Home Blog Page 1796

કોણ છે એ મહિલા ડિરેક્ટર પાયલ કાપડિયા જેણે જીત્યો કાન્સનો મહત્વનો એવોર્ડ

મુંબઈ: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ભાકરતીય લાઈમ લાઈટમાં રહ્યાં છે. પાયલ કાપડિયાની ફીચર ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ 23 મેના રોજ 2024 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં કોમ્પિટિશન સેક્શનમાં પ્રીમિયર કરવામાં આવી હતી. આ ફિલ્મ ફેસ્ટિવલમાં 30 વર્ષ પછી એક ફિલ્મનું પ્રીમિયર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ કોમ્પિટિશન સેક્શનમાં બતાવવામાં આવેલી પ્રથમ ભારતીય ફિલ્મ છે. 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના છેલ્લા દિવસે એક અદભૂત એવોર્ડ ફંક્શન યોજાયું હતું, જ્યાં ભારતીય ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ એ ઇતિહાસ રચ્યો હતો. પાયલ કાપડિયાની ફિચર ફિલ્મે આ ફેસ્ટિવલમાં ‘ગ્રાન્ડ પ્રિક્સ’ એવોર્ડ જીત્યો છે. તમને જણાવી દઈએ કે ‘ગ્રાન્ડ પ્રિકસ પામ ડી’ એવોર્ડ ફિલ્મ ફેસ્ટિવલનો બીજો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. ફિલ્મને કાન્સમાં 8 મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. જાણીએ કોણ છે પાયલ કાપડિયા?

કોણ છે પાયલ કાપડિયા

પાયલ કાપડિયા એક ભારતીય ફિલ્મ દિગ્દર્શક છે, જેની ફીચર ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની સ્પર્ધામાં પહોંચી હતી. ફીચર ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ એ 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દરેકના દિલ જીતી લીધા. પાયલની આ ફિલ્મની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. કાન્સ ફેસ્ટિવલમાં ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’નું પ્રીમિયર થયું હતું, જેના વખાણમાં ત્યાં હાજર લોકોએ 8 મિનિટ સુધી સતત ઊભા રહીને તાળીઓ પાડી હતી. આ ફિલ્મના ઉત્કૃષ્ટ નિર્દેશનનો શ્રેય પાયલ કાપડિયાને જાય છે. અગાઉ, પાયલની ફિલ્મ ‘અ નાઈટ ઓફ નોઈંગ નથિંગ’ને 2021માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ માટે ‘ગોલ્ડન આઈ’ એવોર્ડ મળ્યો હતો. તેમની ફિલ્મ આફ્ટરનૂન ક્લાઉડ્સ એક ભારતીય ફિલ્મ હતી જે 70માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી હતી. તેણે તેની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ માટે 2024 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘ગ્રાન્ડ પ્રિક્સ’ એવોર્ડ જીત્યો છે.

અંગત જીવન

પાયલ કાપડિયાનો જન્મ મુંબઈમાં થયો હતો. પાયલની માતાનું નામ નલિની માલાની છે. પાયલે તેનો અભ્યાસ આંધ્ર પ્રદેશની ઋષિ વેલી સ્કૂલમાંથી પૂર્ણ કર્યો છે. આ પછી પાયલે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું. તેણે સોફિયા કોલેજમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. આ પછી પાયલ કાપડિયાએ ફિલ્મ એન્ડ ટેલિવિઝન સંસ્થામાંથી દિગ્દર્શનનું કૌશલ્ય શીખ્યું.

‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’ની વાર્તા

‘ઓલ વી ઈમેજીન એઝ લાઈટ’ એક ફીચર ફિલ્મ છે. તેની વાર્તા બે નર્સો (પ્રભા અને અનુ) પર આધારિત છે, જેઓ સાથે રહે છે. પ્રભાના લગ્ન નક્કી થયા હતા અને તેનો પતિ વિદેશમાં રહે છે. બીજી તરફ અનુના લગ્ન થયા નથી, પરંતુ તે એક છોકરાના પ્રેમમાં છે. પ્રભા અને અનુ તેમના બે મિત્રો સાથે ટ્રિપ પર જાય છે, જ્યાં તે પોતાની જાતને ઓળખવાનો પ્રયાસ કરે છે અને સ્વતંત્રતાનો અર્થ સમજે છે. કની કુશ્રુતિ, દિવ્યા પ્રભા, રિધુ હારુન, છાયા કદમ અને અઝીસ નેદુમંગદ જેવા સ્ટાર્સે આ ફિલ્મમાં શાનદાર કામ કર્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર પોસ્ટ શેર કરી પાયલ કાપડિયાની પ્રશંસા કરી છે.


શોર્ટ ફિલ્મને 2021માં કાન્સમાં એવોર્ડ મળ્યો હતો

પાયલ કાપડિયાએ 2014 થી 2024 સુધી ચાર શોર્ટ ફિલ્મો બનાવી છે. તેણે ‘અ નાઈટ ઓફ નોઈંગ નથિંગ’ નામની ટૂંકી ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, જેને 2021માં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન આઈ એવોર્ડ મળ્યો હતો. આ સિવાય તેમની શોર્ટ ફિલ્મોમાં ‘એન્ડ વોટ ઈઝ ધ સમર સેઈંગ’, ‘ધ લાસ્ટ મેંગો બિફોર ધ મોનસૂન’, ‘આફ્ટરનૂન ક્લાઉડ્સ’ અને ‘વોટરમેલન, ફિશ એન્ડ ધ હાફ ઘોસ્ટ’નો સમાવેશ થાય છે.

રાશિ ભવિષ્ય 27/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિક કામમાં મિલન-મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવેતો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સંભાળવા મળે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રરહેવું, પ્રિયજન સાથે વિચાર મતભેદના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમાં વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યા કામ થાય મન થોડું આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમાં ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમાં પણ યોગ્ય રાહ મળે તેવું બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને ક્યાય કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનું ફળ સારું મળી શકે તેવું પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને અન્યનું માર્ગર્દર્શન સારું મળી રહે, વેપારમાં લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, માર્કેટિંગ ક્ષેત્રમાં માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમાં આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવોતો કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામ કરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

પંચાંગ 27/05/2024

‘રેમલ’ વાવાઝોડું મચાવશે તબાહી

 

ચક્રવાતી તોફાન ‘રેમલ’ની અસરને કારણે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે રેમલ બંગાળની ખાડી ઉપર ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. રેમલ હવે પશ્ચિમ બંગાળમાં સાગરદ્વીપથી 160 કિમી દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. રેમલ કેનિંગથી 190 કિમી દક્ષિણ અને દક્ષિણપૂર્વમાં અને બાંગ્લાદેશમાં મોંગલાથી 220 કિમી દક્ષિણે સ્થિત છે. રવિવારે રાત્રે તે બાંગ્લાદેશના ખેપુપારાના મોંગલા અને પશ્ચિમ બંગાળના સાગરદ્વીપ સાથે ટકરાશે. તે સમયે તેની સ્પીડ 110 થી 120 કિમી પ્રતિ કલાકની હશે. અસ્થાયી રૂપે વધુ પવનની ઝડપ 135 કિમી સુધી પહોંચી શકે છે.

ચક્રવાતને જોતા બંગાળમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એરપોર્ટ 21 કલાક માટે બંધ રહ્યું હતું અને સેંકડો ટ્રેનો રદ કરવામાં આવી હતી. આ ચક્રવાતની અસરને કારણે ઉત્તર અને દક્ષિણ 24 પરગના, કોલકાતા, પૂર્વ મિદનાપુર, હાવડા, હુગલીમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં રેડ એલર્ટ છે.

24 પરગણા અને પૂર્વ મિદનાપુર બંનેમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે. ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 20 સેમીથી વધુ વરસાદની સંભાવના છે. પશ્ચિમ મેદિનીપુર, નાદિયા, પૂર્વ બર્દવાનમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સોમવારે નાદિયા અને મુર્શિદાબાદમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. કોલકાતા, હાવડા, 24 પરગણા, હુગલી, બીરભૂમ, પૂર્વ બર્દવાનમાં ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દક્ષિણ બંગાળના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની પીળી ચેતવણી જારી કરવામાં આવી છે.

રવિવારે બંને 24 પરગણામાં વરસાદની સાથે 100 થી 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. કોલકાતા, હાવડા, હુગલી અને પૂર્વ મિદનાપુરમાં પવનની ઝડપ 70 થી 80 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. વાવાઝોડાની મહત્તમ ઝડપ અસ્થાયી રૂપે 90 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે.

આ સિવાય નાદિયા અને પૂર્વ બર્દવાનમાં પણ જોરદાર પવન ફૂંકાઈ શકે છે, પરંતુ તેની ઝડપ પ્રમાણમાં ઓછી હશે. તેની સ્પીડ 40 થી 50 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે. સોમવારે નાદિયા અને મુર્શિદાબાદમાં પવનની ઝડપ 60 થી 70 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે. કોલકાતા, હાવડા, હુગલી, બીરભૂમ, પૂર્વ બર્દવાનમાં વાવાઝોડાની ઝડપ 40 થી 50 કિમી પ્રતિ કલાક હોઈ શકે છે.

બેબી કેર સેન્ટરમાં આગ, 7ના મોત, માલિકની ધરપકડ

પૂર્વ દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં આગની ઘટનામાં સાત નવજાત બાળકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ લાગ્યા બાદ ઓક્સિજન સિલિન્ડર ફાટવા લાગ્યો જેના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ. તે જ સમયે, હવે દિલ્હી પોલીસે આ કેસમાં બેબી કેર સેન્ટરના માલિકની ધરપકડ કરી છે. આ દુર્ઘટના શનિવારે રાત્રે પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં બની હતી, જેમાં ઘણા બાળકો ઘાયલ થયા હતા.

Baby care center fire

કહેવાય છે કે ભીષણ આગએ આખી ઈમારતને લપેટમાં લીધી હતી. અને રોકેટની જેમ, શેલ આકાશમાં ઉડતા હતા અને બધે ફેલાઈ રહ્યા હતા. હોસ્પિટલના માલિકની ઓળખ નવીન કીચી તરીકે થઈ છે. દિલ્હી પોલીસે તેની સામે IPCની કલમ 336 અને 304A હેઠળ કેસ નોંધ્યો છે. ઘટના બાદ નવીન ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને પકડવા માટે દરોડા પાડ્યા હતા. આખરે રવિવારે પોલીસને તેને શોધવામાં સફળતા મળી હતી.

 

અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે લીધી સુઓમોટો નોંધ

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 27 લોકોના મૃત્યુ થયા છે. ગઈકાલે શનિવાર સાંજની ઘટના બાદ આજે રવિવારે સવારે જ હાઈકોર્ટે તેની સુઓમોટો નોંધ લીધી હતી. આ કેસની સુનાવણી હાઈકોર્ટની સ્પેશિયલ બ્રાન્ચ સમક્ષ ચાલી હતી. જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે આ માનવસર્જિત આપત્તિ છે. હાઈકોર્ટે રાજકોટમાં લાગેલી આગની ઘટનામાં માસુમ બાળકોના જીવ ગુમાવવા અંગે સુઓમોટો નોંધ લીધી છે અને આવતીકાલે સોમવારે વધુ સુનાવણી થશે.

TRPGamezone

કોર્ટે કહ્યું કે ગેમિંગ ઝોનના નિર્માણ અને સંચાલન માટે નિયમિત અને યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. આ સાથે કોર્ટે કહ્યું કે અમદાવાદમાં સિંધુભવન રોડ, સરદાર પટેલ રિંગ રોડ અને એસજી હાઈવે પરના ગેમિંગ ઝોન જાહેર સલામતી માટે જોખમી છે. હાઇકોર્ટે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે સ્પષ્ટતા માંગી હતી.

કોર્ટે કહ્યું કે કોર્પોરેશને ખુલાસો કરવો પડશે કે કાયદાની કઈ જોગવાઈ હેઠળ આ ગેમિંગ ઝોનને ચલાવવાની પરવાનગી આપવામાં આવી હતી. હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે કોર્પોરેશન એક દિવસમાં આ માહિતી આપે. આ સાથે કોર્ટે ફાયર સેફ્ટીના નિયમોના પાલન અંગે પણ સ્પષ્ટતા માંગી છે. અહી જણાવવાનું કે આ મામલામાં આગામી સુનાવણી આવતીકાલે થશે. કોર્ટે ગઈકાલે રાજ્ય સરકારની સાથે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોને સમન્સ પાઠવ્યા છે.

રાજ્યના તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરાયું

રાજ્યમાં ફરી એકવખત હચમચાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જી હાં રાજકોટ TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28થી વધુ લોકો બળીને ભસ્મ થયા બાદ રાજ્ય સરકારે તમામ ગેમ ઝોનમાં ચેકિંગ કરવાના આદેશ આપ્યા છે, ત્યારે અમદાવાદ શહેર સહિત રાજ્યમાં આવેલા ગેમ ઝોનમાં ચેકિંગ કરવા માટે ત્રણ ટીમની રચના કરવામાં આવી છે. આજે રવિવારે સવારથી જ શહેરમાં આવેલા વિવિધ ગેમઝોનમાં ટીમો દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાપુર આલ્ફા વન મોલમાં ફન સિટી નામનું એક જ ગેમ ઝોન હોવા અંગેની માહિતી હતી, પરંતુ અમદાવાદના વસ્ત્રાપુર આલ્ફા વન મોલમાં ફન સિટી નામનું એક જ ગેમ ઝોન હોવા અંગેની માહિતી હતી, જ્યારે ટીમ દ્વારા ચેકિંગ અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી તો એક નહીં પરંતુ 4 જેટલા ગેમ ઝોન ચાલતા હોવા અંગેનો ઘટસ્ફોટ થયો છે. જેમાં કેટલાકની તો ફાયર NOC પણ ન હોવાનું જાણવા મળ્યું છે.

tragedy

ગેમ ઝોનમાં ફાયર બ્રિગેડ, AMC અને પોલીસના અધિકારીઓએ ફાયર સેફટી, NOC, ગેમ ઝોનમાં એન્ટ્રી એક્ઝિટની કેવી વ્યવસ્થા છે તે વગેરે અંગેની ચકાસણી કરવા માટે વસ્ત્રાપુરના આલ્ફા વન મોલમાં આજે સવારે એક ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ ગેમ ઝોન ચલાવવા માટે કેવા પ્રકારની મંજૂરી લેવામાં આવી છે તે અંગેના ડોક્યુમેન્ટની પણ ચકાસણી કરવામાં આવી છે. અન્ય એક ટીમ દ્વારા સિંધુભવન રોડ ઉપર આવેલા SHOTT ગેમ ઝોનમાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા અને ડેપ્યુટી સીટી ઇજનેર સહિતના અધિકારીઓએ ફાયર NOC અને યોગ્ય પ્રકારનું બાંધકામ કર્યું છે કે કેમ તે વગેરે અંગેની ચકાસણી કરવામાં આવી હતી. શહેરમાં મોટા 17 ગેમ ઝોન્સમાં તપાસ આ સાથે જ વનિતા વિશ્રામ સહિતના 3 મેળા પણ બંધ કરાવાયા હતા. શહેરમાં મોટા 17 ગેમ ઝોન્સ છે, જેની ઈલેક્ટ્રિક લોડ, એનઓસીથી લઈને તમામ બાબતે આજે તપાસ કરવામાં આવશે. જેથી કાલે વધુ પોલ ખુલે તેવી સંભાવના છે.

ઇઝરાયેલ પર હમાસ દ્વારા મોટો હુમલો

હમાસે ફરી એકવાર ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. હમાસની સશસ્ત્ર પાંખ, અલ-કાસમ બ્રિગેડસે કહ્યું કે તેણે રવિવારે તેલ અવીવ પર એક મોટો મિસાઇલ હુમલો કર્યો. આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ શહેરમાં સાયરન વગાડીને સંભવિત રોકેટ હુમલાની ચેતવણી આપી હતી. જેથી લોકોને હુમલાથી બચવા માટે એલર્ટ કરી શકાય.

ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર, રવિવારે હમાસની સશસ્ત્ર પાંખ અલ-કાસમ બ્રિગેડે તેની ટેલિગ્રામ ચેનલ પર દાવો કર્યો હતો કે નાગરિકો વિરુદ્ધ ઝાયોનિસ્ટ નરસંહારના જવાબમાં રોકેટ છોડવામાં આવ્યા હતા. જ્યારે હમાસ અલ-અક્સા ટીવીએ જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાંથી રોકેટ છોડવામાં આવ્યા હતા. છેલ્લા 4 મહિનાથી તેલ અવીવમાં રોકેટ સાયરન સંભળાતા ન હતા. જો કે, ઇઝરાયેલી સેનાએ તરત જ સાયરન વાગવાનું કારણ સ્પષ્ટ કર્યું નથી.

જાનહાનિનો કોઈ અહેવાલ પ્રાપ્ત થયો નથી – ઇમરજન્સી હેલ્થ ટીમ

તે જ સમયે, ઇઝરાયેલની કટોકટી તબીબી સેવાઓએ કહ્યું કે તેમને કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આ મિસાઇલ હુમલો દર્શાવે છે કે ઇસ્લામિક જૂથ 7 મહિનાથી વધુ સમયથી હવાઈ અને જમીન સ્તર પર ઇઝરાયલી સૈન્ય હુમલાઓ છતાં લાંબા અંતરના રોકેટ ફાયર કરવામાં સક્ષમ છે.

 

CM ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી કમનસીબ દુર્ઘટનાની જાત માહિતી મેળવવા રવિવારે વહેલી સવારે રાજકોટ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્ય સરકારના વરીષ્ઠ અધિકારીઓ, શહેર તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે દુર્ઘટના સ્થળનું જાત નિરીક્ષણ કર્યું હતું.

Chief Minister Bhupendrabhai Patel

સમગ્ર મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલની સાથે રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ શનિવારની મોડી રાતે ઘટના સ્થળે પહોંચીને જે વિગતો મેળવી હતી, તેનાથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજકોટમાં એઈમ્સ તથા અન્ય હોસ્પિટલ, જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે, તેની મુલાકાત લીધી હતી. ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીએ તેમને અપાઈ રહેલી સારવારની વિગતો મેળવી હતી અને ખબર-અંતર પૂછ્યા હતા.

Chief Minister Bhupendrabhai Patel

આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા નિર્દોષ વ્યક્તિઓના પરિવારોને મળીને ભૂપેન્દ્રભાઈએ હૃદયપૂર્વક સાંત્વના પાઠવી હતી અને શોકસંતપ્ત પરિવારોના દુઃખમાં સહભાગી થયા હતા. રાજ્ય સરકાર આ કપરી વેળાએ આપદગ્રસ્તોની પડખે ઊભી છે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આપ્યો હતો.

મુખ્યમંત્રીએ આ દુર્ઘટના સંદર્ભમાં સ્થાનિક તંત્ર દ્વારા લેવાયેલા બચાવ, રાહતના પગલાં, ઈજાગ્રસ્તોની સારવારનો ત્વરિત પ્રબંધ, વગેરે અંગે રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે આ સમગ્ર દુર્ઘટનાની તલસ્પર્શી તપાસ કરીને દુર્ઘટનામાં જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા પણ સ્પષ્ટ સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.

૨૬ મે, ૨૦૨૪