આજથી હજારો વર્ષ પહેલાં મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાન પર લડાયું. એવું કહેવાય છે કે દ્વેપાયન વ્યાસ રચિત
મહાભારત એવો ગ્રંથ છે જેમાં દરેક પ્રશ્નનો ઉકેલ મળી રહે છે, જે મહાભારતમાં નથી તે ભાગ ક્યાંય પણ નથી. ભગવદ્ ગીતાનું જ્ઞાન કુરુક્ષેત્રના મેદાન પર અર્જુનને હતાશામાંથી બહાર લાવવા ભગવાન શ્રીકૃષ્ણે આપેલ ઉપદેશ છે. મહાભારતની પૃષ્ઠભૂમિકા જાણ્યા વગર ભગવદ્ ગીતામાંથી નિષ્પન્ન થતું જ્ઞાન અધૂરું છે.
ભગવદ્ ગીતામાં જે જ્ઞાન આપવામાં આવ્યું છે તે આધુનિક વ્યવસ્થાપન (મેનેજમેન્ટ) અને નેતૃત્વ (લીડરશીપ)ના સિદ્ધાંતોને પ્રતિપાદિત કરે છે. આ નામના કેન્દ્રસ્થાને ફરજ આધારિત કાર્યવાહી છે, જ્યાં મેનેજરને પોતાનું કામ કોઈ પણ પ્રકારના પરિણામો અંગેના મોહ વગર કરવાનું કહેવામાં આવ્યું છે. આના કારણે લાંબા ગાળાના હેતુલક્ષી કાર્યપદ જે પોતાની સંસ્થા તેમજ તેના સાથે રોકાયેલ રોકાણકારો અને અન્ય રસ ધરાવનારાઓના હિતમાં કામ કરવાનું શીખવે છે. પોતાના અંગત અભિમાન અથવા ઇચ્છાઓને વશ થયા વગર કરવાનું છે.

ગીતાજ્ઞાન સમતુલિત નિર્ણય પદ્ધતિને પ્રાધાન્ય આપે છે, જ્યાં મેનેજરે લાગણીઓ તેમજ તર્ક બંનેને સમતુલિત રાખી કોઈ પણ પરિસ્થિતિમાં નિર્ણય લેવો જોઈએ એવું કહેવામાં આવ્યું છે. આ માટે સત્ત્વ, રજસ્ અને તમસ એ ત્રણેય ભાવને મૂળભૂત સ્વરૂપે ધ્યાનમાં લઈ બુદ્ધિગમ્ય નિર્ણય જે સ્પષ્ટતા, ડહાપણ અને લક્ષ્યને સમતુલિત કરીને લેવાયો હોય અને જેને કારણે ઉતાવળિયા તેમજ આવેગ આધારિત અથવા અનિર્ણાયક પસંદગીઓને કોઈ સ્થાન ન હોય.
આપણે જોઈએ તો આજે પણ કોઈ પણ સંસ્થા અથવા કોર્પોરેટ બોડી માટેની નિર્ણય પ્રક્રિયામાં આ જ પરિબળો મહત્ત્વનો ભાગ ભજવે છે. શાંત અને સ્વસ્થ ચિત્તે વિવિધ પાસાઓ ધ્યાને લઈ કોઈ પણ પ્રકારના આવેગ વગર લેવાયેલ સમતુલિત નિર્ણય એક સારામાં સારો અને સાચામાં સાચો નિર્ણય હોઈ શકે. ગીતાનું આ જ્ઞાન સમજવા માટે મહાભારતમાંથી દાખલાઓ તેમજ પ્રસંગો ઉદાહરણ તરીકે વાપરી શકાય. કેટલા અંશે આ લેખમાળાની ચર્ચામાં શ્રીમદ્ ભગવદ્ ગીતાની સમાંતર મહાભારતના પ્રસંગોનો ઉલ્લેખ પણ થતો રહેશે.
(નિધિ દિવાસળીવાળા નવી પેઢીની તેજસ્વી લેખિકા છે. સુરતસ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના સ્નાતક નિધિના બે પુસ્તકો કાવ્યસંગ્રહ ‘ઝરણી’ અને ચિંતનકણિકાના સંગ્રહ ‘નિજાનંદ’ ઉપરાંત ‘થોડામાં ઘણું’ મોટીવેશનલ સુવિચારોને પણ વાચકોએ વખાણ્યા છે. માનવ સંબંધો, સ્વભાવ અને સમાજ વ્યવસ્થા ઉપર આધારિત એક લેખમાળા એમના સોશિયલ મીડિયા ઉપર નિયમિત પ્રસિદ્ધ થાય છે. આ કોલમમાં એ મહાભારત અને ગીતા ઉપર આધારિત વહીવટ તેમજ મોટીવેશનને લગતી વાતો સરળ ભાષામાં સમજાવે છે.)






આ ફેસ્ટિવલમાં લેખિત અને બોલાયેલા શબ્દ બન્નેની ઉજવણી કરવામાં આવે છે. AILF માં અત્યાર સુધીમાં 200 જેટલાં ઓફલાઈન અને ઓનલાઈન સત્રોમાં લગભગ 500થી વધુ સ્પીકર્સ ભાગ લઇ ચૂક્યા છે.
અમદાવાદ ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલના આ વર્ષના આયોજન વિશે વાત કરતા AILFના સ્થાપક-નિર્દેશક ઉમાશંકર યાદવે કહે છે, “સાહિત્ય સમાજ માટે કેટલું આવશ્યક છે એ વાત પર અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. સાહિત્ય વિના સમાજ તેની સંપૂર્ણ ક્ષમતાનો અહેસાસ કરી શકતો નથી. સાહિત્ય, કવિતા અને લોકપ્રિય સંસ્કૃતિની પ્રાસંગિકતામાં મહિલા પાત્રોના ચિત્રણથી માંડીને યુવા શક્તિને સ્પર્શતા વિવિધ મુદ્દાઓને સંબોધવવા માટે આ વર્ષે ભારત અને વિદેશમાંથી 50થી વધુ વક્તા આવવાના છે. આ વર્ષે રસપ્રદ પેનલ ચર્ચાઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ફિલ્મ પોસ્ટર રિલીઝ સહિત 20થી વધુ સત્રોમાં અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.”
આ વર્ષના વક્તાઓમાં જાણીતા પર્યાવરણ કેળવણીકાર કાર્તિકેય સારાભાઈ, જાણીતા પટકથા લેખક નિરેન ભટ્ટ, પૌરાણિક લેખિકા કવિતા કાને, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા, શિક્ષણ-ઉદ્યોગ સાહસિક અને લેખિકા મંજુલા પૂજા શ્રોફ અને કવિ-નવલકથાકાર મુકુલ કુમારનો સમાવેશ થાય છે.
લોકપ્રિય સંસ્કૃતિને તેના પ્રેક્ષકોની નજીક લાવવાના પ્રયાસરૂપે, હિન્દી અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારો – કરણ ઓબેરોય, વિશાલ યાદવ, નેત્રી ત્રિવેદી અને હાર્દિક શાસ્ત્રી – તેમના કાર્ય, ફિલ્મો, વિવિધ શૈલી અને મનોરંજન વિશેના વિચારો રજૂ કરશે.
બે દિવસીય ઉત્સવમાં તાંઝાનિયા, હંગેરી, મોરેશિયસ અને બાંગ્લાદેશના યુવાનો પણ ભવિષ્યને ઘડવામાં સાહિત્યની ભૂમિકા વિશે ચર્ચા કરશે. વધુમાં ભાગ્યેશ ઝા, મેહુલ મકવાણા, નૈષધ પુરાણી અને કેતન ત્રિવેદી દ્વારા ‘ગુજરાતી ભાષા અને સાહિત્યને સમૃદ્ધ કરવામાં સંસ્થાઓની ભૂમિકા’ વિષય પર એક સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. અંગ્રેજી કવિ મુકુલકુમાર, ડૉ. સોનાલી પટ્ટનાયક અને ગૌતમ વેગડા સહિત અન્ય લોકો સામાજિક વિકાસમાં કવિતાના મહત્વ વિશે ચર્ચા કરશે.
કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની અંકિતા જોષીનું કહેવું છે, “ફરીથી લિટરેચર ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે ઉત્સાહિત છું. મેં ગયા વર્ષના ઉત્સવમાં હાજરી આપી હતી અને ખરેખર બધાં જ સત્રમાં ખુબ જ મજા આવી હતી. શીખવા ઘણું મળ્યું હતું. મને મહિલા લેખકો અને કવિઓને સાંભળવાનું ગમે છે કારણ કે તેમની વાર્તાઓ મને ખૂબ જ રસપ્રદ લાગે છે. આ વર્ષે પણ ઘણાં સારાં સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે તેથી હું ખુબ આતુર છું”
સાહિત્યમાં સર્વસમાવેશકતાની જરૂરિયાતને સંબોધતા સોનાલી પટ્ટનાયક, શ્રદ્ધા આહુજા રામાણી, અભિજ્ઞા સજ્જા અને કવિતા કાને “કમ્પેલિંગ વુમન એન્ડ નેરેટિવ્સ: માયથોલોજી, ફિક્શન અને રિયાલિટી” નામના સત્રમાં તેમના વિચારો રજૂ કરશે.
આ ફેસ્ટિવલમાં તેના દિવંગત માર્ગદર્શક I.A.S. ડૉ. એસ.કે. નંદાને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. તેમની યાદમાં વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે.

