Home Blog Page 1816

ATSને મળી સફળતા, ISISના ચાર આતંકવાદીઓને દબોચ્યા

ગુજરાત ATSને મોટી સફળ મળી છે. ગુજરાત ATSએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી ISIS (ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયા)ના ચાર આતંકવાદીની ધરપકડ કરી છે.

આતંકવાદીઓ મળતાની સાથે જ પોલીસના એકશનમાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ ચાર આતંકવાદી મૂળ શ્રીલંકાના નાગરિક છે. અને ISIS માટે સંગઠન માટે પાછલા ઘણ સમયથી કાર્ય કરે છે. સેન્ટ્રલ એજન્સીની બાતમીના આધારે ચારે આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે હવે આરોપીઓની અન્ય કોઈ રાજ્ય સાથે કનેક્શન છે કે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.તો બીજી તરફ આજે અમદાવાદમાં IPLની ત્રણ ટીમ પહોંચવાની છે. મંગળવારે ક્વોલિફાયર-1 અને બુધવારે એલિમિનેટર મેચ રમાવવાની હોવાથી આ ટીમો આજે અમદાવાદ ખાતે પહોંચવાની છે. જેમાંથી RCBની ટીમ બપોરે 12:30 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી હતી, તેવામાં એરપોર્ટ પરથી આતંકી ઝડપાતા હાઇ એલર્ટ જેવી સ્થિતિ ઊભી થઈ છે.

નોંધનીય છે કે પાછલા ઘણા સમયથી અમદાવાદ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગ્લિંગ અને ધમકી મળવા જેવા બનાવ બની રહ્યા છે. ત્યારે ગુજરાત ATS એક સેન્ટ્રલ એજન્સીએ ઈનપુર શેર કર્યા હતા. જે બાદ ATSએ એરપોર્ટ પર કાર્યવાહી હાથ ધરી હતી. તે સમયે એક શકમંદ તેમના રડારમાં આવ્યો હતો અને તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. જેમાં કુલ ચાર શખ્સોનું નામ સામે આવ્યું હતું. જે બાદ  અમદાવાદ એરપોર્ટ શા માટે આવ્યો? ગુજરાત તેમજ ભારતમાં કોઈ મોમેન્ટ છે અથવા તેના કોઈ સ્લીપર સેલ છે કે નહીં તે તપાસવા માટે ગુજરાત એટીએસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

બોમ્બ હોવાની મળી હતી ધાક

આ અગાઉ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન એક દિવસ પહેલા 6 મેના રોજ રાજ્યની 36 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જે બાદ તપાસના ધમધમાટ શરૂ થયા હતા. તો થોડો દિવસો પહેલા અમદાવાદ એરપોર્ટમાં બોમ્બ હોવાનો પણ ધમકી ભર્યો મેઈલ મળ્યો હતો. જે બાદ એરપોર્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યારે દિલ્હીથી વડોદરા આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં પણ બોમ્બની ધાક મળી હતી. જ્યારે બોમ્બથી ઉઠાવવાની ધમકીનો સિલસિલો દિલ્હીની શાળાઓથી શરૂ થયો હતો. દિલ્હીમાં 100 જેટલી શાળાને બોમ્બથી ઉઠાવી દેવાના મેઈલ મળ્યા હતા.

વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં દીપ્તિએ જીત્યો ગોલ્ડ મેડલ

કોબેઃ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશશિપ 2024 2024 17 મે શનિવારથી 25 મે સુધી રમાશે. પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં ભારતે ગોલ્ડ મેડલ પોતાને નામે કરી લીધો છે. ભારતની દીપ્તિ જીવણજીએ T-20માં 400 મીટર દોડમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે અને ગોલ્ડ જીત્યો છે. આ સિવાય તેણે અમેરિકી એથ્લીટ બ્રેના ક્લાર્કનો રેકોર્ડ પણ તોડ્યો છે.

દીપ્તિ જીવણજીએ 400 મીટરની દોડ માત્ર 55.07 સેકન્ડમાં જ પૂરી કરી લીધી હતી અને વર્લ્ડ રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે. આ પહેલાં મહિલા એથ્લીટમાં કોઈએ પણ 400 મીટર દોડમાં આટલા ઓછા સમયમાં રેસ પૂરી નથી કરી. આ પહેલાં અમેરિકાની બ્રેના ક્લાર્કે 55.12 સેકન્ડમાં દોડ પૂરી કરી હતી. આ સિવાય તુર્કીની આયસેલ ઓન્ડરે 55.19 સેકન્ડ અને ઇક્વાડોરની લિજાનશેલા એગુલોએ દોડને પૂરી કરવા માટે 56.68 સેકન્ડ લીધી હતી. વડા પ્રધાન મોદીએ દીપ્તિને ટ્વીટ કરીને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

ભારતે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં અત્યાર સુધી અત્યાર સુધી ચાર મેડલ પોતાને નામે કરી લીધા છે. દીપ્તિએ ભારતને પહેલો ગોલ્ડ અપાવ્યો છે. આ પહેલાં ભારતે એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પોતાને નામે કર્યા છે, પરંતુ હવે ભારતની પાસે એક ગોલ્ડ પણ છે.

જાપાનના કોબેના કોબે યુનિવર્સ મેમોરિયલ સ્ટેડિયમમાં યોજાઈ રહેલા પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ 17 મેથી 25 મે, 2024 દરમ્યાન યોજાશે, જેમાં 1000થી વધુ એથ્લીટો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં 100થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે, જેમાં 168 મેડલો આપવામાં આવશે, જેમાં 92 પુરુષોને 75, મહિલાઓને ને એક મિક્સ્ડ સ્પર્ધામાં મેડલ આપવામાં આવશે.

 

 

 

 

 

 

મત ન આપનારાઓને સજા કરવી જોઈએ: પરેશ રાવલ

મુંબઈ: બૉલિવૂડ એક્ટર પરેશ રાવલે મુંબઈના એક પોલિંગ બૂથ પર પોતાનો મત આપ્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે મીડિયાને પોતાની આંગળી પરની શાહી બતાવી અને ચૂંટણીમાં મત ન આપનારાઓ પર નિશાન સાધ્યુ હતું. તેમણે કહ્યું કે,”જે લોકો મતદાન નથી કરતા તેમના માટે કેટલીક જોગવાઈઓ હોવી જોઈએ, જેમ કે ટેક્સમાં વધારો અથવા કોઈ અન્ય સજા.”

 

પોતાનો મત આપ્યા પછી અભિનેતા પરેશ રાવલે મીડિયા સાથે વાત કરી અને ચૂંટણીમાં ભાગ લેવાના મહત્વ પર ભાર મૂક્યો. અભિનેતાએ કહ્યું,”તો પછી તમે કહેશો કે, સરકાર આ નથી કરતી, તે નથી કરતી. જો તમે આજે મતદાન નહીં કરો તો, સરકાર નહીં, તમે જવાબદાર હશો.” રાવલે નાગરિકોને તેમની નાગરિક ફરજો માટે જવાબદારી નિભાવવા વિનંતી કરી હતી. રાવલે મતદાન ન કરનારને સજા કરવાનું પણ સૂચન કર્યું હતું. તેમણે કહ્યું, “જે લોકો મતદાન નથી કરતા તેમના માટે કેટલીક જોગવાઈઓ હોવી જોઈએ, જેમ કે ટેક્સમાં વધારો અથવા કોઈ અન્ય સજા.” સવારે અક્ષય કુમાર, શાહિદ કપૂર, સાન્યા મલ્હોત્રા, રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂર સહિત ઘણી બોલીવુડ હસ્તીઓએ પણ મુંબઈની વિવિધ બેઠકો પરથી મતદાન કર્યું હતું.

મહારાષ્ટ્રમાં આજે કુલ 13 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ 13 સીટોમાંથી છ સીટો મુંબઈમાં છે. મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર પૂર્વ, મુંબઈ ઉત્તર મધ્ય, મુંબઈ દક્ષિણ અને મુંબઈ દક્ષિણ મધ્ય બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ સિવાય મહારાષ્ટ્રના ડિંડોરી, નાસિક, કલ્યાણ, પાલઘર અને ભિવંડી અને થાણેમાં પણ લોકો મતદાન કરી રહ્યા છે. અગ્રણી ઉમેદવારો પિયુષ ગોયલ, ઉજ્જવલ નિકમ અને શ્રીકાંત શિંદે સહિત અનેક નેતાઓનું ભાવિ આજે ઈવીએમમાં ​​સીલ થઈ જશે.

રાજ્ય સરકાર દ્વારા યોગ સમર કેમ્પનો પ્રારંભ

ગાંધીનગર: ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી 20મી મે થી 29મી મે સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં 200 જેટલા સમર યોગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં 7 વર્ષથી લઈને 15 વર્ષના બાળકો ભાગ લે છે. ગત વર્ષે ઓછામાં ઓછા 75 બાળકો સાથે સમગ્ર રાજ્યમાં 100 જેટલાં સ્થળો પર નિઃશૂલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ ઓછામાં ઓછા 100 બાળકો સાથે 200 જેટલાં સ્થળો પર આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના શુભારંભમાં આજે 20,000 બાળકોએ ભાગ લીધો હતો.

કેમ્પનો હેતુ બાળકોને દૈનિક જીવનમાં યોગનું મહત્વ સમજાવવા અને એક નિરોગી ભવિષ્યનું નિર્માણ કરવાનો છે. બાળકોને કેમ્પમાં યોગના વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિઓ શીખવાડવામાં આવશે. આ કેમ્પમાં બાળકોને યોગના આધારભૂત તત્વો અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત જ્ઞાન આપવામાં આવી રહ્યું છે.

પંચાંગ 20/05/2024

મુંબઈમાં ધીમી ગતિએ મતદાન, ઉદ્ધવ ઠાકરેએ મતાધિકારનો કર્યો ઉપયોગ

મુંબઈ: લોકસભા ચૂંટણી 2024 માટેના મતદાનના તબક્કા 5 માટે બપોરે 1 વાગ્યા સુધીમાં મુંબઈમાં 27.78 ટકા મતદાન નોંધાયું હતું.શહેરના ત્રણ મતદાન મથકો, એક મુલુંડ (પૂર્વ)માં અને બે પવઈમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં ખામી સર્જાઈ હતી. ઈવીએમ રિપેર કર્યા બાદ આ બે મતદાન મથક પર મતદાન ફરી શરૂ થયું હતું. મુંબઈની છ લોકસભા મતવિસ્તારમાંથી 99,38,621 લાખ મતદારો આજે તેમના મત આપી રહ્યા છે. મહારાષ્ટ્રમાં 1 વાગ્યા સુધીમાં 27.28 ટકા મતદાન થયું છે. ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં.

કલ્યાણમાં 22.52 ટકા મતદાન થયું છે. મુંબઈ બેઠકોના મતદાનના આંકડા પર નજર કરીએ તો

મુંબઈ નોર્થ- 26.78 ટકા મતદાન
મુંબઈ નોર્થ ઈસ્ટ- 28.82 ટકા મતદાન
મુંબઈ નોર્થ સેન્ટ્રલ- 28.05 ટકા મતદાન
મુંબઈ નોર્થ વેસ્ટ- 28.41 ટકા મતદાન
મુંબઈ સાઉથ- 24.46 ટકા મતદાન
મુંબઈ સાઉથ સેન્ટ્રલ- 27.21 ટકા મતદાન

મુંબઈ પોલીસે શિવસેના (UBT)ના ત્રણ કાર્યકરોને પોલિંગ બૂથ નજીક ડમી ઈવીએમ લગાવવાના આરોપમાં અટકાયતમાં લીધા છે. આ અંગે પાર્ટીના નેતા સુનીલ રાઉતે કહ્યું કે ડમી ઈવીએમ એવા લોકોને શિક્ષિત કરવા માટે લાવવામાં આવ્યું હતું જેઓ વોટ કેવી રીતે કરવું નથી જાણતા. તેને મતદાન મથકથી 100 મીટરથી વધુ દૂર મૂકવામાં આવ્યું હતું. પોલીસને વિનંતી છે કે તેઓને છોડી દેવામાં આવે. ભાજપ જાણે છે કે તેમના ઉમેદવાર અહીંથી હારી જવાના છે, તેથી તેઓ અમારા પર દબાણ લાવવા પોલીસનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ અમે ડરતા નથી.

ક્રિકેટર સચિન તેંડુલકરે મુંબઈના એક મતદાન મથક પર મત આપ્યો છે. મત આપ્યા બાદ સચિન તેંડુલકરે કહ્યું હતું કે હું ચૂંટણી પંચનો નેશનલ આઈકન છું. હું મત આપવા અને જાગૃતિ લાવવાના ઘણા કાર્યક્રમોનો ભાગ રહ્યો છું. આજે એક ગૌરવપૂર્ણ ભારતીય તરીકે હું મતદાન કરવા સક્ષમ છું. હું તમામ મતદારોને મતદાન કરવાની અપીલ કરું છું કારણ કે તે દેશના ભવિષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મહારાષ્ટ્રમાં પાંચમા તબક્કાના મતદાન દરમિયાન મતદારોમાં કોઈ ઉત્સાહ નથી. બપોરે 1 વાગ્યા સુધી જે મતદાન થયું હતું તે ધીમા મતદાનની સાક્ષી પૂરે છે. જોકે, મુંબઈમાં બૉલિવૂડ સેલેબ્સ સવારથી મતદાન મથક પર પહોંચી મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છીએ.

તપતા ઉનાળા વચ્ચે બે વાવાઝોડાની આગાહી

અમદાવાદ: રાજ્યમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા છે. ગુજરાતમાં મહત્મ તાપમાન 40 થી 43 સુધી નોંધવામાં આવ્યું હતું. ત્યારે ચોમાસાના વરસાદની ચાતક નજરે રાહ જોવાય રહી છે. જોકે, ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલા વાવાઝોડું સક્રિય થતું હોય છે. જેના કારણે ચોમાસાની પેટર્નને ખોરવી નાખતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે પણ ચોમાસાના આગામન પહેલા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે.

રાજ્યમાં હવામાનના નિષ્ણાતો દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગામી 23થી  25 મે વચ્ચે વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બીજુ વાવાઝોડું 10 જૂન આસપાસ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું આવશે તેમ છતાં પણ ચાલુ વર્ષનું ચોમાસું સારું રહેવાનું અનુમાન છે. જો કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળતી હોય છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના પ્રમાણે 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે. 26 મે સુધીમાં વાવાઝોડું વધુ મજબુત બનશે અને તબાહી માચાવે તેવું બનવાની શક્યતા છે. નોંધનીય છે કે વાવાઝોડાના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે. જેના કારણે પ્રી મોનસુન એક્ટિવિટી ગાજવીજ સાથે વરસાદ થશે.

બીજી તરફ, અરબી સમુદ્રમાં મેના અંત અને જૂનની શરુઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ મર્જ થશે. જેના કારણે ચોમાસાા નિયમિત વરસાદ પહેલા પ્રી મોનસુન એક્ટિવિટીના કારણે વરસાદ થશે. ગુજરાતમાં 26 થી 30 મેના આધી વંટોળ સાથે વરસાદ થશે. ત્યાર બાદ 4 જુન સુધી વરસાદ ચાલુ રહેશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બને તેમ છતાં પણ ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે. 7થી 14 જુન સુધીમાં ચોમાસાનું આગમન થઇ જશે.

લોકસભા ચૂંટણી: મુંબઈમાં બૉલિવૂડ સેલેબ્સે મતદાન કરી નિભાવી ફરજ

દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પાંચમા તબક્કામાં આજે 6 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મુંબઈ, મહારાષ્ટ્રમાં, બોલિવૂડની જાણીતી હસ્તીઓ તેમના ઘરની બહાર આવીને અને મતદાન મથક પર લાઈનમાં ઉભા રહીને તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે. વહેલી સવારે અક્ષય કુમાર લાઈનમાં ઉભા રહીને વોટ આપતા જોવા મળ્યા હતા.

જાન્હવી કપૂર અને રાજકુમાર રાવ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. આ સિવાય સાન્યા મલ્હોત્રા, હેમા માલિની, ધર્મેન્દ્ર, સલીમ ખાન, હેલન, ફરહાન અખ્તર, રણદીપ હુડ્ડા, ગોવિંદા સહિતના અન્ય સ્ટાર્સ પણ ધીમે ધીમે પોલિંગ બૂથ પર પહોંચી રહ્યા છે.

અભિનેતા ધર્મેન્દ્રે કર્યુ મતદાન. આ સાથે વોટ અપીલ કરતા પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કહ્યું, ‘લોકો જાણે છે કે કેવી રીતે સારા ભારતીય બનવું અને ભારતને કેવી રીતે આગળ લઈ જવું… મને ખાતરી છે કે તે એક સારા ભારતીય છે…’

બીજેપી સાંસદ અને બોલિવૂડની ‘ડ્રીમગર્લ’ હેમા માલિની પોતાની પુત્રી એશા દેઓલ સાથે મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા. મથુરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર હેમા માલિની છે.

અભિનેતા મનોજ બાજપેયીએ મુંબઈમાં મતદાન કેન્દ્ર પર પહોંચી આપ્યો મત.

બૉલિવૂડ ખેલાડી  અક્ષય કુમારે મત આપી નાગરિકતાની ફરજ નિભાવી.

અભિનેતા રાજકુમાર રાવે પણ મુંબઈમાં કર્યુ મતદાન.

 

અભિનેત્રી જાન્હવી કપૂર વહેલી સવારે જ મતદાન કરવા પહોંચી હતી. મુંબઈના એક મતદાન કેન્દ્ર પર મતાધિકારનો કર્યો ઉપયોગ.

અભિનેત્રી વિદ્યા બાલને કર્યુ મતદાન.

હેન્ડસમ અભિનેતા શાહિદ કપૂરે પણ આપ્યો મત.

વરુણ ધવને પિતા ડેવિડ ધવન સાથે કર્યુ મતદાન.

રણદીપ હૂડાએ મત આપી પોતાની ફરજ નિભાવી

અનિલ કપૂર અને અનુપ ખેર જેવા દિગ્ગજ કલાકારોએ કર્યુ મતદાન.

કુણાલ ખેમુએ આપ્યો મત

લોકસભા ચૂંટણીઃ પાંચમા તબક્કામાં 1 વાગ્યા સુધી 36.73 ટકા મતદાન

નવી દિલ્હીઃ દેશભરમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 49 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. પાંચમા તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સીટો પર મતદાન કરવામાં આવી રહ્યું છે. પાંચમા તબક્કામાં બપોરે એક વાગ્યા સુધી 36.73 ટકા મતદાન થયું હતું. આ તબક્કામાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને સ્મૃતિ ઇરાની તથા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબદુલ્લા જેવા મુખ્ય નેતાઓના ચૂંટણી ભાગ્યનો નિર્ણય થવાનું છે.

લોકસભા ચૂંટણીમાં 49 સીટોમાં બપરે એક કલાક સુધી બિહારમાં 34.62, જમ્મુ-કાશ્મીરમાં 34.79, લડાખમાં 52 ટકા,  ઝારખંડમાં 41.89 ટકા, મહારાષ્ટ્રમાં 27.78, ઓડિશામાં 21.1 ટકા ઉત્તર પ્રદેશમાં 39.55, અને પશ્ચિમ બંગાળમાં 48.41 ટકા મતદાન થયું હતું.

લોકસભા સીટોના પાંચમા તબક્કામાં ઓડિશામાં પાંચ લોકસભા સીટો અને 35 વિધાનસભા સીટો માટે ચૂંટણી થઈ રહી છે. UPની 14 સીટો પર મતદાન થઈ રહ્યું છે.  49 સીટો પર થનારી ચૂંટણીમાં 82 મહિલાઓ સહિત કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે, જે આઠ રાજ્યોમાં સીટો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં ઝારખંડની ત્રણ સીટો, ઓડિશાની પાંચ, ઉત્તર પ્રદેશની 14, બિહારની પાંચ, મહારાષ્ટ્રની 13 અને પશ્ચિમ બંગાળની સાત અને લદ્દાખની સીટ સામેલ છે.

પાંચમા તબક્કામાં 4.26 કરોડ મહિલાઓ અને 5409 થર્ડ જેન્ડર મતદાતાઓ સહિત કુલ 8.95 કરોડથી વધુ લોકો મતદાનને પાત્ર છે અને 94.732 મતદાન કેન્દ્રો પર 9.47 લાખ મતદાન અધિકારી તહેનાત કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર તબક્કામાં આશરે 45.1 કરોડ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અત્યાર સુધી 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા 379 સીટો માટે મતદાન પૂરું થઈ ચૂક્યું છે. છઠ્ઠા અને સાતમા તબક્કામાં ક્રમશઃ 25 મેએ અને પહેલી જૂને છે. મતોની ગણતરી ચોથી જૂને થશે.

 

 

 

 

 

 

સાયબર ફ્રૉડ રોકવા કેન્દ્ર સરકારનો નવો એક્શન પ્લાન

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એક નવો પ્લાન તૈયાર કર્યો છે, જે અંતર્ગત લગભગ 18 લાખ સિમ અને મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવશે. પહેલીવાર સરકાર આટલી રેકોર્ડ સંખ્યામાં મોબાઈલ કનેક્શન અને સિમ કાર્ડ બંધ કરી રહી છે. 9 મેના રોજ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ Jio, Airtel અને Vi જેવી ટેલિકોમ કંપનીઓને 28,220 મોબાઈલ બેન્ડ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત લગભગ 20 લાખ મોબાઈલ કનેક્શનનું ફરી વેરિફિકેશન કરવાના નિર્દેશ આપ્યા હતા.

કેન્દ્ર સરકારે સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડી દૂર કરવાની યોજના તૈયાર કરી છે. જે અંતર્ગત સરકારી અને ખાનગી એજન્સીઓની મદદથી ઓનલાઈન છેતરપિંડી કરનારાઓની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) અનુસાર, વર્ષ 2023માં ડિજિટલ નાણાકીય છેતરપિંડીથી લગભગ 10,319 કરોડ રૂપિયાનું નુકસાન થશે. આ મામલે 6,94,000 ફરિયાદો દાખલ કરવામાં આવી છે.રિપોર્ટ અનુસાર, અલગ-અલગ પ્રદેશોના સિમનો ઉપયોગ અન્ય પ્રદેશોમાં થાય છે. ઉદાહરણ તરીકે, મોબાઇલ સાયબર છેતરપિંડી માટે દિલ્હી NCRમાં ઓરિસ્સા અને આસામ સર્કલના સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ગયા વર્ષે સાયબર ફ્રોડમાં સામેલ 37,000 સિમ કાર્ડ બંધ કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન લગભગ 17 મિલિયન મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવ્યા છે. આ સિવાય 1,86,000 હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે.