શિવાજી પાર્કમાં ઉદ્ધવ, રાજ ઠાકરની એક જ દિવસે ચૂંટણી સભા?

મુંબઈઃ લોકસભા ચૂંટણી માટે બધી પાર્ટીઓએ કમર કસી લીધી છે. ઉદ્ધવ ઠાકરે  જૂથ અને મનસેએ શિવાજી પાર્કમાં ચૂંટણી સભા યોજવાનો નિર્ણય કર્યો છે, પરંતુ શિવાજી પાર્કમાં ચૂંટણી સભા માટે ઠાકરે જૂથ અને મનસેની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, કેમ કે બંને પાર્ટીઓને એક જ તારીખે બેઠક આયોજિત કરવા માટે અરજી કરી છે.

બંને પક્ષોએ એક જ દિવસ અરજી કરી છે. હવે વહીવટી તંત્ર કયા પક્ષને મંજૂરી આપે છે એના પર બધાની નજર છે. શિવાજી ઠાકરે જૂથ અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના- બંને પક્ષોએ 17 મેએ શિવાજી પાર્ક મેદાનમાં ચૂંટણી સભા અરજી કરી છે. સપ્રદ વાત એ છે કે બંને પાર્ટીઓએ 17 મેએપાર્ટીની પ્રચાર બેઠક માટે ગ્રાઉન્ડ મીટિંગ માટે એક જ દિવસે મુંબઈ નગર નિગમમાં અરજી આપીન છે.મુંબઈ નગર નિગમ દ્વારા અરજી સંખ્યાથી માલૂમ પડે છે કે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ સૌથી પહેલો 17 મે શિવાજી પાર્ક મેદાન માટે અરજી કરી હતી. એટલે પાર્ટીના નેતાઓનું માનવું છે કે શિવાજી પાર્ક મેદાન નિયમાનુસાર મનસેને આપવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગે આ બંને અરજી પર વાસ્તવમાં શું નિર્ણય લે છે અને 17 મેએ શિવાજી પાર્ક મેદાનમાં સભા કરવા માટે કોને મંજૂરી મળે છે. આ પહેલાં  વર્ષ 2009ની લોકસભા ચૂંટણી પહેલાં શિવસેના અને મનસેએ એક દિવસીય બેઠક માટે શિવાજી પાર્ક મેદાન માટે અરજી કરી હતી, પરંતુ એ સમયે મનસેએ પહેલાં અરજી કરી હતી, એટલા માટે મેદાન મનસેને આપવામાં આવ્યું હતું.