Home Blog Page 177

જોવા જેવી છે વિજય અને રશ્મિકાની હલ્દી સેરેમની

રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડાએ ​​સોશિયલ મીડિયા પર તેમના હલ્દી સમારંભ, સંગીત અને હોળી ઉજવણીના ફોટા શેર કર્યા છે. આ ફોટા જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે.

ઈન્સ્ટાગ્રામ

રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડાએ 26 ફેબ્રુઆરી, 2026 ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં એક ખાનગી સમારંભમાં લગ્ન કર્યા. તેમણે તેલુગુ અને કોડવા (કુર્ગ) પરંપરાઓ અનુસાર સાત પ્રતિજ્ઞાઓ લીધી. લગ્ન પછી તેમણે 4 માર્ચ, 2026 ના રોજ હૈદરાબાદમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું. આજે રશ્મિકા અને વિજયે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેમના સંગીત, હળદર અને હોળી ઉજવણીના ફોટા શેર કર્યા.

રશ્મિકા અને વિજય બંનેએ આ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. રશ્મિકા અને વિજયના આ ફોટા તેમના હલ્દી, સંગીત અને હોળીના સેલિબ્રેશનના છે. આ ફોટામાં, રશ્મિકા અને વિજય બંને હસતા જોવા મળી રહ્યા છે.

એક ફોટોમાં રશ્મિકા અને વિજય બંને ઢોલના તાલ પર નાચતા જોવા મળે છે. ફોટામાં દરેક વ્યક્તિ ખૂબ જ ખુશ દેખાય છે. આસપાસ ઉભેલા દરેક વ્યક્તિ વિજય અને રશ્મિકાના ડાન્સનો આનંદ માણી રહ્યા છે.

આ ફોટામાં, રશ્મિકાએ આછા લીલા રંગનો ડ્રેસ અને સોનાના ઘરેણાં પહેર્યા છે. રશ્મિકાના ચહેરા પરનું મીઠી સ્મિત ચોક્કસ કોઈનું પણ દિલ જીતી લેશે. વિજય સફેદ કુર્તામાં ખૂબ જ સુંદર લાગે છે. તેણે કાળા ગોગલ્સથી પોતાનો લુક વધુ સુંદર બનાવ્યો છે.

સલમાનના પિતા સલીમ ખાનના સ્વાસ્થ્ય અંગે અપડેટ, જાણો કેવી છે હાલત

બોલીવુડના દિગ્ગજ લેખક અને અભિનેતા સલીમ ખાનના સ્વાસ્થ્ય અંગે સારા સમાચાર છે. તેમના સ્વાસ્થ્ય અંગે નવીનતમ અપડેટ્સ સામે આવી છે.

સલમાન ખાનના પિતા છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. મગજમાં નજીવા રક્તસ્ત્રાવ થયા બાદ તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન ઘણી જાણીતી હસ્તીઓએ તેમની મુલાકાત લીધી હતી અને તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. હવે, તેમના સ્વાસ્થ્ય અંગે એક નવી અપડેટ સામે આવી છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, લગભગ એક મહિનાની હોસ્પિટલમાં સારવાર બાદ બોલીવુડના દિગ્ગજ લેખક અને અભિનેતા સલીમ ખાનને ટૂંક સમયમાં રજા આપવામાં આવી શકે છે. સૂત્રો સૂચવે છે કે સલીમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે.

તેઓ લગભગ એક મહિના સુધી હોસ્પિટલમાં દાખલ હતા

અહેવાલો અનુસાર, સલીમ ખાનને 17 ફેબ્રુઆરી 2026 ના રોજ મગજમાં નાના રક્તસ્ત્રાવ થયા બાદ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરોએ તેમની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને સારવાર શરૂ કરી અને જરૂરી તબીબી પરીક્ષણો કર્યા.

ડોક્ટરોએ તેમના મગજના ચેતા સ્વાસ્થ્યનું વધુ સારી રીતે મૂલ્યાંકન કરવા માટે ડિજિટલ સબટ્રેક્શન એન્જીયોગ્રાફી (DSA) નામની પ્રક્રિયા પણ કરી. સદનસીબે, તેમને મોટી સર્જરીની જરૂર નહોતી.

સ્વાસ્થ્ય હવે પહેલા કરતાં ઘણું સારું છે

પરિવારના જણાવ્યા અનુસાર, સલીમ ખાનની તબિયત હવે પહેલા કરતાં ઘણી સારી છે. તેમના પુત્ર અરબાઝ ખાને પણ જણાવ્યું હતું કે તેમના પિતા સ્વસ્થ થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.

ચાહકો અને ઉદ્યોગે પ્રાર્થના કરી. સલીમ ખાનના ખરાબ સ્વાસ્થ્યના સમાચાર પછી ફિલ્મ ઉદ્યોગ અને ચાહકો ખૂબ ચિંતિત હતા. ઘણા સ્ટાર્સે તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી. હવે, તેમની તબિયતમાં સુધારો થવાના સમાચારથી દરેકને રાહત મળી છે.

રાજ્યસભા ચૂંટણીમાં ભારે હાર પછી બિહારના મહાગઠબંધનમાં તિરાડ

પટનાઃ બિહારમાં રાજ્યસભા ચૂંટણીમાં તમામ પાંચ બેઠકો પર NDAએ જીત મેળવી. મતદાન દરમિયાન વિરોધી ‘મહાગઠબંધન’ના ચાર ધારાસભ્યોની ગેરહાજરીથી રાજકીય સમીકરણ બદલાઈ ગયું, જેને કારણે NDAને નિર્ણાયક લીડ મળી ગઈ. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો અને ફૈઝલ રહમાન સહિત RJDના એક ધારાસભ્યએ મતદાનમાં ભાગ લીધો નહોતો. આ ભારે હાર બાદ હવે RJDના કાર્યકરો કોંગ્રેસ પર આક્રમક બન્યા છે અને તેઓ આ હાર માટે કોંગ્રેસને જવાબદાર ઠેરવી રહ્યા છે.

 બિહારના રાજકારણમાં મોટો ફેરફાર

રાજ્યસભા ચૂંટણીને બહાને બિહારના રાજકારણમાં મોટો રાજકીય પલટો જોવા મળ્યો. ચૂંટણીનું ગણિત મહાગઠબંધનના પક્ષમાં દેખાતું હતું, પરંતુ મતદાનના દિવસે ચાર ધારાસભ્યોની ગેરહાજરીએ આખું સમીકરણ બદલી નાખ્યું. પરિણામે NDAએ પાંચેય બેઠકો જીતી અને મહાગઠબંધનની વ્યૂહરચના નિષ્ફળ ગઈ.

તેજસ્વી યાદવની કોશિશ નિષ્ફળ

મહાગઠબંધનની તરફથી નેતા પ્રતિપક્ષ તેજસ્વી યાદવે સંખ્યા એકઠી કરવા માટે વ્યૂહરચના બનાવી હતી. તેમણે AIMIMના પાંચ ધારાસભ્યો અને BSPના એક ધારાસભ્યનું સમર્થન પણ મેળવી લીધું હતું.

આ સમીકરણ પછી મહાગઠબંધનને વિશ્વાસ હતો કે પાંચમી બેઠક તેઓ જીતશે, પરંતુ મતદાન સમયે તેમના ચાર ધારાસભ્યો હાજર રહ્યા નહોતા, જેને કારણે આખું ગણિત બદલાઈ ગયું.

ગેરહાજર રહેલા ધારાસભ્યોમાં કોંગ્રેસના ત્રણ સભ્યો—સુરેન્દ્ર કુશવાહા, મનોજ વિશ્વાસ અને મનોહર સિંહ—સામેલ હતા. જ્યારે RJD તરફથી ફૈઝલ રહમાન હાજર રહ્યા નહોતા. આ ચાર મતની ખોટ મહાગઠબંધન માટે ભારે પડી.

 NDAનો ક્લીન સ્વિપ

આ પરિસ્થિતિમાં નીતીશકુમારના નેતૃત્વમાં NDAએ પાંચેય બેઠકો જીતતાં ક્લીન સ્વિપ કર્યો.

 કોંગ્રેસ પર નિશાન

બિહારમાં ચર્ચા છે કે ફરી એક વખત તેજસ્વી યાદવને કોંગ્રેસને કારણે હારનો સામનો કરવો પડ્યો. તેજસ્વીએ AIMIMનું સમર્થન મેળવવા માટે ભારે મહેનત કરી હતી અને વિવિધ રાજકીય પ્રયત્નો કર્યા હતા,

પરંતુ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને સંભાળી શકી નહીં. સૂત્રોના જણાવ્યાનુસાર કોંગ્રેસના આ ત્રણેય ધારાસભ્યો પાર્ટીથી નારાજ હતા, છતાં પાર્ટીએ તેમની સાથે યોગ્ય સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો નહોતો. તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો કે ભાજપે રાજ્યસભા ચૂંટણી દરમિયાન ‘હોર્સ-ટ્રેડિંગ’ (ખરીદી-વેચાણ) કરી છે.

યુદ્ધના સંકટ વચ્ચે LPG ભરેલું નંદા દેવી’ જહાજ ગુજરાત પહોંચ્યું

કચ્છ: ભારતીય ધ્વજવાળું LPG ટેન્કર નંદા દેવી વાડીનાર (જામનગર) બંદરે પહોંચ્યું છે. 46,500 MT LPG સાથેના આ જહાજના કેપ્ટન અને ક્રૂ સાથે દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) ના ચેરમેન સુશીલ કુમાર સિંહે વાતચીત કરી હતી.

છેલ્લા કેટલાંક સમયથી વર્તાઈ રહેલી ગેસની અછત વચ્ચે આ એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. આ ટેન્કરના આગમન સાથે રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસના પુરવઠામાં રાહત થશે તેવી આશા હાલ તો રાખી શકાય. આ ટેન્કર કતારથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને રવાના થયું હતું.અગાઉ, બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહાએ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યા પછી ખુલ્લા સમુદ્રમાં સફળતાપૂર્વક આગળ વધી ગયું છે. તેમણે કહ્યું હતું કે બે ભારતીય ધ્વજવાળા LPG કેરિયર્સ – શિવાલિક અને નંદા દેવી – લગભગ 92,700 મેટ્રિક ટન LPG લઈને ભારત આવી રહ્યા હતા. આ બંને જહાજો રાજ્ય સંચાલિત શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની માલિકીના છે. સરકારી માહિતી મુજબ, પર્સિયન ગલ્ફ ક્ષેત્રમાં હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમમાં 22 ભારતીય ધ્વજવાળા જહાજો હતા, જેમાં કુલ 611 નાવિકો હતા.હોર્મુઝની સામુદ્રધુની વિશ્વના સૌથી મહત્વપૂર્ણ શિપિંગ રૂટમાંનો એક છે, જ્યાંથી લગભગ 20 ટકા વૈશ્વિક તેલ અને ગેસ નિકાસ તેમાંથી પસાર થાય છે. આ ક્ષેત્રમાં તણાવ ચાલુ હોવાથી, અધિકારીઓ જહાજોની ગતિવિધિ પર નજીકથી નજર રાખી રહ્યા છે અને આ વિસ્તારમાં કાર્યરત ભારતીય જહાજો અને ક્રૂની સલામતી સુનિશ્ચિત કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં હવે જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવાથી 10 વર્ષ સુધીની સજા

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાએ સોમવારે રાત્રે ધ્વનિમતથી ધર્મની સ્વતંત્રતા વિધેયક 2026 પસાર કર્યું છે. આ ધર્માંતરણ વિરોધી બિલમાં કડક જોગવાઈઓ કરવામાં આવી છે, જેનો હેતુ જબરદસ્તી, છેતરપિંડી, લાલચ આપી અથવા લગ્નના માધ્યમથી કરાતા ધર્મ પરિવર્તન પર રોક લગાવવાનો છે. આ વિધેયક મુજબ લગ્નના બહાને ગેરકાયદે ધર્મ પરિવર્તન કરનાર લોકોને સાત વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ થશે. જો આ મામલો સગીર, માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ, મહિલા અથવા અનુસૂચિત જાતિ/જાતિ (SC/ST) સાથે સંબંધિત હશે, તો સજા વધુ કડક હશે—સાત વર્ષની જેલ અને 5 લાખ રૂપિયાનો દંડ થશે.

સામૂહિક ધર્મ પરિવર્તન (એકસાથે ઘણા લોકોનું ધર્મ પરિવર્તન) માટે પણ સાત વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયાનો દંડ થશે. આ વિધેયક અનુસાર વારંવાર ગુનો કરનારને 10 વર્ષની જેલ અને પાંચ લાખ રૂપિયાનો દંડ થવાની શક્યતા છે.

કાયદો કોઈ ખાસ ધર્મ વિરુદ્ધ નથી

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં રજૂ કરાયેલો આ ધર્માંતરણ વિરોધી કાયદો કોઈ ખાસ ધર્મ વિરુદ્ધ નથી, પરંતુ તેનો હેતુ માત્ર બળ, છેતરપિંડી અથવા લાલચથી કરાતા ધર્મ પરિવર્તનને રોકવાનો છે. તેમણે જણાવ્યું કે ઓડિશા, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, કર્ણાટક અને ઝારખંડ સહિતનાં અનેક રાજ્યોમાં પહેલેથી જ આવા કાયદા અમલમાં છે.

તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આ વિધેયક બંધારણની કલમ 25 હેઠળ મળતા ધાર્મિક સ્વતંત્રતાના અધિકારને રોકતું નથી. ધાર્મિક અધિકારમાં કોઈને જબરદસ્તી, ખોટી માહિતી કે લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવવાનો અધિકાર સામેલ નથી.

તેમણે જણાવ્યું હતું કે ઘણી મહિલાઓને ભોળવીને સંબંધોમાં ફસાવવામાં આવી, લગ્ન કરાવવામાં આવ્યા અને પછી છોડી દેવામાં આવી. તેમણે ભારપૂર્વક કહ્યું કે છેતરપિંડીથી કરાતા ધર્મ પરિવર્તન સામે આ વિધેયક આવા મુદ્દાઓને ઉકેલવા અને આવી પ્રથાઓ પર નિયંત્રણ લાવવા માટે બનાવવામાં આવ્યું છે.તેમણે વધુમાં કહ્યું હતું કે વિપક્ષી પક્ષો મતબેંકના લાભ માટે આ મુદ્દાનું રાજકીયકરણ કરી રહ્યા છે, પરંતુ જ્યારે તેઓ આ વિધેયકને ધ્યાનથી વાંચશે, ત્યારે તેમને કોઈ વાંધો નહીં રહે.

પાકિસ્તાનની કાબુલમાં હોસ્પિટલ પર એર સ્ટ્રાઈકઃ 400થી વધુનાં મોત

કાબુલઃ પાકિસ્તાન સતત અફઘાનિસ્તાનને નિશાન બનાવી રહ્યું છે. સોમવારે રાત્રે પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિવિધ સ્થળોએ એર સ્ટ્રાઈક કર્યા. પાકિસ્તાનનું કહેવું છે કે તેણે કાબુલમાં સૈન્ય સ્થાનોને નિશાન બનાવ્યાં હતાં, જ્યારે તાલિબાને આરોપ મૂક્યો છે કે એક હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી હતી.

તાલિબાનના હવાલાથી જણાવવામાં આવ્યું હતું કે આ હુમલામાં 400થી વધુ લોકોનાં મોત થયાં છે. જે હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી હતી, ત્યાં નશાની લત ધરાવતા દર્દીઓની સારવાર ચાલી રહી હતી. તાલિબાનના આ આરોપોને પાકિસ્તાન તરફથી નકારી કાઢવામાં આવ્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે તેણે પૂર્વી અફઘાનિસ્તાનમાં કોઈ નાગરિક સ્થળોને નિશાન બનાવ્યા નથી.

પાકિસ્તાને આરોપો નકારી કાઢ્યા

તાલિબાન સરકારના પ્રવક્તા જબીઉલ્લાહ મુજાહિદે સ્થાનિક ન્યૂઝ ચેનલોને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે હુમલામાં માર્યા ગયેલા મોટા ભાગના લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન સાથેની કૂટનીતિનો સમય હવે પૂર્ણ થયો છે અને આ હુમલાનો બદલો જરૂર લેવામાં આવશે. જોકે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફના પ્રવક્તા મોશર્રફ ઝૈદીએ આ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું હતું કે કાબુલમાં કોઈ હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી નથી.

પાકિસ્તાનના માહિતી મંત્રાલયે X પર કરેલી પોસ્ટમાં જણાવ્યું કે તેમની સેનાએ ચોક્કસ રીતે સૈન્ય ઠેકાણા અને આતંકવાદી આધારભૂત માળખાને નિશાન બનાવ્યાં હતાં. તેમણે કહ્યું કે નિશાન બનાવેલાં સ્થળોમાં અફઘાન તાલિબાનનાં ટેક્નિકલ સાધનો અને ગોળા-બારુદના ભંડાર સામેલ હતા.

પાકિસ્તાનના માહિતી મંત્રાલયે વધુમાં જણાવ્યું કે કાબુલ અને નંગરહાર વિસ્તારમાં રહેલા અફઘાનિસ્તાનમાં સ્થિત પાકિસ્તાની આતંકવાદીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાનનું કહેવું છે કે આ ઠેકાણાઓનો ઉપયોગ પાકિસ્તાની નાગરિકો સામે કરવામાં આવી રહ્યો હતો.

નદીનું મૂળ ને ઋષિનું કુળ જોવાય નહિ

 

નદીનું મૂળ ને ઋષિનું કુળ જોવાય નહિ

 

 

દુનિયાભરની સંસ્કૃતિઓ નદીકિનારે વિકસી છે. નદીનું મૂળ દુર્ગમ પર્વતમાં હોય અને ક્યારેક તો મૂળ ઝરણું કયું છે જેમાંથી આ નદી બને છે તે નક્કી કરવું પણ સરળ ન હોય. આમ છતાંય નદી લોકમાતા કહેવાય છે અને પશુ, પંખીથી માંડી માનવ સૌ માટે ઉપકારક એવું જળ પૂરું પાડે છે.

જળ એ જ જીવન છે અને એટલે નદીને પવિત્ર ગણી છે. એ ક્યાંથી નીકળે છે એ અગત્યનું નથી પણ એ નદી છે અને એ રીતે જીવનને પોષનાર અથવા પાયાની જરૂરિયાત પાણી પૂરું પાડે છે એ કારણથી નદી પૂજાય છે.

ઋષિ બનવું સરળ નથી. કઠિન તપશ્ચર્યા, અતિ સંયમિત જીવન અને રાગદ્વેષ, કામક્રોધ, લોભમોહ, મદ અને મત્સર જેવા માનવ સ્વભાવની સાહજિક નિર્બળતાના દોષ ઉપર વિજય મેળવવો પડે. આવું કર્યા બાદ ઋષિ એ કોઈ વ્યક્તિ કે માણસ નથી રહેતા, ઈશ્વરતુલ્ય બની જાય છે. અને એટલે એની સમગ્ર શકિતઓ અને ગુણોનું ઊર્ધ્વીકરણ થઈ જાય છે, પછી એમનું કુળ પૂછવાનો અર્થ રહેતો નથી. ઊલટાનું ગૌતમ, જમદગ્નિ, અત્રિ, અંગીરસ, ભારદ્વાજ જેવા ઋષિઓના નામે કુળો ઓળખાય છે. આ સંદર્ભમાં ઉપરોક્ત કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

‘ધ ગ્રેટ ગેમ્બલર’ માં અમજદ ખાન કામ કરી શક્યા નહીં

નિર્દેશક શક્તિ સામંતે જ્યારે ‘ધ ગ્રેટ ગેમ્બલર’ (1979) નો વિચાર કર્યો ત્યારે હકીકતમાં શમ્મી કપૂરને લઈને બનાવવા માંગતા હતા. પણ છેવટે જ્યારે ‘ધ ગ્રેટ ગેમ્બલર’ બનાવવાનો વારો આવ્યો ત્યારે શક્તિદાએ તે સમયના એન્ગ્રી યંગમેન અમિતાભ બચ્ચનને ડબલ રોલ માટે સાઈન કર્યા હતા. એમાં અમજદ ખાન પણ હતા. અમજદ તેમની ફિલ્મ ‘ધ ગ્રેટ ગેમ્બલર’ ના શૂટિંગ માટે મુંબઈથી ગોવા પોતાની કારમાં જઈ રહ્યા હતા. તેમની સાથે તેમના પત્ની શૈલા ખાન પણ હતા, જેઓ તે સમયે ગર્ભવતી હતા. રસ્તામાં સાવંતવાડી પાસે તેમની કાર એક ઝાડ સાથે અથડાઈ હતી.

આ અથડામણ એટલી જોરદાર હતી કે કારનું સ્ટિયરિંગ વ્હીલ અમજદ ખાનના ફેફસામાં ખૂંપી ગયું હતું અને તેમના પાંસળીના હાડકાં તૂટી ગયા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે અમજદ ખાન મહિનાઓ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. આ અકસ્માતને કારણે અમજદ ખાને ‘ધ ગ્રેટ ગેમ્બલર’ છોડવી પડી હતી. શક્તિ સામંતે તેમની રાહ જોવાની તૈયારી બતાવી હતી પરંતુ અમજદ ખાનને સાજા થવામાં ઘણો સમય લાગે તેમ હોવાથી છેવટે ઉત્પલ દત્તને તે રોલમાં લેવામાં આવ્યા હતા.

 

અમજદ ખાને એક જૂના ઈન્ટરવ્યુમાં અમિતાભ બચ્ચન સાથેની તેમની મિત્રતા વિશે વાત કરતા આ અકસ્માતનો ઉલ્લેખ કર્યો હતો. જ્યારે તેમને પણજીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે હાલત અત્યંત નાજુક હતી. ઓપરેશન માટે તેમને લોહીની જરૂર હતી અને ‘કોમા’ જેવી સ્થિતિ હતી. પણજીની હોસ્પિટલમાં જ્યારે અમજદ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા ત્યારે ડોક્ટરોએ સર્જરી માટે સંમતિ પત્ર પર સહી માંગી હતી.

અમજદના પરિવારના કોઈ સભ્યો તે સમયે હાજર નહોતા ત્યારે અમિતાભે મિત્ર તરીકે તેના પર સહી કરી હતી. અમજદ તેમના ભરાવદાર શરીર માટે જાણીતા હતા પણ ઘણા લોકો નથી જાણતા કે આ અકસ્માત જ તેનું મુખ્ય કારણ હતું. ઈજાઓ એટલી ગંભીર હતી કે તેમને લાંબા સમય સુધી વ્હીલચેર પર રહેવું પડ્યું હતું અને ઘણી બધી દવાઓ લેવી પડી હતી. આ દવાઓની આડઅસરને કારણે તેમનું વજન સતત વધતું ગયું હતું.

અકસ્માત પછી અમજદ ખાને ફરીથી કામ શરૂ કર્યું અને અમિતાભ સાથે જ લાવારિસ, યારાના અને કાલિયા જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. આ ફિલ્મો દરમિયાન સેટ પરના લોકો કહેતા કે અમજદમાં કામ કરવાનો ઉત્સાહ પહેલા કરતા પણ વધી ગયો હતો. શક્તિ સામંત હંમેશા કહેતા કે અમજદ ખાનનું જીવન બચવું એ એક ચમત્કાર હતો અને સાજા થયા પછી જે પરિવર્તન આવ્યું તે તેમના નવા જીવન જેવું જ હતું.

 

૧૭ માર્ચ ૨૦૨૬

ઈરાન યુદ્ધ પછી ક્યુબા પર હુમલો કરશે અમેરિકા

વિશ્વ રાજનીતિમાં ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. Donald Trumpએ તાજેતરમાં આપેલા નિવેદનમાં જણાવ્યું છે કે Iran સાથે ચાલતા સંઘર્ષ પૂર્ણ થયા બાદ United Statesનું ધ્યાન Cuba તરફ વળી શકે છે. ટ્રમ્પે સંકેત આપ્યો કે અમેરિકા ક્યુબા સાથે સમજૂતી કરી શકે છે, પરંતુ જો જરૂર પડશે તો કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. તેમના આ નિવેદન બાદ આંતરરાષ્ટ્રીય રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

માહિતી મુજબ Donald Trumpએ આ વાત એર ફોર્સ વન વિમાનમાં પત્રકારો સાથે વાતચીત દરમિયાન કરી હતી. તેમણે જણાવ્યું કે હાલ અમેરિકાનું મુખ્ય ધ્યાન Iran સાથે ચાલી રહેલા સંઘર્ષ પર છે, પરંતુ આ મુદ્દો સમાપ્ત થયા પછી ક્યુબા સાથે સંબંધિત પરિસ્થિતિ પર વિચાર કરવામાં આવશે. ટ્રમ્પના શબ્દોમાં, ક્યુબા સાથે સમજૂતી થવાની શક્યતા પણ છે, પરંતુ જો આવું ન થાય તો અમેરિકા જરૂરી પગલાં લેવા તૈયાર છે.

ટ્રમ્પે એ પણ જણાવ્યું કે ક્યુબા હાલમાં અમેરિકા સાથે વાતચીત કરવા ઇચ્છુક દેખાઈ રહ્યું છે. તેમના મુજબ બંને દેશો વચ્ચે ચર્ચાઓ ચાલી રહી છે અને શક્ય છે કે નજીકના સમયમાં કોઈ સમજૂતી થઈ શકે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે તમામ વિકલ્પો ખુલ્લા છે અને પરિસ્થિતિ મુજબ અમેરિકા પોતાનો નિર્ણય કરશે.

આ નિવેદન ખાસ કરીને ત્યારે આવ્યું છે જ્યારે Cubaમાં તાજેતરમાં આંતરિક અસંતોષ અને પ્રદર્શનોએ રાજકીય પરિસ્થિતિને વધુ તંગ બનાવી દીધી છે. વીજળી કાપને લઈને લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન થયા હતા. કેટલાક સ્થળોએ પ્રદર્શન હિંસક બનતા પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ હતી.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારોએ કમ્યુનિસ્ટ પાર્ટીના કચેરી પર પણ હુમલો કર્યો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિઓમાં લોકો ઇમારતોની બારીઓ પર પથ્થર ફેંકતા જોવા મળ્યા હતા. પ્રદર્શન દરમિયાન લોકો સ્વતંત્રતાના નારા લગાવતા પણ જોવા મળ્યા હતા, જે દેશની અંદરની અસંતોષની સ્થિતિ દર્શાવે છે.