વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં દીપ્તિએ જીત્યો ગોલ્ડ મેડલ

કોબેઃ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશશિપ 2024 2024 17 મે શનિવારથી 25 મે સુધી રમાશે. પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં ભારતે ગોલ્ડ મેડલ પોતાને નામે કરી લીધો છે. ભારતની દીપ્તિ જીવણજીએ T-20માં 400 મીટર દોડમાં વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે અને ગોલ્ડ જીત્યો છે. આ સિવાય તેણે અમેરિકી એથ્લીટ બ્રેના ક્લાર્કનો રેકોર્ડ પણ તોડ્યો છે.

દીપ્તિ જીવણજીએ 400 મીટરની દોડ માત્ર 55.07 સેકન્ડમાં જ પૂરી કરી લીધી હતી અને વર્લ્ડ રેકોર્ડ પોતાને નામે કરી લીધો છે. આ પહેલાં મહિલા એથ્લીટમાં કોઈએ પણ 400 મીટર દોડમાં આટલા ઓછા સમયમાં રેસ પૂરી નથી કરી. આ પહેલાં અમેરિકાની બ્રેના ક્લાર્કે 55.12 સેકન્ડમાં દોડ પૂરી કરી હતી. આ સિવાય તુર્કીની આયસેલ ઓન્ડરે 55.19 સેકન્ડ અને ઇક્વાડોરની લિજાનશેલા એગુલોએ દોડને પૂરી કરવા માટે 56.68 સેકન્ડ લીધી હતી. વડા પ્રધાન મોદીએ દીપ્તિને ટ્વીટ કરીને શુભેચ્છાઓ પણ પાઠવી હતી.

ભારતે વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2024માં અત્યાર સુધી અત્યાર સુધી ચાર મેડલ પોતાને નામે કરી લીધા છે. દીપ્તિએ ભારતને પહેલો ગોલ્ડ અપાવ્યો છે. આ પહેલાં ભારતે એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ પોતાને નામે કર્યા છે, પરંતુ હવે ભારતની પાસે એક ગોલ્ડ પણ છે.

જાપાનના કોબેના કોબે યુનિવર્સ મેમોરિયલ સ્ટેડિયમમાં યોજાઈ રહેલા પેરા એથ્લેટિક્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ 17 મેથી 25 મે, 2024 દરમ્યાન યોજાશે, જેમાં 1000થી વધુ એથ્લીટો ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં 100થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે, જેમાં 168 મેડલો આપવામાં આવશે, જેમાં 92 પુરુષોને 75, મહિલાઓને ને એક મિક્સ્ડ સ્પર્ધામાં મેડલ આપવામાં આવશે.