અમેરિક: રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈ દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. આ તરફ અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની પ્રચાર ટીમ ખૂબ જ ક્રિએટિવ પ્રચાર પદ્ધતિઓ સાથે મતદારોને આકર્ષી રહી છે. દરરોજ અવનવા વિડીયો સાથે તેઓ અમેરિકાના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભારતીય-અમેરિકન નેતા અજય ભુટોરિયાએ હેરિસના સમર્થનમાં ‘નાચો-નાચો’ નામનું એક વિશેષ અભિયાન ગીત લૉન્ચ કર્યું છે. આ ગીત ભારતીય બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ના પ્રખ્યાત ટ્રેક ‘નાટુ-નાટુ’નું પુનઃનિર્માણ કરેલ સંસ્કરણ છે. જેમાં કમલા હેરિસ માટે સમર્થનનો સંદેશ છે. આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે, જેમાં અમેરિકામાં રહેતા NRIને આકર્ષવા માટે ભારતીય ફિલ્મોના ગીતોની ફ્લેવર છે.
Excited to share the release of our new music video, ‘Nacho Nacho,’ supporting @VP Kamala Harris for President! Let’s mobilize and turn out the South Asian vote in key battleground states @DNC @CNN @ABC @maddow @aajtak @ndtvindia @IndiaToday @republic pic.twitter.com/x92vns4gH8
— Ajay Jain Bhutoria (@ajainb) September 8, 2024
કમલા હેરિસનું ભારતીય મૂળ અને બોલિવૂડ કનેક્શન દર્શાવે છે આ પ્રચાર ગીત મતદારોને ભાવનાત્મક જોડાણ સાથે જોડવાનો પ્રયાસ છે. આ સંગીતને દક્ષિણ એશિયાઈ સમુદાયનું સમર્થન મેળવવા માટે હેરિસની ચૂંટણી પ્રચારની રણનીતિનો એક ભાગ માનવામાં આવી રહ્યું છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ‘નાચો નાચો’ ગીતનો જાદુ 2024ની ચૂંટણીમાં કેટલી અસર કરે છે.