Home Blog Page 1450

‘સ્ત્રી 2’એ કર્યા માલામાલ, વર્લ્ડવાઈડ કલેક્શન 800 કરોડને પાર

મુંબઈ: રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર અને પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ ‘સ્ત્રી 2’ને રિલીઝ થયાને 45 દિવસ થઈ ગયા છે. પરંતુ આ ફિલ્મ હજુ પણ થિયેટરોની બહાર નથી. બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી આ ફિલ્મે અત્યાર સુધીમાં 500 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે. અત્યારે પણ તેની ગર્જના બંધ થઈ રહી નથી. ગયા મહિને 15મી ઓગસ્ટે રિલીઝ થયેલી ડિરેક્ટર અમર કૌશિકની આ ફિલ્મને લોકો હજુ પણ પસંદ કરી રહ્યા છે. સેકનિલ્ક અનુસાર, ફિલ્મે 41માં દિવસે 1.25 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને બધાને ચોંકાવી દીધા છે.

સ્ત્રી 2 ઓછા બજેટમાં મોટો ધડાકો સાબિત થયો
તમને જણાવી દઈએ કે લગભગ 60 કરોડ રૂપિયાના ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. ભારતમાં આ ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન 580 કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. એટલું જ નહીં આ ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી 825 કરોડ રૂપિયાથી વધુ છે. આ આ વર્ષની અત્યાર સુધીની સૌથી મોટી હિન્દી સુપરહિટ ફિલ્મ બની ગઈ છે. જો કે આ વર્ષની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો રેકોર્ડ કલ્કીના નામે છે. પરંતુ કલ્કી એક તમિલ નિર્દેશક અને સ્ટારની ફિલ્મ છે. સ્ત્રી-2 બોલીવુડની એક એવી ફિલ્મ છે જેની લોકપ્રિયતા અકબંધ છે.

ડિરેક્ટર અમર કૌશિકની ફિલ્મ સ્ત્રી-2 હોરર બ્રહ્માંડનો એક ભાગ છે. પાછલા વર્ષોમાં રિલીઝ થયેલી ફિલ્મ સ્ત્રીએ બોક્સ ઓફિસ પર તબાહી મચાવી હતી. જે બાદ આ ફિલ્મનો બીજો ભાગ બનાવવામાં આવ્યો હતો. જોકે વચ્ચે અમર કૌશિકે આ યુનિવર્સ પર આધારિત ફિલ્મ ભેડિયા બનાવી હતી. આ ફિલ્મમાં વરુણ ધવન અને કૃતિ સેનન લીડ રોલમાં જોવા મળ્યા હતા. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. હવે સ્ત્રી-2એ ધૂમ મચાવીને નિર્માતાઓને અમીર બનાવી દીધા છે.

ગરબાનો આનંદ મોડી રાત સુધી માણી શકાશેઃ હર્ષ સંઘવી

લોકોનો મનગમતો તહેવાર નવરાત્રી આવી રહ્યો છે. ત્યારે હવે નવરાત્રીને લઈને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ એક મોટી જાહેરાત કરી છે. ગુજરાતમાં હવે 12 વાગ્યા સુધી નહી પણ મોડી રાત સુધી ગરબા રમી શકાશે કારણ કે, નવરાત્રિમાં ગરબા રમવાને લઈ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે. આ ઉપરાંત નાના વેપારીઓ મોડી રાત સુધી વેપાર કરી શકશે અને પોલીસ તેમની ફરજનું જોડે જોડે પાલન પણ કરશે. સાથે સાથે પોલીસને સૂચનાઓ પણ આપવામા આવી છે. નાગરિકો પણ જવાબદારી નિભાવે અને કોઈને તકલીફ ના પડે તેવું કામ કરે, લોકો હેરાન ન થાય તેની જવાબદારી નાગરિકોની રહેશે તેમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં મોડી રાત સુધી ગરબા રમવા માટે હર્ષ સંઘવીએ લીલીઝંડી આપી છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, ગુજરાતીઓ ગરબા નહી રમે તો કોણ રમશે? ત્યારે આ જાહેરાત થતાની સાથે જ ખેલૈયાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વધુમાં પોલીસને નાગરિકો સહકાર આપે તેવી અપીલ હર્ષ સંઘવીએ કરી છે અને મોડી રાત સુધી વેપારીઓ વેપાર કરી શકશે અને ખેલૈયાઓને મોડી રાત સુધી નાસ્તો પણ બજારમાંથી મળી રહેશે.

વધુમાં ગૃહમંત્રીએ અપીલ કરી છે કે, નવરાત્રીના સમય દરમિયાન તમે જ્યાં ગરબા રમવા જવાના હોય તેનું એડ્રેસ અને જેમની સાથે જવાના હોય એ સાથીદારો/મિત્રોના મોબાઈલ નંબર તમારા પરિવારજનોને આપીને ગરબા રમવા જજો. ગરબા રમવા જાઓ ત્યારે આપના મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન રાખજો તેમજ અજાણી અથવા ઓછા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્ય પદાર્થ ખાશો નહીં. અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર કરશો નહીં તેમજ અજાણી વ્યક્તિ સાથે એકાંતવાળી જગ્યાએ જશો નહી.

Ranbir Kapoor Birthday: આલિયા નહીં આ વ્યક્તિ સાથે થયો હતો પહેલો પ્રેમ

મુંબઈ: રણબીર કપૂરને અભિનય વારસામાં મળ્યો છે. તેના માતા-પિતાથી લઈને દાદા-દાદી, બહેનો કરીના અને કરિશ્મા, તમામ બોલિવૂડના પ્રખ્યાત નામ છે. રણબીર પાસે બાળપણથી જ તે ટેલેન્ટ છે જેની મદદથી તે બોલિવૂડનો મોટો સ્ટાર બની ગયો છે. તેણે પોતાની 17 વર્ષની કારકિર્દીમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે. આજે રણબીર કપૂરનો જન્મદિવસ છે. 28 સપ્ટેમ્બર 1982ના રોજ જન્મેલ રણબીર પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં હતો. રણબીરે 2022માં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. તેને એક પુત્રી છે, જેનું નામ રાહા છે. પરંતુ શું તમે રણબીર કપૂરના પહેલા પ્રેમ વિશે જાણો છો? રણબીરનું દિલ પહેલીવાર કોના માટે ધડક્યું હતું તે જાણીએ.

 

કોણ છે રણબીર કપૂરનો પહેલો પ્રેમ?

બોલિવૂડમાં એવા ઘણા ઓછા કલાકારો છે જેમણે પોતાના ફર્સ્ટ લવ અને ફર્સ્ટ કિસ વિશે ખુલીને વાત કરી હોય. રણબીર આવા બહુ ઓછા સ્ટાર્સમાંથી એક છે. રણબીરે પોતે એક ઈન્ટરવ્યુમાં પોતાના પહેલા પ્રેમ વિશે જણાવ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે અભિનેતાનો પહેલો પ્રેમ અભિનેત્રી કે મોડલ નહોતો. જ્યારે તે બીજા વર્ગમાં હતો ત્યારે તેને તેની શાળાના શિક્ષક સાથે પ્રેમ થઈ ગયો હતો.

રણબીર પહેલીવાર તેની સ્કૂલ ટીચરના પ્રેમમાં પડ્યો

આ સમયની વાત કરતી વખતે રણબીર કપૂરે કહ્યું હતું,’હું મારા જીવનમાં ઘણા લોકોના પ્રેમમાં પડ્યો છું, પરંતુ જો હું મારા પ્રથમ પ્રેમની વાત કરું તો મારો પહેલો પ્રેમ મારા બીજા ધોરણની શાળાના શિક્ષક હતા. કદાચ કારણ કે મારી માતા પછી તે મારા જીવનમાં બીજી સ્ત્રી હતી જેણે મને લાડ લડાવ્યો અને મને માતાની જેમ પ્રેમ કર્યો. હું તેને મારા હૃદયમાં પ્રેમ કરવા લાગ્યો. આ સમય દરમિયાન રણબીરે એ પણ ખુલાસો કર્યો કે તે તેની સ્કૂલ ટીચરને માત્ર પ્રેમ જ નથી કરતો પણ તેની સામે જોતો પણ હતો.’

રણબીરની પહેલી કિસ

અભિનેતાએ તેની પહેલી કિસ વિશે પણ ખુલાસો કર્યો હતો. અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તે 7મા ધોરણમાં હતો ત્યારે તેણે પહેલીવાર કોઈ છોકરીને કિસ કરી હતી. તે સમયે તેની ઉંમર 12-13 વર્ષની હશે. તેઓએ તેમના ઘરની છતની સીડી નીચે આ કિસ કરી હતી. તમને જણાવી દઈએ કે એક્ટર ત્યારથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં છે જ્યારે તેણે ડેબ્યૂ પણ કર્યું નથી. એવા અહેવાલો હતા કે તેના ડેબ્યુ પહેલા તે ઇમરાન ખાનની પૂર્વ પત્ની અવંતિકા મલિકને ડેટ કરી રહ્યો હતો અને બોલિવૂડમાં પ્રવેશ કર્યા પછી, તે સોનમ કપૂરને પણ ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા હતી. આ સિવાય દીપિકા પાદુકોણ અને કેટરિના કૈફ સાથેના તેના અફેરને લઈને પણ ઘણી ચર્ચા થઈ હતી. અભિનેતાએ હવે આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા છે અને તેને એક પુત્રી રાહા છે.

ભારતે UNમાં પાકિસ્તાનને જડબાતોડ આપ્યો જવાબ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એક વાર કાશ્મીર રાગ આલાપ્યો હતો અને ભારતની ટીકા કરી હતી, પણ ભારત તરફથી ડિપ્લોમેટ ભાવિકા મંગલાનંદને રાઇટ ટુ રિપ્લાય હેઠળ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.

પાકિસ્તાનના PM શાહબાઝ શરીફે આરોપ લગાવ્યો હતો કે ભારત તરફથી હંમેશાં પાકિસ્તાનને ધમકી મળતી રહે છે. એના જવાબમાં ભાવિકાએ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર બેનકાબ કર્યું હતું. ભાવિકાએ કહ્યું હતું કે દે દેશની ફિંગરપ્રિન્ટ આતંકવાદી ઘટનાઓમાં સામેલ છે, જેણે બંગલાદેશમાં નરસંહાર કરાવ્યો છે, એ UNના મંચ પરથી મજાક કેવી રીતે કરી શકે છે.

ભારતે રાઇટ ટુ રિપ્લાયમાં કહ્યું હતું કે પાકિસ્તાન હજુ પણ અતીતમાં જીવી રહ્યું છે અને તે કાશ્મીરના મુદ્દે વેરવિખેર થઈ ચૂક્યું છે. દુનિયાનો કોઈ દેશ તેનું સમર્થન નથી કરતો. ભારત તરફથી જ્યારે કહેવામાં આવ્યું છે કે ત્યાં સુધી કે કાશ્મીરી પણ વિકાસ અને લોકશાહીના પક્ષમાં મતદાન કરી રહ્યા છે. પાકિસ્તાન જેટલું જલદી વાસ્તવિકતાનો સ્વીકાર કરી લેશે, એટલું પાકિસ્તાનના ભવિષ્ય માટે સારું રહેશે.ટ ભાવિકાએ કહ્યું હતું કે સેના દ્વારા સંચાલિત એક દેશ જે આતંકવાદી, નશીલા પદાર્થો, વેપાર અને આંતરરાષ્ટ્રીય ગુનાઓ માટે પ્રસિદ્ધ છે. એણે વિસ્વના સૌથી મોટા લોકતંત્ર પર હુમલો કરવાનું દુઃસાહસ કર્યું છે.

 ભારતીય અધિકારીએ 2008ના મુંબઈ હુમલા અને 2001માં સંસદ પર થયેલા હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. પાકિસ્તાને મુંબઈ, બજારો અને તીર્થ માર્ગો પર હુમલો કર્યો છે. આ યાદી ઘણી લાંબી છે. આવા દેશ ક્યારેય પણ હિંસા વિસે બોલવું એ સૌથી ખરાબ પાખંડ છે.

 

Monsoon Update: ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ

ગુજરાતમાં સતત બીજા દિવસે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આષાઢી મેહર બાદ ભાદરવો ભરપુર વર્તાય રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નર્મદાના સાગબારા તાલુકામાં 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગરના લખતરમાં  5.45 ઇંચ, જૂનાગઢમાં 4.80 ઇંચ, સુરતના ઉમરપાડામાં 4.60 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 4.48 ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના જિલ્લામાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર,રાજ્યમાં આગામી 48 કલાક ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં 8થી 10 ઇંચ વરસાદ પડી શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે, 3થી 5 ઑક્ટોબર વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે.

 

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ચાલ્યાં 36 બુલડોઝર

સોમનાથઃ શહેરમાં ગુજરાત વહીવટી તંત્ર તરફથી ગેરકાયદે બાંધકામો પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શુક્રવારની રાતથી આશરે સોમનાથ મંદિરની આસપાસના વિસ્તારમાં તંત્ર દ્વારા 36 જેટલાં બુલડોઝરો આ ગેરકાયદે બાંધકામોને ધ્વસ્ત કરવાની કાર્યવાહીમાં લાગેલાં છે. એનો કાટમાળ હટાવવા માટે 70 ડમ્પર અને ટ્રેક્ટર-ટ્રોલીઓ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આ જગ્યાનો ઉપયોગ સોમનાથ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કરવામાં આવશે. મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો બનાવવામાં આવ્યાં હતાં, જેને દૂર કરવામાં વહીવટી તંત્રની ટીમ પહોંચી હતી.

સોમનાથ મંદિરના પાછળના ભાગમાં અનેક ગેરકાયદે બાંધકામો થયાં છે, જેને દૂર કરવા વહીવટી તંત્રની ટીમ આવી પહોંચી છે. હાલમાં મોડી રાતથી કાર્યવાહી ચાલી રહી છે, જો કે થોડા સમય માટે કાર્યવાહી પણ બંધ કરવામાં આવી હતી.

સોમનાથ મંદિર પાછળ આવેલી સરકારી જમીન પર દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. છેલ્લાં બે વર્ષમાં અહીં ઘણાં નવાં કામો કરવામાં આવ્યાં હતાં અને આ કાર્યવાહી બાદ સોમનાથ મંદિર કોરિડોરના નિર્માણ કાર્યને વધુ વેગ મળવાની ધારણા છે. મોડી રાત્રે દબાણ દૂર કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે કાર્યવાહી થતાં જ સ્થાનિક લોકો ત્યાં એકઠા થઈ ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. લોકોએ કાર્યવાહીને રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે લોકોને ત્યાંથી હટાવ્યા હતા અને કાર્યવાહી ફરી શરૂ કરવામાં આવી હતી.

આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થળ પર 1400 પોલીસ કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી હજુ થોડો સમય ચાલુ રહેશે. હાલ સ્થિતિ કાબૂમાં છે અને ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે.

 

‘હેરી પોટર’ પ્રોફેસર મેકગોનાગલ ઉર્ફે મેગી સ્મિથનું 89 વર્ષની વયે નિધન

ઓસ્કાર વિજેતા અભિનેત્રી અને હેરી પોટર ફેમ મેગી સ્મિથ હવે આ દુનિયામાં રહ્યાં નથી. અભિનેત્રીનું શુક્રવારે 89 વર્ષની વયે અવસાન થયું હતું. તેણી ‘પ્રોફેસર મેકગોનાગલ’ તરીકેની ભૂમિકા અને હેરી પોટર ફ્રેન્ચાઇઝી ફિલ્મ ડાઉનટાઉન એબીમાં તેના મજબૂત અભિનય માટે જાણીતા છે.અભિનેત્રીએ લંડનની ચેલ્સી અને વેસ્ટમિન્સ્ટર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. આ સમાચાર તેના બે પુત્રો ક્રિસ લાર્કિન અને ટોબી સ્ટીફને શેર કર્યા છે. જો કે હજુ સુધી તેના નિધનનું કારણ બહાર આવ્યું નથી.

પરિવારે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું

મેગીના બે પુત્રો દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ખૂબ જ દુઃખ સાથે અમે ડેમ મેગી સ્મિથના નિધનની જાહેરાત કરીએ છીએ.” શુક્રવારે 27 સપ્ટેમ્બરે સવારે હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તે તેની અંતિમ ક્ષણોમાં તેના મિત્રો અને પરિવાર સાથે હતા. તેણીને બે પુત્રો અને પાંચ પૌત્રો છે, જેઓ તેમની માતા અને દાદીની અચાનક ખોટથી ખૂબ જ દુઃખી છે. તેણે કહ્યું કે ચેલ્સી અને વેસ્ટમિન્સ્ટર હોસ્પિટલના અદ્ભુત સ્ટાફે તેના અંતિમ દિવસોમાં તેની સંભાળ રાખી. તમને અનુરોધ કરીએ છીએ કે આ સમયે અમારી ગોપરનિયતાનું સન્માન કરો.

1952માં અભિનેતા તરીકેની સફર શરૂ કરી

મેગીએ 1952માં ઓક્સફોર્ડ પ્લેહાઉસ ખાતે સ્ટેજ પર્ફોર્મર તરીકે તેની સફર શરૂ કરી હતી. બાદમાં તેણીએ બ્રોડવે પર ‘ન્યુ ફેસેજ ઓફ 56’ માં તેણીએ ડેબ્યુ કર્યુ હતું.ત્યાર બાદ તેમણે પીઢ અભિનેત્રી જુડી ડેન્ચની સાથે નેશનલ થિયેટર અને રોયલ શેક્સપિયર કંપની માટે કામ કરીનેસૌથી પ્રતિષ્ઠિત બ્રિટિશ થિયેટર કલાકારોમાંના એક તરીકે પોતાની જાતને સ્થાપિત કરી. મેગીને નોએલ કાવર્ડના પ્રાઈવેટ લાઈવ્સ અને ટોમ સ્ટોપાર્ડના નાઈટ એન્ડ ડે માટે ટોની એવોર્ડ નોમિનેશન પણ મળ્યા હતા અને બાદમાં વર્ષ 1990માં લેટીસ એન્ડ લવેજ માટેના પ્લેમાં શ્રેષ્ઠ અભિનેત્રીનો ટોની એવોર્ડ જીત્યો હતો.

રાણી એલિઝાબેથે આપ્યું ‘નાઈટ’નું બિરુદ

મેગીને રાણી એલિઝાબેથ દ્વારા ‘નાઈટ’ નું બિરુદ આપવામાં આવ્યું હતું અને સત્તાવાર રીતે ડેમ (બ્રિટિશ સન્માન પ્રણાલી અને અન્ય કોમનવેલ્થ ક્ષેત્રોમાં મહિલાઓને આપવામાં આવેલ સન્માનજનક શીર્ષક)થી નવાજવામાં આવ્યા.તેણીએ 1969માં મિસ જીન બ્રોડીની પ્રાઇમ માટે શ્રેષ્ઠ અભિનેત્રી અને કેલિફોર્નિયા સ્વીટ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી માટે એકેડેમી એવોર્ડ જીત્યો હતો. સ્ટુઅર્ટ બર્ગ દ્વારા દિગ્દર્શિત 1965ની કલ્ટ ક્લાસિક ઓથેલો માટે પણ તેઓ નામાંકિત થયા હતા.

 

કોકોનટ પુડિંગ

કોકોનટ પુડિંગ બહુ જ ઓછી સામગ્રી વડે સહેલાઈથી બની જાય છે. જે ખાવામાં પણ કેક કે મીઠાઈ જેવું સ્વાદિષ્ટ લાગે છે!

સામગ્રીઃ

  • નાળિયેર 1 (સુધારેલું નાળિયેર 2 કપ)
  • હુંફાળૂં ગરમ પાણી 1½ કપ
  • કોર્નફ્લોર અથવા આરાલોટ 5 ટે.સ્પૂન
  • સાકર 5 ટે.સ્પૂન

રીતઃ નાળિયેરના કટકા છાલ વિનાના કાઢીને નાના ટુકડામાં સમારી લેવા. આ નાળિયેરના ટુકડાને મિક્સીમાં બારીક પીસી લેવા. હવે તેમાં હુંફાળૂં ગરમ પાણી નાખીને ફરીથી મિક્સી ફેરવી લો. ત્યારબાદ આ મિશ્રણને સ્ટીલની સૂપ ગાળવા માટેની ચાળણીમાંથી ગાળી લો. આ રીતે નાળિયેરનું દૂધ તૈયાર થશે, જે 500 મિ.લિ. જેટલું હશે.

દૂધને રૂમ તાપમાનમાં ઠંડું કરીને તેમાં સાકર તેમજ કોર્નફ્લોર ચમચા વડે સરખું મિક્સ કરી લો. તેમાં ગઠ્ઠા ના બનવા જોઈએ. આ દૂધને ગેસની મધ્યમ ધીમી આંચે ગરમ કરવા મૂકો. સાથે સાથે ચમચા વડે દૂધને હલાવતા રહો, જેથી તેમાં ગઠ્ઠા ના રહે. દૂધ થોડું ઘટ્ટ થાય એટલે કે. અંદર ફેરવેલા ચમચાને ઉંધો કરતાં તેની ઉપર લેયરની જેમ ચોંટેલું હોય તેવું ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને નીચે ઉતારી લો.

કોકોનટ પુડીંગ રૂમ તાપમાને ઠંડું થાય એટલે એક કેક ટીનમાં અથવા સ્ટીલના કોઈ ડબ્બામાં ઘી ચોપડીને તેમાં રેડી દો. આ ટીનને રેફ્રીજરેટરમાં 3-4 કલાક માટે અથવા આખી રાત માટે ઠંડું થવા દો. ત્યારબાદ ટીનને બહાર કાઢીને એક થાળીમાં ઉંધું કરીને પુડીંગ કાઢી લો. આ પુડીંગ ઉપર પિસ્તા અથવા ગુલાબની પાંખડી કે તમને ગમે તે સજાવટ કરીને ખાવા માટે પીરસો.

૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૪

‘લાપતા’ થી પલક ગાયિકા તરીકે ચર્ચામાં આવી

ગાયિકા તરીકે શ્રધ્ધા કપૂરની ‘આશિકી 2’ (2013) ના ગીતથી લોકપ્રિયતા મેળવનાર પલક મુછલે ખાસ સંઘર્ષ કરવો પડ્યો ન હતો. સલમાને પલકને બહુ જલદી પહેલી તક આપી હતી. પલક નાનપણથી જ ગાયનમાં રસ ધરાવતી હતી અને ગાયિકા બનવાના ધ્યેય સાથે જ આગળ વધી રહી હતી. 6 વર્ષની ઉંમરે એ સ્ટેજ શૉમાં ગાવા લાગી હતી. એના માતા-પિતાએ પણ ગાયન માટે પ્રોત્સાહન આપ્યું હતું. ગાયિકા બનવા શાસ્ત્રીય સંગીત ઉપરાંત ઉર્દૂ ભાષાની જાણકારી મેળવવી વગેરે બધી જ બાબતો પર એમણે ધ્યાન આપ્યું હતું.

13 વર્ષની ઉંમરે પલક ફિલ્મોમાં ગાયિકા બનવા ઈન્દોર છોડી મુંબઇ જવા તૈયાર થઈ ત્યારે પિતાને ફિલ્મ સંગીત માટે ખાસ માન ન હતું. એટલે એમણે એને ફિલ્મોના ગીતોને બદલે શાસ્ત્રીય ગાયનમાં આગળ વધવા આગ્રહ કર્યો હતો. અંતે પલકની ઈચ્છાને માન આપી તેઓ પણ મુંબઇ આવ્યા હતા. પલક પહેલાં કોલેજમાં ભણવા ગઈ હતી. એ સાથે ફિલ્મ સંગીત સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું હતું. સંઘર્ષ કરવા માટે એ માનસિક રીતે તૈયાર હતી. એ પોતાની ડેમો સીડી તૈયાર કરીને આવી હતી. અને સંગીતકારોની ઓફિસમાં ચક્કર મારવાનું આયોજન કરી ચૂકી હતી.

મુંબઈમાં પલકની ઓળખમાં એકમાત્ર નિર્દેશક રૂમી જાફરી હતા. એમણે પહેલા જ અઠવાડિયે પલકને ફોન કરીને કહ્યું કે તું આર.કે. સ્ટુડિયો આવી જા. મારે તારી મુલાકાત કોઇની સાથે કરાવવી છે. પલક ત્યાં જઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે પ્રથમ વ્યક્તિને મળી એ સલમાન ખાન હતો. પલકે સલમાનને ‘લંબી જુદાઇ’ ગીત ગાઈ સંભળાવ્યું ત્યારે એ પ્રભાવિત થઈ ગયો અને કહ્યું કે બહુ જલદી તું મારી ફિલ્મ માટે ગાવાની છે. સલમાને એ કમિટમેન્ટ પાળ્યું પણ હતું. થોડા દિવસ પછી પલકને સંગીતકાર સાજિદ-વાજીદે બોલાવી અને ફિલ્મ ‘વીર’ (2010) માટે ‘મહેરબાનીયાં’ ગીતનો એક ટુકડો ગાવાની તક આપી.

રસપ્રદ વાત એ છે કે ફિલ્મનું સંગીત આલબમ બહાર આવી ગયું હતું. અને એ ગીત સોનૂ નિગમે ગાયું હતું. પણ સલમાને તક આપવા ફિલ્મમાં પલકના અવાજમાં એ ગીતની એક પંક્તિ રખાવી હતી. ત્યાર પછી સલમાને પલકને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે માર્ગદર્શન આપવાનું પણ શરૂ કર્યું હતું. થોડા સમય પછી સલમાને કહ્યું કે તું ‘યશરાજ ફિલ્મ્સ’ ની એક ફિલ્મ માટે ગાવાની છે. અને પછી સંગીતકાર સુહેલ સેનનો પલકને ફોન આવ્યો કે એ તેના અવાજમાં એક ગીત રેકોર્ડ કરવા માગે છે. ‘લાપતા’ ગીત રેકોર્ડ થયું ત્યારે પલકને ખબર ન હતી કે એ ‘એક થા ટાઈગર’ (2012) માટે હતું. સલમાને પછીથી એને માહિતી આપી હતી કે એણે જે ગીત ગાયું છે એ એની ફિલ્મમાં કેટરિના માટે છે. ‘લાપતા’ પલકનું પહેલું પાર્શ્વગીત હતું અને એ પછી એને તરત જ અસંખ્ય ગીતો ગાવાની તક મળવા લાગી હતી. એમાં ‘આશિકી 2’ ના ‘ચાહું મેં યા ના’ અને ‘મેરી આશિકી’ ગીતથી એટલી લોકપ્રિયતા મળી કે પલક મુછલે પાર્શ્વ ગાયનમાં પાછું વળીને જોવું પડ્યું નથી.