Home Blog Page 1533

PM મોદીએ જળબંબાકારની સ્થિતિનો તાગ મેળવ્યો

રાજ્યમાં પાછલા ત્રણ દિવસથી ભારે થી અતિભારે વરસાદ નોંધાય રહ્યો છે. ક્યાંકને ક્યાંક હાલ વરસાદ વિનાશ સ્વરૂપ લઈ રહ્યું. ત્યારે ગુજરાત અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કાર્યની જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમના સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત અને બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. વડાપ્રધાને નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરી પાડવાની ખાતરી આપી હતી. વડાપ્રધાને ગુજરાતની ચિંતા કરી સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યાં છે. ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે. કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેમણે હંમેશા રાજ્યના લોકોની પડખે ઉભા રહી છે.’


છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વરસી રહ્યો છે, ત્યારે રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. બીજી તરફ, હવામાન વિભાગે 29 ઑગસ્ટ સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્ય શહેરોના જિલ્લા કલેક્ટર, પોલીસ અધીક્ષક અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક કરી હતી.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આવતી કાલે સૌરાષ્ટ્રના 12 જિલ્લામાં કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં અતિભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

EDએ DMK MPની વિરુદ્ધ ફટકાર્યો રૂ. 908 કરોડનો દંડ

નવી દિલ્હીઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (EDએ) DMK સાંસદ એસ જગતારચકનની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. EDએ સાંસદ અને તેમના પરિવારના સભ્યોની વિરુદ્ધ વિદેશી કરન્સીના નિયમોના ઉલ્લંઘનથી સંબંધિત કેસમાં રૂ. 908 કરોડનો દંડ ફટકાર્યો છે.

એજન્સીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે સપ્ટેમ્બર, 2020માં જપ્ત કરવામાં આવેલી રૂ. 89.19 કરોડની સંપત્તિને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના આદેશ પછી જપ્ત કરી લેવામાં આવ્યા છે. એ આદેશ ફેમાએ 26 ઓગસ્ટે જારી કર્યો હતો. 76 વર્ષીય એસ જગતારચકન તામિલનાડુની અરાક્કોનમ લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કરે છે. આ સંપત્તિઓની કિંમત રૂ. 89.19 કરોડ છે. અને સાંસદ અને પરિવાર પર રૂ. 908 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે.

એજન્સીએ જણાવ્યું હતું કે સાંસદ, તામિલનાડુના બિઝનેસમેન , તેમના પરિવાર અને અન્ય સંબંધિત ભારતીય એકમ વિરુદ્ધ ફેમા હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી. આ કેસની તપાસના પરિણામસ્વરૂપ 11 સપ્ટેમ્બર, 2020એ ફેમા હેઠળ જપ્તીના આદેશ આપવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં સાંસદ અને તેમના પરિવારની વિરુદ્ધ સભ્યોનાં નામ પર મુવેબલ અને ઇમમુવેબલ સંપત્તિઓને જપ્ત કરવાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો.

 

 

CHATGPTએ આપ્યો જબરો જવાબ, બ્રેકઅપના નામે કરી બેઈજ્જતી

આજના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ વધી રહ્યો છે. AI પણ જીવન જીવવું સરળ બન્યું નથી. એસાઈન્મેન્ટ, હોમવર્ક, પ્રોજેક્ટથી લઈને ઓફિસના દરેક કામ માટે પણ AIVA ઉપયોગ વધી રહ્યો છે. થોડા સમય પહેલા એક વ્યક્તિએ ચેટજીપીટીને લવ લાઇફ વિશે સવાલ કર્યા હતા.જે વધુ આતુરતાથી યુઝરે ચેટજીપીટીને બ્રેક અપ લેટર લખવાનું કહ્યું હતું, પરંતુ AI દ્વારા તેની જ શરમજનક શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી.આ યુઝરને અચાનક વિચાર આવ્યો કે ચેટજીપીટી પાસે બ્રેકઅપ લેટર લખાવવો જોઈએ. આ યુઝરે ચેટજીપીટીને કહ્યું કે ‘મારી ગર્લફેન્ડ કેવો બ્રેકઅપ લખી શકે છે, એ આધારે એક લેટર લખી આપો. તેમજ એમાં મારા વિશે જેટલી માહિતી હોય એનો ઉપયોગ કરવો અને મને અપમાનિત કરીને બ્રેક અપનું કારણ પણ જણાવવું. આ લેટરમાં તમે મારા લુક વિશે પણ મજાક કરી શકો છો. તેની પણ તમને સ્વતંત્રતા છે.’

ચેટજીપીટીનો જવાબ

આ સવાલનો જવાબ ચેટજીપીટીએ આપ્યો એમાં તે યુઝરની ઇજ્જત લઈ લેવામાં આવી હતી. ચેટજીપીટીએ કહ્યું, ‘મને વિશ્વાસ નથી થતો કે મેં આ સંબંધમાં રહેવા માટે પોતાને આટલી નીચે પાડી દીધી છે. હું એ વિશે જેટલું વિચારું છું એટલી જ મને એ વાતથી નફરત થઈ રહી છે કે મેં તારા જેવા વ્યક્તિને સહન કરી. મેં કેવી રીતે વિચારી લીધું કે તું મારા સમયને પણ લાયક છે એ મને સમજ નથી પડતી. તારી 40ની ઉંમરમાં મિડ લાઇફ ક્રાઇસીસ આવી ગયા છે. તું શું સાબિત કરવાની કોશિશ કરી રહ્યો છે? તુ હજી પણ યંગસ્ટર્સ સાથે રહી શકે છે એવું તને લાગે છે? તને જણાવી દઉં કે તું કોઈને બેવકૂફ નહીં બનાવી શકે. તારી જવાની ઘણાં વર્ષો પહેલાં નીકળી ગઈ છે એ તને સમજ નથી આવી રહ્યું. તે હવે ફરી નહીં આવે તું બસ પોતાને સમજાવવાની કોશિશ કરી રહ્યો છે. તું જે પ્રકારની દાઢી રાખે છે એ પણ તને સારી નથી લાગી રહી. એનાથી તું લાવારિસ હોય એવો લાગે છે. તારા ચશ્મા તારા પર જરા પણ સારા નથી લાગતા. તું બિલકુલ એમાં ઇન્ટલેક્ચ્યુઅલ નથી લાગતો. તું એ વ્યક્તિ બનવાની કોશિશ કરે છે, જે તુ છે જ નહીં. તુ જેમ તેમ કરીને હાઇ સ્કૂલ પાસ કરનારા છોકરાનું સસ્તું વર્ઝન લાગે છે. હવે, બહુ થયું. હું તારી ક્રિપ્ટિડ, રોબોટ અને ડિપ્રેસિંગ મીમ્સની દુનિયાની કંટાળી ગઈ છું. હું હવે એવું પ્રિટેન્ડ નહીં કરી શકું કે તું મારા લાયક છે. હું તારા એક્સક્યુઝથી કંટાળી ગઈ છું જેને તું તારું પેશન કહે છે. હું હવે તારી સાથે રહીને પોતાને નીચે નહીં પાડી શકું. મને તારા કરતા વધુ સારો જીવનસાથી મળી ગયો છે.’ આ યુઝર દ્વારા પુછાયેલા પ્રશ્ન અને જવાબ હાલ વાયરલ થઈ રહ્યા છે.

ગુજરાત વરસાદ: કેટલીક ટ્રેનો રદ કરાઈ, 2 ટ્રેનનાં રૂટ ડાયવર્ટ કરાયા

રાજકોટ: ભારે વરસાદનાં કારણે રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે. 2 જેટલી ટ્રેનોના રૂટને ડાયવર્ટ કરાયા છે. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અને વડોદરા ડિવિઝનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાનાં કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસર થઈ છે.

કઈ ટ્રેન કરાઈ રદ 

1)    ટ્રેન નંબર 19575 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ રદ
2)    19576 નાથદ્વારા-ઓખા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ
3)    ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ રદ
4)    ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ રદ

કઈ ટ્રેનના રૂટ કરાયા ડાયવર્ટ:

1)    26.08.2024 ની ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસને વાયા ગોધરા-ડાકોર-આણંદ થઈને ડાયવર્ટ કરવામાં આવી હતી.
2)    28.08.2024 ની ટ્રેન નંબર 09525 હાપા-નાહરલગુન સ્પેશિયલ ને વાયા આણંદ-ડાકોર-ગોધરા થઈને ડાયવર્ટ કરવામાં આવી હતી.કઈ ટ્રેન આંશિક રીતે રદ:1)    27.08.2024 ની ટ્રેન નંબર 19251 વેરાવળ-ઓખા એક્સપ્રેસ ને ભાટિયા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આ રીતે ભાટિયા-ઓખા વચ્ચે આ ટ્રેનને આંશિક રીતે રદ કરવામાં આવી છે.
2)    28.08.2024 ની ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ભાટિયા થી ઉપડશે. આ રીતે ઓખા-ભાટીયા વચ્ચે આ ટ્રેનને આંશિક રીતે રદ કરવામાં આવી છે.
3)    27.08.2024 ની ટ્રેન નંબર 09479 રાજકોટ-ઓખા લોકલને ગોરીંઝા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ, આ ટ્રેન ગોરીંઝા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.
4)    27.08.2024 ની ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસને ખંભાળિયા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેનને ખંભાળિયા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.
5)    28.08.2024 ની ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ ખંભાળિયા થી ઉપડશે. આમ, ઓખા-ખંભાળિયા વચ્ચે આ ટ્રેનને આંશિક રીતે રદ કરવામાં આવી છે.
6)    25.08.2024 ની ટ્રેન નંબર 19567 તુતીકોરિન-ઓખા વિવેક એક્સપ્રેસને ગોરીંઝા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ, આ ટ્રેન ગોરીંઝા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.
7)    27.08.2024 ની ટ્રેન નંબર 20952 જયપુર-ઓખા એક્સપ્રેસને ખંભાળિયા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેનને ખંભાળિયા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.
8)    27.08.2024 ની ટ્રેન નંબર 19252 ઓખા-વેરાવળ એક્સપ્રેસને ભીમરાણા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ, ભીમરાણા-વેરાવળ વચ્ચે આ ટ્રેનને આંશિક રીતે રદ કરવામાં આવી છે.
9)    27.08.2024 ની ટ્રેન નંબર 22945 મુંબઈ કેન્ટલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ ને ખંભાળિયા ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. આમ આ ટ્રેનને ખંભાળિયા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવી છે.

મુંબઈ:વિલે પાર્લેમાં ‘આદિવાસી પરંપરાનાં ગીતો’ કાર્યક્રમનું આયોજન

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા 31મી ઓગસ્ટ શનિવારે વિલે પાર્લેમાં કલાગુર્જરી ખાતે અક્ષર અર્ચનાના સહયોગમાં ‘આદિવાસી પરંપરાનાં ગીતો ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આદિવાસીની પંરપરાઓ, ગાન અને નૃત્યની રજૂઆત કરવામાં આવશે.

આપણા દેશની આદિવાસી વસ્તીનો 8.01 ટકા ભાગ ગુજરાતમાં છે. ગુજરાતમાં આદિવાસીઓની એકંદર વસ્તી 89 થી 90 લાખ જેટલી છે એટલે કે ગુજરાતની કુલ વસ્તીમાં આ સંખ્યા 14 ટકા જેટલી છે .આ આદિવાસી સમાજ ધીરે ધીરે મુખ્યપ્રવાહમાં આવી રહ્યો છે પણ એમના પોતાના આગવા તહેવારો છે, પોતાનાં ગીતો છે, પોતાનાં આગવાં નૃત્ય છે, આદિવાસીની પોતાની ઓળખ દાખવે એવા મેળા છે અને પોતાનું વિશિષ્ટ સાહિત્ય પણ છે.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વિલે પાર્લેમાં અક્ષર અર્ચનાના સહયોગમાં ‘આદિવાસી પરંપરાનાં ગીતો ‘નામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે .આ કાર્યક્રમમાં આદિવાસી પરંપરાના સાહિત્ય વિશે જાણીતા નવલકથાકાર તથા આદિવાસી સાહિત્યના અભ્યાસી કાનજી પટેલ પોતાની વાત રજૂ કરશે અને સાથે સાથે પોતાનાં ગાન દ્વારા આદિવાસી ગીતોનો પરિચય કરાવશે.

મનીષાબેન ભોઈ અને હિરલબેન ગામેતી આ બંને વિદ્યાર્થીનીઓ કલજીભાઈ આર.કટારા આર્ટસ કોલેજ, શામળાજીની વિદ્યાર્થીની છે અને ગુજરાતથી ખાસ આ કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમની સંકલન સહાય પ્રો. વી.કે.ગાવીત તથા ડૉ.નીતિન રેંટિયાએ કરી છે તથા કલાગુર્જરીના હેમાંગ જાંગલા અને અમૃત માલદેનો સહકાર મળ્યો છે. આ કાર્યક્રમની પરિકલ્પના તથા સંકલન સંજય પંડ્યાનાં છે. ઈચ્છુક દરેક કલાપ્રેમી આ ક્રાર્યક્રમમાં જોડાઈ શકે છે.

દેશમાં 12 ઔદ્યોગિક સ્માર્ટ સિટી બનાવવામાં આવશેઃ અશ્વિની વૈષ્ણવ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કેબિનેટે દેશમાં 12 ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ શહેર બનાવવાની મંજૂરી આપી દીધી છે. જેનાથી આશરે 10 લાખ લોકોને રોજગાર મળી શકશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 28,602 કરોડ થશે, એમ માહિતી અને પ્રસારણ મંત્રીએ એ વિશે માહિતી આપી હતી. આ ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી નેશનલ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કોરિડોર પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવી રહ્યા છે.

આ સિવાય કેન્દ્રીય મંત્રીમંડળે પૂર્વોત્તર રાજ્યોના હાઇડ્રોપાવરના વિકાસ માટે રૂ. 4136 કરોડના ઇક્વિટી સમર્થનને મંજૂરી આપી છે. જ્યારે ત્રણ નવા રેલવે ઇન્ફ્રા પ્રોજેક્ટને પણ મોદી કેબિનેટની મંજૂરી મળી ગઈ છે.

સરકારનું કહેવું છે કે ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટીથી આશરે 10 લાખ પ્રત્યક્ષ નોકરીઓ પેદા થશે. એનાથી અપ્રત્યક્ષ રીતે 50-70 લાખ વધારાની નોકરીઓ પેદા થશે. રૂઢિવાદી રૂપથી રૂ. 1.5 લાખ કરોડના મૂડીરોકાણની સંભાવના પેદા થશે.

આ રાજ્યોમાં બનશે સ્માર્ટ સિટી

આ ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી ઉત્તરાખંડના ખુરપિયા, પંજાબના રાજપુરા-પટિયાલા, મહારાષ્ટ્રના દિધી, કેરળના પલક્કડ, ઉત્તર પ્રદેશના આગરા અને પ્રયાગરાજ, બિહારના ગયા, તેલંગાણાના જહિરાબાદ, આંધ્ર પ્રદેશના ઓર્વકલ અને કોપર્થી અને રાજસ્થાનના જોધપુર-પાલીમાં સ્થિત હશે.

સરકારનો દાવો છે કે આ પગલાથી દેશના ઔદ્યોગિક પરિદ્રષ્ય બદલાઈ જશે. એનાથી ઔદ્યોગિક ક્ષેત્ર અને શહેરોનું એક મજબૂત નેટવર્ક તૈયાર થશે, જે આર્થિક વૃદ્ધિ અને વૈશ્વિક સ્પર્ધાને પ્રોત્સાહન આપશે. આ શહરોને વૈશ્વિક માપદંડોને આધારે નવા સ્માર્ટ શહેરોના રૂપે વિકસિત કરવામાં આવશે.

દેશમાં 12 નવા ઔદ્યોગિક શહેરોની સ્થાપનાની ઘોષણાની સાથે આ પ્રકારનાં શહેરોની કુલ સંખ્યા 20 થઈ જશે.

 

 

કોલકાતા રેપ એન્ડ મર્ડર કેસ પર રાષ્ટ્રપતિએ તોડ્યું મૌન, જાણો શું કહ્યું?

થોડા સમય પહેલા કોલકાતામાં બનેલી દુર્ઘટના કોલકાતા સહિત દેશના કંપાવી દીધી છે. જે બાદ આજે કોલકાતામાં આર.જી.કર મેડિકલ હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મોટું નિવેદન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલી એવી ઘટના છે કે જેના પર રાષ્ટ્ર પતિએ નિવેદન આપ્યું હોય. તેમણે કહ્યું કે બસ હવે બહુ થયું. હું આ સમગ્ર ઘટનાથી નિરાશ અને ભયભીત છું.રાષ્ટ્રપતિ મૂર્મુએ કહ્યું કે ‘દીકરીઓ વિરુદ્ધ આવા નૃશંસ અપરાધ મંજૂર નથી.

વધતા અપરાધો પર તેમણે કહ્યું કે ‘કોઈપણ સભ્ય સમાજ દીકરીઓ અને બહેનો સાથે આ પ્રકારના અત્યાચારને સહન નહીં કરી શકે. ઘટના અંગે કોલકાતામાં વિદ્યાર્થીઓ, ડૉક્ટર અને નાગરિકો દેખાવ કરી રહ્યા હતા. જોકે અપરાધી બીજે ક્યાંક ફરી રહ્યા હતા. હવે બસ બહુ થયું. સમાજને ઈમાનદાર થવા અને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘મહિલાઓ સામેના ગુનાઓના મામલાને ગંભીરતાથી લેવો જોઈએ. આ પ્રકારની ઘટના પછી ઘટનાને ભૂલતા રહેવું યોગ્ય નથી. નિર્ભયા કેસના 12 વર્ષમાં બળાત્કારની અસંખ્ય ઘટનાઓને સમાજ ભૂલી ગયો છે. આ સામૂહિક રુપે ભૂલવાની બીમારી યોગ્ય નથી. જે સમાજ ઈતિહાસનો સામનો કરવામાં ડરતા હોય છે તેઓ સામૂહિક સ્મૃતિ ભ્રંશનો આશરો લે છે. હવે ભારતે ઈતિહાસનો સામનો કરવાનો સમય આવી ગયો છે.’ ઉલ્લેખનીય છે કે કોલકાતામાં બળાત્કાર અને હત્યા સામે દેશભરમાં લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. કોલકાતામાં મંગળવારે મોટું પ્રદર્શન થયું હતું. આ સિવાય ભાજપે આજે બંગાળ બંધનું આયોજન કર્યું છે.

વડોદરામાં પૂરની સ્થિતિ વધુ ગંભીર, સરકારે બે મંત્રીને દોડાવ્યા

વડોદરા: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વડોદરામાં 12 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં શહેર જળમગ્ન બન્યું છે. વડોદરામાં પૂરની સ્થિતિ વધારેને વધારે ગંભીર બની રહી છે. જેના કારણે રાજ્ય સરકારે પોતાના બે મંત્રીઓનો તાત્કાલિક વડોદરા દોડાવ્યા છે.

ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વાકર્મા વડોદરામાં ભારે વરસાદના પગલે થયેલા નુકસાન અને રાહત કામગીરીની જાણકારી મેળવી રહ્યા છે. આ બંને મંત્રીઓ વડોદરાના કેટલાંક પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લીધી છે. તેમજ કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા શહેરના ધારાસભ્યો સાથે બેઠક પણ યોજશે.

ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માએ વડોદરાના સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિના પગલે થયેલ નુકસાન, પાણી ભરાયેલ સ્થળો, રેસ્ક્યુ કામગીરી સહિતની વિગતવાર માહિતી મેળવી.

લોકો વડોદરામાં કેવાં પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તે જોવા માટે હાલ તો સરકારના બે મંત્રીઓ શહેરમાં પહોંચ્યા છે. પરંતુ લોકોનું કહેવું છે કે વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓ બંધ થાય તેમજ ઝડપથી રાહત મળે તે માટે સરકાર કેવાં પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું.

જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળાની ધરપકડ..

ગુજરાતના જાણીતા ગાયક અને ભાજપના નેતા વિજય સુવાળા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. ઓઢવ પોલીસે વિજય સુવાળા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. વિજય સુવાળા સહિત આઠ સામે ધમકી આપવાનો કેસ દાખલ થયો હતો. દિનેશ દેસાઇના પિતા હરિશભાઇ દેસાઇની અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ઓફિસ આવેલી છે. આ ઓફિસ પર વિજય સુવાળા, તેના ભાઇ યુવરાજ સુવાળા સહિતના લોકોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઇ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વિજય સુવાળા અને દિનેશ દેસાઈ થોડા સયમ પહેલા મિત્રો હતા. જે બાદ કેટલાક વાતોની અનબંધને કારણે બંને વચ્ચે મિત્રતા તૂટી ગઈ. જે બાદ આરોપ પ્રત્યારોપ વચ્ચે બંને મિત્રો અલગ અલગ રાજકારણી પાર્ટીમાં જોડાયા. જેના થોડા સમય બાદ વિજય સુવાળા પણ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ તેઓએ દિનેશ દેસાઈને ધમકી આપ્યા હોવાની પણ માહિતી સુત્રો પાસેથી મળી રહી છે. જે બાદ 1 જુલાઈના રોજ દિનેશ ભાઈને એક ધમકી ભર્યો ફોન આવ્યો હતો. જેમાં વિજય સુવાળા સામે ન આવવા સાથે અને ધમકી દિનેશ દેસાઈને મળ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જે બાદ ફરી 18 ઓગસ્ટના રોજ ફરી એક વખત વિજય સુવાળા તરફથી ધમકી ભર્યો ફોન આવ્યો હતો. જે બાદ એક વખત દિનેશ દેસાઈના પિતાની ઓફિસે હુમલો પણ થયો હતો.

જ્યારે બીજી બાજું દિનેશ દેસાઈ સમાજની દીકરીઓને પરેશાન કરતા હોવાનો આરોપ વિજય સુવાળાએ લગાવ્યો હતો. વધુમાં તેમણે વિજય સુવાળાના કાર્યક્રમોમાં આવી અભદ્ર ટીપ્પણી આપવાનો પણ આરોપ લગાવ્યો છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર જે CCTVના આધારે ફરિયાદ કરવામાં આવી છે તે CCTVમાં વિજય સુવાળા ક્યાંય ન હોવાનું વિજય સુવાળાએ એક ઈન્ટરવ્યુ જણાવ્યું છે. આ ઉપરાંત તેમણે સત્તાનો દુરુપયોગ કરીને ખોટી FIR નોંધાવાની વાત પણ કરી હતી. આ કેસને લઈ પોલીસની તપાસના ધમધમાટ શરૂ છે.

આર્થિક તકલીફોનો સામનો કરતી મહિલાઓ મહિને એક લાખનો વેપાર કરતી થઈ

સુરતઃ ગ્રામિણ ક્ષેત્રની અસંગઠીત અને ગરીબ મહિલાઓને પગભર કરવાની, મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ માટેની એક પહેલ એટલે સખી મંડળ. આવા જ સપના સાથે સુરતના ઔધોગિક વિસ્તાર એવા હજીરા નજીકના વાંસવા ગામે હર્ષા સખી મંડળની સ્થાપના વર્ષ 2009માં થઈ હતી. આ સખી મંડળની બહેનો પૈકી કેટલીકને તો બે ટંક જમવામાં પણ તકલીફ પડતી હતી. એવી મહિલાઓને એક વર્ષ અગાઉ અદાણી હજીરા પોર્ટ ઉપર એક કેન્ટીન શરૂ કરવાની તક મળી. અદાણી ફાઉન્ડેશન, હજીરાના સહયોગથી એમના જીવનમાં એક મોટો બદલાવ આવ્યો. એ બદલાવ એવો આવ્યો કે, 2009 થી 2023 સુધી માત્ર નાની બચત કરતું હર્ષા સખી મંડળ હવે મહિને એક લાખથી વધુનો વેપાર કરીને લખપતિ દીદી બન્યા છે.મહિલાઓ આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકાર દ્વારા “લખપતિ દીદી યોજના” ૨૦૨૩માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ મહિલાઓને રોજગારલક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે રૂા.૫ લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે. હર્ષા સખી મંડળ સાથે કોળી અને હળપતિ સમુદાયની બહેનો જોડાયેલી છે.હર્ષા સખી મંડળના પ્રમુખ નિમિષાબેન પટેલ પોતાની સંધર્ષ ગાથા વર્ણવતા કહે છે કે, “મિશન મંગલમ (એન.આર.એલ.એમ.) હેઠળ 2009માં અમારા સખીમંડળની નોંધણી કરવામાં આવી હતી. નાની બચત સિવાય અમે કોઈ પ્રવૃત્તિ કરતા ન હતા. એક દિવસ અદાણી ફાઉન્ડેશન હજીરાની ટીમ સાથે અમારી મુલાકાત થઈ. અમારી બહેનોએ કશુંક કરવું હતું જેથી એમની આવક વધે, કુટુંબને ટેકો આપી શકાય. લાંબી ચર્ચા અને વિમર્શ પછી એવા નિષ્કર્ષ પર આવ્યા કે, મને સારી રસોઈ બનાવતા આવડતી હતી. કેટલાક સરકારી કાર્યક્રમોમાં કેટરિંગનો અને ગામની શાળાની નાનકડી કેન્ટીન ચલાવવાનો અનુભવ પણ હતો. જો રસોઈ સંબંધિત જ કોઈ કામ મળે તો બહેનો ભેગા મળીને વધુ સારું કામ કરી શકવાની તત્પરતા દાખવી.”વધુમાં નિમિષાબેને કહ્યું, “અમારા ગામમાં અદાણી ફાઉન્ડેશનની ટીમે અદાણી હજીરા પોર્ટ ઉપર આવેલી કેન્ટીન ચલાવવાનો પ્રસ્તાવ મુક્યો. અમે તે સહર્ષ સ્વીકારી લીધો. સામે કેન્ટીન ચલાવવા માટે જરૂરી વાસણ, ફ્રીજ, લાઇટબીલ તેમજ ભાડામુક્ત જગ્યા બધુ જ અદાણી હજીરા પોર્ટ દ્વારા આપવામાં આવ્યું. અમો માત્ર કરિયાણાની જ વ્યવસ્થા કરીએ છીએ. ઓગષ્ટ-2023માં રૂા.10 હજારના રોકાણથી શરૂ કરેલી કેન્ટીન આજે એક વર્ષ પૂર્ણ થઈ ચુકયું છે. દર મહિને એક લાખથી વધુનો વેપાર થતો હોવાથી કેન્દ્ર સરકારે અમારા સખીમંડળને લખપતી દીદીનું બિરૂદ આપ્યું છે. અમારા સખીમંડળને રૂા.પાંચ લાખની વ્યાજમુકત લોન સહાય પણ મળી છે. સાથે અમારા સખીમંડળને રિવોલ્વીંગ ફંડ, કેશ ક્રેડિટ લોન જેવા સરકારી લાભો પણ મળ્યા છે. કેટલીક બહેનોની સ્થિતિ તો એવી છે કે, પતિની લાંબી બીમારી બાદ અવસાનના કારણે ઘર ચલાવવામાં અને બાળકોનું ભણતર જેવી અનેક જવાબદારી સાથે આ બહેનો સંઘર્ષ કરતી હતી.” આગળ વાત વાત કરતા નિમિષાબહેન કહે છે, “શરૂઆતમાં કેન્ટીન ચલાવવામાં કેટલીક મુશ્કેલી સામે આવી હતી. એક તો પોર્ટ ઉપર મહિલાઓની સંખ્યા બહુ ઓછી સાથે જ કેન્ટીનનો સમય, પોર્ટના નિયમો. આ બધામાં ઘરના સભ્યોનો વિરોધ પણ ખરો, એ બધાને વળોટીને અમે બહેનોએ કેન્ટીન ચલાવી અને હવે એવી સ્થિતિએ પહોંચ્યા છીએ કે, સવાર સાંજનો નાસ્તો, બપોરનું ભોજન બધું જ અદાણી હજીરા પોર્ટના કર્મીઓને ખૂબ ભાવ્યું છે. સાથે જ વેફર, બિસ્કિટ અને ડેરી પ્રોડક્ટનું વેચાણ કરી કરિયાણા અને માનદ વેતન માટેના ખર્ચને આવરી લીધા પછી, સખી મંડળ દર મહિને લગભગ એકથી દોઢ લાખનો વેપાર કરે છે. હર્ષા સખીમંડળના બહેનો ખૂબ જ ખંતથી કેન્ટીન ચલાવી રહ્યા છે. આ કેન્ટીન સાથે જોડાયેલી હળપતિ સમાજની ત્રણ વિધવા બહેનો પણ છે. જ્યારથી આ કામ શરૂ કર્યું છે ત્યારથી તેમને માસિક નિશ્ચિત આવક મળે છે જેથી તે પોતાનું ગુજરાન તો સારી રીતે ચલાવે છે. સાથે બાળકોના અભ્યાસને પણ મહત્વ આપતી થઈ છે. ઘરમાં આવતી આવક તથા અદાણી ફાઉન્ડેશનના સાથ અને સહકારથી ધીરે-ધીરે તેમના કુટુંબના સભ્યોનો દ્રષ્ટિકોણ બદલાયો છે. જે પરિવારના સભ્યો વિરોધ કરતાં હતા તે જ હવે ટેકો આપે છે.અદાણી ફાઉન્ડેશનના પ્રોજેકટ ડાયરેકટર ફાલ્ગુની દેસાઈએ જણાવ્યું કે, ફાઉન્ડેશન દ્વારા હજીરા આસપાસની બહેનોને પગભર બનાવવા માટે કાર્ય કરી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી હર્ષા સખીમંડળને ફાઉન્ડેશને પ્રોત્સાહન આપતા સખીમંડળની 10 બહેનો આજે આત્મનિર્ભર બની છે. અદાણી કંપનીમાં ઓપરેટર તરીકે કાર્ય કરતા કિશન રાઠોડે જણાવ્યું કે, છેલ્લા ૧૦ મહિનાથી કેન્ટીંગમાં દરરોજ જમવા માટે આવું છે. અહી જમતા મને ઘર જેવો ટેસ્ટ આવે છે. ડ્રાઇવર તરીકે કાર્ય કરતા ઉમેશ વસાવાએ કહ્યું કે, બહેનો દ્વારા સંચાલિત કેન્ટીંગ સ્વચ્છ અને સુધડ છે. જમવાનો સ્વાદ પણ ધણો સારો હોવાથી દરરોજ જમવા માટે આવતો હોવાનું તેમણે જણાવ્યું હતું.