ત્રીજા તબક્કા માટે મતદાન શરૂ, PM મોદીએ કરી અપીલ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 93 સંસદીય ક્ષેત્રના મતદારો નવી સરકારને ચૂંટવા માટે મતદાન કરશે. ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. સાંજ સુધીમાં,પ્રથમ ત્રણ તબક્કામાં 280 થી વધુ મતક્ષેત્રો એટલે કે કુલ લોકસભા બેઠકોમાંથી અડધાથી વધુ પર મતદાન પૂર્ણ થઈ જશે. બાકીના ચાર તબક્કામાં 263 સંસદીય મતવિસ્તારો માટે મતદાન થશે. ગુજરાતમાં આજે એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થશે (25 બેઠકો, કારણ કે ભાજપે સુરત બેઠક બિનહરીફ જીતી છે) અને ગોવામાં (2 બેઠકો), અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ (1-1 બેઠક).

 

પીએમ મોદીએ કહ્યું- વોટિંગનો રેકોર્ડ બનાવો

પીએમ મોદીએ ટ્વિટ કરીને તમામ લોકોને વોટ કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું, હું ત્રીજા તબક્કાના તમામ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અને મતદાનનો નવો રેકોર્ડ બનાવવા વિનંતી કરું છું. આપ સૌની સક્રિય ભાગીદારી લોકશાહીના આ પર્વની સુંદરતામાં વધુ વધારો કરશે.