અમેરિકા: ટ્રમ્પ સરકારના ટોચના વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે અમેરિકન પ્રમુખ દ્વારા નવા ટેરિફ લાદ્યા બાદ 50થી વધુ દેશોએ વેપાર અંગે વાટાઘાટો શરૂ કરવા માટે વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો છે. ઉલ્લેખનીય છે કે જ્યારથી ટ્રમ્પે વિશ્વભરના દેશો સામે ટેરિફનું એલાન કર્યું છે ત્યારથી અમેરિકા સહિત વિશ્વભરના શેરબજારમાં મોટા કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે અને ફરી એકવાર મંદી ઘેરાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.એક શૉ દરમિયાન ટ્રમ્પના ટોચના આર્થિક સલાહકારોએ ટેરિફને વૈશ્વિક વેપાર પ્રણાલીમાં અમેરરિકાને સમજદારીપૂર્વક પુનઃસ્થાપિત કરવા માટેના પ્રયાસો તરીકે ચિત્રિત કરવાનો પ્રયાસ કર્યો. ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે કહ્યું કે ગત બુધવારની જાહેરાત બાદથી 50થી વધુ દેશોએ અમેરિકા સાથે વાટાઘાટો શરૂ કરી છે, જેનાથી ટ્રમ્પને તાકાત મળી છે.
એ 50 દેશો કયા છે જે ટ્રમ્પ અને અમેરિકા સાથે ટેરિફ મુદ્દે વાટાઘાટો માટે તૈયાર છે તેના વિશે બેસન્ટ અને અન્ય અધિકારીઓ કોઈ વિગત આપવામાં અક્ષમ સાબિત થયા હતા. તેમજ મંત્રણા અંગે કોઈ વિગતવાર માહિતી આપી ન હતી. પરંતુ એકસાથે અનેક દેશો સાથે વાટાઘાટો કરવી ટ્રમ્પના વહીવટીતંત્ર માટે પડકાર બની શકે છે અને આર્થિક અનિશ્ચિતતામાં વધારો કરી શકે છે.બેસન્ટે શેરબજારના કડાકાને નકારી કાઢતાં કહ્યું કે ટેરિફના આધારે મંદીની અપેક્ષા રાખવાનું કોઈ કારણ નથી, ગયા મહિને ટેરિફની જાહેરાત થઈ તે પહેલાં અમેરિકામાં રોજગારી વધી હતી. ટ્રમ્પે અમેરિકન આયાત પર વ્યાપક ટેરિફની જાહેરાત કરીને વિશ્વભરની અર્થવ્યવસ્થાઓને હચમચાવી દીધી હતી, જેના કારણે ચીન તરફથી વળતો ટેરિફ લાદવામાં આવ્યો હતો. આ પછી વૈશ્વિક વેપાર યુદ્ધ અને મંદીની આશંકા ઊભી થઈ.
સદ્ગુરુ: જે લોકો જીવન વિશે સંપૂર્ણપણે ગેરસમજ ધરાવે છે, તેઓ અનાસક્તિની ફિલસૂફી માથે લઇને ફરતાં હોય છે. અને આ પ્રકારના લોકોના લીધે આધ્યાત્મિકતાને લગતી કોઈ પણ બાબત પ્રત્યે વિશ્વમાં મોટાપાયે અણગમો જોવા મળે છે. અત્યારે મોટા ભાગના લોકો એ નિષ્કર્ષ પર આવી ગયા છે કે આધ્યાત્મિકતા એ લોકો માટે છે જેમને જીવનમાં રસ નથી.
આધ્યાત્મિકતાનો અર્થ એ છે કે તમારો જીવનમાં રસ એટલો ગહન થઇ ગયો છે કે તમે તેના વિશે બધુ જાણી લેવા માંગો છો. તમે એટલા ઓતપ્રોત બની ગયા છો કે તમે માત્ર ભૌતિક આયામ જ નહિં પરંતુ સમગ્ર જીવન વિશે જાણવા માંગો છો. તે આધ્યાત્મિકતા છે. જે લોકો જીવનને ટાળવા માંગતા હોય તેઓ આધ્યાત્મિક કેવી રીતે હોઇ શકે ? કોઈ રીતે એવું નહિં બને કે આ પ્રકારની વ્યક્તિ આધ્યાત્મિક બને કારણ કે આધ્યાત્મિકતામાં દરેક બાબત સાથે સંપૂર્ણ અને તાદાત્મ્યપૂર્ણ સમાવેશ હોય તે જરૂરી છે. તે સિવાય કોઈ સંભાવના નથી.
અનાસક્તિની ફિલસૂફીઓએ જીવનને ગૂંગળાવ્યું જ નથી પરંતુ તેમણે આ ગ્રહ પર આધ્યાત્મિકતાની દરેક સંભાવનાઓને ખતમ કરી નાખી છે કારણ કે મોટાભાગના લોકોએ આદ્યાત્મિકતા પ્રત્યે અણગમો વિકસિત કરી લીધો છે. લોકોમાં પ્રવર્તી રહેલી સહજ સમજ એ છે કે જો તમે આધ્યાત્મિક હો તો તમારે યોગ્ય રીતે ભોજન ન લેવું જોઇએ, સારા કપડાં ન પહેરવા જોઇએ, સારી રીતે રહેવું ન જોઇએ અને તમે ગુંગળાયાલા હોવા જોઇએ. અથવા તો ગુંગળાયેલા દેખાતા હોવા જોઇએ. જો તમે સ્મિત કરો, હસો અથવા જીવનને માણો તો તમને આધ્યાત્મિક ગણવામા આવતા નથી. જો તમારો ચહેરો કૂતરું કોસ ગળી ગયું હોય તેવો હોય જ્યાં ક્યારેય કોઈ સ્મિત રેલાયું ન હોય ત્યારે જ તમને આધ્યાત્મિક ગણવામાં આવે છે. આ બધુ અનાસક્તિની ફિલસૂફીઓના કારણે થયું છે.
ફિલસૂફીઓને તમે ધારો તેમ વણી શકો છો પણ તે જીવન નથી. જે જીવનને જ અવગણે છે એવી કોઈ બાબતમાં તમને કેમ રસ છે ? તમે અહીં જીવવા માટે આવ્યા છો, તેને અવગણવા માટે નહીં. આધ્યાત્મિક પ્રક્રિયા માત્ર એટલી જ છે કે તમે જીવનની સપાટી પર જ ગુમ થવા નથી માંગતા પરંતુ તેના કેન્દ્ર સુધી જવા માંગો છો. અનાસક્તિથી તે થતું નથી. તે માત્ર સામેલ થવાથી જ થાય છે. તમારી સહભાગિતા અત્યારે જે છે તેના કરતા પણ વધુ ગહન બનવી જોઇએ. ત્યારે જ તમે આધ્યાત્મિક પ્રક્રિયા વિશે જાણશો, અનાસક્તિથી નહીં. જીવનને અવગણવાથી કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા નહિ ઘટે.
અનાસક્તિની ફિલસૂફીઓ એ સમજમાંથી આવી છે કે મરવું સરળ છે પરંતુ જીવવું અઘરૂં છે. તેથી મને કંઇ થવું ન જોઇએ. લોકો મને આવીને પૂછે છે, “ સદ્ગુરુ, મને આશીર્વાદ આપો કે મને કંઇ ન થાય.” આ કેવા પ્રકારના આશીર્વાદ છે ? મારા આશીર્વાદ છે કે તમારા જીવનમાં બધું ઘટિત થવું જોઇએ. શું જીવન ઘટિત થવું જોઇએ કે નહીં ? તે તમારી સાથે થવું જોઇએ. તેથી ભલે તમારા જીવનમાં બધુ થાય. જો તમે અનાસક્તિમાં હશો તો તમારા જીવનમાં કંઇ નહિ બને. જો દરેક બાબતો જીવનમાં ઘટિત થશે તો પણ તમે તેનો સ્વાદ નહિ માણી શકો કારણ કે તમે અનાસક્ત છો. તમે સંકળાયેલા હોવા જોઇએ, ત્યારે જ તમે જીવનનો સ્વાદ માણી શકશો. તે સિવાય સ્વાદ માણી શકશો નહીં.
મુંબઈ: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વૉરની ભારતીય શેરબજાર પર ભયંકર અસર દેખાઈ છે. વિશ્વના બજારો તૂટવાની શ્રેણીમાં હવે ભારતના સેન્સેક્સ અને નિફ્ટી ઈન્ડેક્સમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ જે અગાઉ 75,364 પોઈન્ટ પર બંધ થયો હતો. તેમાં એક ઝાટકે 3,914.75નો કડાકો નોંધાઈ જતાં સેન્સેક્સ સીધો 71,449.94 પર આવી ગયો છે. જ્યારે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ 1,150 પોઇન્ટનો મોટો કડાકો નોંધાતા રોકાણકારોમાં ગભરાટ ફેલાયો છે. આજે પ્રિ- ઓપનિંગમાં સેન્સેક્સ 3000થી વધુ ડાઉન, નિફ્ટી 1100 પોઈન્ટ ગગડ્યો હતો. આજે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. ગિફ્ટી નિફ્ટીથી લઈને એશિયન બજારો 9% સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા છે. કડાકાનું કારણ શું?
આ કડાકાનું કારણ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની ટેરિફ પોલિસી અને વૈશ્વિક બજારમાં તેના કારણે ફેલાયેલો ડર મનાઈ રહ્યું છે. અગાઉ જાપાન, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયન શેરમાર્કેટમાં પણ કડાકાની સ્થિતિ દેખાઈ હતી જેનાથી સ્પષ્ટ છે કે ટ્રેડ વૉરની ચિંતા હવે દુનિયાભરને હચમચાવી રહી છે.
પંજાબ: પ્રખ્યાત ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલે રવિવારે 131 દિવસ પછી પોતાની અનિશ્ચિત ભૂખ હડતાળનો અંત લાવ્યો. તેમણે આ ઉપવાસ 26 નવેમ્બર 2024ના રોજ શરૂ કર્યા હતા. દલેવાલ કૃષિ મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર સામે શાંતિપૂર્ણ વિરોધના ભાગ રૂપે ઉપવાસ પર હતા. દલ્લેવાલે ફતેહગઢ સાહિબ જિલ્લાના સરહિંદમાં આયોજિત કિસાન મહાપંચાયતમાં આ જાહેરાત કરી હતી. સભાને સંબોધતા તેમણે કહ્યું કે તમે બધાએ મને મારા આમરણાંત ઉપવાસનો અંત લાવવાનો આદેશ આપ્યો છે. આ ચળવળની સંભાળ રાખવા બદલ હું તમારા બધાનો ઋણી છું, હું તમારી લાગણીઓનો આદર કરું છું અને તમારા આદેશોનો સ્વીકાર કરું છું.
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રવનીત સિંહ બિટ્ટુની અપીલ બાદ આ જાહેરાત કરવામાં આવી હતી, જેમણે શનિવારે દલેવાલને તેમનો ઉપવાસ સમાપ્ત કરવા વિનંતી કરી હતી. શિવરાજ સિંહ ચૌહાણે X પર લખ્યું હતું કે ભારત સરકારના પ્રતિનિધિઓ અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે તેમની માંગણીઓ અંગે વાતચીત ચાલી રહી છે. ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલ હવે હોસ્પિટલમાંથી પાછા ફર્યા છે અને અમે તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરીએ છીએ. અમે તેમને ભૂખ હડતાળ સમાપ્ત કરવા પણ વિનંતી કરીએ છીએ અને અમે પૂર્વનિર્ધારિત તારીખ મુજબ 4 મેના રોજ સવારે 11 વાગ્યે ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરીશું.
I am deeply grateful to Kisan Leader S. Jagjit Singh Dalewal ji for graciously accepting our request and ending his hunger strike today. This is a very positive step forward in the ongoing dialogue between the farmers and the central government. May God bless him with a happy and…
તે જ સમયે, કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ ખેડૂત નેતા દલેવાલને તેમની ભૂખ હડતાળ સમાપ્ત કરવા અને કેન્દ્ર સરકાર સાથે ચાલી રહેલી વાતચીત પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અપીલ કરી હતી. બિટ્ટુએ એમ પણ કહ્યું કે સરકાર ખેડૂતોની સમસ્યાઓ પ્રત્યે ગંભીર છે અને ઉકેલ માટે વાતચીતનો માર્ગ શ્રેષ્ઠ વિકલ્પ છે.
ભૂખ હડતાળ 6 નવેમ્બરથી શરૂ થઈ હતી
સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજૂર મોરચા (KMM)ના સંયુક્ત મંચનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ ખેડૂત નેતા જગજીત સિંહ દલેવાલે 26 નવેમ્બર 2024 ના રોજ ખેડૂતોની મુખ્ય માંગણીઓ – ખાસ કરીને એમએસપી (લઘુત્તમ ટેકાના ભાવ)ની કાનૂની ગેરંટી સ્વીકારવા માટે કેન્દ્ર સરકાર પર દબાણ લાવવા માટે ભૂખ હડતાળ શરૂ કરી હતી.
BKU (Sidhupur) and SKM (Apolitical) leader Jagjit Singh Dallewal on Sunday (6 April) announced to end his indefinite hunger strike after holding a rally in Sirhind/Fatehgarh Sahib. #FarmersProtestpic.twitter.com/P9CNfUjPPr
જાન્યુઆરીમાં, જ્યારે કેન્દ્ર સરકારે ખેડૂત નેતાઓ સાથે વાતચીતની પ્રક્રિયા શરૂ કરી, ત્યારે દલેવાલને ખાનૌરી વિરોધ સ્થળ પર તબીબી સુવિધાઓ મળવા લાગી. આમ છતાં, તેમણે તે સમયે ઉપવાસ સમાપ્ત કરવાનો ઇનકાર કર્યો અને આંદોલન ચાલુ રાખ્યું. હવે સરકારે સંકેત આપ્યો છે કે તે 4 મેના રોજ ફરીથી ખેડૂતોના પ્રતિનિધિઓને મળશે.
કોલકતા: પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ ડૉ. સુકાંત મજુમદારે મોડી રાત્રે દાવો કર્યો હતો કે કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ વિસ્તારમાં રામ નવમી શોભાયાત્રા પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે તેમણે મમતા સરકાર અને રાજ્યના પોલીસ વહીવટ પર કટાક્ષ કર્યો. ઉપરાંત, આ હુમલાને પૂર્વ-આયોજિત અને લક્ષિત હિંસા તરીકે વર્ણવવામાં આવ્યો હતો.
As the Ram Navami procession returned, Hindu devotees were savagely attacked in Kolkata’s Park Circus Seven Point area. Stones rained down on vehicles just for carrying saffron flags. Windshields shattered. Chaos unleashed. This wasn’t random—it was targeted violence. And where… pic.twitter.com/Ed74Xbi2K6
— Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) April 6, 2025
ભાજપના સાંસદ સુકાંત મજુમદારે X પર લખ્યું કે, રામ નવમી શોભાયાત્રા પરત ફરી રહી હતી, ત્યારે કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ્સ વિસ્તારમાં હિન્દુ શ્રદ્ધાળુઓ પર ક્રૂરતાથી હુમલો કરવામાં આવ્યો. ફક્ત ભગવા ધ્વજ રાખવા બદલ વાહનો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આના કારણે વાહનોના કાચ તૂટી ગયા હતા. ઘટનાસ્થળે અફડાતફડી ફેલાઈ ગઈ. આ લક્ષિત હિંસા હતી.
પોલીસ પર નિશાન સાધતા સુકાંત મજુમદારે કહ્યું કે હિંસા થઈ ત્યારે પોલીસ ક્યાં હતી? તે ત્યાં હતી અને શાંતિથી બધું જોઈ રહી હતી. તેમણે કહ્યું કે મમતા બેનર્જીનું પોલીસ દળ સંપૂર્ણપણે લકવાગ્રસ્ત લાગે છે. નિર્દોષ હિન્દુઓના રક્ષણ માટે એક પણ પગલું ભરવામાં આવ્યું ન હતું. તેમણે કહ્યું કે આ કાયરતાપૂર્ણ નિષ્ક્રિયતા એક વાત સાબિત કરે છે કે રામ નવમી દરમિયાન સંયુક્ત બંગાળી હિન્દુઓની ગર્જનાએ વ્યવસ્થાને હચમચાવી નાખી છે. ભાજપના સાંસદે કહ્યું કે મમતાની પ્રિય ‘શાંતિ વાહિની’ શાંત નથી, તેઓ નર્વસ અને ડરી ગયા છે.‘આવતા વર્ષે આપણે આનાથી પણ મોટી શોભાયાત્રા કાઢીશું’
ભાજપના સાંસદે X પરની પોસ્ટમાં કોલકાતા પોલીસને ટેગ કરી અને લખ્યું કે આ તો માત્ર શરૂઆત છે. અમે કોલકાતાને વચન આપીએ છીએ કે આવતા વર્ષે રામ નવમીની શોભાયાત્રા પાર્ક સર્કસમાંથી વધુ મોટી, મજબૂત અને શક્તિશાળી બનશે. તેમણે વધુમાં કહ્યું કે જે પોલીસકર્મીઓ આજે ચૂપ રહ્યા હતા તેઓ જ આપણા પર ફૂલો વરસાવશે. આ શબ્દો યાદ રાખો.
શોભાયાત્રા માટે પરવાનગી લેવામાં આવી ન હતી: પોલીસ
તે જ સમયે, કોલકાતા પોલીસે કહ્યું કે પાર્ક સર્કસમાં બનેલી કથિત ઘટનાના સંદર્ભમાં, એ સ્પષ્ટ કરવામાં આવે છે કે કોઈ પણ સરઘસ માટે કોઈ પરવાનગી લેવામાં આવી ન હતી, ન તો આ વિસ્તારમાં આવી કોઈ પ્રવૃત્તિ થઈ હતી. વાહનને થયેલા નુકસાનની માહિતી મળતાં, પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી. તપાસ માટે કેસ નોંધવામાં આવી રહ્યો છે, લોકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ અફવાઓ પર ધ્યાન ન આપે.
ગાઝા: પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસે રવિવારે ઇઝરાયલના દક્ષિણ શહેરો પર રોકેટ છોડ્યા હતા, જેમાંથી મોટાભાગના રોકેટ ઇઝરાયલી સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં તોડી પાડવામાં આવ્યા હતા. હમાસે દાવો કર્યો હતો કે તેણે ગાઝામાં ઇઝરાયલી સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહેલા નરસંહારના જવાબમાં આ હુમલો કર્યો હતો.
ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે લગભગ 10 પ્રોજેક્ટાઇલ છોડવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી મોટાભાગનાને સફળતાપૂર્વક અટકાવવામાં આવ્યા હતા. જો કે, ઇઝરાયેલી ચેનલ 12 એ દક્ષિણ શહેર એશ્કેલોનમાં સીધા હુમલાની જાણકારી આપી હતી, જેમાં ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ થયા હતા.
This is just one neighborhood in Israel hit by Hamas rocket fire tonight.
Hamas continues to hide behind Gazan civilians while firing at Israeli civilians.
ઇઝરાયલી ઇમરજન્સી સર્વિસે જણાવ્યું હતું કે એક વ્યક્તિ છરાથી ઘાયલ થયો હતો અને તેની સારવાર ચાલી રહી છે. ઘટનાસ્થળે વધુ ટીમો મોકલવામાં આવી છે. ઉપરાંત, ઇઝરાયલી ઇમરજન્સી સેવાઓ દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં, એક તૂટેલી કાર અને રસ્તા પર વિખરાયેલો કાટમાળ દેખાય છે.
હુમલા પછી, ઇઝરાયલી સેનાએ આદેશ જારી કર્યો
હુમલા પછી તરત જ, ઇઝરાયેલી સૈન્યએ X પર એક નવો આદેશ જારી કર્યો, જેમાં મધ્ય ગાઝા પટ્ટીના દેઇર અલ-બલાહ શહેરના અનેક જિલ્લાઓના રહેવાસીઓને અગાઉ રોકેટ ફાયરિંગનો ઉલ્લેખ કરીને તેમના વિસ્તારો છોડી દેવાનો આદેશ આપવામાં આવ્યો. લશ્કરી ચેતવણીમાં કહેવામાં આવ્યું હતું કે, ‘આ હુમલા પહેલાની છેલ્લી ચેતવણી છે.’ પાછળથી તેણે કહ્યું કે તેણે એક રોકેટ લોન્ચર પર હુમલો કર્યો હતો. જેણે અગાઉ ગાઝા પટ્ટીથી પ્રોજેક્ટાઇલ છોડ્યા હતા. દરમિયાન, ગાઝાના સ્થાનિક આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે રવિવારે ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી લશ્કરી હુમલામાં ઓછામાં ઓછા 39 લોકો માર્યા ગયા હતા.
Approx. 10 projectiles were just fired by terrorists in Gaza toward Israeli cities.
ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, જેઓ યુ.એસ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત માટે વોશિંગ્ટન જઈ રહ્યા હતા, તેમને તેમના સંરક્ષણમંત્રીએ ઇઝરાયલ કાત્ઝે રોકેટ હુમલાની જાણ કરી. તેમના કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નેતન્યાહૂએ નિર્દેશ આપ્યો છે કે હુમલાનો કડક જવાબ આપવામાં આવે અને હમાસ વિરુદ્ધ ઇઝરાયલી સૈન્ય દ્વારા સતત સઘન કાર્યવાહીને મંજૂરી આપવામાં આવે.
હુમલામાં 12 લોકો ઘાયલ થયા હતા
ઇઝરાયલના ચેનલ 12 ટેલિવિઝનએ એશ્કેલોનની બાઝિલાઈ હોસ્પિટલના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે ગાઝાથી રોકેટ ફાયરિંગના પરિણામે ઓછામાં ઓછા 12 લોકોને નાની ઇજાઓ માટે સારવાર આપવામાં આવી હતી,15 મહિનાના યુદ્ધ પછી 19 જાન્યુઆરીએ ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો અમલમાં આવ્યો હતો. જેમાં લડાઈ બંધ કરવી, હમાસ દ્વારા રાખવામાં આવેલા કેટલાક ઇઝરાયલી બંધકોની મુક્તિ અને કેટલાક પેલેસ્ટિનિયન કેદીઓની મુક્તિનો સમાવેશ થાય છે. જો કે, 19 માર્ચે, ઇઝરાયલે કહ્યું કે તેના સૈનિકોએ મધ્ય અને દક્ષિણ ગાઝા પટ્ટીમાં ભૂમિ કાર્યવાહી ફરી શરૂ કરી દીધી છે. યુદ્ધવિરામ વાટાઘાટોમાં મડાગાંઠ માટે બંને પક્ષોએ એકબીજાને દોષી ઠેરવ્યા. પેલેસ્ટિનિયન અધિકારીઓનું કહેવું છે કે ગાઝામાં ઇઝરાયલી હુમલાઓમાં 50,000થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.
મિલન-મુલાકાતમાં ઉત્સાહ જોવા મળે, જૂનીઓળખાણ તાજી થાય, પ્રિયજન સાથેની વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, આરામ કરવાની વૃતિ જાગે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગને નવીનકામ થઈ શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગને અણધર્યા લાભ થઈ શકે છે. સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને નવીનજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. યુનિફોર્મવળી નોકરી કરનાર માટે કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થઇ શકે, વડીલવર્ગ સામાજિકકામ કરવા વધુ ઉત્સાહી બને. લગ્નબાબતની મિલન-મુલાકાત દરમિયાન તમારો પ્રતિભાવ સામેની વ્યક્તિ પર સારો પડી શકે છે.
સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, જુના મતભેદ ભૂલવાની અને સબંધમાં નવીનતા લાવવા માટે યોગ્ય તક પણ મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગ માટે સમયનો વ્યય વધુ થઇ શકે છે કામ ધાર્યા કરતા વધુ વિલંબિત બની શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગ માટે કામકાજમાં આતુરતા બાદ ફળ મળે. હોટેલ, મોજ શોખ, કલા જગત સાથે કામ કરનાર માટે સારી તક મળી શકે વડીલવર્ગ નાની યાત્રા કે જાત્રમાં સુખદ અનુભવ થઇ શકે છે, પ્રિયજન સાથે થોડા અળખામણા ના થવાય તેની તકેદારી રાખવી સારી.
મુસાફરીના યોગ છે અને મુસાફર દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, માર્કેટિંગક્ષેત્રમાં ધીરજનાફળ મીઠા મળી શકે, શેર બજાર અને કોમોડીટી બજારમાં કામકરનાર વર્ગ માટે ગણતરી અને અનુભવથી નિર્ણય લેવામાંજ ડાહપણ છે, દલાલી, કમીશન, કાગળ, બેંક જેવા ક્ષેત્રમાં કામકરનાર માટે ક્યાંક ફાયદાની વાત સંભાળવા મળી શકે, વડીલવર્ગ પોતાનું સ્વમાન સાચવીનેજ વર્તવું સલાહ ભર્યું છે, લગ્નબાબત ક્યાય વાતચીત કરવાની હોય તો તેમાં થોડો વ્યવહારુ અભિગમ રાખી આગળ વધવું સારું કહી શકાય.
કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે. જનસંપર્ક/માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં યોગ્ય ગણતરીથી ધાર્યું કામ થાય તેવું બની શકે છે, ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટ જેવા ક્ષેત્રમાં કામ કરનારને સારી તક મળે, શેર અને કોમોડીટી બજારમાં કામકરનાર માટે નસીબ સાથ આપે, વડીલવર્ગને ભૂતકાળના કામની વાતો યાદ આવે તેવું બની શકે, પ્રિયજન સાથે યાદગાર બનાવોની યાદ રોમાંચિત કરીદે, પસંદગીની ખરીદી થઈ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપ કે મિલન-મુલાકાત લાભદાઈ બની શકે છે, વિદેશ જવા બાબતના કામકાજમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય, મુસાફરીના યોગ છે, આકસ્મિતખર્ચ કે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનગમતી વાત સંભાળવા મળે તેવું બની શકે છે. સરકારી/રાજકીયક્ષેત્રમાં જોડાયેલ વર્ગ માટે ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્ર/મેડીકલક્ષેત્રમાં જુનાસંપર્કવાળા કામકરવાથી કામની પ્રસંશા થાય તેવું પણ બની શકે છે. શેર અને કોમોડીટીબજારમાં કામ કરનારવર્ગને કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય તેવું બની શકે છે વડીલવર્ગ કોઈને સલાહ/ઠપકો આપવામા ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું. લગ્ન બાબતની વાર્તાલાપમાં શાંતિ અને શાણપણ રાખવું વધુ યોગ્ય કહી શકાય.
નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે ધીરજ રાખવી, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, પાવર/ગેસ /કમીશન/સલાહકાર જેવા કામકાજ કરનારે થોડી ધીરજ અને ચોકસાઈ રાખવી જરૂરી છે, શેર/કોમોડીટી બજારમાં કામકરનારે જોખમથી દુર રહેવું ઇછાનીય છે, માર્કેટિંગ સાથે જોડાયેલ લોકોએ ઉશ્કેરાટમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું, વડીલવર્ગ સ્વાથ્યઅંગે તકેદારી રાખવી અને ખટપટથી દુર રહેવાની સલાહ છે, પ્રિયજન સાથે અર્થહીન દલીલબાજી અને ખોટી વાર્તાલાપના કરવી જેથી કોઈ મનદુઃખ થવાની ઘટનાના બને અને શાંતિ જળવાય.
આત્મવિશ્વાસ સારો જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમને આરામ કરવાની કે આળસવૃતિ જોવા મળે, પસંદગીની વ્યક્તિ સાથે મિલન-મુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે હીરા/ઝવેરાત/કાપડ/દવા બજાર સાથે જોડાયેલા લોકો માટે કામની નવીનતક દેખાય તેવું બની શકે છે, શેર/કોમોડીટી બજાર સાથે કામકરનાર માટે ઓછા નફા સાથે વધુ કામ કરવાની અનુકુળતા કહી શકાય. કોઈના સામાજિકપ્રસંગમાં જવાથી તમારો ઉત્સાહ વધે, વડીલવર્ગ માટે જૂનીઓળખાણ તાજી થાય તેવા સારા અવસર આવે અને જુના દિવસોની યાદથી ભાવવિભોર બની જવાય તેવું પણ બની શકે છે.
મસ્તી-મજાક કરવાની વૃતિ વધુ જોવા મળે પણ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું. વડીલ કે પરિચિત સાથે ફરવા જવાના યોગ પણ બને છે, જુનાસ્મરણો તમને અતિલાગણીશીલ પણ બનાવી દે તેવા સંજોગો બની શકે છે. બાંધકામ/સરકારી/રાજકીય ક્ષેત્રમાં કામકરનાર માટે વધુ મહેનત થાય. તેવા સંજોગ બને, શેર/કોમોડીટી બજારમાં કામકરનારને થાકની અસર જોવા મળે અને આરામકરવાની વૃતિ જાગે, માર્કેટિંગમાં થોડી વધુ મહેનત અને ઓછી સફળતાના સંજોગ બને છે વડીલવર્ગ માટે મોટું મન રાખી સમય પસાર કરીલેવા માજ શાણપણ રહેલું છે, ખોટાખર્ચા થવાથી મન અશાંત બની શકે છે.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણ તાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, ક્યાય મતભેદના થાય તેનું પણ ધ્યાન રાખવું, માર્કેટિંગમાં વ્યર્થની દોડધામ થઈ શકે છે, નોકરીકરનારવર્ગ માટે કામમા રચ્યા-પચ્યા રહેવું સલાહ ભર્યું છે, શેર/કોમોડીટી બજારમાં કોઈપણ ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, રાજકીયપક્ષ સાથે કામ કરનાર માટે તકેદારી જરૂરી છે, વડીલવર્ગને યુવાવર્ગ સાથેની વાર્તાલાપમાં વધુ ન બોલવાની સલાહ છે. લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક ખોટી દિશામા ના જાય તેનું ધ્યાન રાખવું, ધીરજ અને શાંતિ રાખવી સલાહભરી છે.
કોઇપણ કારણસર માનસિક અશાંતિ રહે કારણકે મનમાં કોઈક વાતનો અજંપો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું માટે શક્ય એટલું ઓછુ બોલવું સારું, વહનવ્યવહાર કુરિયર/ રોજની અપડાઉનની નોકરી કરનારવર્ગ માટે શાંતિ અને સંયમ જરૂરી છે, માર્કેટિંગમાં કામ કરનાર માટે સાથી કર્મચારીકે જુનાસંપર્કમાં કામકાજ દરમિયાન મન મોટું રાખી કામ કરવાની સલાહ છે, શેર કોમોડીટી બજારમાં કોઈની દોરવણીથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, લગ્નબાબતની વાર્તાલાપમાં તમારા વાણીવર્તનથી ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સલાહભર્યું કહી શકાય.
ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, યુવા વર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે તેવું બની શકે છે. માર્કેટિંગમાં ધ!ર્યા કરતા ઓછું ફળ મળે તેવી લાગણી અનુભવાય, રોજબરોજનું કામકરનારકે ખાનગીપેઢીમાં કામકરનાર માટે કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે, સાંધા/કમર/અપચા/ગેસની તકલીફના થાય તેનું ધ્યાન રાખવું, શેર/ કોમોડીટી બજારમાં નાનું કામકાજ ઇચ્છનીય છે. વડીલવર્ગ માટે થાકલાગવાની અસર વધુ થાય. લગ્ન માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં સામેના પક્ષના જવાબ બાબતની ધીરજ રાખવી સારી.
તમને કોઈનો સાથસહકાર મળે જેને કારણે તમે થોડા ઉત્સાહી બનો, જુનાઅટકેલા કામ બાબત કઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે. યુવાવર્ગ માટે લગ્નની વાત ક્યાંક થઇ શકે, નોકરી/વ્યવસાયમાં નવું જાણવાની તક મળે, શેર/કોમોડીટી બજારમાં અનુભવ મુજબ કામ કરવું યોગ્ય છે. માર્કેટિંગમાં જુના સંપર્કની યાદીમાં કામ કરવાથી લાભ થઈ શકે, રાજકીયપક્ષ સાથે કામકરનાર માટે કોઈ અગત્યની વાત જાણવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ શીખવાની વૃત્તિ લાભ આપે, વડીલવર્ગ શાંતિથી સમય પસાર કરવો, પ્રિયજનને ખુશ રાખવાથી તમને પણ વધુ ખુશી મળે તેવું બની શકે છે.
શુભમન ગિલની કેપ્ટનશીપમાં ગુજરાત ટાઇટન્સનો વિજય રથ સતત ઝડપથી દોડી રહ્યો છે. IPL 2025 ની પોતાની ચોથી મેચમાં, ગુજરાતે સનરાઇઝર્સ હૈદરાબાદને એકતરફી મેચમાં 7 વિકેટથી હરાવ્યું. હૈદરાબાદને આ સિઝનમાં બીજી અને તેના હોમ ગ્રાઉન્ડ પર એકંદરે ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. પેટ કમિન્સની આગેવાની હેઠળની ટીમ સતત ચોથી મેચમાં હારનો સામનો કરી રહી છે. ગુજરાતે સતત ત્રીજી મેચ જીત્યા બાદ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પણ સ્થાન મેળવ્યું છે. આ જીતનો સ્ટાર મોહમ્મદ સિરાજ હતો, જે ખરેખર હૈદરાબાદનો રહેવાસી છે. કેપ્ટન શુભમન ગિલે પણ મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાનદાર ઇનિંગ્સ રમી.
3️⃣ wins on the trot 💙
A commanding 7️⃣-wicket win over #SRH takes #GT to the second spot in the #TATAIPL 2025 points table 🆙
રવિવાર સાંજે, 6 એપ્રિલે રમાયેલી આ મેચમાં ફરી એકવાર હૈદરાબાદની બેટિંગ ખરાબ રીતે નિષ્ફળ ગઈ. ગત સિઝનમાં ઘણા રન બનાવનારી આ ટીમે આ વખતે પણ પહેલી મેચમાં મોટો સ્કોર બનાવ્યો હતો, પરંતુ ત્યારથી ટીમ સતત હારતી રહી છે. આ વખતે પણ, હૈદરાબાદનો વિસ્ફોટક ટોપ ઓર્ડર કોઈ પણ રીતે યોગદાન આપી શક્યો નહીં અને તેનું કારણ સ્થાનિક છોકરો મોહમ્મદ સિરાજ હતો, જેણે રાજીવ ગાંધી સ્ટેડિયમમાં પોતાની તીક્ષ્ણ બોલિંગથી તબાહી મચાવી હતી અને માત્ર 17 રન આપીને 4 વિકેટ લીધી હતી.
Effective & Economical ✅
💯 #TATAIPL wickets ✅
Best bowling figures of his career ✅
A memorable night for Mohd. Siraj as he bags another Player of the Match award in two consecutive games 🏆
સિરાજે પહેલી ઓવરમાં ટ્રેવિસ હેડ (8) ને આઉટ કર્યો અને પછી પાંચમી ઓવરમાં અભિષેક શર્મા (18) ને આઉટ કર્યો. આ દરમિયાન, ઇશાન કિશન (17) પણ નિષ્ફળ ગયો અને ઝડપી બોલર પ્રસિદ્ધ કૃષ્ણ (2/24) દ્વારા આઉટ થયો. 8મી ઓવરમાં માત્ર 50 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ, હૈદરાબાદ હેનરિક ક્લાસેન (27) અને નીતિશ કુમાર રેડ્ડી (31) ની મદદથી થોડી રિકવર થઈ ગયું. પરંતુ આર સાઈ કિશોર (2/25), પ્રસિદ્ધ અને રાશિદ ખાને તેને મુક્તપણે ગોલ કરવા દીધો નહીં. અનિકેત વર્મા (18) એ થોડા રન બનાવ્યા પરંતુ અંતે સુકાની પેટ કમિન્સે માત્ર 9 બોલમાં 22 રન બનાવીને ટીમને ૧૫૨ રન સુધી પહોંચાડી દીધી.
Glorious shots on display 🫡
Captain Shubman Gill led from the top and remained unbeaten with a well constructed innings of 61(43) 👏
ગુજરાતની શરૂઆત પણ સારી રહી ન હતી કારણ કે સાઈ સુદર્શન (5) અને જોસ બટલર (0) આ સિઝનમાં પહેલી વાર નિષ્ફળ ગયા. આ બંને બેટ્સમેન ચોથી ઓવરમાં માત્ર 16 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. આવી સ્થિતિમાં, એવું લાગતું હતું કે હૈદરાબાદ આ મેચમાં વાપસી કરશે પરંતુ ગુજરાતે માસ્ટરસ્ટ્રોક રમ્યો. વોશિંગ્ટન સુંદરને આ સિઝનમાં પહેલીવાર રમવાની તક મળી. તેને બોલિંગ કરવાની તક મળી નહીં પણ તેને ચોથા નંબરે બઢતી આપવામાં આવી. આ ચાલ કામ કરી ગઈ અને તેણે પાંચમી ઓવરમાં સિમરજીત સિંહની બોલિંગમાં 20 રન ફટકાર્યા. અહીંથી જ ગુજરાતને વેગ મળ્યો.
ત્યારબાદ કેપ્ટન ગિલ અને સુંદરે ઇનિંગ્સ પર નિયંત્રણ મેળવ્યું અને લક્ષ્ય સુધી પહોંચવાનો પાયો નાખ્યો. આ દરમિયાન, ગિલે 36 બોલમાં સિઝનની પોતાની પહેલી અડધી સદી પણ ફટકારી. સુંદર (49 રન, 29 બોલ) ફક્ત એક રનથી પોતાની પહેલી ફિફ્ટી ચૂકી ગયો, છતાં ગયા સિઝન સુધી સનરાઇઝર્સનો ભાગ રહેલા આ ખેલાડીએ તેની જૂની ટીમ માટે રમતનું પાસુ ફેરવી નાખ્યું. ગિલ અને સુંદર વચ્ચે 90 રનની ભાગીદારી થઈ. અંતે, ઇમ્પેક્ટ પ્લેયર શર્ફાન રૂધરફોર્ડે મોટા શોટ ફટકારીને ટીમને 16.4 ઓવરમાં વિજય અપાવ્યો. ગિલ 61 રન બનાવી અણનમ રહ્યો, જ્યારે રૂધરફોર્ડે માત્ર 16 બોલમાં અણનમ 35 રન બનાવ્યા.