લોકસભા ચૂંટણી: મુંબઈમાં બૉલિવૂડ સેલેબ્સે મતદાન કરી નિભાવી ફરજ

દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પાંચમા તબક્કામાં આજે 6 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મુંબઈ, મહારાષ્ટ્રમાં, બોલિવૂડની જાણીતી હસ્તીઓ તેમના ઘરની બહાર આવીને અને મતદાન મથક પર લાઈનમાં ઉભા રહીને તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે. વહેલી સવારે અક્ષય કુમાર લાઈનમાં ઉભા રહીને વોટ આપતા જોવા મળ્યા હતા.

જાન્હવી કપૂર અને રાજકુમાર રાવ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. આ સિવાય સાન્યા મલ્હોત્રા, હેમા માલિની, ધર્મેન્દ્ર, સલીમ ખાન, હેલન, ફરહાન અખ્તર, રણદીપ હુડ્ડા, ગોવિંદા સહિતના અન્ય સ્ટાર્સ પણ ધીમે ધીમે પોલિંગ બૂથ પર પહોંચી રહ્યા છે.

અભિનેતા ધર્મેન્દ્રે કર્યુ મતદાન. આ સાથે વોટ અપીલ કરતા પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કહ્યું, ‘લોકો જાણે છે કે કેવી રીતે સારા ભારતીય બનવું અને ભારતને કેવી રીતે આગળ લઈ જવું… મને ખાતરી છે કે તે એક સારા ભારતીય છે…’

બીજેપી સાંસદ અને બોલિવૂડની ‘ડ્રીમગર્લ’ હેમા માલિની પોતાની પુત્રી એશા દેઓલ સાથે મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા. મથુરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર હેમા માલિની છે.

અભિનેતા મનોજ બાજપેયીએ મુંબઈમાં મતદાન કેન્દ્ર પર પહોંચી આપ્યો મત.

બૉલિવૂડ ખેલાડી  અક્ષય કુમારે મત આપી નાગરિકતાની ફરજ નિભાવી.

અભિનેતા રાજકુમાર રાવે પણ મુંબઈમાં કર્યુ મતદાન.

 

અભિનેત્રી જાન્હવી કપૂર વહેલી સવારે જ મતદાન કરવા પહોંચી હતી. મુંબઈના એક મતદાન કેન્દ્ર પર મતાધિકારનો કર્યો ઉપયોગ.

અભિનેત્રી વિદ્યા બાલને કર્યુ મતદાન.

હેન્ડસમ અભિનેતા શાહિદ કપૂરે પણ આપ્યો મત.

વરુણ ધવને પિતા ડેવિડ ધવન સાથે કર્યુ મતદાન.

રણદીપ હૂડાએ મત આપી પોતાની ફરજ નિભાવી

અનિલ કપૂર અને અનુપ ખેર જેવા દિગ્ગજ કલાકારોએ કર્યુ મતદાન.

કુણાલ ખેમુએ આપ્યો મત