મુંબઈ: 13 ડિસેમ્બરે એટલે કે ગત રોજ શુક્રવારે રાત્રે રાજ કપૂરની 100મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન બોલિવૂડ સ્ટાર્સ અને આખો કપૂર પરિવાર ઉજવણી કરવા માટે એકસાથે આવ્યો હતો. એક ભવ્ય સમારોહમાં ભારતીય સિનેમામાં રાજ કપૂરના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું. આ સમારોહ સિતારાઓના ઝગમગાટ ભરેલો હતો.
આ ભવ્ય સમારોહમાં આખો કપૂર પરિવાર એકત્ર થયો હતો. રાજ કપૂરના વારસાને યાદ કરતાં રણબીર કપૂર, કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર, સૈફ અલી ખાન, નીતુ કપૂર, રિદ્ધિમા કપૂર સાહની અને આલિયા ભટ્ટ સહિત પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા. આ ફંક્શનમાં ઈન્ડસ્ટ્રીના લગભગ તમામ ફેમસ ચહેરાઓ હાજર રહ્યા હતા.
નવી દિલ્હીઃ ભાજપના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ ઉપ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીની તબિયત બગડી છે. જેથી તેમને દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેઓ ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટ ડો. વિનીત સૂરીની દેખરેખમાં છે. જોકે તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. છેલ્લા બે અઠવાડિયાથી તેમની તબિયત નાદુરસ્ત હતી. લાલકૃષ્ણ અડવાણીને આ વર્ષે ઓગસ્ટમાં પણ એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
લાલકૃષ્ણ અડવાણીને એક મહિના પહેલા 26મી જૂન રાત્રે વાગ્યે તેમને દિલ્હી એમ્સના યુરોલોજી વિભાગમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ડૉ. અમલેશ શેઠની દેખરેખ હેઠળ તેની સારવાર કરવામાં આવી હતી અને બીજા દિવસે રજા આપવામાં આવી હતી.
Veteran BJP leader Lal Krishna Advani has been admitted to Delhi’s Apollo Hospital. His condition is stable: Hospital source
ભાજપના વરિષ્ઠ લાલકૃષ્ણ અડવાણી છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે. આ જ કારણ છે કે આ દિવસોમાં તેઓ પોતાના ઘરે જ રહે છે અને કોઈ પણ જાહેર કાર્યક્રમમાં હાજરી આપતા નથી. એલ. કે. અડવાણીને આ વર્ષે દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી પણ નવાજવામાં આવ્યા હતા. પરંતુ સ્વાસ્થ્યનાં કારણોસર તેઓ રાષ્ટ્રપતિ ભવનના કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. તેમને તેમના નિવાસસ્થાને જ ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
લાલકૃષ્ણ અડવાણી 97 વર્ષના છે. છેલ્લા 4-5 મહિનામાં લગભગ ચોથી વખત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ડોકટરોના નિરીક્ષણ હેઠળ છે. તેમની તબિયત સ્થિર છે.
પર્યાવરણ અને સ્થાનોના રક્ષણને પ્રાથમિકતા આપતા માનવ નિર્મિત પર્યાવરણને સક્ષમ બનાવવા અને 2025 સુધીમાં ભારતને આ ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનાવવાના ધ્યેયથી ઉદ્દઘાટિત ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC)- જે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) નો ભાગ છે, તેના દ્વારા હાલમાં જ બેંગ્લોર ખાતે ‘ગ્રીન યોર સ્કૂલ’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા આયોજીત આ સ્પર્ધામાં પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી પ્રેરિત શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુલે ભાગ લીધો હતો અને આ સ્પર્ધાની રાષ્ટ્રીય વિજેતા બની હતી.
ગુરુકુલની 3 વિદ્યાર્થીનીઓ રાજલ પંડ્યા, તૃપ્તિ ભોયા અને યોગીની ભુસારાના તેજસ્વી પ્રતિનિધિત્વના પરિણામ રૂપે તેઓએ ‘ઇનોવેશન આઈડિયા’ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી માત્ર શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુલનું જ નહિ પણ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું હતું.
નિર્દેશક નિતેશ તિવારીએ આમિર ખાન સાથે જ ‘દંગલ’ (૨૦૧૬) બનાવવા પાંચ વર્ષ સુધી રાહ જોવાનું નક્કી કર્યું હતું. ‘દંગલ’ માં આમિર ખાન આવ્યા એ પહેલાં અને પછી નિતેશ બહુ લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા હતા. નિર્દેશક નિતેશે એક દિવસ મિત્ર મનીષને મેસેજ કર્યો કે મારે તને એક સ્ક્રિપ્ટનો વિચાર આપવો છે. સામે મનીષે જવાબ આપ્યો કે મારે પણ એક સ્ક્રિપ્ટનો વિચાર આપવો છે. બંનેએ એકબીજાના વિચારનું આદાનપ્રદાન કરવા બેઠક યોજી. મુલાકાતમાં મનીષે એક અખબારનો લેખ બતાવી કહ્યું કે આ વિચાર છે.
નિતેશે એ સમાચાર વાંચ્યા અને કહ્યું કે તારો વિચાર મને ગમી ગયો છે એટલે મારો જણાવીશ નહીં. અને એ નાનકડા લેખ પરથી ફિલ્મ ‘દંગલ’ ની સ્ક્રિપ્ટ લખવાનું નક્કી થયું. નિતેશ પોતાની ટીમ સાથે પહેલવાન મહાવીરસિંહ ફોગાટ અને એમની પુત્રીઓ બબીતા અને ગીતાના જીવન વિશે માહિતી એકત્ર કરવા લાગ્યા. જ્યારે નિતેશે અખબારનો લેખ વાંચ્યો ત્યારે એમ લાગતું હતું કે આ બે બહેનોની વાર્તા છે. અને એ વાત મગજમાં રાખીને જ અન્ય ત્રણ લેખકો પિયુષ, શ્રેયસ અને નિખિલ સાથે સંશોધન કર્યું હતું. તેઓ બે બહેનો વિશેની જ વાર્તા લખવાના હતા.
બધી જ માહિતી એકત્ર થયા પછી એમને થયું કે આ તો એક પિતાની વાર્તા છે. અને માહિતી એટલી બધી હતી કે એને ફિલ્મની સ્ક્રિપ્ટના રૂપમાં ઢાળવાનું કામ બહુ કઠિન હતું. એમાંથી કેટલું રાખવું, કેટલું છોડવું અને કેટલું મઠારવું એ કામ સમય માગી લે એવું હતું. લગભગ એક વર્ષ સુધી સ્ક્રિપ્ટ લખવાનું કામ ચાલ્યું. સ્ક્રિપ્ટ લખતી વખતે ખ્યાલ આવ્યો કે આ એક ગંભીર વિષય પરની વાર્તા છે. એના પરથી ડાર્ક ફિલ્મ બને એમ હતી પણ લખતી વખતે જ્યાં શક્ય હોય ત્યાં હળવી વાતો ઉમેરવાનો નિર્ણય કર્યો. જેથી જે કહેવામાં આવી રહ્યું છે એ ફિલ્મમાં મનોરંજક પણ લાગે. સ્ક્રિપ્ટ લખતી વખતે આમિરનું નામ વિચાર્યું ન હતું. પરંતુ લખાઈ ગયા પછી થયું કે કોઈ મોટો હીરો એ માટે યોગ્ય રહેશે. ‘દંગલ’ માટે આમિરનું નામ નક્કી થયું અને નિતેશ સ્ક્રિપ્ટ સંભળાવવા ગયા.
આમિર સ્ક્રિપ્ટ ધ્યાનથી સાંભળતા હતા પણ થોડીવારે આંખ સાફ કરવા જતાં હતા. નિતેશને લાગ્યું કે આંખમાં ઇન્ફેકશન થયું હશે. પણ પછી ખબર પડી કે સ્ક્રિપ્ટ સાંભળીને રડવું આવતું હતું અને એ મોં ધોવા જતા હતા. વાર્તા ઇન્ટરવલ સુધી આવી ત્યારે આમિરે કહ્યું કે હું બહુ ઈમોશનલ થઈ રહ્યો છું અને આંખમાં પાણી આવી રહ્યા છે એટલે સાફ કરવા જવું પડે છે. અને પહેલી વખત એવું બન્યું કે આમિરે સ્ક્રિપ્ટ સાંભળ્યા પછી તરત જ કહી દીધું કે એ ‘દંગલ’ માં કામ કરશે. પણ ક્યારે કરશે એ કહી શકાય નહીં. કેમકે ત્યારે ‘ધૂમ ૩’ (૨૦૧૩) માં યુવા હીરો તરીકે કામ કરતા હતા. એ પછી ‘પીકે’ (૨૦૧૪) માં પણ કામ ચાલુ કર્યું હતું.
આમિરે નિર્દેશક નિતેશ તિવારીને ‘દંગલ’ માટે ચાર-પાંચ વર્ષ રાહ જોવાનું કહ્યું હતું. નિતેશ એમ કરવા તૈયાર હતા. કેમકે આમિરને સ્ક્રિપ્ટ પસંદ આવી એ જ મોટી વાત હતી. પરંતુ એક વર્ષ પછી આમિરે ફરી સ્ક્રિપ્ટ સાંભળી અને કહ્યું કે એ હવે ફિલ્મ કરવા તૈયાર છે. આમિરને સ્ક્રિપ્ટ એટલી પસંદ આવી કે એમણે એમ કહ્યું કે એ મારા મગજમાંથી બહાર નીકળી શકતી નથી એટલે ફિલ્મ જલદી બનાવવાની તૈયારી શરૂ કરી દો. નિતેશ તિવારીએ બાકીની સ્ટારકાસ્ટ અને અન્ય તૈયારીઓ શરૂ કરી હતી. જેમાં દોઢ વર્ષનો સમય લાગ્યો હતો. આમિરે પણ પોતાની ભૂમિકા માટે બહુ મહેનત કરી હતી. ફિલ્મ ‘દંગલ’ રજૂ થયા પછી વ્યાવસાયિક રીતે મોટી સફળતા મેળવી ગઈ હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલેથી જ વિવાદ ચાલી રહ્યો છે. હવે બંને દેશો IPL અને PSLને લઈને આમને-સામને જોવા મળી રહ્યા છે. આ વખતે આઈપીએલ એટલે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ અને પીએસએલ એટલે કે પાકિસ્તાન સુપર લીગ લગભગ એકસાથે યોજાશે.
અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં રમાનારી PSL 2025 માં એપ્રિલથી મે વચ્ચે રમાશે. PSL 8 એપ્રિલથી શરૂ થશે અને 19 મે સુધી ટૂર્નામેન્ટ રમાશે. જયારે 2025 IPL 15 માર્ચથી 25 મે વચ્ચે રમાશે. આ રીતે IPL અને PSL સામસામે આવી જશે.
પાકિસ્તાનને થઈ શકે છે નુકસાન?
પાકિસ્તાન સુપર લીગ અગાઉ ફેબ્રુઆરી અને માર્ચ વચ્ચે રમાતી હતી, પરંતુ આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફી ફેબ્રુઆરી અને માર્ચમાં યોજાવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીનો અધિકાર પણ પાકિસ્તાન પાસે છે. ઉલ્લેખનીય છે કે, IPL વિશ્વની સૌથી મોંઘી ક્રિકેટ લીગ છે અને દુનિયાભરના લોકો તેને જોવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સુપર લીગ માટે IPL સાથે સ્પર્ધા કરવી આસાન નહીં હોય. IPLની સાથે આયોજિત ઈવેન્ટને કારણે પાકિસ્તાનને મોટું નુકસાન થઈ શકે છે.
IPL ના વેચાયેલા ખેલાડીઓ PSL રમશે
થોડા સમય પહેલા સામે આવેલા મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે IPL 2025ની મેગા ઓક્શનમાં જે ખેલાડીઓ વેચાયા ન હતા એ PSLમાં રમતા જોવા મળશે. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નર અને ન્યુઝીલેન્ડના કેન વિલિયમસન સહિત ઘણા પ્રખ્યાત વિદેશી ખેલાડીઓ આ વર્ષની મેગા ઓક્શનમાં વેચાયા વગરના રહ્યા. આ સિવાય ડેરેલ મિશેલ, શે હોપ, જેમ્સ વિન્સ, એલેક્સ કેરી, રાયલો રુસો, જેસન હોલ્ડર, ક્રિસ જોર્ડન, તબ્રેઈઝ શમ્સી, એવિન લુઈસ અને અલઝારી જોસેફ જેવા પ્રખ્યાત નામો છે, જેમને આઈપીએલમાં કોઈ ખરીદનાર નથી મળ્યો. આવી સ્થિતિમાં, આમાંથી કયો ખેલાડી PSLમાં જોવા મળે છે તે જોવું રસપ્રદ રહેશે.
અમદાવાદ: અદાણી યુનિવર્સિટી ખાતે ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી (ICIDS) પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ’ ની બીજી આવૃત્તિનું 11 અને 12 ડિસેમ્બરના રોજ આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોને એકસાથે લાવવામાં આવ્યા હતા. જેમણે ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, ગ્રીન ટ્રાન્ઝિશન અને ફાઇનાન્સિંગમાં ઉભરતા એજન્ડાની ચર્ચા કરી હતી. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે 2047 સુધીમાં દેશને ઊર્જાની આયાતથી મુક્ત થવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે ભારત ગ્રીન એનર્જીનો સૌથી મોટો નિકાસકાર બની શકે છે. ભારત જેવા ઝડપથી વિકસતા અર્થતંત્ર માટે, ઉર્જા સંક્રમણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ આંતરિક રીતે જોડાયેલા છે.અદાણી યુનિવર્સિટી દ્વારા આયોજિત કોન્ફરન્સના ઉદ્ઘાટન સમયે, અદાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રોફેસર રવિ પી. સિંઘે પાછલા કેટલાક વર્ષોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા ક્ષેત્રે ભારતની અવિશ્વસનીય પ્રગતિ વિશે વાત કરી હતી. તેમણે ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું: “ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, એનર્જી ટ્રાન્ઝિશન અને ક્લાઈમેટ ચેન્જ. તેમણે કહ્યું કે, ભારત હાલમાં લગભગ 450 ગીગાવોટ ઊર્જા ક્ષમતા ધરાવે છે અને તેમાંથી લગભગ 50% બિન-અશ્મિભૂત ઇંધણમાંથી છે. ભારત 2030 સુધીમાં 500 ગીગાવોટ સુધી પહોંચવાનો ઇરાદો ધરાવે છે. પરંતુ અમારા ઝડપી વિકાસને જોતાં, આપણે આ લક્ષ્યને વહેલા સુધી પહોંચવાની જરૂર પડી શકે છે.”ધ રોયલ ઓર્ડર ઑફ ઑસ્ટ્રેલિયાના પ્રાપ્તકર્તા અને અદાણી યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ પ્રોફેસર અરુણ શર્માએ જણાવ્યું હતું કે, ભારતે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ ટકાઉ રીતે બનાવવાની જરૂરિયાત છે. ઊર્જા આયાતથી મુક્ત થવાના ભારતના 2047ના લક્ષ્ય વિશે પણ તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી.
કોન્ફરન્સમાં મુખ્ય ભાષણ થાઈલેન્ડમાં આવેલ રિસર્ચ સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ ઈનોવેશન, સ્કૂલ ઓફ ગ્લોબલ સ્ટડીઝ, થમ્માસાટ યુનિવર્સિટીના પ્રોફેસર ભરત દહિયા દ્વારા આપવામાં આવ્યું હતું,. તેમણે વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સ્વીકૃતિને ટાંકી કે “એશિયન સેન્ચ્યુરી” પાછી આવવાની છે. જો કે પર્યાવરણીય પડકારો, ખાસ કરીને આબોહવા પરિવર્તન, નોંધપાત્ર જોખમો છે.શહેરી અને પ્રાદેશિક પરિવહનમાં ઉભરતા પ્રવાહો પર ચર્ચા દરમિયાન, દિલ્હી અર્બન આર્ટ કમિશનના અજિત પાઈએ શહેરીકરણ અને ભારતીય સંદર્ભમાં જીવનશૈલીમાં સુધારો કરવા માટે આયોજનની આવશ્યકતાઓની સુસંગતતા વિશે વાત કરી. તેમણે શહેરના સ્તરે કાર્બન ફૂટપ્રિન્ટ્સ એમ્બેડ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને બિલ્ડિંગ લેવલ સુધી મર્યાદિત નથી.
પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદેથી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સ્પિડી બોલર જેસન ગિલેસ્પીએ રાજીનામું આપી દીધું છે. કેટલાક દિવસોની અટકરો બાદ આખરે તેને સત્તાવાર જાહેરાત કરી દીઘી છે. સૂત્રોની માહિતી પ્રમાણે ગિલેસ્પીએ પાકિસ્તાન ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે જનારી ફ્લાઈટ પકડી ન હતી. એડિલેડથી ગિલેસ્પીની ફ્લાઈટ સવારે 6 વાગ્યે હતી, પરંતુ તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જાણ કરી હતી કે, મારો દક્ષિણ આફ્રિકા જવાનો કોઈ ઈરાદો નથી. આ સાથે તેણે પદ પરથી રાજીનામું આપવાની વાત પર કહી હતી.
જેસન ગિલેસ્પીના રાજીનામ બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર આકિબ જાવેદને ટીમનો નવો વચગાળાનો કોચ બનાવવામાં આવ્યો છે. તે હવે આ જવાબદારી સંભાળશે અને થોડા દિવસો પછી PCB(Pakistan Cricket Board) નવા મુખ્ય કોચની જાહેરાત કરશે. ગિલેસ્પીને રેડ બોલ ફોર્મેટમાં કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ વ્હાઈટ બોલના કોચ ગેરી કર્સ્ટનના રાજીનામા બાદ ગિલેસ્પીને તમામ ફોર્મેટની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના કોચિંગ હેઠળ પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે વનડે સીરિઝમાં હરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણાં સમયથી PCB અને ગિલેસ્પી વચ્ચે બધું યોગ્ય ચાલી રહ્યું ન હતું. બોર્ડે તાજેતરમાં ટીમના બોલિંગ કોચ ટિમ નીલ્સનનો કરાર લંબાવ્યો ન હતો. આ વાતથી ગિલેસ્પી નારાજ થઇ ગયો હતો. તે એ વાત પર ગુસ્સે હતો કે, બોર્ડે તેને આ વિશે કંઈ પૂછ્યું ન હતું. ગિલેસ્પીને લાગ્યું કે આ તેનું અપમાન છે. એક અહેવાલ અનુસાર, PCBએ થોડા દિવસોથી તેની સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કર્યો ન હતો. ગિલેસ્પીના ગયા બાદ આકિબ હવે તમામ ફોર્મેટમાં ટીમનો વચગાળાનો કોચ રહેશે. PCBએ પહેલાથી જ મન બનાવી લીધું હતું કે બોર્ડ વિદેશી કોચ રાખવાને બદલે પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓને તક આપશે.
પાકિસ્તાન દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન બે મેચની ટેસ્ટ સીરીઝ રમશે. 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં પહેલી ટેસ્ટ મેચ અને બીજી ટેસ્ટ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. પાકિસ્તાની ટીમને તાજેતરમાં ઘણી વખત શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હતું. ટીમમાં વિભાજન થવાના સમાચારે વાતાવરણ ઘણું બગાડી દીધું છે. એવું માનવામાં આવતું હતું કે ટીમમાં શાહીન શાહ આફ્રિદી અને બાબર આઝમના બે જૂથ બની ગયા છે. જે ટીમ માટે મુશ્કેલી સર્જી રહ્યા હતા. આ બંનેને ઈંગ્લેન્ડ સામેની તાજેતરની ઘરઆંગણે રમાયેલી સીરિઝની પહેલી મેચ બાદ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીમે બંને ટેસ્ટ મેચ જીતી હતી.