નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની મંડી સીટથી ભાજપનાં સાંસદ કંગના રણોત હવે કેન્દ્ર સરકારના એક પ્રોજેક્ટના વિરોધમાં ઊતરી ગઈ છે. હજી છ મહિના પહેલાં હિમાચલ પ્રદેશના કુલ્લુમાં નીતિન ગડકરીએ ખરાહલ ખીણમાં બિજલી મહાદેવ રોપવેનું એલાન કર્યું હતું, પણ રૂ. 272 કરોડના આ પ્રોજેક્ટનો હવે કંગના રણોતે વિરોધ શરૂ કરી દીધો છે.
બિજલી મહાદેવ મંદિર માટે રોપવેને લઈને ખરાહલ અને કશાવરી ખીણના લોકો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે. ગ્રામીણોએ કેટલીય વાર રસ્તા પર ઊતરીનો બિજલી મહાદેવ રોપવેનું વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમનું કહેવું હતું કે રોપવે બનવાથી દેવતા ખુશ નથી. રોપવે બનવાથી તેમના રોજગાર પર પ્રતિકૂળ અસર પડશે. એ સાથે પર્યાવરણને પણ નુકસાન પહોંચશે, કેમ કે રોપવેના નિર્માણમાં અનેક વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવશે.

કંગનાએ કહ્યું હતું કે મેં આ પ્રોજેક્ટને લઈને નીતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. મેં તેમને આ મામલે માહિતી આપી હતી. જો અમારા દેવતા નથી ઇચ્છતા તો એ પ્રોજેક્ટ બંધ થવો જોઈએ. હું નીતિન ગડકરીને ફરી મળીશ. અમારા માટે દેવતાનો આદેશ આધુનિકીકરણથી વધુ જરૂરી છે.
ગડકરી કર્યો હતો શિલાન્યાસ
હિમાચલમાં કુલ્લુના મોહલ નેચર પાર્કમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બિજલી મહાદેવ રોપવેનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો હતો. આ રોપવે દોઢ વર્ષમાં બનીને તૈયાર કરવાનો હતો. આ રોપવે બનવાથી 36,000 પ્રવાસીઓ એક દિવસમાં બિજલી મહાદેવ પહોંચશે અને અહીં ટુરિઝમને ઘણો લાભ થશે.
નેશનલ હાઇવે લોજિસ્ટિક મેનેજમેન્ટ લિ.ના મેનેજર અનિલ સેને જણાવ્યું હતું કે બિજલી મહાદેવનો આ રોપવે મોનો કેબલ રોપવે હશે અને 55 બોક્સ એમાં લગાવવામાં આવશે. એની ક્ષમતા 1200 લોકોને લઈ જવાની હશે અને એ ક્ષમતાને 1800 સુધી વધારવામાં આવશે.










કે.એમ.વી.એન.ના TDO લલિત તિવારીએ ભાસ્કરને કહ્યું, “યાત્રામાં 22થી 55 વર્ષની વયના શ્રદ્ધાળુઓ જ જઈ શકશે. આ માટે વ્યક્તિદીઠ રૂ. 80 હજાર ભાડું નક્કી કરાયું છે. પહેલાં 75 હજાર રૂપિયા પ્રસ્તાવિત હતું. પરંતુ ખર્ચ વધતાં ભાડું વધારાયું છે. પૅકેજમાં હૅલિકોપ્ટર તેમજ જીપનું ભાડું, રોકાણ, ખાવા-પીવાના ખર્ચનો સમાવેશ થાય છે. યાત્રાનું બુકિંગ કે.એમ.વી.એન.ની વેબસાઇટ પરથી શુક્રવારથી શરૂ થશે. યાત્રા ચાર દિવસની રહેશે.”
પહેલાં દિવસે 15 યાત્રીને સેનાના હૅલિકોપ્ટરમાં પિથોરાગઢથી 70 કિમી દૂર ગુંજી ગામ લઈ જવાશે. અહીં રાત્રીરોકાણ થશે. ગુંજી ગામથી 30 કિમી દૂર આદિ કૈલાસ પર્વત લઈ જવાશે. અહીંથી પાછા ગુંજી ગામ આવીને રાત્રીરોકાણ કરાશે. ત્રીજા દિવસે ખાનગી વાહનોમાં પહેલાં ઓમ પર્વતનાં દર્શન કરાવાશે. ત્યાંથી આગળ સેના પોતાનાં વાહનોમાં કૈલાસ વ્યૂ પૉઇન્ટ લઈ જશે. જ્યાંથી સામે કૈલાસ પર્વત જોઈ શકાશે. ચોથા દિવસે ગુંજીથી પિથોરાગઢ પાછા આવવાનું રહેશે. યાત્રા પહેલાં દરેક શ્રદ્ધાળુની તબીબી તપાસ પણ થશે.




સૌથી જૂનું ઉદ્યાન
ઇતિહાસ
બિગ ફાઈવ તરીકે જાણીતું પાર્ક 





રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપનો વિરોધ, CMએ પહેરી કાળી પટ્ટી
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદનને લઈ આજે ગુજરાત સહિત દેશમાં ભાજપ દ્વારા રેલી અને ધરણાં યોજવામાં આવ્યા હતા. ત્યારે અમદાવાદમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા બત્રીસી હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણાં યોજ્યા હતા. મુખ્યમંત્રી સહિત ભાજપના નેતાઓને કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવ્યો છે.
રાહુલ ગાંધીના નિવેદન પર વિવાદ
રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે ભારતમાં ક્યાં સુધી અનામત ચાલુ રહેશે. આના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત ખતમ કરવા વિશે વિચારશે, જે અત્યારે નથી. રાહુલે કહ્યું હતું કે, “જ્યારે તમે નાણાકીય ડેટા જુઓ તો આદિવાસીઓને 100 રૂપિયામાંથી 10 પૈસા મળે છે, દલિતોને 100 રૂપિયામાંથી 5 રૂપિયા મળે છે અને OBCને પણ લગભગ એટલી જ રકમ મળે છે. વાસ્તવિકતા એ છે કે તેમને ભાગીદારી નથી મળી રહી. ભારતના દરેક બિઝનેસ લીડરની યાદી જુઓ. મને આદિવાસીઓ અને દલિતોના નામ બતાવો. મને ઓબીસીનું નામ બતાવો. મને લાગે છે કે ટોપ 200માંથી એક ઓબીસી છે. તેઓ ભારતના 50 ટકા છે, પરંતુ આપણે આ રોગનો ઈલાજ નથી કરી રહ્યા. જો કે હવે અનામત એ એકમાત્ર સાધન નથી. અન્ય સાધનો પણ છે.
અમદાવાદ શહેર ભાજપ દ્વારા આજે સુભાષ બ્રિજ ખાતે યોજાયેલી મૌન રેલી અને ધરણાં કાર્યક્રમમાં આરટીઓ સર્કલ ખાતે રાહુલ ગાંધીના ફોટા સાથે કોંગ્રેસનો અનામત વિરોધી ચેહરો સ્લોગન લખેલા બેનરો પણ લગાવવામાં આવ્યા હતા. SC, ST અને OBC અનામત રદ કરવાના રાહુલ ગાંધીના નાપાક ઇરાદાને ભારતીય જનતા પાર્ટી કામયાબ નહીં થવા દે તેવું પણ બનેરમાં લખ્યું હતું.