કોણ સારી ચિત્રકાર અનુષ્કા શર્મા કે પુત્રી વામિકા?

મુંબઈ: વ્યક્તિ ગમે તેટલી મોટી સેલિબ્રિટી હોય, પણ પોતાના વ્યસ્ત સમયમાંથી ક્યારેક તે પોતાના પરિવાર માટે, ખાસ કરીને બાળકો માટે સમય કાઢીને હળવાશની પળો માણી લેતી હોય છે!

પોતાના કેરિયરમાં અતિ સફળ તેમજ પારિવારિક જવાબદારીમાં વ્યસ્ત એવી સેલિબ્રિટી વ્યક્તિ જ્યારે પોતાના બાળપણની મિત્ર તેમજ પોતાના બાળક સાથે પોતે પણ બાળકની જેમ હળવીફૂલ થઈને બાળસહજ મસ્તી કરતી જોવા મળે, ત્યારે જીવનનું ખરું સુખ શું છે તે ખ્યાલ આવે!

હાલમાં T20 વર્લ્ડ કપ 2024 ચાલી રહી છે. ત્યારે વિરાટ કોહલીને મેચમાં સમર્થન આપવા તેમજ ઉત્સાહ વધારવા માટે તેમની પત્ની અને જાણીતી અભિનેત્રી અનુષ્કા શર્માનું પણ ન્યૂયોર્કમાં તેમના બંને બાળકો – વામિકા અને અકાય સાથે રોકાણ છે. દરમિયાન ફુરસદના સમયમાં અનુષ્કા તેની પુત્રી વામિકા સાથે ડૂડલ સમય વિતાવી રહી છે! માતા-પુત્રીની જોડીએ બ્લેકબોર્ડ પર ફૂલો દોર્યા. અનુષ્કા ફૂલો દોરવામાં સફળ રહી, વામિકાએ બોર્ડ પર ડૂડલ કર્યું. તેણીએ હસતો ચહેરો પણ દોર્યો છે. આ હસતો ચહેરો ફૂલોની વચ્ચેથી ડોકાતો નજરે ચઢે છે. આ ક્ષણની ઝલક અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તેણીએ બ્લેકબોર્ડ દર્શાવતો ફોટો શેર કર્યો છે.

ગયા અઠવાડિયે, અનુષ્કા પોતાની બાળપણની મિત્ર નૈમિષા મૂર્તિ તેમજ પોતાની પુત્રી વામિકા સાથે આઈસ્ક્રીમ ડેટ માટે ગઈ હતી. અનુષ્કાની મિત્ર નૈમિષા મૂર્તિએ આ વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં અનુષ્કા સુંદર કેઝ્યુઅલ પરિધાનમાં આઈસ્ક્રીમ પાર્લર તરફ ચાલતી જોવા મળે છે. તે પોતાની બાળકી વામિકા સાથે સીડી ઉપર ચઢતી જોઈ શકાય છે. એક ઝલકમાં તે આઈસ્ક્રીમ સ્ટિક સાથે પોતાની બાળપણની મિત્ર સાથે પોઝ આપતી જોવા મળે છે. જ્યારે બીજી ઝલકમાં તેણી સ્ક્રેબલ બોર્ડનો ફોટો ક્લિક કરતી જોવા મળે છે. જેમાં વામિકાનું નામ લખેલું છે.

આ વિડીયો પર અનુષ્કાની મિત્ર નૈમિષા ટિપ્પણી આપે છેઃ વ્યક્તિને જીવનના દરેક તબક્કામાં મિત્રો હોય છે, પરંતુ બાળપણના થોડા મિત્રો જીવનના તમામ તબક્કામાં આઈસ્ક્રીમ શેર કરવા માટે આસપાસ વળગી રહે છે.

વળતી ટિપ્પણીમાં અનુષ્કા જવાબ આપે છેઃ એક વર્ષ માટે આઈસ્ક્રીમ ક્વોટા પૂરો થયો. જ્યાં સુધી આપણે ફરી મળીએ…

અનુષ્કાનો તેની દીકરી તેમજ મિત્ર સાથેનો આ વિડીયો જોવા માટે નીચે આપેલી લિન્ક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વાપરોઃ

https://www.instagram.com/reel/C8Iz8vws0zf/?utm_source=ig_web_copy_link

મે મહિનામાં, વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ 2024 માટે ન્યૂયોર્ક જવા રવાના થયો હતો. ત્યારે તેની સાથે અભિનેત્રી-પત્ની અનુષ્કા શર્મા અને તેમના બાળકો વામિકા અને અકાય પણ હતા. ચાર જણનો પરિવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. જ્યારે અનુષ્કાએ કેમેરા માટે પોઝ આપ્યો ન હતો. ત્યારે વિરાટે રોકાઈને ત્યાં ઉપસ્થિત ફોટોગ્રાફરને પોઝ આપ્યો હતો. તેણે તેમને અભિનેત્રીના ફોટો લેવાની ના પાડી હતી. કારણ કે, તે બાળકો સાથે હતી. ક્રિકેટરે બેજ કલરના શર્ટ અને ડેનિમ સાથે સફેદ ટી-શર્ટ પહેર્યું હતું. બીજી તરફ અનુષ્કા બ્લેક ટી-શર્ટ અને બ્લુ ડેનિમમાં સજ્જ હતી.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ 11 ડિસેમ્બર, 2017 ના રોજ લગ્ન કર્યા હતા. તેઓ બે બાળકો – વામિકા અને અકાયના માતા-પિતા છે.