તહવ્વુર રાણાને ભારત લાવવાની તૈયારી, US સુપ્રીમ કોર્ટેની પ્રત્યાર્પણને મંજૂરી

અમેરિકા: સ્થાનિક સુપ્રીમ કોર્ટે મુંબઈ હુમલાના દોષી તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને મંજૂરી આપી દીધી છે. કોર્ટે આ કેસમાં તેમની સજા સામેની સમીક્ષા અરજી ફગાવી દીધી છે. પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણા પર ભારતમાં 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ છ2008ના મુંબઈ આતંકવાદી હુમલા કેસમાં વોન્ટેડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની માગ ભારત કરી રહ્યું હતું. અગાઉ, આ મુદ્દે સાન ફ્રાન્સિસ્કોમાં યુ.એસ. કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ નોર્ધન સર્કિટ સહિત અનેક ફેડરલ કોર્ટમાં ભારત કાનૂની લડાઈ હારી ગયું હતું.

ગત ૧૩ નવેમ્બરના રોજ, તહવ્વુર રાણાએ કેસની સમીક્ષા માટે યુ.એસ. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. તહવ્વુર રાણા હાલમાં લોસ એન્જલસના મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં કસ્ટડીમાં છે.

કોણ છે તેહવુર રાણા?

મુંબઈ પોલીસે 26/11ના આતંકવાદી હુમલાના સંદર્ભમાં તહવ્વુર રાણાનું નામ તેની ચાર્જશીટમાં સામેલ કર્યું હતું. તેના પર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સક્રિય સભ્ય તરીકે કામ કરવાનો આરોપ છે. ચાર્જશીટમાં, રાણા પર 26/11 આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. મુંબઈમાં જ્યાં હુમલા થવાના હતા તે સ્થળોની રેકી તહવ્વુર રાણાએ કરી હતી અને એક બ્લુપ્રિન્ટ તૈયાર કરીને તેને પાકિસ્તાની આતંકવાદીઓને સોંપી દીધી હતી.તહવ્વુર રાણા ડેવિડ હેડલીનો બાળપણનો મિત્ર છે.

તહવ્વુર રાણા ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ સઈદ ગિલાનીનો બાળપણનો મિત્ર છે. હેડલી અમેરિકન નાગરિક છે. તેની માતા અમેરિકન હતી અને પિતા પાકિસ્તાની હતા. ઓક્ટોબર 2009 માં, અમેરિકન અધિકારીઓએ તેની શિકાગોથી ધરપકડ કરી હતી. 24 જાન્યુઆરી, 2013ના રોજ, હેડલીને મુંબઈ હુમલામાં સંડોવણી બદલ દોષિત ઠેરવવામાં આવ્યો અને યુ.એસ. કોર્ટે તેને 35 વર્ષની જેલની સજા ફટકારી. તહવ્વુર રાણાએ પાકિસ્તાનની હસન અબ્દાલ કેડેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જ્યાં હેડલીએ પણ અમેરિકા જતા પહેલા પાંચ વર્ષ અભ્યાસ કર્યો હતો.

પાકિસ્તાની સેનામાં ડૉક્ટર તરીકે કામ કર્યા પછી, તહવ્વુર રાણા કેનેડા શિફ્ટ થયા અને થોડાં વર્ષો પછી તેમને કેનેડિયન નાગરિકતા પણ મળી. તેમણે શિકાગોમાં ‘ફર્સ્ટ વર્લ્ડ ઇમિગ્રેશન સર્વિસીસ’ નામની કન્સલ્ટન્સી ફર્મ શરૂ કરી. રાણાની કંપનીની મુંબઈમાં પણ એક શાખા હતી, જેણે કોલમેન હેડલીને મુંબઈમાં એવા સ્થળોની રેકી કરવામાં મદદ કરી હતી જ્યાં 26 નવેમ્બર, 2008ના રોજ પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.