રશિયા-યુક્રેન યુદ્ધ રોકાવા વિશે ટ્રમ્પે શું કહ્યું?

અમેરિકા: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે, “અમે બંન્ને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે અમારી વાતચીતને વધુ તીવ્ર બનાવી છે.” ટ્રમ્પે દાવો કર્યો છે કે, રશિયા અને યુક્રેન બંને દેશો તેમના સંપર્કમાં છે. જો કે, તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની વાતચીત વિશે માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે સંકેત આપ્યો કે રશિયન રાષ્ટ્રપતિ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ બંને તેમના સંપર્કમાં છે. જો આવું થાય, તો 2022ની શરૂઆતથી પુતિન અને અમેરિકન રાષ્ટ્રપતિ વચ્ચે આ પહેલી સત્તાવાર વાતચીત હશે.

‘મારી વાતચીત થઈ છે…’
જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેમણે પુતિન 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી કે તે પહેલાં તેમની સાથે વાત કરી છે, ત્યારે ટ્રમ્પે કહ્યું, “મારી વાતચીત થઈ છે. ધારો કે મારી સાથે વાતચીત થઈ છે… મને આશા છે કે હજુ ઘણી વાતચીત થશે. આપણે તે લડાઈ પૂરી કરવાની છે.”

અમે બંને પક્ષો સાથે વાત કરી રહ્યા છીએ.”

ટ્રમ્પે કહ્યું, “જુઓ અમે વાત કરી રહ્યા છીએ પણ હું તમને વાતચીત વિશે કહેવા માગતો નથી. હું માનું છું કે આપણે સાચી દિશામાં આગળ વધી રહ્યા છીએ. અમે યુક્રેન-રશિયા યુદ્ધ રોકવા માંગીએ છીએ. અમેરિકા રશિયા અને યુક્રેનના સંપર્કમાં છે. અમે બંને પક્ષો સાથે વાત કરી રહ્યા છીએ.” ટ્રમ્પે યુદ્ધનો અંત લાવવાનું વચન આપ્યું છે પરંતુ હજુ સુધી જાહેરમાં સમજાવ્યું નથી કે તેઓ આવું કેવી રીતે કરશે. શુક્રવારે ન્યૂયોર્ક પોસ્ટ સાથેની એક મુલાકાતમાં, ટ્રમ્પે કહ્યું કે તેમણે અને પુતિને કેટલી વાર વાત કરી છે તે ન કહેવું વધુ સારું રહેશે અને નવી વાતચીત ક્યારે થઈ તે જાહેર કરશે નહીં.

સંવાદના અનેક માધ્યમો ઉભરી રહ્યા છે: ક્રેમલિન પ્રવક્તા

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે TASS રાજ્ય સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે “સંવાદના ઘણા જુદા-જુદા માધ્યમો ઉભરી રહ્યા છે. મને વ્યક્તિગત રીતે કંઈ ખબર ન હોય શકે, કદાચ મને કોઈ વાતની ખબર ન પણ હોય,” પેસ્કોવે TASS દ્વારા ટિપ્પણી કરવાનું કહેવામાં આવ્યું ત્યારે કહ્યું, આ બાબતમાં હું તેની પુષ્ટિ કે ઇનકાર કરી શકતો નથી.

તે જ સમયે, યુ.એસ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝને પણ બંને દેશો વચ્ચેના સંદેશાવ્યવહાર વિશે પૂછવામાં આવતા તેમણે વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો. “ચોક્કસપણે ઘણી સંવેદનશીલ વાતચીત ચાલી રહી છે,” વોલ્ટ્ઝે NBC ન્યૂઝ પર કહ્યું.