ક તોડે તો સુખુ સરકાર પડી જશે.

સીએમ સુખુ વિક્રમાદિત્ય સિંહના નજીકના લોકોનો સંપર્ક કરી રહ્યા છે

જો સ્પીકર દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવેલા કોંગ્રેસના છ ભૂતપૂર્વ ધારાસભ્યોને કોર્ટમાંથી તાત્કાલિક રાહત મળે છે, તો તેઓ એકલા જ ગૃહમાં વિક્રમાદિત્ય સરકારને તોડી પાડવા માટે પૂરતા હશે. દરમિયાન, સીએમ સુખુ વિક્રમાદિત્યની નજીકના ધારાસભ્યોને તેમની બાજુમાં લાવવામાં વ્યસ્ત છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પણ શિમલા પર નજર રાખી રહ્યું છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં પોતાની જ પાર્ટીની સરકાર વિરુદ્ધ મોરચો ખોલનારા કોંગ્રેસ નેતા વિક્રમાદિત્ય સિંહે પોતાનું રાજીનામું પાછું ખેંચી લીધું છે. રાજ્યસભાની ચૂંટણીના પરિણામો (27 ફેબ્રુઆરી)ના એક દિવસ બાદ તેમણે હિમાચલ પ્રદેશના મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. વિક્રમાદિત્ય સિંહે સુખવિંદર સિંહ સુખુના નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમના પર ધારાસભ્યો પ્રત્યે બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. આ સાથે તેણે તેના દિવંગત પિતા અને પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહનો પણ અનાદર કરવાનો આરોપ લગાવ્યો હતો.

NIAના મોસ્ટ વોન્ટેડ મોહમ્મદ ગૌસને દક્ષિણ આફ્રિકામાંથી ઝડપી પાડ્યો

કેન્દ્રીય તપાસ એજન્સીઓએ વિદેશની ધરતી પર મોટી સફળતા મેળવી છે. વર્ષ 2016માં એજન્સીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા રુદ્રેશ અને PFI આતંકવાદીની હત્યાના આરોપી મોહમ્મદ ગૌજ નિયાઝીની ધરપકડ કરી હતી. આ આતંકવાદી દક્ષિણ આફ્રિકામાં પકડાયો છે. NIA એ મોહમ્મદ ગૌસ પર 5 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું અને તે ભારતમાં પ્રતિબંધિત પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)નો મોટો ચહેરો હતો. આ ઉપરાંત આ આતંકવાદી પર 2016માં બેંગલુરુમાં RSS નેતા રુદ્રેશની હત્યા કરવાનો પણ આરોપ હતો. હત્યા બાદ તે ફરાર થઈ ગયો હતો અને અલગ-અલગ દેશોમાં રહેતો હતો.

ગુજરાત ATSએ લોકેશન ટ્રેક કર્યું હતું

ગુજરાત ATSએ દક્ષિણ આફ્રિકામાં તેના લોકેશનને ટ્રેક કરવા માટે સૌપ્રથમવાર કેન્દ્રીય એજન્સીને જાણ કરી હતી. જે બાદ તે દક્ષિણ આફ્રિકામાં પકડાયો હતો અને હિન્દુસ્તાનમાં ડેપો હતો. હાલ તેને મુંબઈ લઈ જવામાં આવ્યો છે.

RSS નેતાની હત્યાની તપાસ સોંપી

NIA RSS નેતા રુદ્રેશની હત્યાની તપાસ કરી રહી છે. રુદ્રેશની હત્યા દિવસે દિવસે કરવામાં આવી હતી. તે સંઘના કાર્યક્રમમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે બેંગલુરુના શિવાજી નગરમાં ઓચિંતો હુમલો કરનારા બદમાશોએ તેમના પર અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં રૂદ્રેશનું મોત થયું હતું. આ કેસમાં પોલીસે થોડા જ અઠવાડિયામાં ચાર લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી મોટાભાગનાની ઉંમર ત્રીસ વર્ષની આસપાસ હતી. મુખ્ય આરોપી 40 વર્ષીય અઝીમ શરીફની પોલીસે નવેમ્બર 2016માં ધરપકડ કરી હતી.

NIAએ શું કહ્યું?

કેસની તપાસ કર્યા પછી, NIAએ કહ્યું હતું કે, “આ હત્યા લોકોના એક વર્ગમાં આતંક ફેલાવવાના ઈરાદાથી કરવામાં આવી હતી અને સ્પષ્ટપણે એક આતંકવાદી કૃત્ય હતું જે 16 ઓક્ટોબરના રોજ એક યુનિફોર્મધારી RSS સભ્ય દ્વારા ઘાતક હથિયારનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. “આ દિવસના અજવાળામાં હત્યા કરીને હાંસલ કરવામાં આવ્યું હતું.”

TMCનો અર્થ તૂં, મેં અને કરપ્શનઃ PM મોદી

કોલકાતાઃ પશ્ચિમ બંગાળ હાલના દિવસોમાં રાજકારણનું કેન્દ્ર બનેલું છે. મમતા બેનરજી સરકાર માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લેતી. વડા પ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળના કૃષ્ણાનગરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેમણે એ સભામાં TMCને આડૈ હાથ લીધી હતી. તેમણે જનતાને TMCનો અસલી અર્થ જણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હવે એનો અર્થ તૂં, મેં અને કરપ્શન છે. મમતા બેનરજીની સરકારે પશ્ચિમ બંગાળનું નામ ખરાબ કરી દીધું છે.દરેક યોજના અહીં કૌભાંડ જોવા મળે છે. યોજનાઓ અમારી હોય છે, પણ તેઓ એના પર પોતાનું સ્ટિકર લગાવી દે છે. ગરીબોનો હક છીનવતા તેઓ ખચકાટ નથી અનુભવતા.

આ ધરતી ભગવાન શ્રીકૃષ્ણના પરમ પ્રચારક ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ છે. સંદેશખાલી મામલે તેમણે કહ્યું હતું કે બંગાળમાં એ સ્થિતિ છે કે અહીં પોલીસ નથી, બલકે અપરાધી એ નક્કી કરે છે કે તેમને ક્યારે સરન્ડર કરવું અને ક્યારે ધરપકડ થવું. વડા પ્રધાન મોદીએ મમતા સરકારની વિરુદ્ધ મોરચો માંડ્યો છે, ત્યારે બીજી તરફ કુણાલ ઘોષે પણ TMCમાંથી રાજીનામું આપી દીધું છે અને તેમણે સુદીપ બનરજીની વિરુદ્ધ મોરચો માંડ્યો છે. તેમણે ED અને CBI પાસે માગ કરી છે કે સુદીપ બેનરજીનાં બેન્ક ખાતાંની તપાસ કરાવવામાં આવે.

બીજી તરફ સંદેશખાલી મામલામાં પહેલાંજ મમતા સરકારની આબરૂના લીરેલીરા થયા છે. આ મામલે ભાજપે કહ્યું હતું કે શાહજહાં શેખ મમતા બેનરજીની પોલીસની સેફ કસ્ટડીમાં છે.

 

 

 

 

.