ચાઈનીઝ લસણ કે ચાઈનાથી આવતું લસણ બજારોમાં આડેધડ વેચાઈ રહ્યું હોવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે શુક્રવારે ઉત્તર પ્રદેશ સરકારના ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગના નામાંકિત અધિકારીને સમન્સ પાઠવ્યું અને પૂછ્યું કે પ્રતિબંધિત ‘ચાઈનીઝ લસણ’ હજુ પણ બજારમાં કેવી રીતે ઉપલબ્ધ છે. તમને જણાવી દઈએ કે દેશના જુદા જુદા ભાગોના બજારોમાં ચાઈનીઝ લસણ વેચાઈ રહ્યું હોવાના અહેવાલો છે. મામલો વેગ પકડ્યા પછી કાર્યવાહી શરૂ થઈ અને ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં કેટલાક ક્વિન્ટલ ચાઈનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું. જાણીએ કે આ લસણ પર આટલો બધો હંગામો શા માટે છે.

ચાઈનીઝ લસણનો મામલો હાઈકોર્ટમાં કેમ પહોંચ્યો?
મોતીલાલ યાદવ નામના વકીલે ચાઈનીઝ લસણને લઈને હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. વકીલે પોતાની અરજીમાં કહ્યું હતું કે ‘ચાઈનીઝ લસણ’ તેના હાનિકારક પ્રભાવોને કારણે દેશમાં પ્રતિબંધિત છે, તેમ છતાં તે લખનૌ સહિત સમગ્ર દેશમાં સરળતાથી ઉપલબ્ધ છે. અરજીની સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે કેન્દ્રના વકીલને દેશમાં આવા માલના પ્રવેશને રોકવા માટેના ચોક્કસ મિકેનિઝમ વિશે પણ પ્રશ્ન કર્યો અને એ પણ પૂછ્યું કે તેના પ્રવેશના સ્ત્રોતને શોધી કાઢવા માટે શું કરવામાં આવશે આ માટે કોઈ પગલા લેવામમાં આવ્યા છે? અરજદારે કોર્ટની કાર્યવાહી દરમિયાન ન્યાયાધીશો સમક્ષ લગભગ અડધો કિલો ‘ચાઈનીઝ લસણ’ તેમજ સામાન્ય લસણ રજૂ કર્યું હતું.
ચાઈનીઝ લસણ કેમ ખતરનાક માનવામાં આવે છે?
ચાઈનીઝ લસણ વિશે એવું કહેવાય છે કે તેમાં રહેલ ફૂગ ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. આ ઉપરાંત ચાઈનીઝ લસણમાં પણ જંતુનાશકોનું ઉચ્ચ સ્તર જોવા મળ્યું છે. જંતુઓથી બચાવવા માટે તેના પર મિથાઈલ બ્રોમાઈડનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે આ લસણ ખાવાથી પેટના રોગો જેવા કે અલ્સર, ઈન્ફેક્શન વગેરેનો ખતરો વધી જાય છે. આ ઝેરી લસણનું સેવન કરવાથી કિડની સંબંધિત બીમારીઓ થાય છે. જો કે, સ્થાનિક લસણ કરતાં ચાઈનીઝ લસણ સસ્તું છે, તેથી પ્રતિબંધ હોવા છતાં વધુ નફો મેળવવા માટે તેને બજારોમાં આડેધડ વેચવામાં આવી રહ્યું છે.
ભારતીય અને ચાઈનીઝ લસણ વચ્ચે શું તફાવત છે?
હવે પ્રશ્ન એ છે કે બે લસણ વચ્ચે કેવી રીતે તફાવત કરવો. તમને જણાવી દઈએ કે જો તમે થોડું ધ્યાન આપો તો ચાઈનીઝ લસણને સરળતાથી ઓળખી શકાય છે. તેનો રંગ, આકાર અને ગંધ સ્થાનિક લસણથી તદ્દન અલગ છે. ચાઈનીઝ લસણનો રંગ આછો સફેદ અને આછો ગુલાબી છે. જ્યારે, જો આપણે સ્થાનિક લસણ વિશે વાત કરીએ તો તે કદમાં નાનું છે અને તેનો રંગ સફેદ અથવા ક્રીમ રંગનો છે. બંનેની ગંધમાં ફરક છે. એક તરફ દેશી લસણની ગંધ તીવ્ર હોય છે જ્યારે ચાઈનીઝ લસણની ગંધ હળવી હોય છે.




પ્રવેશીને નવા રજૂ થયેલા આઈફોન 16ના પહેલા ગ્રાહક બનવું હતું. આ માટે એ સ્ટોરની બહાર 21 કલાક લાઈનમાં ઊભો રહ્યો. સવારે સ્ટોર ખૂલ્યો ને આઈફોનનો દિલફાડ પ્રેમી ઉજ્જવલકુમાર આઈફોન 16 ખરીદનારો ફર્સ્ટ કસ્ટમર બનીને જ જંપ્યો.




નવરાત્રિના નવ દિવસ યુવાનો માતાજીના ગરબાના તાલે જુમીને તો વડીલો માતાજીની પૂજા અર્ચના કરી માતાને રીઝવવાનો પ્રયાસ કરે છે. પહેલાના સમયમાં શેરીના ચોકમાં ગરબાનું આયોજન થતું, જ્યાં દુર્ગા સ્વરૂપા દીકરીઓ ગરબાની રમઝટ બોલાવતી. હવેના સમયમાં મોટા પાર્ટી પ્લોટમાં DJના તાલે ગરબાની જમાવટ થાય છે.
સમય સાથે પરિવર્તન સંસારનો નિયમ છે. ત્યારે બીજા કલ્ચરને અપનાવીને વિચિત્ર ગાયન પર ડાન્સ કરવો એ અમુક અંશે આપણે પરિવર્તનમાની સ્વીકાર પણ કરી શકીએ, પરંતુ એક રિપોર્ટ પ્રમાણે જોવા મળ્યું છે કે નવરાત્રિ બાદ ગર્ભપાતના કેસોમાં ઉછાળો જોવા મળે છે. એટલે કે નવરાત્રિના સમયે દીકરી સાથે છેડતી કરવી અને એમની સાથે અભદ્ર વર્તન કરવા જેવા કિસ્સા પણ જોવા મળે છે. આ ઉપરાંત છોકરીના ખાવામાં નશીલા પદાર્થ નાખી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરવું એ ક્યાં માતાજીની આરાધના છે? નવરાત્રિના દિવસો એટલે ચોમાસાની સીઝન પૂર્ણ થયા બાદ જ્યારે ખેતરોની માટી ભીની હોય અને ખેડૂતો આરામમાં હોય ત્યારે સાથે મળી માતાજીનો ભક્તિ ભાવથી આરાધના કરવી. પરંતુ હાલના સમયમાં મોંઘા પાસ, ચણીચોલી અને DJના તાલે ગરબા રમવાને ઉત્સવ માને છે પરંતુ આમાં ક્યા માતાજીના આરાધના છે?
પારંપરીક ગરબા વચ્ચે અર્વાચિન થીમ પર નાચવું એકદમ અયોગ્ય છે. અત્યારે આપણે આપણી સંસ્કૃતિ ભુલી રહ્યા છીએ. આપણ ગરબા અને સમાજ વચ્ચે વિકૃતિ આવી રહી છે. પહેલાના સમયમાં ગરબાનું આયોજન થતુ, ત્યારે એક ગરબીની ફરતે ગરબા રમાતા અને આ આયોજન શેરી કે ચોકમાં થતું હતું. અને હાલના સમયમાં પાર્ટીપ્લોટમાં ગરબીને ફરતે ગરબા રમતા નથી. લોકોને માતાજીની આરાધના કરતા વધારે DJ સોગ પર નાચવું ગમે છે. ધીમે-ધીમે આ શેર ગરબાનું મહત્વ ઘટી રહ્યું છે. જ્યાં નાની નાની બાળાઓ પ્રાચીન ગરબાની તાલે ગરબા ઘૂમે, પછી આઠમના દિવસે નાની-નાની ગોયણી જમાડવામાં આવે. આ સંસ્કૃતિ ભૂલી લોકો મોંઘા પાસ અને સારા ગાયક કલાકારો પાછળ દોડી રહ્યા છે. આજ કાલના લોકોને ગરબાની જગ્યા પર ફિલ્મી ગીત પર ગરબા રમવા પસંદ આવે છે. આ સંસ્કૃતિને જાળવવા માટે જ અમે દર વર્ષે પારંપરિક ગરબાનું આયોજન કરીએ છીએ.
સામાન્ય રીતે નવી જનરેશનના લોકો અર્વાચીન ગરબા તરફ વળ્યા છે. પરંતુ જુની રૂઢીના લોકોને તો શેરી ગરબા જ ગમે છે. જ્યારે વાત અર્વાચીન ગરબાની થાય તો જૂની પ્રથા સાથે એક નવો ઉમેરો થયો છે, જેમાં કોઈ વાંધો નથી. અમારી સોસાયટીમાં અમે દર વર્ષે પ્રાચીન ગરબાનું જ આયોજન કરીએ છીએ. જેમાં સૌ પ્રથમ માતાજીની આરતી થાય, જે બાદ લોકો પારંપરિક ગરબા કરે. જ્યારે ગરબાના અંતે એક નાનો એવો ડાન્સ માટે રાઉન્ડ પણ ગોઠવીએ છીએ. આમ તો પાર્ટીપ્લોટમાં જવાનું ટાળવું જોઈએ. કેમ કે કેટલીક વખત દીકરીઓ સાથે છેડતી અને મારામારી થવાની શક્યતા રહે છે, જેથી પાર્ટી પ્લોટ જવાનું ટાળવું જોઈએ. જ્યારે પાર્ટી પ્લોટના સંચાલક સારો હોય અને આયોજન સારું હોય, ત્યારે આવી ઘટના બનવાની શક્યતા ઓછી રહે છે.
પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબાની વચ્ચે જ્યારે પસંદ કરવાની વાત આવે, ત્યારે મને પ્રાચીન ગરબા વધુ પસંદ આવે છે. મને પાર્ટી પ્લોટ કરતા વધુ શેર કે ચોકના નાકા પર થાત સામાન્ય ગરબા રમવા જ ગમે છે. મને શેરી ગરબા ગમે કેમ કે ત્યાં આપણા પરિવાર અને મિત્રો હોય છે. એમાં પણ શેરી ગરબામાં પ્રાચીન ગરબા ગીતો પર રમવાનું હોય એટલે વધુ મજા ત્યારે આવે. આમ તો બંને ગરબામાં મને કોઈ પણ વાંધો લાગતો નથી કેમ કે સમય સાથે તહેવાર ઉજવવાની પ્રથા બદલી છે. હા ફેશન પાછળ કેટલી વિકૃતિને મોકળુ મેદાન મળ્યું છે, પણ આપણી સલામતી આપણા હાથમાં જ હોય છે. જ્યારે પાર્ટી પ્લોટનું આયોજન અને સંચાલન સારું હોય ત્યારે આવી ઘટના બનવાની શક્યતા ઓછી હોય છે.
શાહે અહીં કોંગ્રેસ, નેશનલ કોંગ્રેસ અન્ PDP પર હુમલો કર્યો હતો. આ ત્રણ વંશવાદી પાર્ટીઓ આતંકવાદ માટે જવાબદાર છે, જેને ભાજપે ખતમ કર્યો છે અને રાજ્યમાં ફરીથી એને પરત ફરવા નહીં દેવાય.



જે સમાજ પોતાના હક માટેની લડાઈ ન લડી શકે તે વિદેશી આક્રમણનો સામનો કરી શકશે? માનસિક રીતે નાપુન્શક થતો સમાજ એ દેશ માટે લાલ બત્તી સમાન ગણાય. જે દેશમાં નિરાકારની પૂજાનો મહિમા છે ત્યાં ઉત્સવના નામે ઘોંઘાટ, અંગ પ્રદર્શન, વ્યભિચાર વિગેરે ફેલાય ત્યારે વિચાર આવે કે ક્યાંક કશુક તો ખોટું થયું. અને આધુનિક થવાની દોડ એક એવી દિશા તરફ વળી ગઈ જ્યાંથી પાછા આવવામાં હવે મોડું થઇ ગયું છે. કડક કાયદા અને કેટલાક નિયમો જ આ દિશા બદલવામાં મદદ કરી શકે.

વગેરે ઓમેગા-૩ તેમ જ ઓમેગા-6 ફૅટી ઍસિડનાં સ્રોત છે, જે તમારું મેટાબોલિઝમ નિયમિત કરવા ઉપરાંત હાડકાંની તંદુરસ્તી માટે ઉપયોગી છે. સીડ્સમાં રહેલાં ફાઈબર તમારા કૉલેસ્ટરોલને કન્ટ્રોલમાં રાખવામાં મદદરૂપ થશે તો વિટામિન ઈ, જે તથા વિટામિન કે વાળ અને સ્કિનનું ડેમેજ અટકાવશે.