રશિયાના પડોશી દેશ યુક્રેનના છઠ્ઠા રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. તાજેતરમાં, યુએસ વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની મુલાકાત વિવાદોથી ઘેરાયેલી રહી હતી. ખનિજ સોદા અંગે બંને નેતાઓ વચ્ચે અહીં બેઠક યોજાઈ હતી. જેમાં બંને નેતાઓ વચ્ચે મતભેદ થયો અને માત્ર 10 મિનિટમાં બંને વચ્ચે દલીલ થઈ. આ પછી, યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વ્હાઇટ હાઉસ છોડીને તેમની હોટલ ગયા. આ દિવસોમાં ઝેંલેસ્કી રાષ્ટ્રપતિ તરીકે વૈશ્વિક મંચ પર હેડલાઇન્સ બનાવી રહ્યા છે. પરંતુ એક સમયે, ઝેલેન્સ્કીએ ટીવી પર પોતાની કોમેડીથી લાખો દિલો પર રાજ કર્યું હતું. રાજકારણી બનતા પહેલા, ઝેલેન્સ્કી એક અભિનેતા, દિગ્દર્શક, ફિલ્મ નિર્માતા અને હાસ્ય કલાકાર હતા. એટલું જ નહીં ઝેલેન્સ્કીએ પોતાની કારકિર્દીમાં 16 થી વધુ ફિલ્મો અને ટીવી શ્રેણીઓમાં પણ કામ કર્યું છે.
ઝેલેન્સ્કી 2019 માં રાષ્ટ્રપતિ બન્યા
ઝેલેન્સ્કીએ 2019 માં યુક્રેનના રાષ્ટ્રપતિ તરીકે પદ સંભાળ્યું. આ પહેલા તેમની કારકિર્દી અભિનય અને મનોરંજન ક્ષેત્રે હતી. અહીં આપણે રાજકીય પગલું ભરતા પહેલા તેમની અભિનય કારકિર્દી પર એક નજર નાખીએ. ઝેલેન્સ્કીએ તેમની કારકિર્દીમાં 16 થી વધુ ફિલ્મો અને ટીવી શ્રેણીઓમાં કામ કર્યું છે. એટલું જ નહીં ઝેલેન્સ્કી તેના કોમેડી શો માટે પણ ચર્ચામાં છે. ચાલો જાણીએ ઝેલેન્સ્કીના કેટલાક લોકપ્રિય પ્રોજેક્ટ્સ વિશે.
સર્વેન્ટ ઓફ ધી પીપલ: આ ટીવી શોનો પ્રથમ પ્રીમિયર 2015માં થયો હતો અને 2019 સુધી ચાલ્યો હતો. આ શોમાં ઝેલેન્સ્કીએ યુક્રેનિયન રાષ્ટ્રપતિની ભૂમિકા ભજવી છે. નિર્માતાઓએ આ શોને યુટ્યુબ પર અંગ્રેજી સબટાઈટલ સાથે મફતમાં રિલીઝ કર્યો છે. આ કોમેડી શોના લેખકોમાંના એક ઝેલેન્સ્કીની પત્ની ઓલેના ઝેલેન્સ્કી છે. ખાસ વાત એ છે કે આ શ્રેણીમાં ઝેલેન્સ્કીએ ટીવી પર યુક્રેનના રાષ્ટ્રપતિની ભૂમિકા ભજવી હતી અને પછી વાસ્તવિક જીવનમાં પણ રાષ્ટ્રપતિ બન્યા હતા.
ડાન્સ વિથ ધ સ્ટાર્સ: 2006 માં પ્રીમિયર થયેલા આ ટીવી શોમાં, ઝેલેન્સdકીએ માત્ર ભાગ લીધો જ નહીં પરંતુ ડાન્સ રિયાલિટી શો ડાન્સ વિથ ધ સ્ટાર્સનું યુક્રેનિયન વર્ઝન પણ જીત્યું. રશિયા સાથેના યુદ્ધ દરમિયાન પ્રકાશમાં આવેલી આ માહિતીએ લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. આ સાથે ઝેલેન્સ્કીએ ‘નો લવ ઇન ધ સિટી (2009),’નો લવ ઇન ધ સિટી 2 (2010), ‘8 ફર્સ્ટ ડેટ્સ (2012)’ અને ‘લવ ઇન વેગાસ (2012)’ જેવી ઘણી ફિલ્મોમાં રોમેન્ટિક કોમેડી કરીને લોકોના દિલ જીતી લીધા છે. ઝેલેન્સ્કીએ રશિયન ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. 2011 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘અવર ટાઇમ’ માં ઝેલેન્સ્કીએ ઉત્તમ અભિનયથી લોકોના દિલ જીતી લીધા હતા. આ સાથે ઝેલેન્સ્કીએ નેપોલિયનની ભૂમિકા પણ ભજવી છે. ઝેલેન્સ્કીએ ‘મી’ ફિલ્મથી ફિચર દિગ્દર્શનમાં પદાર્પણ કર્યુ.
તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ સંભાળનારા ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીને વ્હાઇટ હાઉસમાં આમંત્રણ આપ્યું. આ બેઠકમાં ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે યુક્રેનમાં ખનિજો અંગે એક કરાર થવાનો હતો. પરંતુ આ બેઠકમાં ઝેલેન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે મતભેદો ઉભા થયા અને 10 મિનિટમાં જ બેઠક છોડીને ચાલ્યા ગયા. આ પછીઝેલેન્સ્કીએ પોતાની હોટલમાંથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આમંત્રણ બદલ અમેરિકાનો આભાર માન્યો. હવે આ બેઠકના સમાચાર આખી દુનિયામાં ફેલાઈ ગયા છે.
