વોશિંગ્ટનઃ અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલન મસ્ક વચ્ચે ખુલ્લેઆમ દુશ્મની જોવા મળી રહી છે. બંને એકબીજા પર વારંવાર જુબાની આક્ષેપો કરી રહ્યા છે. હવે એ દુશ્મની આરપાર સુધી પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં ટ્રમ્પે મસ્કને અમેરિકામાંથી ડિપોર્ટ કરવાની ધમકી આપી છે.
શું એલન મસ્કને ખરેખર ડિપોર્ટ કરી શકાય?
એલોન મસ્ક મૂળ દક્ષિણ આફ્રિકા (સાઉથ અફ્રિકા)ના રહેવાસી છે. તેમનો જન્મ પ્રિટોરિયા શહેરમાં થયો હતો. તેઓ કિશોરાવસ્થામાં દક્ષિણ આફ્રિકામાંથી કેનેડા ગયા હતા. 1995માં તેઓ કેનેડાથી અમેરિકા સ્થાયી થયા હતા.
તેઓ કેવી રીતે નાગરિક બન્યા?
મસ્કને 1989માં કેનેડાની નાગરિકતા મળી હતી. તેમણે કેનેડાની ક્વીન્સ યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો અને પછી 1992માં અમેરિકા ગયા. તેમણે સ્ટાનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો,પરંતુ અભ્યાસ પૂરું કર્યા વિના તેમણે પોતાની પહેલી કંપની Zip2 શરૂ કરી.
એલન મસ્ક વિદ્યાર્થી વિઝા (J-1 અથવા F-1) પર અમેરિકા આવ્યા હતા. આ વિઝા પર કામ કરવા માટે કડક નિયમો હોય છે. મસ્કે સ્ટાનફોર્ડમાં અભ્યાસ શરૂ કર્યા બાદ ભણતર અધૂરું રાખી પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, જે વિઝાના નિયમોના ઉલ્લંઘન સમાન છે. વિઝાધારક વિદ્યાર્થીને પણ મંજૂરી વગર પોતાનો વ્યવસાય શરૂ કરવાની પરવાનગી હોતી નથી.
શું તેમને નાગરિકતા ગુમાવવી પડી શકે છે?
અમેરિકાના કાયદા અનુસાર જે વ્યક્તિને કુદરતી રીતે નાગરિકતા મળી હોય, તેની નાગરિકતા રદ કરી શકાય છે—જો સાબિત થાય કે નાગરિકતા મેળવતી વખતે તે વ્યક્તિએ મહત્વની માહિતી છુપાવી હોય અથવા ખોટી માહિતી આપી હોય.
જો એવું સાબિત થાય કે મસ્કે 2002માં નાગરિકતા માટે અરજી કરતી વખતે 1995થી 1997 વચ્ચેના પોતાના “અનુમતિ વિના કામ કરવાના” ભૂતકાળ વિશે માહિતી છુપાવી હોય તો સિદ્ધાંતરૂપે તેમનો નાગરિકતાનો દરજ્જો રદ થઈ શકે છે, પરંતુ સરકારે એ સાબિત કરવું પડશે કે મસ્કે જાણીજોઈને ખોટી માહિતી આપી હતી અને તે માહિતી નાગરિકતા માટે નિર્ણાયક હતી. જો એમ થાય, તો તેમની નાગરિકતા રદ થઈ શકે છે અને તે આપમેળે ફરી કેનેડાના નાગરિક બની જશે—એથી તેમને કેનેડા ડિપોર્ટ કરવામાં આવી શકે છે.
