અમદાવાદ: રાજ્યમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા છે. ગુજરાતમાં મહત્મ તાપમાન 40 થી 43 સુધી નોંધવામાં આવ્યું હતું. ત્યારે ચોમાસાના વરસાદની ચાતક નજરે રાહ જોવાય રહી છે. જોકે, ચોમાસાના નિયમિત વરસાદના આગમન પહેલા વાવાઝોડું સક્રિય થતું હોય છે. જેના કારણે ચોમાસાની પેટર્નને ખોરવી નાખતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે પણ ચોમાસાના આગામન પહેલા બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થવાનું હવામાન નિષ્ણાતોનું અનુમાન છે.
રાજ્યમાં હવામાનના નિષ્ણાતો દ્વારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. આગામી 23થી 25 મે વચ્ચે વાવાઝોડું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બીજુ વાવાઝોડું 10 જૂન આસપાસ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું આવશે તેમ છતાં પણ ચાલુ વર્ષનું ચોમાસું સારું રહેવાનું અનુમાન છે. જો કે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થાય તો તેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળતી હોય છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના પ્રમાણે 24 મે સુધીમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને ચોમાસાની ગતિવિધિના કારણે બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થશે. 26 મે સુધીમાં વાવાઝોડું વધુ મજબુત બનશે અને તબાહી માચાવે તેવું બનવાની શક્યતા છે. નોંધનીય છે કે વાવાઝોડાના કારણે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબ સાગરનો ભેજ મર્જ થશે. જેના કારણે પ્રી મોનસુન એક્ટિવિટી ગાજવીજ સાથે વરસાદ થશે.
બીજી તરફ, અરબી સમુદ્રમાં મેના અંત અને જૂનની શરુઆતમાં વાવાઝોડું સક્રિય થવાનું અનુમાન છે. અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ મર્જ થશે. જેના કારણે ચોમાસાા નિયમિત વરસાદ પહેલા પ્રી મોનસુન એક્ટિવિટીના કારણે વરસાદ થશે. ગુજરાતમાં 26 થી 30 મેના આધી વંટોળ સાથે વરસાદ થશે. ત્યાર બાદ 4 જુન સુધી વરસાદ ચાલુ રહેશે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા બને તેમ છતાં પણ ગુજરાતમાં ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે. 7થી 14 જુન સુધીમાં ચોમાસાનું આગમન થઇ જશે.
દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે. પાંચમા તબક્કામાં આજે 6 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. મુંબઈ, મહારાષ્ટ્રમાં, બોલિવૂડની જાણીતી હસ્તીઓ તેમના ઘરની બહાર આવીને અને મતદાન મથક પર લાઈનમાં ઉભા રહીને તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહી છે. વહેલી સવારે અક્ષય કુમાર લાઈનમાં ઉભા રહીને વોટ આપતા જોવા મળ્યા હતા.
જાન્હવી કપૂર અને રાજકુમાર રાવ પણ મતદાન કરવા પહોંચ્યા હતા. આ સિવાય સાન્યા મલ્હોત્રા, હેમા માલિની, ધર્મેન્દ્ર, સલીમ ખાન, હેલન, ફરહાન અખ્તર, રણદીપ હુડ્ડા, ગોવિંદા સહિતના અન્ય સ્ટાર્સ પણ ધીમે ધીમે પોલિંગ બૂથ પર પહોંચી રહ્યા છે.
અભિનેતા ધર્મેન્દ્રે કર્યુ મતદાન. આ સાથે વોટ અપીલ કરતા પીઢ અભિનેતા ધર્મેન્દ્રએ કહ્યું, ‘લોકો જાણે છે કે કેવી રીતે સારા ભારતીય બનવું અને ભારતને કેવી રીતે આગળ લઈ જવું… મને ખાતરી છે કે તે એક સારા ભારતીય છે…’
બીજેપી સાંસદ અને બોલિવૂડની ‘ડ્રીમગર્લ’ હેમા માલિની પોતાની પુત્રી એશા દેઓલ સાથે મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા. મથુરા લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર હેમા માલિની છે.
અભિનેતા મનોજ બાજપેયીએ મુંબઈમાં મતદાન કેન્દ્ર પર પહોંચી આપ્યો મત.
બૉલિવૂડ ખેલાડી અક્ષય કુમારે મત આપી નાગરિકતાની ફરજ નિભાવી.
અભિનેતા રાજકુમાર રાવે પણ મુંબઈમાં કર્યુ મતદાન.
અભિનેત્રી જાન્હવી કપૂર વહેલી સવારે જ મતદાન કરવા પહોંચી હતી. મુંબઈના એક મતદાન કેન્દ્ર પર મતાધિકારનો કર્યો ઉપયોગ.
અભિનેત્રી વિદ્યા બાલને કર્યુ મતદાન.
હેન્ડસમ અભિનેતા શાહિદ કપૂરે પણ આપ્યો મત.
વરુણ ધવને પિતા ડેવિડ ધવન સાથે કર્યુ મતદાન.
રણદીપ હૂડાએ મત આપી પોતાની ફરજ નિભાવી
અનિલ કપૂર અને અનુપ ખેર જેવા દિગ્ગજ કલાકારોએ કર્યુ મતદાન.
નવી દિલ્હીઃ દેશભરમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 49 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. પાંચમા તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સીટો પર મતદાન કરવામાં આવી રહ્યું છે. પાંચમા તબક્કામાં બપોરે એક વાગ્યા સુધી 36.73 ટકા મતદાન થયું હતું. આ તબક્કામાં કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ અને સ્મૃતિ ઇરાની તથા જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ઉમર અબદુલ્લા જેવા મુખ્ય નેતાઓના ચૂંટણી ભાગ્યનો નિર્ણય થવાનું છે.
લોકસભા ચૂંટણીમાં 49 સીટોમાં બપરે એક કલાક સુધી બિહારમાં 34.62, જમ્મુ-કાશ્મીરમાં 34.79, લડાખમાં 52 ટકા, ઝારખંડમાં 41.89 ટકા, મહારાષ્ટ્રમાં 27.78, ઓડિશામાં 21.1 ટકા ઉત્તર પ્રદેશમાં 39.55, અને પશ્ચિમ બંગાળમાં 48.41 ટકા મતદાન થયું હતું.
લોકસભા સીટોના પાંચમા તબક્કામાં ઓડિશામાં પાંચ લોકસભા સીટો અને 35 વિધાનસભા સીટો માટે ચૂંટણી થઈ રહી છે. UPની 14 સીટો પર મતદાન થઈ રહ્યું છે. 49 સીટો પર થનારી ચૂંટણીમાં 82 મહિલાઓ સહિત કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે, જે આઠ રાજ્યોમાં સીટો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં ઝારખંડની ત્રણ સીટો, ઓડિશાની પાંચ, ઉત્તર પ્રદેશની 14, બિહારની પાંચ, મહારાષ્ટ્રની 13 અને પશ્ચિમ બંગાળની સાત અને લદ્દાખની સીટ સામેલ છે.
પાંચમા તબક્કામાં 4.26 કરોડ મહિલાઓ અને 5409 થર્ડ જેન્ડર મતદાતાઓ સહિત કુલ 8.95 કરોડથી વધુ લોકો મતદાનને પાત્ર છે અને 94.732 મતદાન કેન્દ્રો પર 9.47 લાખ મતદાન અધિકારી તહેનાત કરવામાં આવ્યા છે. છેલ્લા ચાર તબક્કામાં આશરે 45.1 કરોડ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અત્યાર સુધી 23 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો તથા 379 સીટો માટે મતદાન પૂરું થઈ ચૂક્યું છે. છઠ્ઠા અને સાતમા તબક્કામાં ક્રમશઃ 25 મેએ અને પહેલી જૂને છે. મતોની ગણતરી ચોથી જૂને થશે.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે એક નવો પ્લાન તૈયાર કર્યો છે, જે અંતર્ગત લગભગ 18 લાખ સિમ અને મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવશે. પહેલીવાર સરકાર આટલી રેકોર્ડ સંખ્યામાં મોબાઈલ કનેક્શન અને સિમ કાર્ડ બંધ કરી રહી છે. 9 મેના રોજ, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) એ Jio, Airtel અને Vi જેવી ટેલિકોમ કંપનીઓને 28,220 મોબાઈલ બેન્ડ બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત લગભગ 20 લાખ મોબાઈલ કનેક્શનનું ફરી વેરિફિકેશન કરવાના નિર્દેશ આપ્યા હતા.
કેન્દ્ર સરકારે સાયબર ક્રાઈમ અને ઓનલાઈન છેતરપિંડી દૂર કરવાની યોજના તૈયાર કરી છે. જે અંતર્ગત સરકારી અને ખાનગી એજન્સીઓની મદદથી ઓનલાઈન છેતરપિંડી કરનારાઓની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) અનુસાર, વર્ષ 2023માં ડિજિટલ નાણાકીય છેતરપિંડીથી લગભગ 10,319 કરોડ રૂપિયાનું નુકસાન થશે. આ મામલે 6,94,000 ફરિયાદો દાખલ કરવામાં આવી છે.રિપોર્ટ અનુસાર, અલગ-અલગ પ્રદેશોના સિમનો ઉપયોગ અન્ય પ્રદેશોમાં થાય છે. ઉદાહરણ તરીકે, મોબાઇલ સાયબર છેતરપિંડી માટે દિલ્હી NCRમાં ઓરિસ્સા અને આસામ સર્કલના સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. ગયા વર્ષે સાયબર ફ્રોડમાં સામેલ 37,000 સિમ કાર્ડ બંધ કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન લગભગ 17 મિલિયન મોબાઈલ કનેક્શન બંધ કરવામાં આવ્યા છે. આ સિવાય 1,86,000 હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે.
મુંબઈ: લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રની 13 બેઠકો પર મતદાન શરૂ થઈ ચૂક્યું છે. મહારાષ્ટ્રનાં મતદાનનો આ અંતિમ તબક્કો છે. મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી 35 બેઠકો પર ગત ચાર તબક્કામાં વોટિંગ થઈ ચૂક્યુ છે. રાજ્યમાં મુખ્ય લડાઈ શિંદેની શિવસેના અને અજિત પવાર વાળી એનસીપી મહાયુતિ ગઠબંધન અને મહા વિકાસ અઘાડી વચ્ચે છે. મહાવિકાસ અઘા઼ડીમાં કોંગ્રેસ શરદ પવારવાળી એનસીપી અને ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેના સામેલ છે.
મુંબઈમાં નેતાથી લઈ અભિનેતાઓ સહિતી હસ્તીઓએ મત આપી પોતાની ફરજ નિભાવી છે. મહારાષ્ટ્રમાં 11 વાગ્યા સુધીમાં 15.93 ટકા મતદાન થયું છે. જ્યારે મુંબઈની વાત કરીએ તો મુંબઈ નોર્થ લોકસભા સીટ પર 14.71 ટકા મતદાન થયું છે. મુંબઈ નોર્થ સેન્ટ્રલમાં 15.73 ટકા, મુંબઈ નોર્થ ઈસ્ટમાં 17.01 ટકા, મુંબઈ નોર્થ વેસ્ટમાં 17.53 ટકા, મુંબઈ સાઉથમાં 12.75 ટકા અને મુંબઈ સાઉથ સેન્ટ્રલમાં 16.69 ટકા મતદાન થયું છે.
ફિલ્મ અભિનેતા રણદીપ હુડ્ડાએ મુંબઈમાં મતદાન કર્યું. તેમણે કહ્યું કે લોકશાહીમાં, મતદાન દ્વારા, તમને તમારા અને તમારા દેશના ભવિષ્ય વિશે નિર્ણય લેવાનો અધિકાર છે. તમારે મતદાન કરવું જ પડશે. લોકશાહીના આ મહાન ઉત્સવમાં ભાગ લો.અભિનેતા અક્ષય કુમાર, જાન્હવી કપૂર, ખુશી કપૂરથી લઈને શાહિદ કપૂર સહિતના સેલેબ્સે મત આપી પોતાની ફરજ નિભાવી છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પોતાનો મત આપવા માટે મુંબઈના એક મતદાન મથક પર પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમનો પુત્ર આદિત્ય ઠાકરે પણ તેમની સાથે હાજર હતો. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડા રાજ ઠાકરે પણ મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા.
નવી દિલ્હીઃ ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયું છે. હેલિકોપ્ટર દુર્ઘટના સ્થળેથી ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી, વિદેશપ્રધાન અને અન્ય લોકોના મૃતદેહ દુર્ઘટનાસ્થળેથી મળવાની પુષ્ટિ થઈ ચૂકી છે. રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસી 63 વર્ષના હતા. ઇરાની રાષ્ટ્રપતિના નિધન પર વડા પ્રધાન મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.
તેમણે ટ્વીટ કરતાં X પર લખ્યું છે કે ઇરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના નિધનથી ઊંડો આઘાત લાગ્ય છે અને દુઃખ થયું છે. ભારત-ઇરાન દ્વિપક્ષી સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાનને હંમેશાં યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઇરાનના લોકો પ્રતિ સંવેદના. દુઃખની આ પળે ભારત ઇરાનની પડખે ઊભું છે.
Deeply saddened and shocked by the tragic demise of Dr. Seyed Ebrahim Raisi, President of the Islamic Republic of Iran. His contribution to strengthening India-Iran bilateral relationship will always be remembered. My heartfelt condolences to his family and the people of Iran.…
ઇરાનના બચાવ દળને હેલિકોપ્ટરનો કાટમાળ મળી ગયો છે, જે રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. હેલિકોપ્ટરમાં રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસી અને વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાહિયાન સિવાય સાત અન્ય લોકો સવાર હતા. આ પહેલાં ઇરાની રેડ ક્રિસેન્ટના પ્રમુખ પીર હુસૈન કુલિવંદે રાષ્ટ્રીય ટેલિવિઝન પર જણાવ્યું હતું કે અનેક કલાકોની શોધખોળ પછી ઇમર્જન્સીની ટીમ હજી પણ હેલિકોપ્ટર ક્રેશવાળી જગ્યાએ બે કિલોમીટર દૂર છે. જોકે તેમણે હેલિકોપ્ટર જોઈ લીધું છે અને એની ઓળખ કરી લીધી છે.
રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર રવિવારે ઇરાનના ઉત્તર પશ્ચિમી પ્રાંત ઇસ્ટ અજરબૈજાનના પહાડી વિસ્તારમાં લાપતા થયું હતું. ઇરાન સરકારે તપાસ માટે 40 ટીમો બનાવી હતી. ઇરાનમાં સુપ્રીમ લીડર ખોમેનીએ ઇમર્જન્સી બેઠક બોલાવી હતી અને રિવોલ્યુશનરી ગાર્ડને અલર્ટ રાખ્યા હતા.
બેલ 212 હેલિકોપ્ટરમાં ઇરાની રાષ્ટ્રપતિ સવાર હતા. આ હેલિકોપ્ટર અમેરિકામાં બનેલું હતું.
રાજ્યમાં હાલ બેવડિ ઋતુનો અહેસાર થઈ રહ્યો છે. એક બાજુ રાજ્યમાં ગરમીએ પોતાના રેકોર્ડ તોડ્યા છે. તો બીજી બાજું કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ નોંધાયો હતો. ત્યારે હવે આકાશ બાદ ધરતી પણ વેરી બની હોય તેવું લાગી રહ્યું છે. કચ્છના લખપતમાં આજે સવારે ભૂંકપના આંચકા આવ્યા હતા.
કચ્છના લખપત પાસે ભૂકંપનો આંચકો આવ્યો છે. જેમાં લખપતમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. સવારે 10:36 વાગ્યે ભૂકંપ અનુભવાયો હતો. મળતી માહિતી પ્રમાણે ભૂકંપનું કેન્દ્રબિન્દુ લખપતથી 60 કિમી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. અગાઉ મહિનાની શરૂઆતમાં રાપરથી 18 કિમિ દૂર ભચાઉ તાલુકાના કંથકોટ ગામ નજીકના ડુંગરાળ વિસ્તારમાં કેન્દ્રબિંદુ ધરાવતો 3.2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો ગાંધીનગર સ્થિત સિસમોલોજી રીસર્ચ કચેરી ખાતે નોંધાયો હતો. જોકે આંચકાની ખાસ અસર વર્તાઈ ન હતી.
ઉલ્લેખનીય છે કે ગયા મહિનાથી આજ દિન સુધીની વાત કરીએ તો કચ્છના 5 ઝોનમાં ભૂંકપ અનુભવાયો છે. ગુજરાતનો કચ્છ એવો જિલ્લો છે જ્યાં અવર નવર ભૂંકપ અનુભવાતો હોય છે. સદભાગ્યે આફ્ટર શોકના કારણે જાનમાલની કોઇ નુકશાની પહોંચતી નથી. અગાઉ 2001માં આવેલા ભૂંકપ ભારે વિનાશ વેર્યો હતો. મોટા પાયે જાન અને માલની હાની પણ પહોંચી હતી. જે બાદ લોકમાનસમાં ભૂકંપનો ભય બની રહે છે.
મુંબઈ નોર્થ ઈસ્ટ( મુંબઈ ઉત્તર-પૂર્વ) લોકસભા મતવિસ્તાર મહારાષ્ટ્રની 48 સંસદીય બેઠકોમાંથી એક છે. દેશનું સૌથી મોટું બંદર આ લોકસભા મતવિસ્તારમાં આવે છે. એશિયાનું સૌથી જૂનું સ્ટોક એક્સચેન્જ, જેને બોમ્બે સ્ટોક એક્સચેન્જ કહેવામાં આવે છે, તે આ લોકસભા મતવિસ્તારમાં આવે છે. આ લોકસભા મતવિસ્તારની પ્રથમ ચૂંટણી 1967માં યોજાઈ હતી. મુંબઈની આ એકમાત્ર બેઠક છે, જ્યાં ગુજરાતી અને મરાઠી વચ્ચે ભારે જંગ જામી છે. ભાજપે આ બેઠક પર ગુજરાતી મિહિર કોટેચાને ઉમેદવાર બનાવ્યા છે તો ઠાકરેની શિવસેનાએ સંજય દીના પાટીલને મેદાનમાં ઉતાર્યા છે.
નોર્થ ઈસ્ટ મુંબઈ લોકસભા સીટ માટે લડાઈ તેના રસપ્રદ વળાંક પર પહોંચી છે. એકબીજાના મતદારોને આકર્ષવા માટે ભાજપના ઉમેદવાર મિહિર કોટેચા અને ઉદ્ધવ સેનાના સંજય દીના પાટીલે હિંદુ-મુસ્લિમથી ગુજરાતી વિરુદ્ધ મરાઠી કાર્ડ રમ્યા, પરંતુ મતદારો જાગૃત હોય તેવું લાગે છે. તેમની રમત કેટલી સફળ રહી તે EVM 4 જૂને કહેશે. ઉત્તર પૂર્વ મુંબઈ લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવાર બદલવો ભાજપ માટે હવે મોંઘો સાબિત થઈ રહ્યો છે. હવે ભાજપના નેતાઓને આ વાતનો અહેસાસ થવા લાગ્યો છે. નોર્થ ઈસ્ટ સીટમાં ભાંડુપ, કાંજુરમાર્ગ, વિક્રોલી અને ઘાટકોપર પશ્ચિમ વિસ્તાર શિવસેનાના કટ્ટર સમર્થકોનો વિસ્તાર માનવામાં આવે છે. સંજય પાટીલને આ વિસ્તારોમાં શિવસૈનિકોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
ભાજપના મિહિર કોટેચાએ પણ શિવસેનાના પ્રભાવ હેઠળ આ વિસ્તારોમાં અનેક પદયાત્રાઓ અને સભાઓ કરી હતી, પરંતુ હજુ સુધી તેઓ બાળાસાહેબ ઠાકરેના મતદારોને ભાજપ તરફ આકર્ષવામાં એટલા સફળ થયા નહીં. આ વિસ્તારોમાં ભાજપની કોઈ પકડ નથી. જો કે પૂર્વ સાંસદ મનોજ કોટક ચોક્કસપણે પોતાની અંગત પકડ ધરાવે છે. સંજય પાટીલ બાળાસાહેબના સમર્થકો ન ડગમગી જાય તે માટે કામ કરી રહ્યા છે.
મુસ્લિમ ઉમેદવારથી ભાજપને ફાયદો નથી
નવભારત ટાઈમ્સના અહેવાલ પ્રમાણે મુલુંડ, ઘાટકોપર પૂર્વ વિસ્તાર ભાજપ સમર્થકોનો ગણાય છે, પરંતુ રમાબાઈ કોલોની, કામરાજ નગર સંજય પાટીલ સાથે જોવા મળે છે. માનખુર્દ શિવાજી નગર વિધાનસભા મતવિસ્તાર મુસ્લિમ પ્રભુત્વ ધરાવે છે, જ્યાં સંજય પાટીલ મજબૂત દેખાઈ રહ્યા છે. અહીં મતદારોને પ્રભાવિત કરવાની મિહિર કોટેચાની વ્યૂહરચના સફળ થતી જણાઈ નથી. જો કે મુસ્લિમ ઉમેદવારો પણ મેદાનમાં છે, પરંતુ તેનો ફાયદો ભાજપ માટે એટલો અસરકારક નથી. કોટેચા અને પાટીલના સમર્થકો અહીં ચૂંટણીને હિંદુ વિરુદ્ધ મુસ્લિમ અને ગુજરાતી, રાજસ્થાની, ઉત્તર ભારતીય વિરુદ્ધ મરાઠી બનાવવાનો ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેમાં કોઈને સફળતા મળતી નથી. બંને ઉમેદવારોના લોકોનું માનવુ છે કે છ વિધાનસભા ક્ષેત્રોમાં મુલુંડ અને ઘાટકોપર પૂર્વ કોટેચામાં મોટી લીડ મળી શકે છે, જ્યારે સંજય પાટીલને ભાંડુપ, વિક્રોલી અને માનખુર્દ શિવાજી નગર વિધાનસભા ક્ષેત્રમાં મોટી લીડ મળી શકે છે.ઘાટકોપર પશ્ચિમ વિધાનસભામાં કોઈને વધારે લીડ દેખાતી નથી. ભાજપના લોકો શાંત સ્વરમાં કહેવા લાગ્યા છે કે બધું મોદી પર નિર્ભર છે.
મુંબઈ નોર્થ-ઈસ્ટ લોકસભા ક્ષેત્રમાં લગભગ 16 લાખ મતદારો છે. 6 વિધાનસભાની આ લોકસભા બેઠક મુંબઈ ઉપનગરીય જિલ્લામાં આવે છે. 1967માં કોંગ્રેસના એસજી બર્વે આ બેઠક પર ચૂંટણી જીત્યા હતા, તે જ વર્ષે અહીં પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર તારા ગીવિંદ સપ્રેનો વિજય થયો હતો. 1971માં પણ આ બેઠક કોંગ્રેસના કબજામાં રહી અને રાજારામ ગોપાલ કુલકર્ણી સાંસદ બન્યા. 1977 અને 1988માં જનતા પાર્ટીએ આ સીટ કબજે કરી અને પાર્ટીના ઉમેદવાર સુબ્રમણ્યમ સ્વામી સાંસદ બન્યા. 1984માં કોંગ્રેસની લહેરમાં પાર્ટીના ઉમેદવાર ગુરુદાસ કામત આ બેઠક પરથી સાંસદ બન્યા હતા.
કોંગ્રેસ અને ભાજપ વચ્ચે હાર-જીતનો ખેલ
1989 પછી આ બેઠક કોંગ્રેસ અને ભાજપ માટે જીત-હારનું મેદાન બની ગઈ. 1989માં આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના જયવંતીબેન મહેતા ચૂંટણી જીત્યા હતા. 1991માં કોંગ્રેસના ગુરુદાસ કામત સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1996માં ફરીથી ભાજપ આ બેઠક જીતવામાં સફળ રહ્યું હતું અને પાર્ટીના ઉમેદવાર પ્રમોદ મહાજન ચૂંટણી જીત્યા હતા. 1998માં કોંગ્રેસના ઉમેદવાર ગુરુદાસ કામત ફરી ચૂંટણી જીત્યા. 1999માં બીજેપીએ ફરીથી આ સીટ જીતી અને પાર્ટીના કિરીટ સોમૈયા સાંસદ તરીકે ચૂંટાયા. વર્ષ 2004માં કોંગ્રેસના ગુરુદાસ કામતે આ સીટ જીતીને કોંગ્રેસના હાથમાં પાછી આપી હતી. 2009 માં જનતાએ આ બેઠક પર એનસીપીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને પક્ષના ઉમેદવાર સંજય દીના પાટીલને સાંસદ બનાવ્યા.
2014 અને 2019 ના ચૂંટણી પરિણામો
વર્ષ 2014થી આ બેઠક પર મોદી લહેરનો જાદુ ચાલ્યો અને તે ભાજપના કબજામાં ગઈ. ભાજપના કિરીટ સોમૈયા 2004માં સાંસદ બન્યા હતા. જ્યારે 2019માં ભાજપના મનોજ કોટક ચૂંટણી જીતીને સફળ રહ્યા હતા. 2014ના ચૂંટણી પરિણામોની વાત કરીએ તો ભાજપના ઉમેદવાર કિરીટ સોમૈયાએ કોંગ્રેસના ઉમેદવાર સંજય દિના પાટિલને 3,17,122 મતોથી હરાવ્યા હતા. કિરીટ સોમૈયાને 5,25,285 વોટ મળ્યા. કોંગ્રેસના સંજય દિના પાટીલને 2,08,163 મત મળ્યા હતા. 2019ની ચૂંટણીમાં ભાજપે મનોજ કિશોરભાઈ કોટકને મેદાનમાં ઉતાર્યા હતા. મનોજને 514,599 વોટ મળ્યા. તે જ સમયે, કોંગ્રેસમાંથી એનસીપીમાં જોડાયેલા સંજય દિના પાટીલને 2,88,113 વોટ મળી શકે છે. તેઓ આ ચૂંટણી 2,26,486 મતોથી હારી ગયા હતા.
કોણ છે ગુજરાતી ઉમેદવાર મિહિર કોટેચા?
મુંબઈથી કેન્દ્ર સુધી પહોંચનારા ગુજરાતી નેતાઓમાંના એક નેતા એટલે મિહિર કોટેચા. તેઓ 2019માં મુલુંડથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ભાજપ મુંબઈના ઉપાધ્યક્ષ મિહિર કોટેચાએ પણ યુવા પાંખનો હવાલો સંભાળ્યો છે. વ્યવસાયે વેપારી કોટેચાએ 34 વર્ષ પહેલા ભાજપ સાથે રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. તેઓ મહારાષ્ટ્ર ભાજપના કોષાધ્યક્ષ પણ છે. 49 વર્ષીય મિહિર કોટેચા તાજેતરના સમયમાં રાજકારણની સીડી પર ઝડપથી ચઢી ગયા છે. તેથી જ ભાજપે તેમને 2024ની લોકસભા ચૂંટણીમાં મુંબઈ નોર્થ ઈસ્ટ સીટ પરથી પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 28 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લા કેટલાક મહિનાઓથી વૈશ્વિક સ્તરે કોરોનાના કેસો સ્થિર બનેલા હતા. હવે ફરી એક વાર એમાં ઉછાળો જોવા મળ્યો છે. US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
દેશમાં અત્યાર સુધી 5,33,610 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,05,015 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 61 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 564 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,241 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
મુંબઈ સાઉથ સેન્ટ્રલ (મુંબઈ દક્ષિણ મધ્ય) લોકસભા બેઠક મહારાષ્ટ્રની મહત્વપૂર્ણ લોકસભા બેઠકો પૈકીની એક છે. આ બેઠકમાં મુંબઈ ઉપનગરો અને મુંબઈ શહેર જિલ્લાના ઘણા ભાગોનો સમાવેશ થાય છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી આ સંસદીય ક્ષેત્રમાં સ્થિત છે જે ધારાવીમાં છે. આ ઝૂંપડપટ્ટી લગભગ 520 એકરમાં ફેલાયેલી છે. આ સમાધાન વર્ષ 2008માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્લમડોગ મિલિયોનેર’માં દર્શાવવામાં આવ્યું છે. ઐતિહાસિક મંદિર, માહિમનો કિલ્લો અને ફ્લોરા ફાઉન્ટેન પણ આ સંસદીય ક્ષેત્રમાં આવે છે. 940 એકરમાં ફેલાયેલી મુંબઈની રહેણાંક વસાહત અનુશક્તિ નગર પણ અહીં છે. અહીં ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર અને અણુ ઊર્જા વિભાગની કેટલીક સંસ્થાઓના રહેઠાણો છે. દાદર, માટુંગા, સાયન, વડાલા, ચેમ્બુર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ બેઠક પર પણ સેના સામે સેનાની લડાઈ છે. એકનાથ શિંદેની શિવસેનાએ રાહુલ શેવાળેને મેદાનમાં ઉતાર્યા છે તો ઉદ્ધવ ઠાકરેની સેનાએ અનિલ દેસાઈને પસંદ કર્યા છે.
આ બેઠક પર 15 લાખથી વધુ મતદારો છે જેઓ ચૂંટણી લડતા ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરે છે. હાલમાં શિવસેનાના રાહુલ શેવાળે આ બેઠક પરથી સાંસદ છે. જો આપણે મુંબઈ દક્ષિણ મધ્ય લોકસભા સીટના ચૂંટણી ઈતિહાસ પર નજર કરીએ તો, અહીંની પ્રથમ ચૂંટણી 1952માં કોંગ્રેસના જયશ્રી નૈશાદ રાયજીએ જીતી હતી. 1957માં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના શ્રીપાદ અમૃત ડાંગે ચૂંટણી જીતી હતી. 1962માં કોંગ્રેસના વિઠ્ઠલ બાલકૃષ્ણ ગાંધી સાંસદ બન્યા, જ્યારે 1967માં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાના શ્રીપદ અમૃત ડાંગે ફરી સાંસદ બન્યા. 1971માં કોંગ્રેસના અબ્દુલ કાદર સાલેભોય, 1977માં જનતા પાર્ટીના બીસી કાંબલે અને 1980માં કોંગ્રેસના આરઆર ભોલે ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા.
શિવસેનાના મોહન રાવલે સતત 5 વખત જીત્યા
1984ની સામાન્ય ચૂંટણીઓમાં ઈન્દિરા ગાંધીના મૃત્યુ પછી દેશભરમાં ફેલાયેલી કોંગ્રેસની લહેરમાં સ્વતંત્ર ઉમેદવાર દત્તા સામંત આ બેઠક જીતવામાં સફળ રહ્યા હતા. 1989 પછી આ સીટ શિવસેનાએ કબજે કરી અને પાર્ટીના સાંસદો સતત 6 વખત અહીંથી વિજયી રહ્યા. જ્યારે શિવસેનાના વામનરાવ મહાડિક 1989માં ચૂંટણી જીત્યા હતા ત્યારે શિવસેનાના ઉમેદવાર મોહન રાવલે 1991, 1996, 1998, 1999 અને 2004માં સતત પાંચ વખત અહીંથી ચૂંટણી જીત્યા હતા. 2009ની ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક પરથી એકનાથ ગાયકવાડને મેદાનમાં ઉતાર્યા હતા અને તેઓ સફળ રહ્યા હતા.
2014થી શિવસેનાનું નિયંત્રણ છે
શિવસેનાના રાહુલ શેવાળેએ 2014 અને 2019ની સંસદીય ચૂંટણીમાં મુંબઈ દક્ષિણ મધ્ય લોકસભા બેઠક જીતી હતી, જે શિવસેનાનો ગઢ છે. 2014ની ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો આ સીટ પર શિવસેનાના રાહુલ શેવાળે અને કોંગ્રેસના એકનાથ ગાયકવાડ વચ્ચે મુકાબલો હતો. આ સીટ પર રાહુલ શેવાળેને 3,81,008 વોટ મળ્યા, જ્યારે એકનાથ ગાયકવાડને માત્ર 2,42,828 વોટ મળ્યા. શિવસેનાએ આ બેઠક 1,38,180 મતોથી જીતી હતી. 2019ની ચૂંટણીમાં પણ શિવસેનાએ રાહુલ શેવાળે પર અને કોંગ્રેસે એકનાથ ગાયકવાડ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જેમાં રાહુલને 424,913 વોટ મળ્યા જ્યારે એકનાથને 2,72,774 વોટ મળ્યા. શિવસેનાએ આ ચૂંટણીમાં 1,52,139 મતોથી જીત મેળવી હતી.