કોર્ટે 15 એપ્રિલ સુધી કેજરીવાલને ન્યાયિક હિરાસતમાં મોકલ્યા

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલની EDની કસ્ટડી પૂરી થયા પછી રાઉઝ એવેન્યુ કોર્ટે તેમને 15 દિવસ માટે ન્યાયિક હિરાસતમાં મોકલી દીધા છે. તેમની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તેઓ મુખ્ય મંત્રી તરીકે જેલમાંથી સરકાર ચલાવી રહ્યા છે. કોર્ટમાં હાજરી દરમ્યાન કેજરીવાલે કહ્યું હતું કે PM જે કરી રહ્યા છે એ ઠીક નથી કરી રહ્યા.

EDએ સુનાવણીના પ્રારંભે કોર્ટમાં કહ્યું હતું કે કેજરીવાલ તપાસમાં સહયોગ નથી કરી રહ્યા. દિલ્હીના રામલીલા મેદાનમાં ઇન્ડિયા ગઠબંધને લોકતંત્ર બચાવો થિમ હેઠળ રવિવારે કેજરીવાલની ધરપકડની વિરુદ્ધ એક મોટી રેલીનં આયોજન કર્યું હતું અને જલદી તેમને છોડી મૂકવાની માગ કરી હતી.દિલ્હીના CMએ ધરપકડની વિરુદ્ધ હાઇકોર્ટમાં પણ ધા નાખી છે. તેમણે એ તર્ક આપ્યો હતો કે તપાસ એજન્સીએ તેમના મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. કોર્ટે EDને નોટિસ જારી કરીને બીજી એપ્રિલ સુધી જવાબ માગ્યો હતો. હવે સુનાવણી ત્રીજી એપ્રિલે ફરી શરૂ થશે.

આપ પાર્ટીએ ધરપકડને રાજકીય કિન્નાખોરી જાહેર કરી છે. 2024ની લોકસભા ચૂંટણીથી ઠીક પહેલાં તેમની ધરપકડનો વિપક્ષ સતત વિરોધ દર્શાવી રહ્યો છે. કેજરીવાલની ધરપકડ પછી તેમનાં પત્ની સુનીતા કેજરીવાલ સતત સક્રિય છે અને તેમના મોકલેલા સંદેશ વાંચી રહી છે.

કેજરીવાલે કોર્ટથી રામાયણ, મહાભારત અને પત્રકાર નીરજા ચૌધરી લિખિત હાઉ પ્રાઇમ મિનિસ્ટર ડિસાઇડ બુક અને દેલમાં દવા ઉપલબ્ધ કરાવવામા માગ કરી હતી.