સરકારના પેકેજથી શેરબજાર ઝુમી ઉઠયું, સેન્સેક્સ નિફટીએ રેકોર્ડ હાઈ બનાવ્યા

અમદાવાદ– શેરબજાર માટે આજે લાભ પાંચમનો દિવસ શુભ રહ્યો છે. કેન્દ્ર સરકારની કેબિનેટની બેઠકે પાંચ વર્ષના રોડ પ્રોગ્રામ માટે રૂ.6.92 લાખ કરોડની યોજના મંજૂર કરી છે, અને સરકારનો દાવો છે કે અર્થવ્યવસ્થા મજબૂત છે, કોઈપણ સ્થિતીને પહોંચી વળવા સક્ષમ છીએ. જે નિવેદન પાછળ આજે શેરબજાર ભારે ઊંચા મથાળે ગેપમાં ખુલ્યું હતું. સેન્સેક્સ 450 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યું હતું. અને નિફટી પણ 100થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે ઓપન થયો હતો.

મંગળવારે નાણાપ્રધાન અરૂણ જેટલીએ બેંકો અને રોડને પ્રોત્સાહક આપવાના ભાગરૂપે હવે ઈકોનોમીમાં તેજી આવશે. જે સમાચાર પછી આજે શેરબજાર ઝુમી ઉઠ્યું છે. બેંક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેકટરના શેરોમાં ભારે લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે વધુ ઝડપી ઉછળી 33,117ની લાઈફ હાઈની નવી સપાટી બનાવી હતી. તેમજ નિફટી ઈન્ડેક્સે 10,340 ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી. જો કે ત્યારબાદ ઊંચા મથાળે નફારૂપી વેચવાલી ફરી વળી હતી, અને સેન્સેક્સ -નિફટી ઊંચા મથાળેથી પાછા પડ્યા હતા.