ઉત્તર પ્રદેશ: ઝાંસીમાં શુક્રવારની સવારે વહેલી સવારે થયેલા માર્ગ અકસ્માતમાં સુરતના વતની ત્રણ યાત્રાળુના મોત નિપજ્યાં હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ઝાંસી જિલ્લાના ચીરગાંવ નજીક અકસ્માત થયો હતો. જેમાં એક મહિલા સહિત ત્રણના મોત થયા હતા.સ્થાનિક પોલીસ સુપ્રિટેન્ડન્ટ ગોપીનાથ સોનીએ જણાવ્યું ગતું કે સવારે 5 વાગ્યા યાત્રાળુઓની કાર ટ્રક સાથે ટકરાઈ હતી. કાર ઓવરટેક કરવા જઈ રહી હતી ત્યારે ટ્રક સાથે ટકરાઈ હતી.
મૂળ સુરતના વતની મૃતકોની ઓળખ જગદીશભાઈ, વિપિનભાઈ અને કૈલાશબેન તરીકે થઈ છે. તમામની વય 45થી 50 વર્ષ વચ્ચેની છે. અન્ય ઈજાગ્રસ્ત યાત્રાળુ ભાવનાબેન અને મિનિ નામની છોકરીને નજીકની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહો પોસ્ટ મોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
