દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની ઉંમરે નિધન

મુંબઈઃ બોલિવુડના હીમેન ધર્મેન્દ્રનું 89 વર્ષની ઉંમરે નિધન થયું છે. એ સાથે જ હિંદી સિનેમાના એક યુગનો અંત પણ થયો છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમને થોડા દિવસ પહેલાં હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. શ્વાસ લેવામાં તકલીફ પડતાં વેન્ટિલેટર પર લઈ જવાયા હતા. એ સમય દરમિયાન આખો દેઓલ પરિવાર મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં હાજર હતો અને અનેક ફિલ્મસ્ટાર્સ પણ તેમના હાલચાલ જાણવા આવ્યા હતા. સલમાન ખાનથી લઇને શાહરૂખ ખાને તેમની મુલાકાત લીધી હતી, પરંતુ એ પછી તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.  જોકે ઘરે પણ તેમણે સતત ડોક્ટર્સની દેખરેખ હેઠળ હતા.  તેમના અંતિમ સંસ્કાર વખતે અનેક ફિલ્મી હસ્તીઓ અને જાણીતી હસ્તીઓ પહોંચી હતી.

લાંબા સમયથી ડોક્ટરની દેખરેખ હેઠળ  ધર્મેન્દ્ર

છેલ્લા કેટલાક દિવસોથી ધર્મેન્દ્ર સતત ડોક્ટરની દેખરેખ હેઠળ હતાસ પરંતુ અનેક પ્રયાસો છતાં તેમને બચાવી નથી શકાયા. તેમણે 24 નવેમ્બરે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 89 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમનાં નિધનથી દરેકને આંચકો લાગ્યો છે. તેમના નિધને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને હચમચાવી મૂક્યું છે.

વેન્ટિલેટર પર હતા ધર્મેન્દ્ર

તેમની તબિયત પહેલી નવેમ્બરથી ખરાબ હતી, જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ શાહરુખ ખાન, સલમાન ખાનથી લઈને આમિર ખાન સુધી હિંદી ફિલ્મ ઉદ્યોગની ઘણા મોટા ફિલ્મસ્ટાર્સ તેમના ખબરઅંતર પૂછવા હોસ્પિટલમાં આવ્યા હતા.

વડા પ્રધાને નરેન્દ્ર મોદીએ પણ ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

ધર્મેન્દ્રની 65 વર્ષની લાંબી ફિલ્મી સફર

ધર્મેન્દ્રએ 1960માં તેમની અભિનય કારકિર્દી શરૂ કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ “દિલ પણ તેરા હમ ભી તેરે઼” હતી, જેના પછી 1961માં આવેલી ફિલ્મ “બોય ફ્રેન્ડ”માં સપોર્ટિંગ ભૂમિકા નિભાવી. તેઓ 65 વર્ષ સુધી સક્રિય રહેતા હિન્દી સિનેમાને અનેક હિટ, સુપરહિટ અને બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. તેમના કારકિર્દીમાં તેમણે शोले (1975), चुपके‑चुपके (1975), सीता और गीता (1972), धरमवीर (1977), फूल और पत्थर (1966), जुगनू (1973) અને यादों की बारात (1973) જેવી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું, જે આજ પણ દર્શકોમાં લોકપ્રિય છે.