Home Blog Page 1449

અમદાવાદના 20 કોલસેન્ટર પર CBI સિકંજો, 30ની કરી અટકાયત

અમદાવાદ: અમેરિકા નાગરિકોની ફરીયાદને લઈ ભારતમાં નકલી કોલ સેન્ટરો પર તંત્રનું એક્શન જોવા મળી રહ્યું છે. દેશના વિવિધા મહાનગરોમાં CBI દ્વારા દરોડા પડવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના નાગરિકોને ભારતમાંથી કોલ કરીને છેતરપિંડી કરવાના મામલે ફેડરેશન બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (એફબીઆઇ) દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જે અનુંસધાનમાં દેશના 350 જેટલા સ્થળો પર દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં અમદાવાદના 20 જેટલા કોલ સેન્ટર પર દરોડા પાડીને 30 જેટલા વ્યક્તિઓની અટકાયત કરીને પુછપરછ શરૂ કરવામાં આવી છે.

ગુજરાતના અમદાવાદ સહિત દેશના હૈદરાબાદ, મુંબઇ, કોલકત્તા, દિલ્હી, બેંગાલુરૂ જેવા મોટા શહેરોમાં ચાલતા કોલ સેન્ટરથી અમેરિકામાં કોલ કરીને નાગરિકો પાસેથી મોટા પ્રમાણમાં છેતરપિંડી કરવામાં આવતી હોવાના કિસ્સા અંગે એફબીઆઇએ ભારત સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. જેમાં એફબીઆઇએ ટેકનીકલ એનાલીસીસના આધારે કેટલાંક લોકેશન અને વિગતો આપી ગતી. જેના આધારે સીબીઆઇની ટીમ દ્વારા છેલ્લાં એક મહિના દરમિયાન ટેકનોલોજીના ઉપયોગથી સમગ્ર દેશમાં 350 જેટલા ગેરકાયદેસર કોલ સેન્ટરના લોકેશન મેળવ્યા હતા. અમદાવાદમાં 20થી વધુ  કોલ સેન્ટર સક્રિય હોવાની બાતમીને આધારે વસ્ત્રાલ, ઓઢવ  પાસેના રીંગ રોડ, થલતેજ, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં 30 વધુ શંકાસ્પદ યુવકોની અટકાયત કરીને કોમ્પ્યુટર , લેપટોપ, મોબાઇલ ફોન, ડાયરી સહિતનો મુદ્દામાલ  જપ્ત કરવામાં આવ્યો હતો. જે અંગે તપાસ કરવા માટે સીબીઆઇના ગુજરાત એકમની વિશેષ ટીમને સક્રિય  કરવામાં આવી છે.

દેશનું કોર્પોરેટ ટ્રાવેલ ક્ષેત્ર 20.8 અબજ ડોલરે પહોંચવાનો અંદાજ

મુંબઈઃ દેશમાં કોર્પોરેટ ટ્રાવેલ સેક્ટરનું કદ 10.6 અબજ ડોલરથી વધીને નાણાકીય વર્ષ 2029-30 સુધી વાર્ષિક 10.1 ટકાના ચક્રવૃદ્ધિદરથી વધીને 20.8 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે, એમ ડેલોઇટનો એક રિપોર્ટ કહે છે.  ટેક્નોલોજી સક્ષમ, પર્સનલાઈઝ્ડ અને સસ્ટેનેબલ સોલ્યુશન્સને પગલે તેમાં સતત ઝડપી વૃદ્ધિ જોવા મળશે.

ડેલોઈટે 45થી વધુ ટ્રાવેલ મેનેજર્સના ઇન્ટરવ્યુ અને વિવિધ કદના વિવિધ ઉદ્યોગ ક્ષેત્રના 160 કોર્પોરેટ ટ્રાવેલર્સનો સર્વે કરીને તેને આધારે એક રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ અનુસાર કોર્પોરેટ ટ્રાવેલ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને નવા ઊંચા સ્તર પર આવી ગયું છે. કોર્પોરેટ સેક્ટરમાં કામગીરીની પદ્ધતિઓ બદલાતા અને ટેક્નોલોજિકલ ડિસરપ્શન વધ્યું છે તેવા સંજોગોમાં કોર્પોરેટ ટ્રાવેલમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. હાલમાં આ સેક્ટરનું કદ 10.6 અબજ ડોલર છે, જે વાર્ષિક 10.1 ટકા CAGRથી વધી રહ્યું છે. 2029-30 સુધીમાં તેનું કદ બમણાથી વધુ 20.8 અબજ ડોલર થવાનો અંદાજ છે.

ટ્રાવેલ મેનેજમેન્ટ કંપનીઓએ ન્યુ-એજ ટ્રાવેલર્સની જરૂરિયાતને ધ્યાનમાં લઈને સ્ટ્રેટજીમાં ફેરફાર કર્યો છે. આ કંપનીઓએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત ચેટબોટ્સ, વોઈસ આસિસ્ટેડ બુકિંગ સિસ્ટમ્સ અને રિયલ-ટાઈમ ડેટા એનલિટિક્સ, વગેરેના ઉપયોગ દ્વારા વધુ સારી અને વધુ ઝડપી સર્વિસ પૂરી પાડી રહી છે. કંપનીઓ બિઝનેસ ટ્રાવેલર્સના અનુભવોને જાણી-સમજીને તેમની જરૂરિયાત મુજબ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે.

ટોપ-100 લિસ્ટેડ કંપનીઓનું એનાલિસિસ કરતાં માલૂમ પડ્યું હતું કે એક અગ્રણી IT કંપનીએ 2022-23માં કર્મચારીઓના પ્રવાસ પાછળ રૂ. 2600 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.IT સર્વિસીઝ, BFSI, એન્જિનિયરિંગ, એવિયેશન, ઓઈલ-ગેસ, ફાર્મા, FMCG અને ઓટોમોબાઈલ સેક્ટરની કંપનીઓ કોર્પોરેટ ટ્રાવેલ ખર્ચમાં અગ્રેસર છે. ટોપ-100 લિસ્ટેડ કંપનીઓમાં આટલા સેક્ટરની કંપનીઓએ કુલ ટ્રાવેલ સ્પેન્ડના 86 ટકા ખર્ચ કર્યો હતો, એમ અહેવાલ કહે છે.

IIT ગાંધીનગર ખાતે ‘નવરાત્રી મહિલા હાટ’નું ભવ્ય આયોજન

ગાંધીનગર: NEEV એ IIT ગાંધીનગરનો સામુદાયિક આઉટરિચ પ્રોગ્રામ છે. જેના દ્વારા “નવરાત્રી મહિલા હાટ” નામના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગર અને અમદાવાદની કેટલીક સ્થાનિક મહિલાઓએ ભાગ લીધો હતો. ગત 26 સપ્ટેમ્બરના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પરંપરાગત તહેવારો માટેના વસ્ત્રો, હસ્તકલાના અદ્દભૂત નમૂના, ઘરેણાં, સૌંદર્ય પ્રસાધનો વગેરેના વિવિધ સ્ટોલ મૂક્યા હતા. મિલાક્રોન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સમર્થિત આ ઈવેન્ટનું ઉદ્ઘાટન ગાંધીનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીટાબેન પટેલ અને હર્ષાબા ધાંધલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રીટાબેન પટેલે સ્ટોલધારક મહિલાઓને કહ્યું, “જ્યાં પણ તમને પ્લેટફોર્મ મળે, તમારા ઘરના કામને બાજુ પર રાખો અને પૂરા દિલથી ભાગ લો. આ કામ તમારા પોતાના માટે કરો.” પૂર્વ વિદ્યાર્થિની તેમજ IIT ગાંધીનગરના મીડિયા અને કોમ્યુનિકેશન ઓફિસના પ્રોગ્રામ સહાયક અભિલાષા હઝારિકાનું કહેવું છે, “તેઓ દર વર્ષે આ હાટની આતુરતાથી રાહ જોતા હોય છે. જો કે, આ પ્રથમ વખત છે કે જ્યારે આ હાટનું ખુબ જ ભવ્ય સ્કેલ આયોજન કરવામાં આવ્યું હતું.” વેચાણ માટે મૂકવામાં આવેલી વસ્તુઓની વિવિધતાના કારણે વિદ્યાર્થીઓએ તેમની નવરાત્રિની ખરીદી પૂર્ણ કરવા માટે સ્થળ પર મોટી સંખ્યામાં ભીડ જમાવી હતી. IIT ગાંધીનગરની ફેકલ્ટી, સ્ટાફ અને અન્ય સમુદાયના લોકો પણ મોટાપાયે આ વર્ષે ખરીદી કરવા માટે હાટમાં આવ્યા હતા. સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન આપવું એ NEEVના મુખ્ય ઉદ્દેશ્ય છે. હાટમાં જેમણે ભાગ લીધો હતો તે લોકોના પ્રયાસોને બિરદાવવા માટે તમામ મહિલા સાહસિકોને પ્રશંસા પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. અમદાવાદના એક બિઝનેસ ઓનર નીતિ દવેએ આભાર વ્યક્ત કરતાં કહ્યું “મેં આવાં ઘણાં પ્રદર્શનો જોયા છે પણ અહીંનો અનુભવ અનોખો હતો. મને લાગ્યું કે અહીંનું મેનેજમેન્ટ અને વાતાવરણ શ્રેષ્ઠ છે. હું મારી માર્કેટિંગ કૌશલ્યમાં પણ સુધારો કરવા માંગુ છું તેથી હું ચોક્કસપણે પ્રયાસ કરીશ અને NEEV અભ્યાસક્રમમાં જોડાઈશ.”

હરિયાણા ચૂંટણીઃ કોંગ્રેસે જારી કર્યો ‘હાથ બદલશે હાલાત’ મેનિફેસ્ટો

નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. રાજ્યમાં મતદાનના આશરે એક સપ્તાહ પહેલાં કોંગ્રેસે ઘોષણાપત્ર જારી કરી દીધું છે, જેમાં જનતા માટે અનેક મોટાં ચૂંટણી વચનો આપવામાં આવ્યાં છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે સાત ગેરેન્ટી બાદ હવે કોંગ્રેસે આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો  ‘હાથ બદલેગા હાલાત’ જાહેર કર્યો છે.

પાર્ટીએ રાજ્યની જનતાને રૂ. 25 લાખ સુધી નિઃશુલ્ક સારવાર આપવા, સસ્તું શિક્ષણ અને મહિલાઓની સમસ્યાઓ માટે સિંગલ વિન્ડો સિસ્ટમ લાગુ કરવાની વાત કહી છે. આ સાથે વિદ્યાર્થીઓને મફત પિન્ક મીની બસ, અને પિન્ક ઈ-રિક્ષાની સુવિધા આપવામાં આવશે. ખેડૂત પંચની રચના અને MSPના કાનૂની ગેરંટીનું વચન આપવામાં આવ્યું છે. ખેડૂત આંદોલનમાં જીવ ગુમાવનારાને શહીદનો દરજ્જો આપવામાં આવશે અને સિંધુ બોર્ડર પર સ્માર બનાવવામાં આવશે. પેપર લીક મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે.

આ સાથે વિદેશોમાં નોકરો માટે હરિયાણા વિદેશી રોજગાર બોર્ડ સિનિયર સિટિઝનો, દિવ્યાંગો અને વિધવાઓને રૂ. 6000 માસિક પેન્શન અને ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાના વચન આપવામાં આવ્યાં છે.

ચંદીગઢમાં ભૂતપૂર્વ CM ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. તેમની સાથે કોંગ્રેસની મેનિફેસ્ટો કમિટીના અધ્યક્ષ  પૂર્વ શિક્ષણ મંત્રી ગીતા ભુક્કલ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના પૂર્વ ડેપ્યુટી સીએમ ટીએસ સિંહદેવ અને હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ ચૌધરી ઉદયભાન પણ હાજર રહ્યા છે. આ ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે SYL કેનાલ વિવાદ ઉકેલવાનો વાયદો કર્યો છે.

 

મહિલાઓના અત્યાચાર પર બોલ્યા શબાના આઝમી, હેમા કમિટી રિપોર્ટ પર કરી વાત

મુંબઈ:’તમારે સમજવું જ જોઇએ કે ભારતમાં મહિલાઓની સદીઓથી પોતાની યાત્રા છે. 16મીથી 21મી સદી સુધી તેઓ આગળ વધ્યા,પરંતુ તેમને દબાવવામાં આવ્યા. સ્ત્રીઓ ભારતમાં પ્રગતિ અને જુલમનો વિરોધાભાસ રહી છે, જેમ ભારત પોતે રહ્યું છે. પીઢ બોલિવૂડ અભિનેત્રી શબાના આઝમીએ ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ (IIFA)માં મીડિયા સાથે વાત કરતા આ વાત કહી.

મલયાલમ સિનેમામાં મહિલા કલાકારોની જાતીય સતામણીનો પર્દાફાશ કરનાર જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટનો ઉલ્લેખ કરતા શબાનાએ સમાજમાં મહિલાઓની સ્થિતિ પર ખુલીને વાત કરી હતી. 2017માં અભિનેત્રી પર થયેલા હુમલાના જવાબમાં વુમન ઇન સિનેમા કલેક્ટિવ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી બાદ કેરળ સરકાર દ્વારા જસ્ટિસ હેમા કમિટીની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ મલયાલમ સિનેમામાં કામ કરતી મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનું દસ્તાવેજીકરણ કર્યું હતું. આ સમિતિનું નેતૃત્વ કેરળ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ કે હેમાએ કર્યું હતું. તેમાં પીઢ અભિનેત્રી શારદા અને ભારતીય વહીવટી સેવાના નિવૃત્ત અધિકારી કેબી વલસાલા કુમારીનો પણ સભ્યો તરીકે સમાવેશ થાય છે.

જસ્ટિસ હેમા કમિટીના અહેવાલે મલયાલમ ફિલ્મ ઉદ્યોગ તેમજ ભારતના વિવિધ ફિલ્મ ઉદ્યોગોને તોફાનથી ઘેરી લીધું છે, જેના કારણે મહિલા કલાકારોની સતામણી અને શોષણની તપાસ માટે પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે. હેમા કમિટીના રિપોર્ટ બાદ ઘણી મહિલાઓ આગળ આવી અને મલયાલમ સિનેમાની જાણીતી હસ્તીઓ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો. અનન્યા પાંડે, સ્વરા ભાસ્કર, ગુનીત મોંગા, એકતા કપૂર, તનુશ્રી દત્તા, લક્ષ્મી મંચુ, પૃથ્વીરાજ સુકુમારન, ટોવિનો થોમસ અને પાર્વતી થિરુવોથુ સહિત બોલિવૂડની ઘણી હસ્તીઓએ આ અહેવાલ પર પ્રતિક્રિયા આપી છે. હવે આ યાદીમાં શબાના પણ જોડાઈ ગઈ છે.

મી-2 પછી આ પ્રકારનો બીજો વિરોધ
તમને જણાવી દઈએ કે ‘મી-2’ મુવમેન્ટ પછી પણ બોલિવૂડ અભિનેત્રીઓ મહિલાઓના સમર્થનમાં બોલી હતી. આ અભિયાન દરમિયાન ઘણી અભિનેત્રીઓ આગળ આવી અને તેમની સાથે થયેલી ગેરરીતિઓ વિશે ખુલ્લેઆમ જણાવ્યું. હવે જસ્ટિસ હેમા કમિટીના રિપોર્ટે પણ આવી જ ચર્ચા જગાવી છે. ફિલ્મ જગતની મહિલાઓ પણ આ મામલે ખુલ્લેઆમ સમર્થન કરી રહી છે.

હિઝબોલ્લાહ ચીફ નસરાલ્લાહ હજુ પણ જીવિત : ઈરાન

ઇઝરાયેલી IDF એ પુષ્ટિ કરી છે કે હિઝબુલ્લાહ આતંકવાદી સંગઠનના નેતા અને તેના સ્થાપકો પૈકીના એક હસન નસરાલ્લાહ, હિઝબુલ્લાહના દક્ષિણી મોરચાના કમાન્ડર અલી કાર્કી અને અન્ય હિઝબુલ્લા કમાન્ડરો સાથે ગઈકાલે માર્યા ગયા હતા. નસરાલ્લાહ હવે દુનિયાને ડરાવી શકશે નહીં. ઈઝરાયેલે દાવો કર્યો છે કે હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ માર્યા ગયા છે. જોકે, હિઝબુલ્લાએ તેના મૃત્યુની પુષ્ટિ કરી નથી. તેમનું કહેવું છે કે નસરાલ્લા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. પરંતુ ઈરાન દ્વારા તેના દાવાને ફગાવી દેવામાં આવ્યો છે. ઈરાને કહ્યું છે કે હિઝબુલ્લાહ ચીફ નસરાલ્લાહ હજુ જીવિત છે. તે સુરક્ષિત છે અને તેના મૃત્યુનો કોઈ સત્તાવાર દાવો નથી.

ઈઝરાયેલની ઉત્તરીય સરહદ પર આયર્ન ડોમ હાઈ એલર્ટ પર

લેબનોનમાં ઈઝરાયલની કાર્યવાહીના સંકેતો એ હકીકત પરથી પણ દેખાઈ રહ્યા છે કે તેણે ઉત્તરીય સરહદ પર આયર્ન ડોમને હાઈ એલર્ટ પર મૂક્યો છે. સરહદ પરથી 90,530 લોકો સુરક્ષિત સ્થળોએ ગયા છે. તે જ સમયે, લોકોને શેલ્ટર હાઉસમાં મોકલવામાં આવ્યા છે અને ઇઝરાયલે તેમને એલર્ટ રહેવા માટે કહ્યું છે. તે જ સમયે, હોસ્પિટલોમાં સતત મોક ડ્રીલ કરવામાં આવી રહી છે.

ઇઝરાયેલ લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલ લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી કરી રહ્યું છે. તેણે 98મી-36મી ડિવિઝન તૈનાત કરી અને 1 લાખ સૈનિકોને અનામતમાં રાખ્યા. આ સાથે મોટી સંખ્યામાં બખ્તરબંધ વાહનો અને ટેન્ક તૈનાત કરવામાં આવી છે. આ સિવાય ગાઝાથી પણ કેટલીક બ્રિગેડને બોલાવવામાં આવી છે. તે જ સમયે, IDFએ ફાઇટર જેટને હુમલો કરવા માટે તૈયાર સ્થિતિમાં રાખ્યા છે.

નસરાલ્લાહની લાશ હજુ સુધી મળી નથી

IDFનો દાવો છે કે નસરાલ્લાહ માર્યા ગયા છે. જો કે નસરાલ્લાહની ડેડ બોડી હજુ સુધી મળી નથી, પરંતુ ઇઝરાયલી મીડિયા જોર જોરથી કહી રહ્યું છે કે નસરાલ્લાહ મરી ગયો છે.

ઇઝરાયેલે લેબનોન પર જોરદાર હુમલો કર્યો

જુલાઇ 2006માં હિઝબુલ્લાએ ઇઝરાયલી સૈનિકોને બંધક બનાવ્યા, ત્યારબાદ ઇઝરાયેલે લેબનોન પર બોમ્બમારો શરૂ કર્યો. આ યુદ્ધ લગભગ 34 દિવસ સુધી ચાલ્યું અને બંને પક્ષોને ભારે નુકસાન થયું 18 વર્ષ પછી, તે જ સ્થિતિ ફરી બની રહી છે. ઇઝરાયેલે લેબનોન પર જોરદાર હુમલો કર્યો છે.

Jr NTR ની દેવરા ફિલ્મે સ્ત્રીને પછાડી મચાવી દીધી ધૂમ

સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆરની ફિલ્મ ‘દેવરા’ એ અપેક્ષા મુજબની સિદ્ધિ મેળવી છે. ફિલ્મને બમ્પર ઓપનિંગ મળવાની આશા હતી અને ફિલ્મે આ મામલે કોઈને નિરાશ કર્યા નથી. આ ફિલ્મે ભારત ઉપરાંત વિશ્વભરમાં પણ જોરદાર કમાણી કરી છે. બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર દેવરા યા દેવરા પાર્ટ 1 માં જુનિયર એનટીઆર સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. જ્યારે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સૈફ અને જાન્હવી બંનેએ દેવરા દ્વારા સાઉથ સિનેમામાં ડેબ્યુ કર્યું છે. ચાલો જાણીએ કે 27 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ‘દેવરા’ એ તેના ઓપનિંગ ડે પર વિશ્વભરમાં કેટલી કમાણી કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

145 કરોડની કમાણી કરી

પહેલા જ દિવસે જુનિયર એનટીઆર, સૈફ અલી ખાન અને જાહ્નવી કપૂરની ફિલ્મ ‘દેવરા’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. ડાયરેક્ટર કોરાતલા શિવાની ફિલ્મે બમ્પર ઓપનિંગ લીધી છે. દેવરાએ પ્રથમ દિવસે વિશ્વભરમાં રૂ. 145 કરોડનું કલેક્શન કર્યું છે અને હવે જુનિયર એનટીઆર પ્રભાસ પછી રૂ. 100 કરોડથી વધુની ફિલ્મ ઓપનિંગ આપનાર બીજા તેલુગુ અભિનેતા બન્યા છે.

ઉલ્લેખનીય છે કે દેવરા જુનિયર એનટીઆરના કરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ સાબિત થઈ છે. જુનિયર એનટીઆરની ફિલ્મ ‘RRR’ એ પણ જબરદસ્ત નફો કર્યો અને પ્રથમ દિવસે વિશ્વભરમાં 223 કરોડ રૂપિયાની કમાણી કરી. પરંતુ આ ફિલ્મમાં તેમના સિવાય સુપરસ્ટાર રામ ચરણ પણ મુખ્ય ભૂમિકામાં હતા.

સુરતમાં ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે મહિલા પર આચર્યું દુષ્કર્મ

સુરત: ગુજરાતમાં ફરી એખ વખત ગોઝારી ઘટના બનાવાના સમાચાર સામે આવી રહ્યા છે. શહેરની એક ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે મહિલા સાથે સૃષ્ટી વિરુધનું કાર્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. અહીં ચાલુ બસે એક ખાનગી લક્ઝરીના ડ્રાઈવરે મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી ચકચાર મચી ગયો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર લાઠીથી સુરત આવતી મારૂતી નંદન ટ્રાવેલ્સની બસમાં આ ઘટના બની હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે પીડિતાને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપીને આ કૃત્ય આચરવામાં આવ્યું હતું.

 

ખાનગી બસમાં મહિલા સાથે થયેલા કુકર્મ સંદર્ભે સૂત્રો પાસેથી મળતી માહીતી અનુસાર પીડિતા પર્વત પાટિયા વિસ્તારની હતી. જેની વય લગભગ 33 વર્ષની હોવાની જાણકારી છે. પીડીતા પર ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે લગભગ 3 કલાકથી વધુ સમય સુધી હેવાનિયત ગુજારી હતી. આ મામલે કાપોદ્રા પોલીસને ફરિયાદ મળી હતી અને તપાસ પણ હાથ ધરવામાં આવી છે. આ મામલે એસીપી વિપુલ પટેલે જાણકારી આપતાં કહ્યું હતું કે મારૂતી નંદન ટ્રાવેલ્સના ડ્રાઈવરે ઘટનાના રોજ રાતના સમયે બે વાગ્યાની આજુબાજુ ઘટનાને અંજામ આપ્યો હતો. ડ્રાઈવરે મહિલાની મરજી વિરુદ્ધ આ કુકર્મ કર્યું હતું. આ દરમિયાન ડ્રાઈવરે પીડિત મહિલાને જાણકારી આપી હતી કે કોઈને આ ઘટના વિશે જણાવશે તો તેને જાનથી મારી નાખશે.

DHOOM 4 માં ધૂમ મચાવશે રણબીર કપૂર

વર્ષ 2004માં આદિત્ય ચોપરાએ જ્હોન અબ્રાહમ, અભિષેક બચ્ચન અને ઉદય ચોપરા સાથે ‘ધૂમ’ રિલીઝ કરી હતી. આ ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. ‘ધૂમ 2’માં વિલન તરીકે રિતિક રોશન પર મોટી દાવ રમાઈ હતી, પછી ‘ધૂમ 3’ આવી અને વિલનનો રોલ આમિર ખાનના ખોળામાં આવી ગયો. આશ્ચર્યજનક વાત એ છે કે રિતિક અને આમિરની ‘ધૂમ’એ પણ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. ઘણા સમયથી ‘ધૂમ’ ફ્રેન્ચાઈઝીના આગામી ભાગ વિશે ચર્ચા થઈ રહી હતી. હવે ‘ધૂમ 4’ને લઈને સમાચાર આવી રહ્યા છે કે આ તસવીર રણબીર કપૂરના હાથમાં ગઈ છે.

અહેવાલ અનુસાર ‘ધૂમ 4’ હવે આદિત્ય ચોપરાની દેખરેખ હેઠળ YRFના પ્રી-પ્રોડક્શન તબક્કામાં પ્રવેશી ચૂકી છે. ધૂમ ફ્રેન્ચાઈઝી આદિત્ય ચોપરા માટે ખૂબ જ ખાસ છે. જે પ્રકારની વસ્તુઓ પસંદ આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને તેના આગામી ભાગ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. અગાઉના તમામ ભાગોની જેમ ‘ધૂમ 4’ની સ્ક્રિપ્ટ પણ આદિત્ય ચોપરાએ વિજય કૃષ્ણ આચાર્ય સાથે મળીને તૈયાર કરી છે. મેકર્સ કંઈક એવું બતાવવાનો પ્રયત્ન કરશે જે પહેલા કોઈએ જોયું નથી.

‘ધૂમ 4’માં રણબીર કપૂરની એન્ટ્રી

રિપોર્ટ્સનું માનીએ તો રણબીર કપૂરને ‘ધૂમ 4’ માટે લીડ રોલમાં લેવામાં આવ્યો છે. મેકર્સ રણબીર સાથે ઘણા સમયથી ચર્ચામાં છે. નિર્માતાઓની વાત સાંભળ્યા બાદ રણબીરે પણ ધૂમ ફ્રેન્ચાઈઝીનો ભાગ બનવામાં રસ દાખવ્યો છે. આદિત્ય ચોપરાને લાગે છે કે રણબીર કપૂર ધૂમના વારસાને આગળ વધારવા માટે યોગ્ય નિર્ણય સાબિત થશે.

રણબીર કપૂર ‘ધૂમ 4’માં નેગેટિવ રોલમાં જોવા મળશે. એવું પણ માનવામાં આવે છે કે આ ફિલ્મમાં કોઈ જૂના કલાકારો નહીં હોય. અભિષેક બચ્ચન અને ઉદય ચોપરાના સ્થાને બે નવા કલાકારોને કોપ માટે કાસ્ટ કરવામાં આવશે. ફિલ્મની વાર્તા સંપૂર્ણપણે તાજી હશે, તેથી પાત્રો પણ નવા હશે. ફિલ્મની કોર સ્ટોરી લોક કરી દેવામાં આવી છે. ફિલ્મની ટીમ હાલમાં કાસ્ટિંગ સ્ટેજ પર છે. ‘ધૂમ 4’ને હિન્દી સિનેમાની સૌથી મોટી ફિલ્મ પણ માનવામાં આવે છે. YRF આ ફિલ્મનું શૂટિંગ 2025ના અંતમાં અથવા 2026ની શરૂઆતમાં શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે.

અમેરિકા: ગુજરાતી સમાજના ગરબામાં ગોરાઓ ગરબે ઘુમ્યા

કેન્સાસ: ‘જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત..’ ગુજરાતીઓ તો ગ્લોબલ થયા જ છે. આ સાથે ગરવી ગુજરાતના ગરબા પણ ગ્લોબલ થયા છે. તાજેતરમાં જ અમેરિકાના કેન્સાસ ખાતે ગુજરાતીઓએ એમના સંગઠનની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. જેમાં રાસ-ગરબાનું ભવ્ય આયોજન કરાયું હતું. ગુજરાતીઓના આ ગરબામાં અમેરિકાના સ્થાનિક લોકો પણ મન મુકીને ઝુમ્યા હતા.ગુજરાતીઓના આ સંગઠનના દેવ ભરવાડ ચિત્રલેખા.કોમને કહે છે, “અમેરિકાના કેન્સાસ સિટી ગુજરાતી સમાજ (GSKC)એ નવરાત્રિ 2024 ઇવેન્ટ દરમિયાન ભવ્ય ઉજવણી સાથે તેના સ્થાપનાના 25મા વર્ષની ઉજવણી કરી. જેમાં અમને તમામ કારોબારી સમિતિને અભૂતપૂર્વ સફળતા મળી છે.”ગુજરાતીઓના આ સંગઠનના પ્રસંગમાં વિશ્વ વિખ્યાત પ્લેબેક સિંગર પાર્થિવ ગોહિલે એક ઈલેક્ટ્રિફાઈંગ લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. આ પર્ફોમન્સે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમ સ્થળ કેન્સાસ સિટી કન્વેન્શન સેન્ટર સંગીત અને નૃત્યના વાઈબ્રન્ટ હબમાં પરિવર્તિત થયું. પાર્થિવ ગોહિલના પરંપરાગત ગુજરાતી ગરબા ગીતોની સશક્ત રજૂઆતોએ એક એવું વાતાવરણ ઊભું કર્યું જે આનંદદાયક તો હતું જ આ સાથે આપણી સમૃદ્ધ સાંસ્કૃતિને ઉજાગર કરતું હતું.આ કાર્યક્રમમાં યુ.એસ. સેનેટર, યુ.એસ. કોંગ્રેસમેન, મિઝોરી સ્ટેટ ટ્રેઝરર, કેન્સાસ સ્ટેટ ટ્રેઝરર અને યુ.એસ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો સહિત અનેક ઉચ્ચ-પ્રોફાઇલ ધરાવતા મહાનુભાવોએ હાજરી આપી હતી. ગુજરાતી સમાજ દ્વારા એમનું સન્માન કરવામાં આવ્યું હતું. આમાંના દરેક અધિકારીઓએ ઉત્સવોમાં ભાગ લેવા માટે તેમના માંગેલા સમયપત્રકમાંથી સમય કાઢ્યો હતો. આ સર્વે મહાનુભવો ગરબાના તાલે ગુજરાતી સમુદાય સાથે ઝૂમ્યા. એમની સહભાગિતાથી વ્યાપક અમેરિકન સમાજમાં ગુજરાતી સંસ્કૃતિ માટે વધતી જતી માન્યતા અને આદર છલકાતા હતા.

આ કાર્યક્રમમાં પધારેલા મહાનુભાવોએ મોટાપાયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવા બદલ દેવ ભરવાડ તેમજ ટીમના નેતૃત્વની પ્રશંસા કરી હતી. આ મેળાવડાએ ગુજરાતી વારસા પરંપરાઓને ઉજાગર કરી. સાથે જ યુવા પેઢી અને વડીલો બંને સહિત ઉપસ્થિત લોકોમાં એકતા અને જોડાણને પ્રોત્સાહન આપ્યું હતું.

પ્રજ્ઞેશ વ્યાસ