નવી દિલ્હી: 18 વર્ષીય ભારતીય ગ્રેન્ડમાસ્ટર ડી. ગુકેશે ચેસમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ 2024 જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુકેશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ 2024માં ચીનના ડીંગ લિરેનને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. 12મી ડિસેમ્બરે 14મા રાઉન્ડની મેચમાં ડિંગની મોટી ભૂલનો ફાયદો ઉઠાવીને ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. જો કે તેમના વિરોધીઓ તેની આ જીતને પચાવી શક્યા નથી. રશિયન ચેસ ફેડરેશને ચીની ખેલાડી ડીંગ પર ઇરાદાપૂર્વક મેચ હારવાનો આરોપ લગાવ્યો છે.
રશિયન ચેસ ફેડરેશનના પ્રમુખ એન્ડ્રે ફિલાતેવે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન(FIDE) પાસે તપાસની માંગ કરી છે. રશિયન સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર, ફિલાતેવે કહ્યું હતું કે, ‘વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચના પરિણામથી પ્રોફેશનલ ખેલાડીઓ અને ચેસના ચાહકોના મનમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ફાઈનલ રાઉન્ડ દરમિયાન ચીનના ખેલાડીએ કેટલાંક એવા મૂવ કર્યા હતા, જેનાથી ઘણી શંકા ઉભી થઈ છે. FIDEએ આ અંગે અલગથી તપાસ કરવી જોઈએ. આ મેચ દરમિયાન ડીંગ લીરેન જે સ્થિતિમાં હતો. તેમાં કોઈપણ ફર્સ્ટ ક્લાસના ખેલાડી માટે હારવું ખૂબ મુશ્કેલ છે. એવું લાગે છે કે ચીની ખેલાડી જાણી જોઈને ગેમ હારી ગયો છે.’
રશિયાના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વ્લાદિમીર ક્રામનિકે પણ લિરેનની હારને લઈને આ પહેલાં સવાલો ઉઠાવ્યા છે. તેમણે એક પોસ્ટ શેર કરી લખ્યું હતું કે, ‘અત્યાર સુધીમાં કોઈ વર્લ્ડ કપનો ખિતાબ આ પ્રકારની બાલિશ યુક્તિને આધારે નક્કી થયો નથી.’









પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આશરે ત્રણ મહિના પહેલાં અમદાવાદ સ્થિત એક પ્રોફેશનલને ફોન આવ્યો હતો કે જેમાં તેણે કુરિયર કંપનીના ક્રમચારી હોવાનો દારો કરતાં જણાવ્યું હતું કે બુક કરવામાં આવેલા પાર્સલમાંથી ડ્રગ્સ અને પાસપોર્ટ નીકળતાં પોલીસે જપ્ત કરી લીધું છે. જેથી પીડિત સહમત થતાં કોલરે વિડિયો કોલ દ્વારા કોઈ અન્ય વ્યક્તિને જોડ્યો હતો- જેણે ખુદને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના DCP મિલિંદ બારમડે તરીકે ઓળખ આપી હતી.
જૈનાચાર્ય યુગભૂષણસુરીજીએ જણાવ્યું હતું કે, “ધર્મગુરુ અને જીઓ પોલિટિકસ્ વચ્ચે શું સંબંધ છે તેના વિશે ઘણા લોકો અજાણ છે. પરંતુ આ પ્રશ્નનો જવાબ ઇતિહાસના અનેક પ્રેરણાદાયક દ્રષ્ટાંતોમાં છુપાયેલો છે. ભારતના ઇતિહાસમાં ધર્મસત્તા અને રાજ્યસત્તાના સહકારના અનોખા ઉદાહરણો જોવા મળ્યા છે. સાચા ધર્મગુરુ રાજ્યસત્તાને યોગ્ય અને નીતિવિહિત સલાહ આપી શકે છે. ધર્મ શાસનના વડાઓ, ધર્મગુરુઓને રાજકારણની સામાજિક વિજ્ઞાન, કાયદા શાસ્ત્ર અને આર્થિક વિજ્ઞાન જેવા વિભાગોમાં પણ નિષ્ણાત હોવું જરૂરી છે. બ્રિટિશ શાસનમાં આધ્યાત્મિક ધર્મ અને ધર્મગુરુઓનું અવમૂલ્યન કરવામાં આવ્યું છે અને ધર્મને પછાત બતાવવા માટે અથાક પ્રયાસો કરવામાં આવ્યા હતા. આજે પોપ જે કહે છે તેની નોંધ સમગ્ર વિશ્વમાં લેવામાં આવે છે. પરંતુ ભારતીય ધર્મગુરુઓના મંતવ્યો પર ધ્યાન અપાતું નથી, જે ખેદજનક છે. ભારતના વૈવિધ્યપૂર્ણ અને પ્રાચીન ધર્મો લગભગ નગણ્ય છે.”



