Home Blog Page 1572

કોણ બનશે ભાજપના નવા અધ્યક્ષ?: મહિલા કે OBC બનાવાશે?

નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ ખતમ થઈ ચૂક્યો છે. હવે ટૂંક સમયમાં ભાજપને નવો અધ્યક્ષ મળશે. હાલમાં જ ભાજપની એ ઉચ્ચ સ્તરીય મીટિંગ થઈ હતી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પદાધિકારી પણ સામેલ થયા હતા. આગામી ભાજપાધ્યક્ષ OBC સમાજનો હોય એવી શક્યતા છે.

સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહના ઘરે આશરે પાંચ કલાક ભાજપ-RSSના નેતાઓની બેઠક થઈ હતી. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અને કાર્યકારી અધ્યક્ષને લઈને વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.આ વર્ષના અંત સુધીમાં ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થવાની છે, જ્યારે આવતા વર્ષ બિહાર જેવાં મુખ્ય રાજ્યોમાં ચૂંટણી થવાની છે. હાલમાં થયેલી લોકસભાની ચૂંટણીમાં ઊભા થયેલા પડકારો નવા અધ્યક્ષ માટે ચૂંટણીમાં કસોટી બનશે.

મહારાષ્ટ્રના ઉપ CM દેવેન્દ્ર ફડનવીસ અને UPના ઉપ CM કેશવ પ્રસાદ મૌર્યનું નામ પણ અધ્યપકદની રેસમાં છે. ભાજપના નવા અધ્યક્ષ કોઈ મહિલા કે પછી OBC સમાજથી પણ હોઈ શકે છે. અત્યાર સુધી ભાજપે કોઈ મહિલાને અધ્યક્ષ નથી બનાવ્યા. હાલમાં PM મોદીએ ઉપ CM દેવેન્દ્ર ફડનવીસ સાથે મુલાકાત કરી હતી. જે પછી તેમના નામની ચર્ચા તેજ થઈ ગઈ છે. કેશવ પ્રસાદ મૌર્ય પણ સતત દિલ્હીની મુલાકાત લઈ રહ્યા છે અને મોટા નેતાઓની સાથે મુલાકાત કરી રહ્યા છે.

ભાજપના નવા અધ્યક્ષની ચૂંટણીની સમયમર્યાદા 31 ઓગસ્ટ કે બીજી સપ્ટેમ્બર સુધી કેરળના પલક્કડમાં RSSની સમન્વય બેઠક થવાની છે. તો શું ભાજપને નો અધ્યક્ષ 31 ઓગસ્ટ પહેલાં પસંદ કરી લેવામાં આવશે?

ગઈ ચૂંટણી ભાજપે જેપી નડ્ડાની અધ્યક્ષતામાં લડી હતી, જ્યારે 2019ની લોકસભાની ચૂંટણી વખતે ભાજપાધ્યક્ષ અમિત શાહ હતા, ત્યારે પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું હતું.

ડાબોડીમાં હોય છે આ ખૂબીઓ, ગાંધીજી અને બરાક ઓબામા સહિતના જીનિયસ…

દર વર્ષે 13 ઓગસ્ટના રોજ ઈન્ટરનેશન લેફ્ટ હેન્ડર્સ ડે ઉજવવામાં આવે છે. ડાબા હાથથી કામ કરનારા લોકોને ડાબોડી કહેવામાં આવે છે. દુનિયાભરમાં લગભગ 15 ટકા લોકો એવા છે જે ડાબા હાથે કામ કરે છે. બાકીના 84 ટકા લોકો તેમના જમણા હાથનો જ ઉપયોગ કરે છે. જ્યારે લગભગ 1 ટકા લોકો એવા છે જે ડાબા અને જમણા બંને હાથથી સમાન કામ કરે છે.

અમેરિકન જર્નલ ઑફ સાયકોલોજીમાં પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ ડાબા હાથના લોકોમાં એવા ઘણા ગુણ હોય છે જે તેમને અન્ય કરતા અલગ બનાવે છે. આવા લોકોને લેફ્ટી અથવા ખાબ્બુ પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ડાબા હાથના લોકોમાં લેખન, સંગીત, કલા, આર્કિટેક્ટ અને ગણિતશાસ્ત્રી જેવા સારા ગુણો હોય છે.

આ સેલિબ્રિટીઓ લેફ્ટ હેન્ડર્સ

દુનિયાભરમાં ઘણી એવી મહાન હસ્તીઓ છે જે ડાબાડી છે. અહિંસાનો પાઠ ભણાવનાર મહાત્મા ગાંધીનો પણ આમાં સમાવેશ થાય છે. ડાબા હાથની પ્રતિભાઓની યાદીમાં લિયોનાર્ડો દા વિન્સી, વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સ, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ બરાક ઓબામા, બિલ ક્લિન્ટન, રોનાલ્ડ રીગન, યુકેના ભૂતપૂર્વ પીએમ ડેવિડ કેમેરોન, સ્ટીવ ફોર્બ્સ, જુલિયા રોબર્ટ્સ, ઓપ્રાહ વિન્ફ્રે, હેનરી ફોર્ડ, બેન્જામિન ફ્રેન્કલિન જેવા લોકોનો સમાવેશ થાય છે. ગુરુત્વાકર્ષણનો નિયમ સમજાવનાર આઇઝેક ન્યૂટન પણ ડાબોડી હતા. આ સેલિબ્રિટીઓએ પોતાની બુદ્ધિમત્તાના આધારે એક ખાસ ઓળખ બનાવી છે.

આ અભિનેતા ડાબોડી છે

કોમેડીના બાદશાહ ચાર્લી ચેપ્લિન પણ ડાબોડી હતા. બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, હોલીવુડ અભિનેત્રી એન્જેલિના જોલી, કરણ જોહર, અભિષેક બચ્ચન, સોનાક્ષી સિંહા, આદિત્ય રોય કપૂર, કપિલ શર્મા અને સની લિયોન પણ લેફ્ટી છે.

આ ખેલાડી પણ લેફ્ટી છે

સચિન તેંડુલકર, ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી, શિખર ધવન, યુવરાજ સિંહ જેવા ક્રિકેટ ખેલાડીઓ ડાબોડી છે. આ સિવાય ટેનિસ ખેલાડી રાફેલ નડાલ પણ તેના ડાબા હાથથી રમે છે. જોકે નડાલ શરૂઆતમાં તેના સીધા હાથથી રમતા હતાં, પરંતુ બાદમાં તેણે તેના ડાબા હાથથી રમવાનું શરૂ કર્યું હતું.

15 ઓગસ્ટે આતિશી ઝંડો નહીં ફરકાવી શકેઃ પ્રસ્તાવ ફગાવાયો

નવી દિલ્હીઃ દિલ્હીના CM કેજરીવાલનો પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો છે. તેમણે પ્રસ્તાવ મૂક્યો હતો કે મંત્રી આતિશી દ્વારા 15 ઓગસ્ટે ઝંડો ફરકાવવામાં આવે. વાસ્તવમાં GDA દ્વારા CM કેજરીવાલના પ્રસ્તાવને મંજૂરી નથી આપવામાં આવી.

થોડા દિવસો પહેલાં જેલમાંથી CM કેજરીવાલે એક પત્ર જારી કર્યો હતો, જેમાં લખ્યું હતું કે આતિશીને 15 ઓગસ્ટે તિરંગો ફરકાવવામાં દેવામાં આવે. એવું કહેવામાં આવે છે કે CM કેજરીવાલ નથી ઇચ્છતા કે તેમની ગેરહાજરીમાં LG વીકે સકસેના ધ્વજારોહણ કરે. આવામાં તેમણે એ જવાબદારી પોતાની સરકારના એક મંત્રીને આપી હતી, પણ તેમને મોટો આંચકો લાગ્યો છે, કેમ કે તેમની માગ ફગાવી દેવામાં આવી છે.

દિલ્હી સરકારના જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ (GAD)એ કેજરીવાલના એ પ્રસ્તાવને ફગાવી દીધો છે, જેમાં નિયમોનો હવાલો આપીને પ્રસ્તાવને ફગાવી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં સ્વતંત્રતા દિવસે પ્રતિ વર્ષ દિલ્હી સરકાર છત્રસાલ સ્ટેડિયમમાં કાર્યક્રમ આયોજિત કરે છે, જેમાં CM ઝંડો ફરકાવે છે, પણ આ વખતે CM કેજરીવાલ જેલમાં છે, એટલે તેમણે કેબિનેટ મંત્રી આતિશીને ઝંડો ફરકાવવા માટે અધિકૃત કરી હતી.

ડેપ્યુટી CM મનીષ સિસોદિયા જેલમાંથી બહાર આવ્યા પછી એ અટકળો લગાવવામાં આવી રહી હતી કે મનીષ સિસોદિયા હવે 15 ઓગસ્ટે ઝંડો ફરકાવશે. જોકે CM કેજરીવાલે પહેલેથી જ આતિશીનું નામ જાહેર કર્યું હતું.

જોકે નિયમોનો હવાલો આપીને કેજરીવાલની માગ ફગાવવામાં આવી છે. અત્યાર સુધી પાર્ટીએ કોઈ પ્રતિક્રિયા નથી આપી, પણ આ મુદ્દે વિવાદ થાય એવી શક્યતા છે.

 

ભટ ભણે કે ટીપણું ફાડે?

   

      ભટ ભણે કે ટીપણું ફાડે?

 

કોઈ પણ ચોપડી વાંચવી હોય તો એનાં પાનાં ફેરવવા પડે. હળવી ભાષામાં એને ચોપડી ફાડી અથવા પાનાં ફાડ્યાં એમ કહેવાય. ચોપડી ફેરવી જાવ એટલે કે ભણો ત્યારે એમાં જે કાંઇ સાર તત્વ હોય, જે જ્ઞાન હોય અથવા જે બોધ હોય તે ગ્રહણ કરી શકો તો જ એ પાનાં ફેરવવાનો અથવા ચોપડી વાંચવાનો અર્થ સર્યો ગણાય.

ભટ્ટજી એટલે કે ભૂદેવ ભણે અથવા મૂરત કાઢવા માટે ટીપણું એટલે કે પંચાંગનાં પાનાં ફેરવે ત્યારે એ અપેક્ષિત છે કે આ પાનાં ઉપર લખાયેલું લખાણ અથવા જ્ઞાન એ સમજી લે અને તેમાંથી જે કાંઇ સાર ગ્રહણ કરવાનો હોય તેને પણ ગ્રહણ કરી લે. આમ માત્ર પાનાં ફેરવી જાય એટલે કે આખી વાત કોઈ કહી જાય પણ એ પાનાં ફેરવવાને અંતે અથવા વાતને અંતે મુદ્દો ન સમજાય ત્યારે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

ભટ્ટની ‘સર’ માં એક કારણસર દીપક ના આવ્યો     

નિર્દેશક મહેશ ભટ્ટે જ્યારે ફિલ્મ ‘સર’ (૧૯૯૩) નું આયોજન કર્યું ત્યારે એમાં દીપક તિજોરીને હીરો તરીકે લઈ લીધો હતો. પછી એક કારણસર એને પડતો મૂક્યો હતો. પરંતુ બીજી એક મોટી ફિલ્મ અપાવી હતી. મહેશ ભટ્ટની ‘આશિકી’ (૧૯૯૦) માં રાહુલ રૉયના મિત્રની ભૂમિકાથી અભિનયમાં શરૂઆત કરનાર દીપક ‘સડક’ (૧૯૯૧) વગેરેમાં સાઈડ હીરો તરીકે કામ કરી ચૂક્યો હતો અને એમની ફિલ્મમાં હીરો તરીકે ચમકવા બેતાબ હતો. ત્યારે એને એ તક મળી રહી હતી. એક મુલાકાતમાં એ કિસ્સો યાદ કરતાં દીપકે કહ્યું હતું કે જ્યારે ‘સર’ ના નિર્માણનો વિચાર થયો ત્યારે મહેશ ભટ્ટે બધાંને સ્પષ્ટ કહી દીધું હતું કે આ ફિલ્મથી દીપક હીરો તરીકે શરૂઆત કરશે.

એક જગ્યાએ મહેશ ભટ્ટ પોતાની કોઈ ફિલ્મનું શુટિંગ કરી રહ્યા હતા ત્યારે અભિનેતા – નિર્દેશક શેખર કપૂર ત્યાં ઉપસ્થિત હતા. એમણે દીપકને સૌપ્રથમ અભિનંદન આપ્યા કે એ મહેશ ભટ્ટની ફિલ્મથી હીરો બની રહ્યો છે. અને આનંદ વ્યક્ત કર્યો કે આખરે તું મહેશની ફિલ્મનો હીરો બની ગયો. ફિલ્મની હીરોઈન તરીકે પૂજા ભટ્ટનું નામ નક્કી થઈ ગયું અને નસીરુદ્દીન શાહ પણ સાઇન થઈ ગયા હતા. દીપકે ભટ્ટ પરિવારની ‘વિશેષ ફિલ્મ્સ’ ની અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ ક્યારેય એમાં હીરો બન્યો ન હતો. દીપકની લાંબા સમયની આ ઈચ્છા હતી. એ પૂરી થઈ રહી હોવાથી હીરો તરીકે કામ કરવા ઉત્સુક હતો. દરમ્યાનમાં દીપકની પૂજા ભટ્ટ સાથેની આશુતોષ ગોવારીકર નિર્દેશિત હીરો તરીકેની ‘પહલા નશા’ (૧૯૯૩) સફળ ના રહી. ત્યારે ‘વિશેષ ફિલ્મ્સ’ ના અન્ય નિર્માતાઓને લાગ્યું કે દીપક જેવા નવા હીરો કરતાં કોઈ બીજાને લેવો જોઈએ.

મહેશ ભટ્ટનો આગ્રહ દીપક માટે હતો પણ બીજા નિર્માતા માન્યા નહીં અને એને લેવામાં જોખમ લાગતાં દીપકને પડતો મૂક્યો હતો. અને અતુલ અગ્નિહોત્રી આવ્યો હતો. દીપક હંમેશા મહેશ ભટ્ટનું માનતો રહ્યો હતો. એણે કોઈ અફસોસ વ્યક્ત ના કર્યો. કેમકે એમણે ‘આશિકી’થી ચમકાવ્યો હતો. જોકે, મહેશ ભટ્ટે જ દીપકને આમિર સાથેની ‘જો જીતા વો હી સિકંદર’ (૧૯૯૨) પાછી અપાવી હતી. ફિલ્મ ‘જો જીતા વો હી સિકંદર’ નું ઓડિશન ચાલી રહ્યું હતું ત્યારે અક્ષયકુમારની જેમ દીપકે પણ સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો અને એ પસંદ થયો ન હતો. ‘શેખર મલ્હોત્રા’ ની એ ભૂમિકા માટે આખરે મિલિન્દ સોમન પસંદ થયો હતો.

ફિલ્મનું પોણા ભાગનું શુટિંગ થઈ ગયા પછી નિર્દેશક મંસૂર ખાને એને બદલવાનો નિર્ણય કર્યો અને મહેશ ભટ્ટને કહ્યું કે દીપકને આ ભૂમિકા કરવા કહો. દીપક ભટ્ટને માન આપી મંસૂરને મળવા ગયો પણ અગાઉ મિલિન્દ કામ કરતો હોવાથી પહેલાં યોગ્ય ન હોવાનું જણાવ્યું હતું. નિર્માતા નાસીર હુસેને એને વિશ્વાસ અપાવ્યો અને કામ કરવા મનાવી લીધો. એમાં સાઈકલિસ્ટની ભૂમિકા હોવાથી પહેલાં દીપકને તાલીમ લેવી પડી હતી. કેમકે એને સાઇકલ ચલાવવાનું આવડતું ન હતું. આમિર ખાન વગેરે ઘણું શુટિંગ કરી ચૂક્યા હોવાથી એમાં હોંશિયાર થઈ ગયા હતા. દીપકે એ ભૂમિકા માટે ટૂંકાગાળામાં સાઇકલ શીખી અને એવું કામ કર્યું કે તેની યાદગાર ભૂમિકાઓમાં એક બની રહી.

Why is this Podcast Conversation featuring Chitralekha’s Manan Kotak going viral?

A podcast interview featuring Mr. Manan Kotak, Vice Chairman of ‘Chitralekha,’ is going viral on social media, with clips circulating widely. The interview, conducted by popular YouTuber Sharan Hegde for his channel ‘Finance with Sharan,’ offers valuable business insights, especially for young entrepreneurs and those interested in the real estate industry. Sharan Hegde, one of India’s most prominent financial influencers, is also a renowned finance consultant.During the interview, Sharan Hegde asked Manan Kotak about his interactions with Mr. Mukesh Ambani and Mr. Gautam Adani, two of the world’s leading billionaires.

Mr. Kotak shared his memories of meeting Mr. Ambani, recalling his first encounter in 2008 when Chitralekha awarded him the ‘Person of the Year’ title. In the award ceremony held in Mumbai, Mr. Ambani was going to be felicitated by the then Honorable Chief Minister of Gujarat, Shri Narendra Modi. Mr. Kotak recounted, “The program was scheduled for nine o’clock at night. That evening, there was also an IPL match, and by 8 PM, we saw Mukeshbhai in the stadium, cheering for his team in a jersey. We assumed the program would be delayed, but at 8:50 PM, Mukeshbhai arrived at the event ready and prepared. This demonstrated his dedication and discipline toward work.”

(Click on the video below to watch this Chitralekha event)

In another anecdote, Mr. Manan Kotak shared his experience at Ms. Isha Ambani’s wedding reception. “My parents, Mr. Maulik Kotak, Chairman of Chitralekha, and Mrs. Rajul Kotak, along with my wife and I, attended the reception. Due to the rush, my parents went ahead, and my wife and I were left a little behind in the line leading up to the stage. When my parents met Mukeshbhai on the stage, my mother mentioned I was also there. Mukeshbhai then stepped aside from the line, approached me, placed a hand on my shoulder, and told my parents, ‘He is my favorite boy!’ That moment still feels very special to me.”

 

View this post on Instagram

 

A post shared by 1% Club Show (@onepercentclubshow)

(Mr. Mukesh Ambani is at Chitralekha’s event: Click on the link below to listen to his speech)

Later in the interview, Sharan Hegde inquired about his meeting with Mr. Gautam Adani and asked, “What do you think motivates Gautambhai to continue working so hard?”

Mr. Manan Kotak recalled meeting Gautam Adani, “After reaching a certain level, one doesn’t chase money. When I met him, I asked about his next business venture. He replied that he now prefers businesses that benefit both society and the country. He aims to give back to society, and that philosophy drives his decisions to enter new industries.”

 

View this post on Instagram

 

A post shared by 1% Club Show (@onepercentclubshow)

Mr. Manan Kotak’s podcast conversation with Sharan Hegde is filled with intriguing stories and practical tips, particularly for those investing in real estate. It’s a must-watch for anyone interested in entrepreneurship.

Click to watch the full podcast interview:

 

It’s worth mentioning that Sharan Hegde was previously a financial consultant, working on several projects with banks and NBFCs. During the COVID-19 pandemic, he transitioned into content creation, sharing his financial expertise. Currently, he builds and operates three brands. On ‘Finance with Sharan,’ he promotes general financial literacy, while his brand, ‘The 1% Club,’ offers specialized finance courses. Additionally, through ‘Personal CFO,’ he provides financial advice under an RIA (Registered Investment Advisor) license.

૧૩ ઓગસ્ટ, ૨૦૨૪

પંચાંગ 13/08/2024

VASCSC ખાતે ડૉ. વિક્રમ સારાભાઈની 105મી જન્મજયંતિની ઉજવણી

અમદાવાદ: ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૫મી જન્મજયંતિ નિમિત્તે વિક્રમ એ. સારાભાઈ કમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) દ્વારા અવકાશ વિજ્ઞાન પર આધારિત એક ઓપન હાઉસનું આયોજન કરવામાં આવ્યું. આજના કાર્યક્રમમાં વિજ્ઞાન પ્રદર્શન, પ્રવૃત્તિ બૂથ, રમતો, ઓપન કિવઝ, હેન્ડસ-ઓન પ્રવૃત્તિઓ અને ટેલિસ્કોપ થકી અવલોકન જેવા રોમાંચક કાર્યક્રમો યોજાયા. અવકાશ સંશોધનમાં ભારતના યોગદાનને માન આપીને નવા ઘોષિત થયેલ “નેશનલ સ્પેસ ડે-ની ઉજવણી પણ કરવામાં આવી.    

અવકાશ વિજ્ઞાન (ખગોળશાસ્ત્ર અને મોડલ રોકેટ્રી) અને ઈમર્જિંગ ટેકનોલોજીસ પર કેન્દ્રિત રોમાંચક વિજ્ઞાન પ્રદર્શનો જોઈને વિદ્યાર્થિઓ પ્રભાવિત થયા. આ પ્રદર્શનોએ વિજ્ઞાનને જીવંત બનાવ્યું અને બાળકોમાં શીખવાની જિજ્ઞાસા પ્રજવલિત કરી. ડૉ. વિક્રમ સારાભાઈના મહાન જીવન અને યોગદાનને અર્પણ એક વિશેષ પ્રદર્શન તેમજ અવકાશ વિજ્ઞાન પર આધારિત પ્રદર્શનનો લાભ પણ મુલાકાતીઓ લીધો. મુલાકાત માટે આવેલાં બાળકો માટે રમતના રૂપમાં અવકાશ વિજ્ઞાન પર એક આકર્ષક ઓપન ક્વિઝ રાખવામાં આવી હતી. જેમાં વિજેતાઓને આકર્ષક ઈનામો આપવામાં આવ્યા. બાળકોના મનોરંજન અને અભ્યાસ માટે વિવિધ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિ બુથ ઉભા કરવામાં આવ્યા હતા. પ્રવૃત્તિઓમાં સ્પેસ રેસ, વર્ડ સર્ચ, રસાયણશાસ્ત્રના પ્રયોગો, સ્પેસ પઝલ્સ, ચંદ્રના તબક્કા, ફ્લાઇટ સિમ્યુલેટર, વિન્ડ રનલ, સેટેલાઇટ અને રેવિટી મોડલ, વાંચન ખૂણો, રોબોટિક્સ અને ફ્રોન્સનો સમાવેશ થયો હતો. ભાગ લેનાર શાળાના બાળકો રોમાંચક હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓમાં જોડાયા હતા. જ્યાં બાળકોએ સ્ટ્રો, ફુગ્ગા અને કાગળ જેવી સાદી સામગ્રીનો ઉપયોગ કરીને રોકેટ બનાવવાનો આનંદ માણ્યો.

અમદાવાદમાંથી આશરે 600 કરતાં વધુ બાળકો અને અન્ય મુલાકાતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. અમદાવાદમાંથી સંખ્યાબંધ શાળાઓએ તેમના 250 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ઓપન હાઉસની મુલાકાત લીધી હતી. આ ઑપન હાઉસ ડૉ. વિક્રમ સારાભાઈના વિઝનને ઉજવવાનો પ્રયાસ હતો. આ કાર્યક્રમ ડૉ. સારાભાઈના વિજ્ઞાનને સૌ માટે સુલભ અને આનંદદાયક બનાવવા માટેના દ્રષ્ટિકોણનું મિશન પૂરું કરે છે.

Kanguva Trailer: બૉબી દેઓલના બિહામણા અવતાર સામે સુર્યાનો જબરદસ્ત અંદાજ

સુર્યાના ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે. કારણ કે સાઉથ સુપરસ્ટારની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક ‘કંગુવા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ કાલ્પનિક ડ્રામા ફિલ્મ તેની જાહેરાત થઈ ત્યારથી જ સમાચારોમાં છે. જ્યારે મેકર્સે ફિલ્મના કલાકારોનો ફર્સ્ટ લુક જાહેર કર્યો ત્યારે તેને જોયા બાદ ચાહકોની આતુરતા વધુ વધી ગઈ હતી. હવે જ્યારે ફિલ્મનું ટ્રેલર દર્શકોની વચ્ચે પડદા પર આવી ગયું છે ત્યારે તેને પણ જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.’કંગુવા’નું દિગ્દર્શન દક્ષિણ સિનેમાના જાણીતા દિગ્દર્શક શિવ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં સુર્યા સાથે બોબી દેઓલ, દિશા પટણી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ સિવાય ફિલ્મમાં નટરાજન સુબ્રમણ્યમ, જગપતિ બાબુ, યોગી બાબુ, રેડિન કિંગ્સલે, કોવાઈ સરલા, આનંદરાજ, રવિ રાઘવેન્દ્ર અને અન્ય ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

સૂર્યાએ કંગુવાનું ટ્રેલર ચાહકો સાથે શેર કર્યું છે
સૂર્યાએ પોતાના એક્સ હેન્ડલ પર કંગુવાનું ટ્રેલર પણ શેર કર્યું છે. ટ્રેલર શેર કરતી વખતે સુર્યાએ કેપ્શનમાં લખ્યું,”અમે એક ટીમ તરીકે જે કર્યું છે તેના પર ખૂબ જ ગર્વ છે, આભાર, તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રિય શિવ!! આ અમારું #KanguTrailer છે.

કંગુવાનું ટ્રેલર જબરદસ્ત છે
જો કંગુવાના ટ્રેલરની વાત કરીએ તો તેની શરૂઆત આદિવાસી લોકોના સીનથી થાય છે. જે બોબી દેઓલ સાથે યુદ્ધની તૈયારી કરી રહ્યો છે. સુર્યાનું પાત્ર એક નિર્દય સાહસી તરીકે દર્શાવવામાં આવ્યું છે. આ સાથે સાઉથ સુપરસ્ટાર પણ પાન ઈન્ડિયા સ્ટાર બનવાની તૈયારી કરી રહ્યો છે. આ ટ્રેલર આખા ભારતમાં સૂર્યની ગર્જના છે એમ કહેવું ખોટું નહીં હોય. ટ્રેલરમાં પ્રાગૈતિહાસિક લોકો અને ભવિષ્ય બંનેને સુંદર રીતે દર્શાવવામાં આવ્યા છે. આવો કલ્પનાશીલ અને સાહસિક પ્રોજેક્ટ માત્ર દક્ષિણમાંથી જ આવી શકે છે.

‘કંગુવા’ 10 ઓક્ટોબરે રિલીઝ થશે
આ પહેલા ફિલ્મની રિલીઝ ડેટ પણ તાજેતરમાં જાહેર કરવામાં આવી હતી. સૂર્યાએ સોશિયલ મીડિયા દ્વારા આ મોસ્ટ અવેટેડ ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરી હતી. તેણે કહ્યું કે કંગુવા 10 ઓક્ટોબર, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. તેણે એક પોસ્ટર સાથે આની જાહેરાત કરી, જેમાં સૂર્યા અને બોબી દેઓલ સામસામે અને ધૂમ્રપાન કરતા જોવા મળે છે અને તેમની પાછળ ઘણા લોકો જોવા મળે છે. આ પોસ્ટરની સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે ફિલ્મનું ટ્રેલરની જાહેરાત કરવામાં આવી હતી અને આખરે આજે ટ્રેલર લોન્ચ થઈ ગયું.