Home Blog Page 2023

UCO બેન્ક કૌભાંડમાં CBIના 67 જગ્યાએ દરોડા

નવી દિલ્હીઃ CBIએ યુકો બેન્કના માધ્યમથી આશરે રૂ. 820 કરોડની હેરાફેરી મામલે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 67 સ્થળે દરોડા પાડ્યા હતા. આ આખો મામલો IMPS એટલે કે ઇમિડિયેટ પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શનો દ્વારા હેરફેર સાથે જોડાયેલો છે. બેન્કે આ સંબંધમાં CBIમાં ગયા વર્ષે ફરિયાદ કરી હતી.

વાસ્તવમાં યુકો બેન્કનાં વિવિધ એકાઉન્ટથી આશરે રૂ. 820 કરોડના સંદિગ્ધ IMPS ટ્રાન્ઝેક્શન થયા છે. બેન્કમાં આ સંદિગ્ધ IMPS વ્યવહારો 10 નવેમ્બરથી 13 નવેમ્બર, 2023ની વચ્ચે થયા છે. ફરિયાદ મુજબ સાત પ્રાઇવેટ બેન્કના 14,600 એકાઉન્ટહોલ્ડર્સે ખોટી રીતે UCO બેન્કના 41,000 એકાઉન્ટ હોલ્ડર્સના એકાઉન્ટ્સમાં IMPS ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ મામલામાં મૂળ ખાતામાંથી કોઈ પૈસા ડેબિટ નહોતા થયા, પણ બેન્કના 41,000 અકાઉન્ટસમાં કુલ રૂ. 820 કરોડ ક્રેડિટ થયા હતા. એમાંથી મોટા ભાગના ખાતેદારોએ અલગ-અલગ બેન્કિંગ ચેનલ્સ દ્વારા બેન્કમાંથી પૈસા કાઢીને બહુ લાભ ઉઠાવ્યો હતો.

આ પહેલાં કેસની તપાસ માટે CBIએ ડિસેમ્બર, 2023માં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. ત્યારે ખાનગી બેન્કહોલ્ડર્સ અને યુકો બેન્કના અધિકારીઓએ કોલકાતા અને મેંગલુરુમાં 13 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ ક્રમમાં છઠ્ઠી માર્ચે CBIએ રાજસ્થાનના જોધપુર અને જયપુરમાં મહારાષ્ટ્રના ઝાલોર, નાગપુર, બાડમેર, ફલોદી અને પુણેમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ દરોડામાં બેન્કના અને IDFC બેન્કથી જોડાયેલા 130 સંદિગ્ધ દસ્તાવેજો અને 43 ડિજિટલ ડિવાઇસને જપ્ત કરીને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. એમાં 40 મોબાઇલ ફોન, બે હાર્ડ ડિસ્ક, એક ઇન્ટરનેટ ડોંગલ સામેલ છે. એજન્સીએ 30 સંદિગ્ધ લોકોની તપાસ પણ કરી હતી.

 

 

 

 

 

 

 

શું ચોખાની નિકાસના બદલામાં પાણીનું સંકટ ઊભું કરે છે દેશ?

નવી દિલ્હીઃ હજી ગરમીની સીઝન શરૂ નથી, ત્યાં દેશના કેટલાય ભાગોમાંથી પાણીની ખેંચના સમાચાર આવી રહ્યા છે. બીજી બાજુ, સતત આપણે ટોચના ચોખાના નિકાસકાર છીએ. આ બંને વાતોનું સીધું કનેક્શન છે. વર્ષ 2014-15માં ભારતે 37 લાખ ટન બાસમતી ચોખા અન્ય દેશોને નિકાસ કર્યા હતા, પણ એની સાથે 10 લાખ કરોડ (ટ્રિલિયન) લિટર પાણી પણ જતું રહ્યું હતું. આ એ પાણી છે, જે ચોખાની ખેતીમાં વપરાશ થયું હતું. અનેક દેશોએ આવી ઊપજ બંધ કરી છે, જે વધુ પાણી પીતી હોય.

જોકોઈ દેશ અથવા કંપની કોઈ એવી પ્રોડક્ટ બનાવે છે, જે વધુ પાણી વાપરે છે તો એ કંપની પર જ બોજ નથી, પરંતુ એની અસર દેશ અને દુનિયા પર થાય છે, કેમ કે જમીનથી પાણી ઘટતું જાય છે. જેમ કર્ણાટક અને પંજાબમાં હાલ પાણીની ખેંચ છે. ત્યાં શેરડી અને ચોખાની ઊપજનું પરિણામ પણ છે.

90ના દાયકામાં અનેક દેશોએ એક નવું કામ કર્યું છે. એમની પાસે ઊપજવાળી જમીન હતી અને પાણી પણ હતું, પરંતુ તેમણે ખેતીમાં –ખાસ કરીને ચોખા, કપાસ અને શેરડીના વાવેતરમાં ઘટાડો કર્યો હતો. તેઓ આ ચીજવસ્તુઓ ભારે કિંમત આપીને અન્ય દેશોથી ખરીદવા લાગ્યા હતા, પણ એમને એમાં નુકસાન નહોતું થયું. બલકે લાંબા સમયની વ્યૂહરચના હતી, ગણતરી હતી. તેઓ તેમના દેશમાં પાણી બચાવીને અન્ય દેશોમાં જળસંકટ પેદા કરી રહ્યા હતા.

પ્રોફેશનલ સર્વિસ કંપની વોટરહાઉસ કૂપર્સના જણાવ્યા મુજબ મિડલ ઇસ્ટના દેશો 85 ટકા ફૂડ અન્ય દેશોથી મગાવે છે, એમાં અનાજની સાથે માંસ, ફળો-શાકભાજી સામેલ છે. મેક્સિકો પણ મકાઈની આયાત દ્વારા પ્રતિ વર્ષ 12 અબજ ક્યુબિક ટન પાણી બચાવે છે. યુરોપના મોટા ભાગના વિસ્તારોમાં પાણીની અછત નથી, કેમ કે ત્યાં 40 ટકા ઉત્પાદનો અથવા અનાજ બહારથી મગાવવામાં આવી રહ્યાં છે.કૃષિ ક્ષેત્રે એક કિલોગ્રામ કપાસ ઉગાડવા માટે 10,000 લિટર પાણીની જરૂર પડે છે. એ જ રીતે એક કિલો અનાજ ઉગાડવા માટે ત્રણથી પાંચ હજાર લિટર પાણીની જરૂર પડે છે. શેરડીના પાક માટે 1500થી 2500 મિલીમીટર પાણીની જરૂર પડે છે અને એક કિલોગ્રામ સોયાબીનની ઊપજ માટે આશરે 900 લિટર પાણીની જરૂર પડે છે.

 

 

 

 

 

 

 

શિવરાત્રી પર ઘરે બેઠા રૂ. 25 માં કરો સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા

રાજકોટ: દેશના પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિ પર્વની ભક્તિભર્યા વાતાવરણ વચ્ચે ભવ્ય રીતે ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીં જોવા મળી રહ્યો છે. 8મી માર્ચના રોજ શિવરાત્રી પર્વ નિમિત્તે વહેલી સવારના 4 વાગ્યાથી સોમનાથ મંદિર ભાવિકો માટે સતત 42 કલાક ખુલ્લું રહેશે. વર્ષમાં સૌથી વધુ ભક્તો આ દિવસે સોમનાથ મંદિરે દાદાના દર્શન માટે આવતા હોય છે. ગત વર્ષે મહાશિવરાત્રી પર બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે દર્શન, પૂજા અને ભોજન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારે 7 વાગ્યે પ્રાતઃ આરતી કરવામાં આવશે અને ત્યાર બાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી 9:30 કલાકે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી પાલખીયાત્રા યોજવામાં આવશે. વહેલી સવારથી જ શ્રી યજ્ઞશાળામાં હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરાયું છે. મહાશિવરાત્રિના પર્વ પરંપરા અનુસાર જ મહાશિવરાત્રિની રાત્રિએ ચાર પ્રહરની મહાપૂજા અને મહા આરતીનું પણ આયોજન કરાયું છે.

સમુદ્ર કિનારે પાર્થેશ્વર મહાપૂજા કરાશે.
મહાશિવરાત્રિના પર્વ પર શિવભક્તો મહાદેવની અનેકવિધ પ્રકારે આરાધના કરતા હોય છે. તેમાં પણ વિશેષ રૂપે જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં શિવ પૂજનનું શાસ્ત્રમાં પણ અનેરૂ મહાત્મય વર્ણવવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિના પર્વ પર 250 પરિવારોને સોમનાથ મંદિરના સાનિધ્યમાં વોક-વે પર મારુતિ બીચ ખાતે આકાશ, અગ્નિ, જળ, પૃથ્વી અને હવા એમ પંચ મહાભૂતની પૂજા કરવામાં આવી હતી. ભકતોને વિસ્તૃત પૂજા કરાવવામાં આવી હતી.

શિવરાત્રિ પર્વ પર સોમનાથ મહાદેવની ભાવિકો ઘર બેઠા માત્ર રૂપિયા 25 માં બિલ્વ પૂજા કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોસ્ટ મારફત ભાવિકોને રુદ્રાક્ષ અને નમન પણ પહોંચાડવામાં આવશે. આ માટે ટ્રસ્ટની વેબસાઇટ પર નોંધણી કરાવવી પડશે. આજથી જ સોમનાથમાં ભાવિકોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. જે શિવરાત્રિ સુધી અવિરત ચાલતો રહેવાનો છે.

દેવેન્દ્ર જાની (રાજકોટ)

જમ્મુ-કાશ્મીર કોઈ પ્રદેશ નથી, ભારતનું મસ્તક છે : PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રીનગરના પ્રવાસે છે. ગુરુવારે તેમણે જમ્મુ-કાશ્મીરને 6400 કરોડ રૂપિયાની ઘણી ભેટ આપી હતી. તેમણે શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં ‘વિકસિત ભારત, વિકસિત જમ્મુ કાશ્મીર’ કાર્યક્રમ દરમિયાન 53 વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને ઉદ્ઘાટન કર્યું. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય કૃષિ, પ્રવાસન અને અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવાનો છે. આ પછી તેમણે વિશાળ જનસભાને સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર માત્ર એક ક્ષેત્ર નથી પરંતુ ભારતનું વડા છે. જમ્મુ-કાશ્મીરનું ઋણ ચૂકવીશ.

 

જમ્મુ-કાશ્મીરનું ઋણ ચૂકવીશ

પીએમ મોદીએ કહ્યું કે લોકો ઘણા દાયકાઓથી આ નવા કાશ્મીરની રાહ જોઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે અહીંના યુવાનોની આંખોમાં ભવિષ્યની ચમક દેખાઈ રહી છે. અહીંના લોકો હવે શાંતિથી જીવી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે નવા જમ્મુની આંખોમાં આશા છે. પીએમ મોદીએ કહ્યું કે હું જમ્મુ-કાશ્મીરનું ઋણ ચૂકવીશ. મોદીનો પ્રેમ આ ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડશે નહીં.

જમ્મુ-કાશ્મીરમાં સમય બદલાયો છે. જમ્મુ અને કાશ્મીર માત્ર એક પ્રદેશ નથી પરંતુ ભારતનું વડા છે. પીએમ મોદીએ કહ્યું કે વિકસિત કાશ્મીર વિકસિત ભારતની પ્રાથમિકતા છે. વડાપ્રધાને કહ્યું કે અગાઉ દેશની ઘણી યોજનાઓ કાશ્મીર સુધી પહોંચી ન હતી. આજે જમ્મુ-કાશ્મીરને તમામ યોજનાઓનો લાભ મળી રહ્યો છે. પીએમએ કહ્યું કે મોદીની ગેરંટી પૂરી થવાની ગેરંટી છે.

ISPL T10 લીગમાં માઝી મુંબઈની જીત સાથે શાનદાર શરૂઆત!

મુંબઈ: 07 માર્ચ, 2024ના રોજ શરૂ થયેલી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની પ્રથમ મેચમાં માઝી મુંબઈએ શ્રીનગર કે વીરે સામે 37 રનથી વિજય મેળવીને શાનદાર શરૂઆત કરી હતી. ગલીઓમાં રમતી પ્રતિભાઓને સ્ટેડિયમની ભવ્યતામાં જોવી એક અલગ જ અનુભવ હોય છે. થાણેના દાદોજી કોંડદેવ સ્ટેડિયમ ખાતે યોજાયેલા રોમાંચક મુકાબલામાં, માઝી મુંબઈએ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. મેચમાં કેટલીક અસાધારણ ક્ષણો જોવા મળી. કેપ્ટન યોગેશ પેનકર મેન ઓફ ધ મેચ બન્યા હતા. મેચમાં વિજય પાવલેના સનસનાટીભર્યા કેચએ ટીમના ફિલ્ડિંગ કૌશલ્યને વધુ સારી રીતે દર્શાવ્યું હતું.

શ્રીનગર કે વીર અને માઝી મુંબઈ વચ્ચેની રોમાંચક મુકાબલામાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે યોગેશ પેનકરની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી. માઝી મુંબઈએ શરૂઆતની ઈનિંગમાં 7 વિકેટ ગુમાવીને 140 રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો હતો. કુશળ બોલિંગ પ્રદર્શનને કારણે માઝી મુંબઈ શ્રીનગર કે વીરેના રન ચેઝને મર્યાદિત કરવામાં સફળ રહી હતી. મેદાન પર માઝી મુંબઈના વર્ચસ્વને વધુ મજબૂત બનાવવામાં બોલર્સે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. બશારત હુસૈન વાનીએ ત્રણ મહત્વની વિકેટ લઈને શ્રીનગર કે વીરે પર પ્રેશર બનાવ્યું હતું.

માઝી મુંબઈની જીત પર કેપ્ટન યોગેશ પેનકરે કહ્યું, “આ જીત માત્ર મારી નથી, તે ટીમના દરેક સભ્યની છે. જેમણે અમારામાં વિશ્વાસ મૂક્યો છે તે દરેક વ્યક્તિની અને અમને ટેકો આપનાર દરેક ચાહકની આ જીત છે. આ ખરેખર એક અદ્ભુત અનુભૂતિ છે અને અમને વિશ્વાસ છે કે અમે જીતના આ સિલસિલાને ચાલુ રાખવામાં સક્ષમ છીએ!”

માઝી મુંબઈ ટીમના સહ-માલિક અને PATH લિમિટેડના ડિરેક્ટર નીતિ અગ્રવાલે ટીમની જીત પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “અમારી ટીમે માત્ર ક્રિકેટની પ્રતિભા જ નહીં પરંતુ ખેલદિલીના સાચા સારને મૂર્ત સ્વરૂપ આપતી ભાવના દર્શાવી છે. આ વિજય માત્ર શરૂઆત છે અને અમે ISPLમાં એક રોમાંચક પ્રવાસની રાહ જોઈ રહ્યા છીએ. જે ટેનિસ બોલ ક્રિકેટના ઈતિહાસમાં અમારી છાપ છોડશે.”

માઝી મુંબઈના મુખ્ય કોચ કરુણાકર માધવ કોટિયને ટીમની સફળ શરૂઆત પર ખુશી વ્યક્ત કરી. તેમણે જણાવ્યું હતું કે, “માઝી મુંબઈ અને તેના ચાહકો માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. પ્રથમ મેચમાં ટીમનું અસાધારણ પ્રદર્શન અમારા ખેલાડીઓના સમર્પણ અને કૌશલ્યનું પ્રમાણ છે.”

જો માઝી મુંબઈ ટીમ વિશે વાત કરવામાં આવે તો તે મુંબઈ સ્થિત પ્રોફેશનલ ટેનિસ બોલ ક્રિકેટ ટીમ છે. જે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની પ્રથમ સિઝનમાં ભાગ લઈ રહી છે. સુપ્રસિદ્ધ બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન અને નીતિ તેમજ નિપુણ અગ્રવાલની સહ-માલિકીની આ ટીમ છે. નીતિ અને નિપુણ અગ્રવાલ ‘પ્રકાશ એસ્ફાલ્ટિંગ્સ એન્ડ ટોલ હાઈવેઝ’ (PATH) ઈન્ડિયા લિમિટેડના ડિરેક્ટર છે. રમત-ગમતને પ્રોત્સાહિત કરવા અને પ્રતિભાઓને તક આપવાની પ્રતિબદ્ધતા સાથે, માઝી મુંબઈ ગ્રાઉન્ડ બ્રેકિંગ ISPL T-10 લીગમાં સફળતાના માર્ગ પર આગળ વધી રહી છે.

ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL) એ ભારતની પ્રથમ T-10 ક્રિકેટ લીગ છે. જે સ્ટેડિયમની અંદર ટેનિસ બોલ વડે રમાય છે. તે સમગ્ર દેશની ગલીઓમાં છુપાયેલી ક્રિકેટ પ્રતિભા માટે વ્યાવસાયિક પ્લેટફોર્મ પ્રદાન કરતી એક અનોખી પ્રતિયોગીતા છે. જેનો હેતુ ગલી ક્રિકેટને પ્રોત્સાહન આપવાનો છે. લીગમાં ભારતના વિવિધ શહેરોનું પ્રતિનિધિત્વ કરતી 6 ટીમ છે. જેની માલિકી જાણીતી હસ્તીઓની છે. પ્રથમ તબક્કામાં 6 ટીમ વચ્ચે એક-એક મેચ રમાશે. તેના પરિણામના આધારે ટોપ-4 ટીમ વચ્ચે સેમિફાઈનલ અને બાદમાં ટોપ-2 વચ્ચે ફાઈનલ મેચ રમાશે. ભારતના નાના-નાના કસબાઓમાં છુપાયેલી ગ્રાસરૂટ પ્રતિભાને પ્લેટફોર્મ આપવાનો આ પ્રયાસ ખરેખર સરાહનીય છે.

ઇંગ્લેન્ડ 218 રનમાં ઓલઆઉટ, ભારતના 56 રન

ધર્મશાલાઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની પાંચમી ટેસ્ટ મેચનો આજે પહેલો દિવસ છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડે પ્રારંભ સારો કર્યો હતો, પણ કુલદીપ યાદવે પૂરી મેચ પલટી કાઢી હતી.ભારતે પણ અત્યાર સુધી વિના વિકેટે 56 રન બનાવી લીધા હતા.

ઇંગ્લેન્ડની ટીમ એક સમયે મેચના પહેલા દિને બહુ જબરદસ્ત ફોર્મ બતાવી રહી હતી, પણ પછી આઠ રનોની અંદર ઇંગ્લેન્ડની ટીમ પાંચ વિકેટ પડી હતી. ઇંગ્લેન્ડ તરફથી બેન ડકેટ (27) અને જેક ક્રાઉલી (79)ની સાથે મળીને શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ પહેલી વિકેટ માટે 64 રન બનાવ્યા હતા.

અહીંથી કુલદીપ યાદવનો જાદુ શરૂ થયો તેણે બેન ડકેટને આઉટ કર્યો, એ પછી તેણે ઓલી પોપ (11)ને જાળમાં ફસાવીને આઉટ કર્યો હતો. આ પ્રકારે ટીમે બે વિકેટે 137 રન બનાવી લીધા હતા. ત્યારે યાદવે કાઉલીના રૂપમાં ત્રીજી વિકેટ લીધી હતી. એ પછી 175ના સ્કોરે 100મની ટેસ્ટ રમતાં જોની બેરિસ્ટો (29)ને યાદવે આઉટ કર્યો હતો. ત્યાર બાદ જો રૂટ (26) અને બેન સ્ટોક્સ (0)ને રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે આઉટ કર્યા હતા. બેન સ્ટોક્સને આઉટ કરતાં યાદવે પાંચ વિકેટ પૂરી કરી હતી.

ત્યાર બાદ અશ્વિનનનો જાદુ ચાલ્યો હતો. તેણે 183 પર ટોમ હાર્ટલે (6) અને પછી માર્ક વુડ (0)ને આઉટ કર્યા. એટલે કે 175ના સ્કોરથી 183 સુધી આઠ રનોમાં ઇંગ્લેન્ડે પાંચ વિકેટ પડી હતી.

 

 

 

ફર

ઇલેક્ટોરલ બોન્ડ્સઃ SBI વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ADRની અરજી

નવી દિલ્હીઃ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)એ SBIની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ઇલેક્ટોરલ બોન્ડ્સને મામલે એ ADRએ SBIની વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. SBIએ હાલમાં સુપ્રીમ કોર્ટમાં ઇલેક્ટોરલ બોન્ડ્સથી જોડાયેલા આંકડા રજી કરવાની ડેડલાઇન આગળ ખસેડવાની માગ કરી છે, જે પછી ADRએ માનહાનિનો આ કેસ SBI પર કર્યો છે.  SBIએ ચોથી માર્ચે કોર્ટને ડેડલાઇન 30 જૂન, 2024 સુધી ખસેડવાની માગ કરી છે, હાલ એ ડેડલાઇન છઠ્ઠી માર્ચ વીતી ચૂકી છે.

SBIનું આ બાબતે કહેવું હતું કે ઇલેક્ટોરલ બોન્ડ્સથી જોડાયેલા ચૂંટણી બોન્ડ્સના આંકડા ઘણા જટિલ છે. બેન્કનું કહેવું હતું કે 12 એપ્રિલ, 2019થી 15 ફેબ્રુઆરી, 2024ની વચ્ચે 22,217 ચૂંટણી બોન્ડ્સ જારી કરવામાં આવ્યા હતા. એને લઈને બે અલગ-અલગ સૂચનાઓનો સ્લોટ છે, જેને ડિકોડ કરવાનો છે અને એ પછી ચૂંટણી પંચની સાથે જે ડેટા શેર કરવાનો છે. એની ડિટેલ્સ તૈયાર થશે.SBIના જણાવ્યા મુજબ આવામાં સુપ્રીમ કોર્ટે જે ડેડલાઇન ફિક્સ કરી છે, એ પર્યાપ્ત નથી. SBIની અરજી પછી હવે ADRએ આ મામલે માનહાનિની અરજી દાખલ કરી છે. ADRનું કહેવું છે કે SBI જાણીબૂજીને કોર્ટની બંધારણીય બેન્ચના ચુકાદાનું અપમાન કરી રહી છે. આ કેસની સુનાવણી હવે 11 માર્ચે થવાની અપેક્ષા છે, જે દરમ્યાન બેન્કની અરજી પર વિચાર કરવામાં આવશે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે વર્ષ 2018માં લાવવામાં આવેલી ઇલેક્ટોરલ બોન્ડ્સની યોજનાને ગેરબંધારણીય અને ગેરકાયદે ગણાવી હતી.

 

 

 

 

 

 

 

આજથી રાહુલની ન્યાય યાત્રા ગુજરાતમાં: જાણો, ક્યાંથી નીકળશે?

અમદાવાદ: રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે પ્રવેશ થઈ રહ્યો છે. રાજસ્થાનથી બપોરે યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે. ભારત જોડો ન્યાય યાત્રા રાજ્યનાં 7 જીલ્લામાંથી પસાર થશે.ગુજરાતના ચાર દિવસીય ન્યાય યાત્રા દરમિયાન 6 પબ્લિક મિટિંગ, 27 કોર્નર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ 70થી વધુ સ્થળોએ સ્વાગત કરવામાં આવશે. ભારત જોડો ન્યાય યાત્રા રાજસ્થાનથી બપોરે 3 વાગ્યે ઝાલોદમાં પ્રવેશ કરશે. ગુજરાતમાં 4 દિવસમાં 7 જીલ્લાઓમાં 400 કિલોમીટરથી વધુ પ્રવાસ કરશે. ભારત જોડો યાત્રાનું ફોકસ ગુજરાતનાં આદિવાસી વિસ્તાર પર છે. કોંગ્રેસની પરંપરાગત આદિવાસી વોટબેંક સાચવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

8 માર્ચે સવારે 8 વાગ્યે દાહોદ બસ સ્ટેશનથી પદયાત્રા શરે

દાહોદથી સવારે 10 વાગ્યે લીંમખેડા પહોંચશે યાત્રા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે કાર્યક્રમ યોજાશે

પીપલોદ ખાતે યાત્રાનું સ્વાગત થશે

11 વાગ્યે પંચમહાલના ગોધરા ખાતે પહોંચશે યાત્રા

બપોરના ભોજન બાદ 2 વાગ્યે યાત્રા પહોંચશે હાલોલ

હાલોલ ખાતે પદયાત્રા કોર્નર મિટિંગ અને સ્વાગતનું આયોજન

હાલોલથી યાત્રા પહોંચશે પાવાગઢ

પાવાગઢથી શિવરાજપુર અને પછી જાંબુગોડા પહોંચશે યાત્રા

ન્યાય યાત્રાનું બોડીલી ખાતે થશે રાત્રી રોકાણ

9 માર્ચે સવારે 8 વાગ્યે બોડેલી ખાતે યોજાશે પદયાત્રા

બોડેલીથી ન્યાય યાત્રા પહોંચશે નસવાડી જ્યાં કોર્નર બેઠક યોજાશે

નસવાડીથી રાજપીપળા ખાતે સ્વાગત અને પદયાત્રા અને ભોજન

રાજપીપળાથી કાલાઘોડા જ્યાં બેંક ઓફ બરોડા સર્કલ ખાતે સ્વાગત

બેંક ઓફ બરોડા સર્કલથી નેત્રંગ પહોંચશે યાત્રા

10 તારીખે સવારે માંડવી ખાતે યાત્રાનું આગમન

માંડવીથી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે રાહુલ ગાંધી

બારડોલી ખાતે સ્વાગત અને કોર્નર મિટિંગનું આયોજન

બારડોલીથી બાજીપુરા અને બાજીપુરાથી વ્યારા પહોંચશે યાત્રા

વ્યારા ખાતે પદયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમ અને કોર્નર બેઠક

વ્યારાથી સોનગઢ પહોંચશે યાત્રા અહીં સ્વાગત કરાશે

સોનગઢમાં મહારાષ્ટ્ર કોંગ્રેસ સમિતિ પ્રમુખને ફ્લેગ અપાશે

10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે યાત્રા

UPમાં 13,000 મદરેસાને બંધ કરવાની SITની ભલામણ

લખનૌઃ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SITએ) ઉત્તર પ્રદેશ સરકારને રિપોર્ટ સોંપ્યો છે, જેમાં SITએ આશરે 13,000 મદરેસાઓને તત્કાળ અસરથી બંધ કરવાની ભલામણ કરી છે. આ મદરેસાઓને ગેરકાયદે રીતે સંચાલિત કરવામાં આવતી હતી અને આ બધી મદરેસાઓ એ સૂત્રનું નામ બતાવવામાં નિષ્ફળ રહી હતી, જ્યાંથી તેમનું ફન્ડિંગ અત્યાર સુધી થઈ રહ્યું હતું.

આ બધી મદરેસાઓ નેપાળ બોર્ડરથી લાગેલી છે. આ બધી મદરેસા મહારજગંજ, શ્રાવસ્તી અને બહરાઇચ જિલ્લાના અંતર્ગત આવે છે. SITએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે એનું ફન્ડિંગ પારદર્શક રીતે નથી અને ફાઇનાન્સ રેકોર્ડ દેખાડવામાં આ પણ આ બધી નિષ્ફળ રહી હતી.

મહારજગંજ, શ્રાવસ્તી અને બહરાઇચ જિલ્લામાં 500 એવી મદરેસાની તપાસ કરવામાં આવી હતી. આ સિવાય SIT અન્ય જિલ્લાઓ પણ દરોડા પાડીને આ મદરેસાઓની તપાસ કરી રહી છે. SITનો રિપોર્ટ કહે છે કે મદરેસા બોર્ડની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી થવી જોઈએ, કેમ કે આ બધી ગેરકાયદે રીતે ચાલી રહી છે. ગયા વર્ષે ઉત્તર પ્રદેશ સરકારે SIT ટીમને રાજ્યમાં ચાલતી આ મદરેસાઓની તપાસ કરવા માટે બનાવી હતી.

આ રિપોર્ટ બાદ ડેપ્યુટી CM બ્રજેશ પાઠકનું કહેવું છે કે  અમારી સરકાર રાજ્યમાં કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત કરાશે. અમે કોઈ પણ સ્થિતિમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ નહીં થવા દઈએ. દોષીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હવે સખત કાર્યવાહી કરવામાં આવશે.

ડેપ્યુટી CM કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું હતું કે દેશમાં જો શિક્ષણને બહાને દેશવિરોધી કામગીરી કરવામાં આવશે, તો તપાસ થશે અને દોષીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

 

 

 

 

 

કેજરીવાલને કોર્ટે મોકલ્યા સમન્સઃ 16 માર્ચે હાજર થવાનો આદેશ

નવી દિલ્હીઃ દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે દિલ્હીના લિકર કૌભાંડ મામલે સમન્સનું પાલન નહીં કરવા માટે EDની બીજી ફરિયાદ પર દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને નવા સમન્સ જારી કર્યા છે.  હવે તેમને 16 માર્ચે હાજર થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

EDના સમન્સનું પાલન નહીં કરવાને કારણે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ કેસ ચલાવવા માટે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં.દિલ્હી લિકર નીતિ મની લોન્ડરિંગ કેસમાં સમન્સનું પાલન નહીં કરવા માટે EDએ કોર્ટમાં બીજી ફરિયાદ દાખલ કરી હતી, જેના પર કોર્ટે પગલાં લીધાં હતાં.આ પહેલાં ED કેજરીવાલને આઠ સમન્સ જારી કરી ચૂકી છે, પરંતુ તેઓ એજન્સી સામે હાજર નથી થયા. કેજરીવાલે આ બધાં સમન્સોને ગેરકાયદે ગણાવ્યા છે. EDના સમન્સ ગેરકાયદે છે, પરંતુ એજન્સીને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવાલોના જવાબ આપવા માટે તેઓ તૈયાર છે. જોકે EDના એક સૂત્રએ કહ્યું હતું કે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા પૂછપરછ કરવાની કોઈ જોગવાઈ નથી.રાઉઝ એવન્યુ કોર્ટનાં જજ દિવ્યા મલ્હોત્રાએ કેસમાં સુનવાવણી પછી કેજરીવાલને 16 માર્ચે હાજર થવા માટે કહ્યું છે, ED દ્વારા જારી કરવામાં આવેલા પ્રારંભના ત્રણ સમન્સથી સંબંધિત પાછલી ફરિયાદની સુનાવણી પણ 16 માર્ચે થવાની છે.

કેજરીવાલને અત્યાર સુધી 26 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, બીજી ફેબ્રુઆરી, 18 જાન્યુઆરી, ત્રીજી જાન્યુઆરી, બીજી નવેમ્બર, 22 ડિસેમ્બર અને ચોથી માર્ચે અલગ-અલગ તારીખો પર આઠ સમન્સ જારી કરવામાં આવ્યા હતા, જેને કેજરીવાલે ગેરકાયદે ગણાવ્યા હતા.