અમદાવાદ: રાજ્યમાં હાલ બેવડી ઋતુ અહેસાર થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક ભાગમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. તો ક્યાં અંગ દાઝાળતા ગરમી જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વાર તારીખ 19થી 30 જૂન સુધીમાં રાજ્યમાં સત્તાવાર ચોમાસું બેસવાની આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે આ પહેલા રાજ્યમાં પર બે વાવાઝોડાના સંકટની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં હજુ પણ હિટવેવનો માર ગુજરાતીઓને સહન કરવો પડે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે ગુજરાતના 6 જિલ્લાઓમાં હિટવેવ વોર્નિંગ જાહેર કરી છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 4 દિવસ ખૂબ આકરી ગરમી પડશે. હાલના તાપમાન કરતા 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. આ ઉપરાંત, અમદાવાદમાં પણ 4 દિવસ સુધી ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતના 6 જિલ્લાઓમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં, દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં હિટવેવનો માર પડી શકે છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના 4 જિલ્લાઓ, જેમાં પોરબંદર, દ્વારકા, ભાવનગર, કચ્છમાં હિટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે ગરમી પડી શકવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે, દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાઈ શકે છે.
રાજ્યમાં હાલ ઉત્તર પશ્ચિમ-ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમીનો અહેસાસ થઈ શકે છે. જણાવી દઈએ કે, રાજ્યમાં અનેક જિલ્લાઓમાં વરસાદ પણ પડી ચુક્યો છે. ત્યારે આજથી વરસાદ એક અઠવાડિયા માટે વિરામ લઈ શકવાની પણ આગાહી સામે આવી રહી છે.
મુંબઈ સાઉથ લોકસભા બેઠક મહારાષ્ટ્રનો ઐતિહાસિક પ્રદેશ છે. આ સંસદીય બેઠક મુંબઈ શહેર જિલ્લાની 6 વિધાનસભાઓને જોડીને બનાવવામાં આવી છે. આ વિસ્તારમાં ‘ગેટવે ઓફ ઈન્ડિયા’ આવે છે. અહીંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ બોટ સર્વિસ દ્વારા સમુદ્રનો નજારો જોવા આવે છે. આ સંસદીય ક્ષેત્રમાં પ્રાચીન મુમ્બા દેવીનું 400 વર્ષ જૂનું મંદિર છે. તેમના નામ પરથી શહેરનું નામ મુંબઈ રાખવામાં આવ્યું હતું. તેમજ અહીં સૂફી વડીલ હઝરત સૈયદ પીર હાજી અલી શાહ બુખારીની કબર છે, જેને ‘હાજી અલી દરગાહ’ કહેવામાં આવે છે. આ દરગાહ સમુદ્રમાં એક નાના ટાપુ પર બનેલી છે. આ સંસદીય ક્ષેત્રમાં છત્રપતિ શિવાજી મહારાજે એક કિલ્લો બનાવ્યો હતો જેને કોલાબા કિલ્લો કહેવામાં આવે છે. આ મલબાર હિલ છે જ્યાં હેંગિંગ ગાર્ડન છે. પ્રાચીન વાલકેશ્વર મંદિર અને બાબુલનાથ મંદિર પણ મુંબઈ દક્ષિણ લોકસભા મતવિસ્તારમાં આવે છે. આ બેઠક પર શિવસેનાની લડાઈ શિવસેના સાથે છે. ઉદ્ધવ ઠાકરેની સેનાએ અરવિંદ સાવંતને મેદાનમાં ઉતાર્યા છે તો શિંદેની સેનાએ યામિની જાધવને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
કોંગ્રેસે અત્યાર સુધી આ સીટ 10 વખત જીતી છે, જેમાં ઝવેરી બજાર, શેરબજાર, મંત્રાલય અને અન્ય ઘણી મહત્વની સંસ્થાઓ છે, પરંતુ 2014 થી શિવસેના (હવે ઉદ્ધવ જૂથ) ના અરવિંદ સાવંત સાંસદ છે. હવે મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો બદલાઈ ગયા છે અને આ વખતે દક્ષિણ મુંબઈ બેઠક પર અન્ય પરિબળ કરતાં ઓળખની લડાઈ વધુ જોવા મળી રહી છે. મુંબઈથી વ્યાપારી સંસ્થાનો ગુજરાત તરફ જશે તેવી સતત ભીતિ સર્જાઈ રહી છે. જો આમ થશે તો દક્ષિણ મુંબઈને સૌથી વધુ અસર થશે. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં અહીંથી ઝડપી સ્થળાંતર ચાલુ છે, પરંતુ આ કોરોના પછી બદલાયેલા સંજોગોને કારણે છે.
બેઠકના ઇતિહાસ પર એક નજર
આ બેઠક પર 1952થી કોંગ્રેસનું વર્ચસ્વ છે. લોકસભા ચૂંટણીની શરૂઆતથી સદાશિવ કનોજી પાટીલ (એસ. કે. પાટીલ), જેઓ સ્વતંત્રતા સેનાની પણ હતા અને મુંબઈના અનક્રાઉન કિંગનું બિરુદ ધરાવતા હતા, તેઓ સતત ત્રણ વખત કોંગ્રેસમાંથી જીત્યા છે. 1967ની ચૂંટણીમાં દમદાર પાટીલને યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટીના જ્યોર્જ ફર્નાન્ડિસે હરાવ્યા હતા. આ મોટા વળાંકને બાજુ પર રાખીએ તો સામાન્ય રીતે અહીં લડાઈ હંમેશા કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ રહી છે. કોંગ્રેસ આ સીટ પર 10 વખત જીતી છે, જેમાં મુરલી દેવરા ચાર વખત અને મિલિંદ દેવરા બે વખત જીત્યા છે. ભારતીય જનતા પાર્ટીના જયવંતી બેન મહેતા આ બેઠક પર સતત બે વખત જીત્યા હતા.
હવે સમીકરણો કેવી રીતે બદલાયા છે?
વર્તમાન સાંસદ સાવંતની એનડીએ પાર્ટી, જેમાંથી તેઓ ચૂંટણી જીત્યા હતા, તે હવે શિવસેના સરકારનો ભાગ નથી. સાવંત જેમાંથી જીત્યા તે શિવસેના પણ વિભાજિત થઈ ગઈ છે. અત્યારે તેમની પાસે ધનુષ અને તીર ચૂંટણી ચિન્હ પણ નથી. તેમણે કોંગ્રેસના મિલિંદને બે વખત હરાવ્યા હતા, પરંતુ મિલિંદે હવે ધનુષ્ય અને તીર હાથમાં લીધું છે. ધનુષ-તીરનું પ્રતીક શિવસેના (શિંદે) પાસે છે. મહારાષ્ટ્રમાં સત્તા મહા વિકાસ આઘાડીના હાથમાં હતી, પરંતુ એકનાથ શિંદે શિવસેનાના 40 ધારાસભ્યો સાથે અલગ થઈ ગયા. ભાજપ સાથે સરકાર બનાવી અને રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેમણે શિવસેના પર દાવો કર્યો અને વિધાનસભા અધ્યક્ષ તરીકે ભાજપના રાહુલ નાર્વેકરે શિંદેની તરફેણમાં નિર્ણય આપ્યો. મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિરતા હાંસલ થાય તે પહેલા અજિત પવાર પણ NCPથી અલગ થઈ ગયા અને NCP પર દાવો કર્યો.
અત્યાર સુધીમાં NDAએ મુંબઈની 6 લોકસભા સીટો પર એક ગુજરાતી અને એક મારવાડી ઉમેદવાર ઉતાર્યા છે. દક્ષિણ મુંબઈ પરંપરાગત રીતે ગુજરાતી-મારવાડી પ્રભુત્વ ધરાવતી બેઠક છે. અત્યાર સુધી આ સીટ પર મારવાડી 6 વખત અને ગુજરાતી 3 વખત જીતી ચુક્યા છે.
વર્ષ 2014માં આ સીટ શિવસેનાના ખાતામાં ગઈ હતી. આ બેઠક પરથી શિવસેનાના અરવિંદ સાવંત સાંસદ બન્યા હતા. હાલમાં પણ તેઓ અહીંથી સાંસદ છે. 2014ના ચૂંટણી પરિણામો પર નજર કરીએ તો શિવસેનાના અરવિંદ સાવંતનો મુકાબલો કોંગ્રેસના મિલિંદ દેવરા સાથે હતો. અરવિંદ સાવંત આ ચૂંટણીમાં 1,28,564 મતોથી જીત્યા હતા. તેમને 374,609 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના મિલિંદ દેવરાને 2,46,045 વોટ મળ્યા. 2019ની ચૂંટણીમાં શિવસેના અને કોંગ્રેસે ફરીથી આ બે ઉમેદવારો પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ વખતે શિવસેનાના અરવિંદને 421,937 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના મિલિંદ દેવરાને 3,21,870 વોટ મળ્યા. અરવિંદ આ ચૂંટણીમાં 1,00,067 મતોથી જીત્યા હતા. આ વખતે હવે અરવિંદ સાવંત સામે યામિની જાધવને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે.
યામિની જાધવ કોણ છે?
તે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ યશવંત જાધવના પત્ની છે. તેઓ ભાયખલા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય પણ છે. તેમણે શિવસેનાના વિભાજનમાં એકનાથ શિંદેને ટેકો આપવાનું નક્કી કર્યું. પતિ યશવંત જાધવ પર લાગેલા આરોપોને કારણે તે શિંદે ગ્રુપમાં જોડાયા હતા.
કોલકત્તા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી. વી. આનંદ બોઝ પર રાજભવનની મહિલા કર્મચારીએ છેડતીનો આરોપ લગાવ્યો છે. કોલકાતા પોલીસે આ મામલે SITની રચના કરી છે. આ દરમિયાન રાજ્યપાલે એક આદેશ આપ્યો છે, જેના કારણે રાજકારણ તેજ થઈ ગયું છે. આ બાબતને લઈને રાજ્યપાલ સી. વી. આનંદ બોઝે રાજભવનના કર્મચારીઓને આદેશ આપ્યો છે કે તેઓ કોલકાતા પોલીસની SIT તપાસને લઈને કોઈપણ પોલીસ કર્મચારી સાથે વાત ન કરે. SB, IB કે કોલકાતા પોલીસને રાજભવનમાં પ્રવેશવા પણ ન દેવાનું જણાવ્યું છે. TMCના પૂર્વ રાજ્યસભા સાંસદ ડૉ. શાંતનુ સેને રાષ્ટ્રપતિને આરોપ લગાવનાર મહિલાની મદદ કરવાની અપીલ કરી છે. રાજ્યપાલના આ આદેશ બાદ TMCના પૂર્વ રાજ્યસભા સાંસદ ડૉ. શાંતનુ સેને કહ્યું છે, “રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ માટે કેટલાક બંધારણીય અધિકારો છે. પરંતુ, તે ખુરશી માટે છે વ્યક્તિ માટે નહીં. જ્યારે તેઓ પદ પર ન હોય ત્યારે જ કાર્યવાહી કરવામાં આવશે. એક મહિલા હોવાના નાતે ભારતના રાષ્ટ્રપતિએ મહિલાને ન્યાય અપાવવામાં મદદ કરવી જોઈએ.”પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેની સાથે બે વખત છેડતી કરવામાં આવી હતી. પરંતુ, રાજ્યપાલ સામે તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. વાસ્તવમાં, રાજ્યપાલના પદને બંધારણીય સુરક્ષા હોય છે, જેના કારણે બોઝને પદ પર હોય ત્યારે ફોજદારી આરોપોનો સામનો કરવો પડશે નહીં. આ સત્તાનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 361માં કરવામાં આવ્યો છે. કલમ 361 (2) કહે છે કે, રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન કોઈપણ કોર્ટમાં ફોજદારી કાર્યવાહી શરૂ અથવા ચાલુ રાખવામાં આવશે નહીં. રાષ્ટ્રપતિ અથવા કોઈપણ રાજ્યના રાજ્યપાલની ધરપકડ અથવા કેદ માટેની કોઈ પ્રક્રિયા તેમના કાર્યકાળ દરમિયાન કોઈપણ અદાલત દ્વારા જારી કરવામાં આવશે નહીં. આ જ કારણ છે કે પશ્ચિમ બંગાળના રાજ્યપાલના આ કેસમાં તપાસ શરૂ થઈ છે પરંતુ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.કોલકાતા પોલીસે શનિવારે (18 મે) પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોઝ વિરુદ્ધ જાતીય સતામણીના કેસમાં કાર્યવાહી કરી છે. કોલકાતા પોલીસે રાજભવનના ત્રણ કર્મચારીઓ એસ. એસ. રાજપૂત, કુસુમ છેત્રી અને સંત લાલ વિરુદ્ધ આઈ.પી.સી.ની કલમ 341 અને 166 હેઠળ એફઆઈઆર નોંધી છે. ફરિયાદી મહિલા, જે રાજભવનમાં જ કામ કરતી હતી, તેણે આરોપ લગાવ્યો હતો કે આ ઘટના બાદ તેને સ્ટાફ દ્વારા પકડવામાં આવી હતી. 2 મેના રોજ તેને ચૂપ રહેવા દબાણ કરવામાં આવ્યું હતું. પીડિતાએ આ મામલામાં સેક્શન 164 હેઠળ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે.
નવી દિલ્હીઃ રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલથી CM હાઉસમાં થયેલી મારપીટ મામલે આરોપી વિભવકુમારની દિલ્હી પોલીસે CM કેજરીવાલના ઘરેથી અટકાયત કરી છે. પોલીસ હવે વિભવકુમારે હોસ્પિટલમાં લઈ જશે અને થોડી વારમાં તેની ધરપકડની અપેક્ષા છે. દિલ્હી પોલીસને ઇનપુટ મળ્યા હતા કે વિભવકુમાર દિલ્હીથી બહાર નહીં, પણ મુખ્ય મંત્રી નિવાસ્થાનમાં જ હાજર છે.
સ્વાતિ માલીવાલની 13 મેએ મારપીટની ઘટના સામે આવી હતી અને તેમણે કેજરીવાલના નજીકના વિભવકુમાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યાર બાદ તેમણે FIR નોંધાવી હતી અને શુક્રવારે કોર્ટ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું., જેમાં વિભવકુમાર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા. કેસ નોંધ્યા પછી દિલ્હી પોલીસ વિભવની ધરપકડ માટે સતત તેનું લોકેશન શોધી રહી હતી.
વિભવકુમારનું કહેવું છે કે તેને મિડિયા દ્વારા FIRની માહિતી મળી હતી. વિભવકુમારે પણ ઈમેઇલ દ્વારા પોલીસમાં ફરિયાદ કરી હતી. વિભવે અરજ કરી હતી કે તેની ફરિયાદ દિલ્હી પોલીસ ધ્યાનમાં લે. વિભવનું કહેવું છે કે તેને કોઈ નોટિસ નથી મળી.
બીજી બાજુ, સ્વાતિ માલીવાલની મેડિકલ રિપોર્ટ આવી ગઈ છે. દિલ્હી એમ્સની ટ્રોમા સેન્ટરમાં તેમનું મેડિકલ થયું હતું. MLCએ તેમની આંખ, ચહેરા અને પગમાં ઇજાનાં નિશાનની પુષ્ટિ કરી છે. તેમના જમણા પગમાં ઇજા થઈ છે. ડાબી આંખની નીચે પણ ઇજાનાં નિશાન મળ્યાં છે. માલીવાલના શરીરમાં ચાર જગ્યાએ ઇજાનાં નિશાન મળ્યાં છે. તે જ્યારે મેડિકલ કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યાં હતાં, ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમના માથામાં પણ ઇજા થઈ હતી.
મુંબઈ: ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ 16 મેના રોજ તેમની સ્કેમ ફ્રેન્ચાઇઝી ‘સ્કેમ 2010 – ધ સુબ્રત રોય સાગા’ના નામે સ્કેમની ત્રીજી સીઝનની જાહેરાત કરા છે. આ સિરીઝ તમલ બંદોપાધ્યાયના પુસ્તક ‘સહારાઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ પર આધારિત હશે અને તે દિવંગત ઉદ્યોગપતિના જીવન અને વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમણે 1978માં બિઝનેસ ગ્રુપ સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરી હતી. હવે આ પ્રોજેક્ટની જાણકારી મળ્યા બાદ સહારા પરિવાર તરફથી પ્રતિક્રિયા આવી છે.
સહારા ઈન્ડિયા પરિવાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં, તેણે આ સિરીઝને સસ્તો અને વ્યાપક પ્રચાર ગણાવીને વખોડી કાઢી છે. સહારા ઈન્ડિયા પરિવાર સામેલ તમામ વ્યક્તિઓ અને પક્ષોની નિંદા કરે છે અને તેમના અપમાનજનક વર્તનનો વિરોધ કરે છે. તેમજ સંડોવાયેલા તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે પણ સલાહ લેશે.
સહારા ઈન્ડિયાનું નિવેદન
સહારા ઈન્ડિયા પરિવારનું માનવું છે કે સેબી અને સહારા વચ્ચેનો વિવાદ હજુ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે અને આ કેસની કાર્યવાહીને પ્રભાવિત કરવાનો કોઈપણ પ્રયાસ કોર્ટની અવમાનના સમાન હશે. આ ઉપરાંત આમ કરવું ગુનો ગણાશે. વાણી અને કાર્યવાહીની સ્વતંત્રતાની આડમાં કોઈને પણ એવી વ્યક્તિની સદ્ભાવના અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાની મંજૂરી આપી શકાતી નથી જે પોતાનો બચાવ કરવા માટે ત્યાં ન હોય.
હંસલ મહેતાની સિરીઝને અપમાનજનક કહેવામાં આવી હતી
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે,’વેબ-સિરીઝના શીર્ષકમાં કૌભાંડ શબ્દનો ઉપયોગ અને તેને સહારા સાથે જોડવું અપમાનજનક છે, અને સહારા જી અને સહારા ઇન્ડિયા પરિવારની છબીને નુકસાન પહોંચાડે છે. સહારા ઈન્ડિયા પરિવાર ક્યારેય કોઈ ચિટ ફંડ પ્રવૃત્તિમાં સામેલ નથી. સહારા-સેબીનો મુદ્દો પણ સહારા દ્વારા જારી કરાયેલા OFCD બોન્ડ પર સેબીના અધિકારક્ષેત્રનો વિવાદ હતો.’
હંસલ મહેતાની પ્રતિક્રિયા
તે જ સમયે જ્યારે ‘હિન્દુસ્તાન ટાઈમ્સે’ હંસલ મહેતા સાથે વાત કરી તો તેણે કહ્યું, ‘હું યુકેમાં શૂટિંગ કરી રહ્યો છું. મને આની જાણ નથી. આ અંગે સંબંધિત લોકો જવાબ આપશે. તમને જણાવી દઈએ કે ફિલ્મ નિર્માતા યુકેમાં પ્રતીક ગાંધી સાથે તેની આગામી સિરીઝ ‘ગાંધી’નું શૂટિંગ કરી રહ્યા છે.
અમદાવાદ: રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત આગામી જૂન 2024થી થવાની છે. ત્યારે આગામી 27,28 અને 29 શાળા પ્રવેશઉત્વસની પણ જાહેરાત થઈ ચૂકી છે. પ્રવેશઉત્સવને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે રાજ્ય સરકાર દ્રારા જૂન-2024થી શરૂ થતા શૈક્ષણિક વર્ષ દરમિયાન તમામ વિદ્યાર્થીોઓને પુસ્તકો મળી જાય તેટલા માટે પુસ્તકો રવાના કરી દેવામાં આવ્યા છે. સૂત્રોનું માનીયે તો આગામી 30 મે સુધી તમામ શાળા સુધી પુસ્તરો પહોંચી જાય તેવી વ્યવસ્થાન કરવામાં આવી છે.
રોડ સેફ્ટી બનશે અભ્યાસના ભાગ
ગુજરાતના નાનાથી લઇને મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા સર્જાઇ રહીં છે ત્યારે નાગરિકોના સ્વભાવમાં ટ્રાફિક સેન્સ આવે તેટલા માટે નવી પેઢીને પ્રથમ વખત ટ્રાફિકના પાઠ ભણાવવા માટે પાઠયપુસ્તક મંડળ દ્વારા ધોરણ 9 અને 10માં તમામ માધ્યમમાં સમાજ વિજ્ઞાનમાં અને ધોરણ 11 અને 12માં માત્ર ગુજરાતી માધ્યમમાં ગુજરાતી પ્રથમ ભાષામાં રોડ સેફટીના પ્રકરણ ઉમેરવામાં આવ્યા છે. ટ્રાફિકના પ્રકરણમાં વાહન ચાલકની ફરજ વિશે જણાવવામાં આવ્યું છે.વાહનચાલકે કઇ રીતે વાહન ચલાવતી વખેત કઈ બાબતો ધ્યાન રાખવા જોઈએ તેનું વર્ણન કરવામાં આવ્યું છે.ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની વય મર્યાદાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડ્રાઈવિંગના નિયમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રથમ વખત 60 સંસ્કૃત પાઠશાળા શરૂ કરવામાં આવી છે તેમા પણ નવા શૈક્ષણિક સત્રથી સંસ્કૃત માધ્યમાં વિવિધ 6 વિષયોનો નવો અભ્યાસક્રમ અમલમાં આવશે.
વિજ્ઞાન સાથે મળશે ગીતાનું જ્ઞાન
રાજય સરકાર દ્વારા શ્રીમદ ભગવત ગીતાના પાઠ તબક્કાવાર અભ્યાસક્રમમાં દાખલ કરવાની છેલ્લા બે વર્ષથી જાહેરાત કરવામાં આવે છે. છેવટે જુન-2024-25થી ધોરણ 6-8માં ભાગ-1 અમલમાં મુકવામાં આવ્યો છે. આ માટેનુ નવું પુસ્તક અમલમાં આવશે. જયારે ધો. 9થી12માં માત્ર ગુજરાતી માધ્યમમાં શ્રીમદ ભગવત ગીતાના ચેપ્ટરનો ઉમેરો કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ સ્વાતિ માલીવાલની મેડિકલ રિપોર્ટ આવી ગઈ છે. દિલ્હી એમ્સની ટ્રોમા સેન્ટરમાં તેમનું મેડિકલ થયું હતું. MLCએ તેમની આંખ, ચહેરા અને પગમાં ઇજાનાં નિશાનની પુષ્ટિ કરી છે. તેમના જમણા પગમાં ઇજા થઈ છે. ડાબી આંખની નીચે પણ ઇજાનાં નિશાન મળ્યાં છે. માલીવાલના શરીરમાં ચાર જગ્યાએ ઇજાનાં નિશાન મળ્યાં છે. તે જ્યારે મેડિકલ કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યાં હતાં, ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમના માથામાં પણ ઇજા થઈ હતી.
સ્વાતિ માલીવાલે દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલના ખાનગી PA બિભવકુમાર પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હીના CMના સત્તાવાર નિવાસસ્થાન પર મારપીટ કરવામાં આવી હતી. માલીવાલે દિલ્હી પોલીસમાં જે FIR નોંધાવી હતી, એમાં તેણે બિભવકુમાર પર તેમના પેટ, છાતી અને પેલ્વિસ એરિયામાં પગથી ઇજા પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.આ દરમ્યાન દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલના નિવાસસ્થાનથી એક નવો વિડિયો બહાર આવ્યો છે, જેમાં સિક્યોરિટી ગાર્ડ માલીવાલનો હાથ પકડીને તેમને બહાર લઈ જતા દેખાઈ રહી છે. આ વિડિયો 13 મેનો બતાવવામાં આવી રહ્યો છે.
आप राज्यसभा सांसद स्वाति मालीवाल का एक और वीडियो सामने आया, CM आवास से बाहर लेकर जा रही है महिला पुलिसकर्मी, महिला पुलिस का हाथ झटकती नजर आ रहीं स्वाति मालीवाल pic.twitter.com/iQwWvNKyEt
— Abhishek Nayan (ABP News) (@Abhisheknayan81) May 18, 2024
આ વિડિયોમાં જોઈ શકાય છે કે સ્વાતિ માલીવાલને મહિલા ગાર્ડ CM નિવાસની બહાર લઇને આવે છે. આ દરમિયાન તે મહિલા સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટકતાં પણ દેખાય છે. વિડિયો જોતાં ફરી અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે.
સ્વાતિ માલીવાલે મુખ્ય મંત્રી કેજરીવાલના PA પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. અગાઉ પણ આ ઘટના અંગેનો વિડિયો સામે આવ્યો હતો જેના બાદથી સ્વાતિ માલીવાલ સામે સવાલો ઊઠવા લાગ્યા હતા.
મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ આખરે ઘરે પરત ફર્યા છે. તે 25 દિવસથી ગુમ હતા. તેના પિતાએ દિલ્હી પોલીસમાં ગુમ થવાની FIR પણ નોંધાવી હતી. ગુરુચરણ પોતે ઘણા દિવસો સુધી ગુમ થયા બાદ ઘરે પરત ફર્યા છે. પરત ફરતાં પોલીસે ગુરુચરણની પૂછપરછ કરી હતી. આ દરમિયાન અભિનેતાએ જણાવ્યું કે તે સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા પર ઘર નિકળી ગયા હતા. આ દરમિયાન તેઓ અમૃતસર પછી લુધિયાણા અને અન્ય ઘણા શહેરોમાં ગુરુદ્વારામાં ઘણા દિવસો રોકાયા. પછી તેને સમજાયું કે તેને હવે ઘરે પાછા ફરવું જોઈએ. તેથી તે ઘરે પાછા પહોંચ્યા.
તેના ગુમ થવાના સમાચાર 26 એપ્રિલના રોજ સામે આવ્યા હતા
નોંધનીય છે કે 22 એપ્રિલે ગુરુચરણ સિંહ મુંબઈ જવા માટે ઘરેથી નીકળ્યા હતા. પરંતુ તેના ગુમ થવાના સમાચાર 26 એપ્રિલે પ્રકાશમાં આવ્યા હતા. પિતાએ તેના પુત્ર અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર ગુરુચરણ 24 એપ્રિલ સુધી દિલ્હીમાં હાજર હતા. આ પછી તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો.એવું પણ જાણવા મળે છે કે તે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તે આર્થિક સંકટમાંથી પણ પસાર થઈ રહ્યાં હતા.
તપાસ દરમિયાન પોલીસને ગુરુચરણને લઈને ઘણી કડીઓ મળી. જ્યારે ગુરુચરણ 22 એપ્રિલે ઘરેથી મુંબઈ જવા નીકળ્યા ત્યારે તેઓ મુંબઈ પહોંચ્યા જ નહોતા. તેણે મુંબઈમાં તેને રિસીવ કરવા આવેલા વ્યક્તિને પણ ગેરમાર્ગે દોર્યો હતો. ત્યારબાદ ગુરુચરણે ATMમાંથી 14 હજાર રૂપિયા ઉપાડ્યા હોવાના પણ સમાચાર હતાં.
તપાસ દરમિયાન પોલીસને ગુરુચરણના દસથી વધુ નાણાકીય હિસાબો મળી આવ્યા હતા. એટલું જ નહીં તેની પાસે એકથી વધુ જીમેલ એકાઉન્ટ હોવાનું પણ જાણવા મળ્યું હતું. નજીકના લોકો અને ડિજિટલ તપાસ બાદ પોલીસને જે હકીકતો મળી તે પરથી જાણવા મળ્યું કે ગુરુચરણનો ધર્મ તરફનો ઝોક વધી રહ્યો હતો. તેણે એક ખાસ મિત્ર પાસે પહાડો પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. છેલ્લા સીસીટીવી ફૂટેજમાં તે ઈ-રિક્ષા પછી પગપાળા જતા જોવા મળ્યા હતા.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 32 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,610 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,04,857 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 117 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 585 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,241 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
હમણાં એકાદ દિવસ પહેલાં ઈન્ટરનેશનલ ડે ઓફ ફેમિલી અર્થાત્ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ગયો. એ જ દિવસે મારી પાસે એક હરિભક્ત આવ્યા. મને કહે, “સ્વામી, ગઈ કાલે હું ઑફિસથી થાક્યો પાક્યો રાતે 12 વાગ્યે ઘરે ગયો ત્યારે સૌ સૂઈ ગયેલા, પણ કોલેજમાં ભણતો દીકરો સોનૂ જાગતોતો. એ ટીવી પર ફિલ્મ જોઈ રહ્યો હતો. મેં એને એક ગ્લાસ પાણી લઈ આવવા કહ્યું તો એ કહે, પપ્પા, અત્યારે મારી મૂવીનો ક્લાઈમૅક્સ ચાલી રહ્યો છે. પ્લીઝ, તમે જાતે લઈ લોને હું કંઈ કહું તે પહેલાં એ ફરી કાનમાં હેડફોન લગાવી ટીવીમાં ઘૂસી ગયો. મારે શું કરવું?”
મેં એ હરિભક્તના ખભે હાથ મૂકી મારે એમને જે કહેવાનું હતું તે કહ્યું ને એમણે વિદાય લીધી, આજના આધુનિક રંગમાં રંગાયેલા યુવાનોનાં આવા વાગ્બાણ ઘણાં માવતરે ઝીલ્યાં હશેઃ
“તમે જાતે કરી લો.. મને ટાઈમ નથી. મને નહીં ફાવે…આ કામ મારું છે કે તમારું?”
આજના વડીલો આવા સંવાદ દરરોજ સાંભળે છે અને પ્રત્યુત્તરમાં બસ નિઃસાસો નાખે છે. મહાન આદર્શોથી દૂર આજની આ પેઢીને વચનપાલનનું મહત્વ કોણ સમજાવશે? કોણ કહેશે એમને કે આ એ ભારત ભૂમિ છે. જ્યાં પિતાના એક વચન માટે શ્રી રામચંદ્ર ભગવાને 14 વર્ષનો વનવાસ સ્વીકારી લીધો. આ એ ભારતભૂમિ છે. જ્યાં પિતા ઉદ્દાલકના એક વચને બાળક નચિકેતા યમસદન જવા તૈયાર થઈ ગયો. વળી એકલવ્યે તો ધનુર્વિદ્યાના પ્રાણસમો જમણો અંગૂઠો જ ગુરુવચનની વેદીમાં હોમી દીધો. શું આ લોકોને મનગમતા વિષયો કે પ્રવૃત્તિમાં રોકાઈને આનંદ-મોજ નહીં માણવી હોય?
નિસંદેહ, કોઈના વચનના આધારે પોતાની મનગમતી વસ્તુ કે પ્રવૃત્તિ છોડવી એ અગ્નિપથ પર ચાલવા જેવું કઠણ છે. પરંતુ કહેવાયું છેને કે ઈફ યુ વોન્ટ ટુ ફલાય ઈન ધી સ્કાય, યુ હેવ ટુ લીવ ધી અર્થ ઊંચાઈ પર પહોંચવું હોય તો પછી નીચી વસ્તુનો ત્યાગ અનિવાર્ય છે.
આજ્ઞાના અગ્નિપથ પર ચાલવું કંઈ ચીઝ પિઝાની સ્લાઈસ મોંમાં મૂકવા જેવું સહેલું નથી. આ તો ફૂલોની બિછાવેલી પથારી છોડીને આજ્ઞાપથના ધગધગતા અંગારા પર ચાલવાની જેની તૈયારી હોય, કોઈ મહાન બાબત માટે પોતાના ક્ષુલ્લક સ્વાર્થોને હોમવાની તત્પરતા હોય, તો જ તેની ઈતિહાસમાં નોંધ લેવાય છે, કેમ કે જ્યારે હૈયું વિપ્લવની અવસ્થામાં હોય, મન માનતું ન હોય, આંખોમાં સુરક્ષિત ભવિષ્યના સપનાં સળવળતાં હોય ત્યારે વડીલ, ગુરુ કે ઇષ્ટદેવની આજ્ઞામાં ગભરુ પારેવાંની જેમ ઝંપલાવવું એ આ અગ્નિપથિકોની વિશેષતા છે.
આજથી આશરે 110 વર્ષ પહેલાં સારંગપુરમાં સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ ચાલતું હતું. એક વાર સાત દોરડે બાંધેલો દોઢસો મણનો પથ્થર મંદિરના ઘુમ્મટ તરડી રહેલો. અચાનક દોરડાં તૂટ્યાં ને તડાતડ પથ્થર માત્ર એક જ દોરડાના આધારે ૪૦ ફૂટ જેટલી ઊંચાઈ પર લટકી રહ્યો હતો. બી.એ.પી.એસ.ના તત્કાલીન ગુરુ શાસ્ત્રીજી મહારાજને સમાચાર આપવામાં આવ્યા. તેઓ તરત આવી પહોંચ્યા. પળવારમાં પરિસ્થિતિ પામી એમણે ત્યાં ઊભેલા સોમા ભગત નામના પાર્ષદને આજ્ઞા કરી: “ભગત, પથ્થર પર ચડીને દોરડાં બાંધી દો.”
મોત સાથેની રમત રમવા જેવું આ કામ હતું. કુરબાનીનો કસબ બતાવતા હોય તેમ સોમા ભગત મંદિર પર ચડયા અને કૂદ્યા સીધા પથ્થર પર. જોનારાના શ્વાસ થંભી ગયા, નીચે કંપી પરના પથ્થરને દોરડાં ખેંચીને પકડી રાખનારા 20 ભક્તોને જોરથી આંચકો લાગ્યો. શું આ છેલ્લું એક દોરડું પણ તૂટ્યું? પરંતુ સોમા ભગતે ગુરુની આજ્ઞાના બળથી છએ દોરડાં યોગ્ય રીતે બાંધ્યાં અને સડસડાટ નીચે ઊતરી ગયા. ઊંચો અભય હસ્ત કરી ઊભેલા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને આજ્ઞાપથના આ પથિકને સૌ વંદી રહ્યા.
આપણે આ અગ્નિપથિકોની હિમ્મતમાંથી પણ શીખવા જેવું નથી લાગતું?
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)