Home Blog Page 1961

જ્ઞાનવાપી કેસ: વ્યાસ ભોંયરામાં પૂજા ચાલુ રહેશે

જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને મોટો આંચકો લાગ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે વ્યાસજીના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટે વ્યાસ ભોંયરામાં પૂજા કરવાના વારાણસી કોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. આ સાથે સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષને પણ નોટિસ પાઠવી છે. કોર્ટે યથાસ્થિતિ અંગે આદેશ જારી કર્યો છે અને મસ્જિદની ગૂગલ અર્થ ઇમેજ રજૂ કરવા કહ્યું છે.

આજની સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી વકીલ હુઝૈફા અહમદીએ જણાવ્યું હતું કે વ્યાસ બેઝમેન્ટ કેસમાં કબજો સોંપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટે રાહત આપી નથી. ત્યાં પૂજા થઈ રહી છે. અહમદીએ કહ્યું કે છેલ્લા 30 વર્ષથી પૂજા થઈ નથી. આવી સ્થિતિમાં આ કોર્ટે નીચલી કોર્ટના આદેશ પર સ્ટે મૂકવો જોઈએ. આ મસ્જિદના પરિસરમાં છે અને તેને મંજૂરી આપવી યોગ્ય નથી.

મુસ્લિમ પક્ષે દલીલમાં શું કહ્યું?

અહમદીએ કહ્યું કે રાજ્ય સરકારના આદેશથી અમારી પાસે 1993થી કબજો હતો. છેલ્લા 30 વર્ષથી પૂજા થતી ન હતી. આ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. જેના પર CJIએ કહ્યું કે હાઈકોર્ટને જાણવા મળ્યું છે કે પહેલા આ કબજો વ્યાસ પરિવાર પાસે હતો. જે બાદ અહમદીએ કહ્યું કે આ તેમનો દાવો છે. કોઈ પુરાવા નથી. આ મસ્જિદની જગ્યા છે. હું ઈતિહાસમાં જવા માંગતો નથી. સિવિલ કોર્ટ આવો આદેશ કેવી રીતે આપી શકે?

સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતી વખતે અહમદીએ કહ્યું કે વારાણસી કોર્ટે દિવાની દાવાથી આગળ જતા કેસમાં આદેશ આપ્યો છે. અહમદીએ કહ્યું કે 1993 થી 2023 સુધી કોઈ પૂજા થઈ નથી અને 2023માં દાવો કરવામાં આવ્યો અને કોર્ટે આદેશ આપ્યો અને કાયદાને ધ્યાનમાં રાખીને પૂજા સ્થળ આપવામાં આવ્યું.

મુસ્લિમ પક્ષે કહ્યું- વારાણસી કોર્ટે દિવાની દાવા દાખલ કર્યા

સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતી વખતે અહમદીએ કહ્યું કે વારાણસી કોર્ટે દિવાની દાવાથી આગળ જતા કેસમાં આદેશ આપ્યો છે. અહમદીએ કહ્યું કે 1993 થી 2023 સુધી કોઈ પૂજા થઈ નથી અને 2023માં દાવો કરવામાં આવ્યો અને કોર્ટે આદેશ આપ્યો અને કાયદાને ધ્યાનમાં રાખીને પૂજા સ્થળ આપવામાં આવ્યું.

હિનાઝ આર્ટ પેવેલિયન ખાતે યોજાયું મલ્ટિ-આર્ટિસ્ટ એક્ઝિબિશન

અમદાવાદ: હિનાઝ આર્ટ પેવેલિયન (એચએપી) નામના મલ્ટિ-આર્ટિસ્ટ એક્ઝિબિશનમાં 62 જેટલા કલાકારો દ્વારા બનાવવામાં આવેલી 182 જેટલી કલાકૃતિઓને રજૂ કરવામાં આવી. જેનું ઉદ્ઘાટન ઇન્ડિયા ફાઇન આર્ટ્સ કાઉન્સિલના ચેરપર્સન સંદીપ સોપારકર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ઉભરતા અને નીવડેલા કલાકારોની વિવિધ પ્રકારની મનોરમ્ય કલાકૃતિઓને પ્રદર્શિત કરવામાં આવી. આ કલાકૃતિઓ પેઇન્ટિંગ્સ, સ્કેચિઝ, શિલ્પો, ઇન્સ્ટોલેશન્સ જેવાં વિવિધ થીમ અને માધ્યમો પર થયેલાં કાર્યોને પ્રદર્શિત કરવામાં આવી. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા હિનાઝ આર્ટ પેવેલિયન ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

ડૉ. હિના શાહ દ્વારા સ્થાપવામાં આવેલું એચ.એ.પી.  સેન્ટર સ્ત્રીઓ અને બાળ કલાકારોના કાર્યોને પ્રોત્સાહન આપીને કલાના અનુભવને પરિષ્કૃત કરવા માટે સમર્પિત એક વિશિષ્ટ પ્રકારની પહેલ છે. આ પહેલ ઉભરી રહેલા અને પીઢ કલાકારોને પ્લેટફૉર્મ પૂરું પાડે છે અને તેમની કલાત્મક અભિવ્યક્તિ અને નવીનીકરણને પ્રોત્સાહન આપવા માટે પ્રયત્નશીલ છે. આ પ્રસંગે એચ.એ.પી.ના સ્થાપક ડૉ. હિના શાહએ જણાવ્યું હતું કે, ‘આ પહેલ પાછળનો વિચાર સર્જનાત્મક લોકોનું સશક્તિકરણ અને ઉત્થાન કરવાનો છે તથા તેમને તેમની કલાત્મક અભિવ્યક્તિ મારફતે તેમની વાતો અને તેમના દ્રષ્ટિકોણને રજૂ કરવા માટે એક મંચ પૂરું પાડવાનો છે.’ પરંપરાગત આર્ટ ગેલેરીઓની બીબાઢાળ રજૂઆતથી કંઈક અલગ કરવા માટે એચએપીનું આ પ્રથમ પ્રદર્શન આઉટડોર વેન્યૂમાં યોજવામાં આવ્યું હતું. જેનો  600થી વધુ મુલાકાતીઓ અને કલા ચાહકોએ લાભ લીધો.  કલાકૃતિઓની પ્રશંસા કરવા ઉપરાંત તેમાં હાજર રહેનારા લોકોએ લાઇવ મ્યુઝિક પણ માણ્યું હતું. આ સિવાય કાર્યક્રમ દરમિયાન અત્યંત સ્વાદિષ્ટ વાનગીઓને મન ભરીને માણતી વખતે અલક-મલકની ચર્ચાઓ કરવાની તક પણ મળી હતી.

શું હવે આતિશી અને સૌરભ ભારદ્વાજનો નંબર છે?

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને જણાવ્યું હતું કે દિલ્હી લિકર કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાંના એક વિજય નાયર મને નહીં, પણ આતિશી અને સૌરભ ભારદ્વાજને રિપોર્ટ કરતો હતો. EDએ રાઉઝ એવેન્યુ કોર્ટને જણાવ્યું હતું કે કેજરીવાલ તપાસને અવળે પાટે ચઢાવી રહ્યા છે.

EDએ જણાવ્યું હતું જ્યારે વિજય નાયર વિશે પૂછવામાં આવ્યું, ત્યારે કેજરીવાલે આતિશી અને સૌરભ ભારદ્વાજને નાયર રિપોર્ટ કરતો હોવાનું જણાવ્યું હતું. અમે એ વખતે કોર્ટમાં વિજય નાયરની મીટિંગથી જોડાયેલા બધા પુરાવા રજૂ કર્યા હતા. આ સિવાય ગોવા ચૂંટણીમાં રોકડથી જોડાયેલા પુરાવાને કેજરીવાલે માનવાથી ઇનકાર કરી દીધો હતો. એજન્સીને રિમાન્ડની જરૂર નહોતી, એટલે કેજરીવાલને ન્યાયિક હિરાસતમાં તિહાર જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. 

ઇવેન્ટ કંપની ઓનલી મચ લાઉડરના ભૂતપૂર્વ CEO વિજય નાયર આપ પાર્ટીથી જોડાયેલો હતો. તેની 2022માં CBIએ આ મામલે ધરપકડ કરી હતી. CBIએ આરોપ લગાવ્યો હતો કે નાયરે કૌભાંડમાં એક લિકર કંપનીના માલિકથી લાંચ લીધી હતી. નાયર 2014માં આપ પાર્ટી સાથે જોડાયો હતો. નાયર આશરે પાંચ વર્ષ દરમ્યાન પાર્ટીના કાર્યક્રમોની યોજના, સોશિયલ મિડિયાનું કામ કરતો હતો, પણ પછી તે પાર્ટીનો કોમ્યુનિકેશન ઇન્ચાર્જ હતો. ત્યાર બાદ ઇવેન્ટ કંપનીના કામથી નાયરનું કદ ઘણું વધ્યું હતું. તે પાર્ટીને સલાહ પણ આપતો હતો. પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેની ઉપસ્થિતિ વધી ગઈ હતી. તે નીતિ વિષય મામલાઓ પર પણ સલાહ આપતો હતો, તે મોટા ભાગે પડદા પાછળ કામ કરતો હતો. તે પાર્ટીનો એક સક્રિય કાર્યકર્તા હતો.

 

 

 

 

જરૂરતમંદ ભૂખ્યા લોકો માટે નજીવી કિંમતે ભરપેટ ભોજન

અમદાવાદ: ગાંધીનગર હાલ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે આશાનું કેન્દ્ર બની ગયું છે. વિદ્યાર્થીઓ અહીં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવતા હોય છે. જેમાંથી કેટલાંય મધ્યમવર્ગી વિદ્યાર્થીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ હોય છે. આવા લોકો માટે ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ મોટી રાહત બનીને સામે આવ્યું છે. પાટનગર ગાંધીનગરમાં જરૂરતમંદ ભૂખ્યા લોકોને નિયમિતપણે ગરમ અને પૌષ્ટિક ભોજન સેવા માત્ર વીસ રૂપિયાના નજીવા દરે મળશે. સમાજ સેવી સંસ્થા ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા સેકટર-૨૧માં પેટ્રોલ પંપ નજીક લાઇબ્રેરી સામેના મેદાનમાં આ ‘જીવન પ્રસાદ ઘર’ ભોજન સેવાનો ૧લી એપ્રિલથી પ્રારંભ થયો છે. આ ભોજન પ્રસાદ સેવા ગાંધીનગરમાં સેક્ટર-૬માં અપના બજાર નજીક સપ્ટેમ્બર-૨૦૨૩માં સૌ પ્રથમ વાર શરૂ થઈ હતી. સેક્ટર-૬માં મળેલા વ્યાપક પ્રતિસાદને પગલે હવે સેક્ટર-૨૧માં લાઇબ્રેરીની સામે પણ આ ભોજન પ્રસાદ સેવા શરૂ કરવામાં આવી છે.   

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ગાંધીનગરમાં આવીને વસેલા રાજ્યના અન્ય જિલ્લાઓના યુવાઓ લાઇબ્રેરીમાં વાંચન સાથે નજીવા દરે આ ભોજન સેવાનો લાભ પણ મેળવી શકે અને તેમનો સમય બચે તે હેતુસર ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા આ ભોજન સેવા શરૂ થઈ છે. અમદાવાદ શહેરના ગોતા, સુભાષબ્રીજ, દૂધેશ્વર અને ઇન્કમટેક્ષ ખાતે ‘જીવન પ્રસાદ ઘર’ છેલ્લા ત્રણ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. દરરોજ અંદાજે બે હજારથી વધુ લોકો આ ભોજન પ્રસાદ સેવાનો લાભ મેળવે છે અને ભોજન તૈયાર કરવામાં ૩૦થી વધુ બહેનોને રોજગારી મળે છે. આ ભોજન પ્રસાદ સેવાની ખાસ વિશેષતા એ છે કે, અહિં ભોજન લેવા આવનાર વ્યક્તિને પાર્સલ સેવા પણ આપવામાં આવે છે.બધાં જ સેન્ટર પર સવારે સાડા અગિયાર વાગ્યાથી લઈને બપોરે દોઢ વાગ્યા સુધી જમવાનું આપવામાં આવે છે. શરૂઆત સો લોકાના જમાવાથી કરવામાં આવે છે અને વધુમાં વધુ 600 લોકોને એક ટાઈમ એક સ્થળ પર જમાડવામાં આવે છે. ભોજનના મેનુમાં દરરોજ અલગ-અલગ વેરાયટી આપવામાં આવે છે. બધું જ ભોજન ઘર જેવું જ શુદ્ધ અને સાત્વિક હોય છે. જેમાં સોમવારે દાળ-ભાત, શાક-રોટલી હોય તો મંગળવારે કઢી-ખીચડી હોય. બધુવારે મગ-ભાત-રોટલી હોય તો શુક્રવારે ચણા-ભાત-રોટલી હોય. શનિવારે દાળ-બાટી જેવી વેરાયટી પીરસવામાં આવે છે. જેથી કરીને જમનારને પણ રોજ જમવાનું ભાવે અને ઘર જેવો જ અનુભવ થાય. જો કે કોઈ જરૂરિયાતવાળું ભૂખ્યું ન રહી જાય અને જેને જરૂર નથી એવાં લોકો આ સેવાનો લાભ ન લઈ જાય તે માટે એક વ્યક્તિને ચારથી વધારે વ્યક્તિનું ભોજન આપવામાં આવતું નથી. જો કોઈ વધારે વ્યક્તિ માટે પાર્સલ લેવા માટે આવે તો તેને પણ પૂછીને જ ભોજન આપવામાં આવે છે.‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’ ના ટ્રસ્ટી નિલેશ જાનીએ આ સેવાનો લાભ લેવા જરૂરતમંદ લોકોને અપીલ કરી છે તેમનું કહેવું છે કે આ સેવા કોઈ વર્ગ કે વ્યક્તિ માટે ડેડિકેટેડ નથી. દરેક જરૂરતમંદ વ્યક્તિ આ પ્રસાદનો લાભ લઈ શકે છે. કોઈને એવું થાય કે વીસ રૂપિયામાં તો કેવું જમવાનું મળતું હશે? પરંતુ નીલેશભાઈનું કહેવુ છે કે, “અમે રોજ ઘર જેવું જ શુદ્ધ અને સ્વાદિષ્ઠ ભોજન આપીએ છીએ. જેથી જમનારાને ઘર જેવો જ અનુભવ થાય.” આઠ પ્રકારની તો ખીચડી અલગ-અલગ પ્રકારની તેઓ બનાવે છે. જેમાં ડ્રાયફ્રુટ્સ ખીચડીથી લઈને વેજીટેબલ ખીચડી સુધી હોય છે. નીલેશભાઈનું કહેવું છે કે તેઓ કોઈને પણ મફતમાં જમવાનું આપતા નથી. કારણ કે જો મફતમાં આપવામાં આવે તો તેને ભોજનની વેલ્યુ રહેતી નથી. પ્રસાદને આદરભાવથી જમે અને કોઈપણ જરૂરિયાતવાળી વ્યક્તિ ભૂખી ન રહે તે માટે તેઓએ આ પ્રોજેક્ટ શરૂ કર્યો છે.

અત્યારે તો ‘જીવન પ્રસાદ ઘર’ અમદાવાદમાં ચાર અને ગાંધીનગરમાં બે સ્થળે ચાલે છે. ભવિષ્યમાં આ પ્રોજેક્ટને વધુ લોકો સુધી લઈ જવાના પણ તેમના પ્રયત્નો છે. ‘જીવન ચેરીટેબલ ટ્રસ્ટ’માં સેવા આપવા ઇચ્છુક સ્વયં સેવક, દાતાઓને આ સેવા કાર્યમાં જોડાવાનો અનુરોધ પણ નિલેશભાઈએ કર્યો છે.

શિવાજી પાર્કમાં ઉદ્ધવ, રાજ ઠાકરની એક જ દિવસે ચૂંટણી સભા?

મુંબઈઃ લોકસભા ચૂંટણી માટે બધી પાર્ટીઓએ કમર કસી લીધી છે. ઉદ્ધવ ઠાકરે  જૂથ અને મનસેએ શિવાજી પાર્કમાં ચૂંટણી સભા યોજવાનો નિર્ણય કર્યો છે, પરંતુ શિવાજી પાર્કમાં ચૂંટણી સભા માટે ઠાકરે જૂથ અને મનસેની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, કેમ કે બંને પાર્ટીઓને એક જ તારીખે બેઠક આયોજિત કરવા માટે અરજી કરી છે.

બંને પક્ષોએ એક જ દિવસ અરજી કરી છે. હવે વહીવટી તંત્ર કયા પક્ષને મંજૂરી આપે છે એના પર બધાની નજર છે. શિવાજી ઠાકરે જૂથ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના- બંને પક્ષોએ 17 મેએ શિવાજી પાર્ક મેદાનમાં ચૂંટણી સભા અરજી કરી છે. સપ્રદ વાત એ છે કે બંને પાર્ટીઓએ 17 મેએપાર્ટીની પ્રચાર બેઠક માટે ગ્રાઉન્ડ મીટિંગ માટે એક જ દિવસે મુંબઈ નગર નિગમમાં અરજી આપીન છે.મુંબઈ નગર નિગમ દ્વારા અરજી સંખ્યાથી માલૂમ પડે છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ સૌથી પહેલો 17 મે શિવાજી પાર્ક મેદાન માટે અરજી કરી હતી. એટલે પાર્ટીના નેતાઓનું માનવું છે કે શિવાજી પાર્ક મેદાન નિયમાનુસાર મનસેને આપવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગે આ બંને અરજી પર વાસ્તવમાં શું નિર્ણય લે છે અને 17 મેએ શિવાજી પાર્ક મેદાનમાં સભા કરવા માટે કોને મંજૂરી મળે છે. આ પહેલાં  વર્ષ 2009ની લોકસભા ચૂંટણી પહેલાં શિવસેના અને મનસેએ એક દિવસીય બેઠક માટે શિવાજી પાર્ક મેદાન માટે અરજી કરી હતી, પરંતુ એ સમયે મનસેએ પહેલાં અરજી કરી હતી, એટલા માટે મેદાન મનસેને આપવામાં આવ્યું હતું.

 

 

 

 

‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ ફિલ્મનું મુંબઈમાં યોજાયું ખાસ સ્ક્રિનિંગ

મુંબઈ: રણદીપ હુડા અભિનીત અને દિગ્દર્શીત ફિલ્મ ‘સ્વાતંત્ર્ય વીર સાવરકર’ 22મી માર્ચ 2024ના રોજ રિલીઝ થઈ હતી. જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

શનિવારે મુંબઈમાં આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ સ્ક્રિનિંગમાં દેવેન્દ્ર ફડણવીસ ઉપરાંત અંકિતા લોખંડે અને ટીમના અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા.

 

તસવીરો : માનસ સોમપુરા (મુંબઈ)

કોર્ટે 15 એપ્રિલ સુધી કેજરીવાલને ન્યાયિક હિરાસતમાં મોકલ્યા

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલની EDની કસ્ટડી પૂરી થયા પછી રાઉઝ એવેન્યુ કોર્ટે તેમને 15 દિવસ માટે ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. તેમની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ મુખ્ય મંત્રી તરીકે જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે. કોર્ટમાં હાજરી દરમ્યાન કેજરીવાલે કહ્યું હતું કે PM જે કરી રહ્યા છે એ ઠીક નથી કરી રહ્યા.

EDએ સુનાવણીના પ્રારંભે કોર્ટમાં કહ્યું હતું કે કેજરીવાલ તપાસમાં સહયોગ નથી કરી રહ્યા. દિલ્હીના રામલીલા મેદાનમાં ઇન્ડિયા ગઠબંધને લોકતંત્ર બચાવો થિમ હેઠળ રવિવારે કેજરીવાલની ધરપકડની વિરુદ્ધ એક મોટી રેલીનં આયોજન કર્યું હતું અને જલદી તેમને છોડી મૂકવાની માગ કરી હતી.દિલ્હીના CMએ ધરપકડની વિરુદ્ધ હાઇકોર્ટમાં પણ ધા નાખી છે. તેમણે એ તર્ક આપ્યો હતો કે તપાસ એજન્સીએ તેમના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે EDને નોટિસ જારી કરીને બીજી એપ્રિલ સુધી જવાબ માગ્યો હતો. હવે સુનાવણી ત્રીજી એપ્રિલે ફરી શરૂ થશે.

આપ પાર્ટીએ ધરપકડને રાજકીય કિન્નાખોરી જાહેર કરી છે. 2024ની લોકસભા ચૂંટણીથી ઠીક પહેલાં તેમની ધરપકડનો વિપક્ષ સતત વિરોધ દર્શાવી રહ્યો છે. કેજરીવાલની ધરપકડ પછી તેમનાં પત્ની સુનીતા કેજરીવાલ સતત સક્રિય છે અને તેમના મોકલેલા સંદેશ વાંચી રહી છે.

કેજરીવાલે કોર્ટથી રામાયણ, મહાભારત અને પત્રકાર નીરજા ચૌધરી લિખિત હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ બુક અને દેલમાં દવા ઉપલબ્ધ કરાવવામા માગ કરી હતી.

 

 

 

 

મોંઘવારીથી સામાન્ય જનતાને મળી મોટી રાહત

નવી દિલ્હીઃ નવા વર્ષના અને મહિનાના પહેલા દિવસે સામાન્ય લોકોને મોટી રાહત મળી છે. કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને પાંચ કિલોવાળા FTL (Free Trade LPG) સિલિન્ડરની કિંમતમાં કાપ મૂક્યો છે. આ પહેલાં પહેલી માર્ચે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો વધારી હતી.

પહેલી ફેબ્રુઆરી, 2024એ 19 કિલોવાળા સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે સિલિન્ડરની કિંમતો સસ્તી થઈ છે. IOCLની વેબસાઇટ મુજબ 19 કિલોવાળા ગેસ સિલિન્ડરની નવી કિંમત રૂ. 1764.50, કોલકાતામાં રૂ. 1879, મુંબઈમાં રૂ. 1717.50 અને ચેન્નઈમાં રૂ. 1930 છે. દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત રૂ. 30.50 કોલકાતામાં રૂ. 32, મુંબઈમાં રૂ. 31.50 અને ચેન્નઈમાં રૂ. 30.50નો ઘટાડો કરવામાં આવ્યો છે.

જોકે સ્થાનિક સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યા. ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતા ગેસ સિલિન્ડરની કિંમતો સ્થિર બનેલી છે. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ રાંધણગેસ સિલિન્ડરની કિંમત રૂ. 803, કોલકાતામાં રૂ. 829, મુંબઈમાં રૂ. 802.50 અને ચેન્નઈમાં રૂ. 818.50ની છે. નવ માર્ચે ઘરેલુ ગેસ સિલન્ડિરની કિંમતમાં રૂ. 100નો ઘટાડો કરવામાં આવ્યો હતો.છેલ્લા ત્રણ મહિનાથી સતત કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો વધી રહી હતી, જેથી લોકો પર મોંઘવારીનો માર વધી રહ્યો હતો, પણ હવે ચૂંટણીના મહિનામાં ઓઇલ કંપનીઓએ સામાન્ય જનતાને કિંમતો ઘટાડીને મોટી ભેટ આપી છે. આ પહેલાં મોદી સરકારે સામાન્ય જનતાને મહિલા દિવસે 14 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમતો ઘટાડીને મોટી રાહત આપી હતી.

 

 

 

 

 

 

 

 

૦૧ એપ્રિલ, ૨૦૨૪

 ૦૧ એપ્રિલ, ૨૦૨૪

કોરાનાના 62 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી  થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,34,422 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,552 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,00,135 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 88 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 735 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,289 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 13 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.