Home Blog Page 1688

ભારતે જીતી લીધો વર્લ્ડકપ, આફ્રિકાને હરાવ્યું

ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઇતિહાસ રચ્યો છે. આ ટીમે ઇતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપ (ODI, T20)નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે શનિવારે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે 140 કરોડ ભારતીયોને ઉજવણી કરવાની સુવર્ણ તક મળી. દેશભરમાં હાલ દિવાળી જેવો માહોલ છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે બે વખત (1983, 2011) ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. જ્યારે તેણે બે વખત (2007, 2024) T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમે છેલ્લે 2011માં વર્લ્ડ કપ (ODIમાં) જીત્યો હતો. હવે 13 વર્ષ પછી કોઈએ વર્લ્ડ કપ (T20 માં) જીત્યો છે.

ફાઇનલમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 7 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. એક સમયે ભારતીય ટીમે 34 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ વિરાટ કોહલીએ ચાર્જ સંભાળ્યો અને 5માં નંબર પર બેટિંગ કરવા આવેલા અક્ષર પટેલ સાથે 72 રનની ભાગીદારી કરી. આ પછી કોહલીએ 48 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં આ તેની પ્રથમ ફિફ્ટી હતી. કોહલીએ 59 બોલમાં કુલ 76 રન બનાવ્યા હતા. જ્યારે અક્ષર 31 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો હતો. અંતમાં શિવમ દુબેએ 16 બોલમાં 27 રન બનાવ્યા હતા. બીજી તરફ આફ્રિકા તરફથી સ્પિનર ​​કેશવ મહારાજ અને ઝડપી બોલર એનરિક નોર્સિયાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે માર્કો જાન્સેન અને કાગીસો રબાડાએ 1-1 વિકેટ લીધી હતી.

FINAL : ભારતે આફ્રિકાને જીત માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહી છે. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 176 રન કર્યા હતા અને આફ્રિકાને જીત માટે 177 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતની શરૂઆત વિસ્ફોટક રહી હતી પરંતું ત્યારપછી 3 વિકેટ પડી જતા ભારત થોડી વાર માટે મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. પરંતુ પછી અક્ષર પટેલ અને વિરાટ કોહલીએ બાજી સંભાળી હતી અને શાનદાર બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ પણ આજે ભારત માટે મહત્વપુર્ણ બેટિંગ કરી હતી અને 76 રન ફટકાર્યા હતા.

ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ 9 રન ફટકાર્યા હતા. તો રિષભ પંત ખાતું પણ ખોલાવી શક્યો ન હતો અને 0 રને આઉટ થયો હતો. તો સુર્યકુમાર યાદવ પણ કંઈ ખાસ કમાલ કરી શક્યો ન હતો અને માત્ર 3 રને પેવેલિયન પરત ફર્યો હતો. તો વિરાટ કોહલી અને અક્ષર પટેલને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું હતું. અક્ષર પટેલે શાનદાર બેટિંગ કરતા 31 બોલમાં 47 રન ફટકાર્યા હતા.

AI કાર્યક્ષમતા વધારવા ડિજિટલ સંવાદનું આયોજન કરાયું

ડિજિટલને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ સંસ્થા રેડી(ReDi – રિસપોન્સીબલી ડિજિટલ) એ શનિવારે ડિજિટલ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં AI અને ડિજિટલ ઇનોવેશનના ભાવિ અંગે ચર્ચા કરવા એક મંચ પર નિષ્ણાતો એકસાથે આવ્યા હતા. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA)ના સહયોગથી આયોજિત રાઉન્ડ ટેબલ ઇવેન્ટમાં AI હબ તરીકે અમદાવાદની સંભવિતતા, ડિજિટલ ઇનોવેશન અંગે વ્યૂહરચના, AI ટેલેન્ટ અને રોકાણ અને AI બિઝનેસ, સમાજ સેવાઓ, ડિઝાઇન, જાહેરાત, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અર્થતંત્ર અને વિકસીત જોબ લેન્ડસ્કેપ જેવા વિવિધ ક્ષેત્રોમાં જવાબદારીપૂર્વક સંકલિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં સ્ટાર્ટઅપ્સ, કોમ્યુનિકેશન એક્સપર્ટ, મીડિયા પ્રતિનિધિ, બ્રાન્ડ એક્સપર્ટસ, માર્કેટિંગ વ્યવસાયિકો અને શિક્ષકો સહિત સહભાગીઓ શામેલ થયા હતા અને AIની વ્યાપક અસરો પર ચર્ચા અને વિશ્લેષણ કર્યું હતું. કોન્ફરન્સને સંબોધતા રેડીના સહ સ્થાપકે જણાવ્યું હતું કે, AI પાસે જબરદસ્ત પરિવર્તનકારી ક્ષમતા છે. AI કાર્યક્ષમતા વધારવા, ડેટા-આધારિત નિર્ણયો અને સામગ્રી નિર્માણમાં સહાય કરે છે, જે એક નિર્વિવાદિત અને રીઅલ ટાઇમ સિન્ટિમેન્ટ વિશ્લેષણ છે. AIથી નોકરી પર ખતરો આવી શકે છે તેવું લોકો માને છે. જો કે હું માનુ છું કે AIથી કોઇની નોકરી નહીં જાય, બલ્કે જેઓ AIનો ઉપયોગ કરે છે તેઓને નોકરી પ્રાપ્ત થશે. AI શીખવું અને તેને સ્વિકારવું તે મહત્વપૂર્ણ છે.

સહભાગીઓએ પારદર્શિતા અને નૈતિક વિચારણાઓને સંબોધિત કરી AIની કેટલીક એપ્લિકેશનોમાં માનવીય સ્પર્શના નુકસાનને પ્રકાશિત કર્યું. તેઓએ નવીનતા અને ઝડપી ગતિની નોંધ લીધી અને સ્વીકાર્યું કે AIની અસર દરેક જગ્યાએ અનુભવાઇ રહી છે. જોકે તેઓએ AIનો ઉપયોગ કરવામાં વધુ જવાબદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો અને ફાયદાઓ અને ગેરફાયદાઓ અંગે માહિતગાર કર્યા. સાથે જ AI પર નિર્માણ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો અને તેની સાથે સંબંધિત વ્યાપક અસર અને સ્વીકૃતિ મુદ્દાઓની ચર્ચા કરી.

રાઉન્ડ ટેબલના સહભાગીઓએ મેન્યુફેક્ચરિંગ, મીડિયા અને હેલ્થકેરમાં એડવાન્સમેન્ટમાં AIની રીઅલ ટાઇમ એપ્લિકેશન્સ સાથેના તેમના અનુભવો શેર કર્યા, અને શિક્ષણ જેવા ક્ષેત્રમાં AIનો જવાબદાર ઉપયોગ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

નિષ્ણાતોએ એ પણ નોધ્યું કે AIએ નવી તકનીક નથી, પરંતુ જનરેટિવ AI દ્વારા તેને વધુ અદ્યતન અને સુલભ બનાવાયું છે. AIની એકંદરે અસ્પષ્ટ અસર હોવા છતાં નવીનતાની ઝડપી ગતિને કારણે AIના ટૂંકા ચક્રને અપનાવવા તેઓ સહમત થયા. પ્રતિભાની અછત એક પડકાર છે, પરંતુ AIમાં રોકાણ કરનારાઓને નોંધપાત્ર લાભ થવાની અપેક્ષા છે. રેડી (ReDi)ના સહ-સ્થાપક કુમાર મનીષ અને મિહિર ગજરાવાલાએ પણ સંવાદમાં ભાગ લીધો હતો.

T20 વર્લ્ડ કપ 2024: ભારતે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં ભારતીય ટીમ અને દક્ષિણ આફ્રિકા સામસામે છે. આ મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન, બ્રિજટાઉનમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારત અને આફ્રિકા બંને એકપણ મેચ હાર્યા વિના ફાઇનલમાં પહોંચી ગયા છે. દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ વખત વિશ્વ કપની ફાઇનલમાં પહોંચી છે અને તેની પાસે ટાઇટલ જીતીને ઇતિહાસ રચવાની તક છે. જ્યારે ભારતીય ટીમે 2007માં T20 વર્લ્ડ કપ ઈતિહાસની પ્રથમ સિઝન જીતી હતી. ત્યારે મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન હતો.

ભારતીય ટીમ ત્રીજી વખત ફાઈનલ રમવા ઉતરી

હવે 17 વર્ષ બાદ રોહિતની કેપ્ટનશીપમાં ચેમ્પિયન બનવાની તક છે. આ વખતે ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 68 રને હરાવીને ટાઈટલ મેચમાં જગ્યા બનાવી લીધી છે. બીજી તરફ, દક્ષિણ આફ્રિકાએ પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાં ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે. સૌ પ્રથમ ફાઈનલ પ્રથમ સિઝન એટલે કે 2007માં રમાઈ હતી. ત્યારબાદ પાકિસ્તાનને હરાવીને ટાઈટલ પણ જીત્યું હતું. 7 વર્ષ પછી એટલે કે 2014ની સિઝનની ફાઇનલમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ શ્રીલંકાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ ત્રીજી ફાઈનલ છે.

ભારત અને આફ્રિકા વચ્ચે ટક્કર

કુલ ODI મેચ: 91, ભારત જીત્યું: 40, દક્ષિણ આફ્રિકા જીત્યું: 51, પરિણામ નથી: 3
કુલ T20 મેચ: 26, ભારત જીત્યું: 14, દક્ષિણ આફ્રિકા જીત્યું: 11, પરિણામ: 1
કુલ ટેસ્ટ મેચ: 44, ભારત જીત્યું: 16, દક્ષિણ આફ્રિકા જીત્યું: 18, ડ્રો: 10

T20 વર્લ્ડ કપમાં બંને ટીમો આમને સામને

  • કુલ T20 મેચઃ 6
  • ભારત જીત્યું: 4
  • દક્ષિણ આફ્રિકા જીત્યું: 2

ભારતીય ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ.

દક્ષિણ આફ્રિકાની ટીમ

ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (કેપ્ટન), ડેવિડ મિલર, હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટન સ્ટબ્સ, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, એનરિચ નોર્કિયા અને તબરેઝ શમ્સી.

હઠીસિંહ આર્ટ ગેલેરીમાં ‘સપ્તરંગ’ કેન્વાસ પેઈન્ટિંગ એક્ઝિબિશન

અમદાવાદ: શહેરમાં આવેલા સપ્તરંગ આર્ટ સ્ટુડિયો દ્વારા હઠીસિંઘ વિઝ્યુલસ આર્ટ સેન્ટર ખાતે કેન્વાસ પેન્ટિંગનું ખાસ એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે. જેમાં 5 વર્ષથી લઈને 45 વર્ષના આર્ટિસ્ટ દ્વારા તેમની કલાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. 28મી જૂનથી લઈને 30મી જૂન સુધી આ એક્ઝિબિશન યોજાવાનું છે. સાંજે 4થી 6 વાગ્યા સુધી આ આર્ટ એક્ઝિબિશન ઓપન ફોર ઓલ છે.

કાર્યક્રમના ઉદ્ઘાટનમાં વેજલપુર વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર, ક્રાઈમ બ્રાન્ચ, સાયબર સેલ ઈન્સપેક્ટર મંજુલા પારડવા, સામાજિક કાર્યકર રૂઝાન ખંભાતા અને અન્ય મહાનુભવો હાજર રહ્યા હતા.

આ બધાં જ કલાકારો અલગ-અલગ ફિલ્ડમાંથી આવેલા છે. કોઈ વિદ્યાર્થી છે, કોઈ ફાઈન આર્ટ સ્ટુડન્ટ છે તો કોઈ વર્કિંગ વુમન છે. છેલ્લાં પાંચ મહિનાથી તેઓ આ એક્ઝિબિશન માટે તૈયારીઓ કરી રહ્યા હતા. અહીં તમને મડ મિરર વર્ક, એન્બોઝ પેઈન્ટિંગ, કેન્વાસ પેઈન્ટિંગ, મોર્ડન આર્ટ, પોઈટ્રેટ જેવાં અલગ-અલગ પ્રકારના આર્ટ ફોમ જોવા મળશે. ક્રિનલ શાહ દ્વારા અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં સપ્તરંગ આર્ટ સ્ટુડિયો ચલાવવામાં આવે છે. જેમાં 6 વર્ષથી લઈને 60 વર્ષ સુધીના વ્યક્તિઓ શીખવા માટે આવતા હોય છે.

પુત્રના લગ્ન પહેલા મુકેશ અંબાણી કરાવશે આ લોકોના લગ્ન

મુંબઈ: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. 15 દિવસ પછી બંનેના લગ્ન થશે, જેની તૈયારીમાં આખો અંબાણી પરિવાર વ્યસ્ત છે. નીતા અંબાણીથી લઈને મુકેશ અંબાણી સહિતના પરિવારના સભ્યો લગ્નને ભવ્ય બનાવવા માટે કોઈ કસર નથી છોડી રહ્યા. આ દરમિયાન પુત્રના લગ્ન પહેલા અંબાણી પરિવાર મહારાષ્ટ્રના પાલઘરમાં નીચલા અને ગરીબ વર્ગના લોકો માટે સમૂહ લગ્નનું આયોજન કરવા જઈ રહ્યા છે. આ અંગે અંબાણી પરિવાર દ્વારા એક કાર્ડ પણ જારી કરવામાં આવ્યું છે.

અંબાણી પરિવાર આ ઉમદા કાર્ય કરશે

વાસ્તવમાં, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનના ભાગ રૂપે, અંબાણી પરિવારે 2 જુલાઈએ પાલઘરમાં સ્વામી વિવેકાનંદ વિદ્યામંદિરમાં 4:30 વાગ્યે વંચિત લોકોના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આ સમૂહ લગ્ન સાથે સંબંધિત એક કાર્ડ પણ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી પણ આ સમૂહ લગ્ન કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ ઉપરાંત અંબાણી પરિવારના અન્ય સભ્યો પણ સમારોહનો ભાગ બનશે અને વર-કન્યાને આશીર્વાદ આપશે.

આ દિવસે અનંત-રાધિકાના લગ્ન થશે
નોંધનીય છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નનો કાર્યક્રમ ત્રણ દિવસ સુધી Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાશે. જેની શરૂઆત 12મી જુલાઈના રોજ શુભ લગ્નથી થશે. આ પછી 13મી જુલાઈએ આશીર્વાદ સમારોહ અને 14મી જુલાઈએ ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સાથે જો ડ્રેસ કોડની વાત કરીએ તો આ શાનદાર શાહી લગ્ન માટે ‘ઇન્ડિયન ફોર્મલ’ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે.

સુરતમાં ગુજરાતી ફિલ્મી કસબીઓનો અવસર ઉજવાયો

સુરત: ગુજરાતી ફિલ્મોની ગાડી ધીરે-ધીરે સ્પીડ પકડી રહી છે. અમદાવાદ આ ગુજ્જુ ટ્રેનના એન્જિન જેવું છે. અન્ય શહેરો પણ આ ટ્રેનમાં જોડાય રહ્યા છે. ડાયમંડ નગરી સુરત કેમ આમાંથી બાકાત રહે? સુરત પણ ગુજરાતી ફિલ્મો માટે શૂટિંગ સ્પોટ બને અને સુરતી કલાકારોને કામ મળે એ માટે સુરતના ફિલ્મકારો મહેનત કરી રહ્યા છે. એ પ્રયાસના ભાગરૂપે જ સુરતમાં છેલ્લા ચાર વર્ષથી એક અવસર નામે ઇવેન્ટ યોજાય છે. આ વખતે તા – 29મી જૂન, શનિવારે યોજાયો હતો.અવસરના આયોજક હિંમત લાડુમોર અને વૈશાલી જાની ચિત્રલેખા.કોમને કહે છે, “એકતા ફિલ્મ એન્ટરટેન્મેન્ટ દ્વારા ફિલ્મ પરિવાર આપણો પરિવાર થીમ આધારિત અવસર સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આયોજન કરાયુ છે. જેમાં સુરત જિલ્લાના ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા નાનાં-મોટાં 200 જેટલાં કલા કસબીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામનું ટ્રોફી અને સન્માનપત્રથી સન્માન કરાયું હતું. આ અવસરે જાણીતા ગુજરાતી ફિલ્મસ્ટાર આનંદી ત્રિપાઠી, રાજદીપ, ચાંદની ચોપડા, મોના શાહ, અભિલાષ ઘોડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઇવેન્ટ વિશે ડિરેક્ટર મહેશ પટેલ ગેરિતા કહે છે, આ અવસરથી કલાકારો એકબીજાના પરિચયમાં આવે. સુરતમાં ગુજરાતી ફિલ્મ માટે કેવું વાતાવરણ છે એ બહારના પ્રોડક્શન હાઉસને જાણ થાય તેમજ સુરત જિલ્લાના કલાકારોને કામ મળી રહે એ હેતુથી આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. ગામડા, જ્ઞાતિ, સમાજના સ્નેહ મિલન થઇ શકે તો આ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કલાકારો પણ એક પરિવાર જેવા જ છે. તો એનું સ્નેહ મિલન કેમ નહિ? સુરતના કલાકારો અને સુરત પ્રમોટ થાય એ મુખ્ય હેતુસર જ આ કાર્યક્રમ થાય છે.

કલ્કિ 2898 AD: બોક્સ ઓફિસ પર રેકોર્ડ કલેક્શન

નવી દિલ્હીઃ પ્રભાસની ફિલ્મ કલ્કિ થિયેટરોમાં બમ્પર કમાણી કરી રહી છે. આ ફિલ્મનો ઘણા સમયથી દર્શકો આતુરતાથી રાહ જોતા હતા. આ ફિલ્મ 27 જૂને થિયેટરોમાં રિલીઝ થઈ છે. પહેલા જ દિવસે ફિલ્મે બમ્પર કલેક્શન કર્યું છે. આ ફિલ્મ સુનામીની ઝડપે આગળ વધી રહી છે.

નાગ અશ્વિન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કલ્કી 2898 AD’ તેની રિલીઝ પહેલાx ખૂબ જ ચર્ચામાં હતી. 27 જૂને થિયેટરોમાં આવ્યા પછી આ ફિલ્મે ભારતીય અને વિદેશી બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે અને ઘણી ફિલ્મોના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. આ ફિલ્મે શરૂઆતના દિવસે વિશ્વભરમાં શાનદાર કલેક્શન કર્યું હતું. આ ફિલ્મે ત્રીજા દિવસે અત્યાર સુધી રૂ. 100 કરોડનું કલેક્શન કર્યું છે.

પ્રભાસની ફિલ્મ બે દિવસમાં દુનિયાભરમાં 298.5 કરોડ રૂપિયાનું કલેક્શન કરવામાં સફળ રહી છે. ફિલ્મે પ્રથમ દિવસે વિશ્વભરમાં 191 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે બીજા દિવસે તેની કમાણીમાં થોડો ઘટાડો થયો હતો. નિર્માતાઓ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર ‘કલ્કી 2898 એડી’એ તેની રિલીઝના બીજા દિવસે વિશ્વભરમાં 107.00 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે બાદ બે દિવસમાં ફિલ્મનું કુલ વર્લ્ડવાઈડ કલેક્શન 398.5 કરોડ રૂપિયા થઈ ગયું છે.

નાગ અશ્વિન નિર્દેશિત ફિલ્મ ‘કલ્કી 2898 AD’નું કલેક્શન વૈશ્વિક સ્તરે વધુ વધવાની અપેક્ષા છે. ફિલ્મની કમાણી વિશે વાત કરીએ તો આ ફિલ્મ તેના ઓપનિંગ વીકએન્ડ પર 450+ કરોડનો બિઝનેસ કરી શકે છે, એવી અપેક્ષા છે કે શનિવાર અને રવિવારે ફિલ્મની કમાણીમાં બમ્પર ઉછાળો આવશે અને તે ફરી એક વાર કમાણીના રેકોર્ડ તોડી નાખશે.  હાલમાં તમામની નજર બોક્સ ઓફિસ પર ટકેલી છે.

કલ્કિ 2898 AD 600 કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી છે. આ ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અતિતાભ બચ્ચન જેવા સ્ટાર છે. આ સિવાય દિશા પટણી અને કમલ હસન પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

 

 

 

 

 

 

 

 

GCAS પોર્ટલને લઈ સરકારનો મહત્વનો નિર્ણય..

રાજ્યમાં સરકારી યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા સરળ બનાવવા અને એકસૂત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા GCAS – ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ પોર્ટલનો શરૂ કરવામાં આવ્યુ હતું. પરંતું પોર્ટલ રહેલી અમુક ખામીઓને લઈ ને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો. ત્યારે હવે વિદ્યાર્થીઓ તરફથી મળેલી રજૂઆતોને આધારે રાજ્ય સરકાર દ્વારા GCAS પોર્ટલ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા GCAS પોર્ટલને લઈ કેટલાક મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે. નિર્ણયો અંગે માહિતી આપતા શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મુકેશ કુમારે જણાવ્યું હતું કે, આગામી 4 જુલાઈથી 6 જુલાઈ સુધી સ્નાતક કક્ષાના તેમજ 1લી જુલાઈથી 3 જુલાઈ સુધી અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામ્સની નવી અરજી સ્વીકારવા તથા જે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉ અરજી કરી છે, તેમની અરજી સુધારવા ત્રીજા રાઉન્ડ માટે GCAS પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે.

વધુમાં એમણે જણાવ્યું કે, GCAS પોર્ટલ પર પ્રથમ રાઉન્ડ અંતર્ગત સ્નાતક કક્ષાના 1.32 લાખ અને અનુસ્નાતક કક્ષાના 31,363 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. તારીખા 27 થી 29 જૂન સુધી પોર્ટલમાં બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો હતો. આ બંને રાઉન્ડમાં કુલ 3.42 લાખ વિદ્યાર્થીઓને એડમિશન ઓફર આપી દેવામાં આવ્યું છે. આ વિદ્યાર્થીઓએ આગામી તા. 1થી 3 જુલાઈ સુધી તેમને ફાળવેલી કોલેજમાં રિપોર્ટિંગ કરવાનું રહેશે. વધુમાં તેમણે ઉમર્યું કે ત્રીજો રાઉન્ડ અંતિમ રાઉન્ડ રહેશે.

3 IAS અધિકારીની બદલી, બી. એચ. તલાટીનો સમાવેશ

ગાંધીનગર: રાજ્ય સરકારે ક્લાઈમેટ ચેન્જ વિભાગના અધિક સચિવ બી. એચ. તલાટીની સ્ટેટ ઇન્સટિટ્યૂટ ઓફ રૂરલ  ડેવલપમેન્ટના સ્પેશિયલ ડિરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.2010ની બેંચના IAS અધિકારી બિપીન તલાટી હાલમાં ગુજરાત સરકારના ક્લાયમેટ ચેન્જ વિભાગના અધિક સચિવ તરીકે કાર્યરત હતા. બી. એચ. તલાટીની નિમણુકથી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ રૂરલ ડેવલપમેન્ટનો વધારાનો હવાલો સંભાળી રહેલાં વિશાલ ગુપ્તાને તેમના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે આજે ત્રણ IAS અધિકારીની બદલીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાત રાજ્ય માટે નવા મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે IAS હારિત શુક્લાની નિમણૂક કરવામાં આવી છે.