ગુગલે ભારતથી વિદેશ નાણા મોકલવા પર ચૂકવવો પડશે ટેક્સ

મુંબઈ- દુનિયાના સૌથી મોટા ઈન્ટરનેટ સર્ચ એન્જિન ગુગલ માટે ખરાબ સમાચાર આવ્યા છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સાથે ગુગલ ઈન્ડિયાના છ વર્ષ જુના વિવાદમાં ડિપાર્ટમેન્ટ પક્ષ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો છે. આ નિર્ણય કેટલીક મલ્ટી નેશનલ કંપનીઓ માટે પણ એક ઉદાહરણ સમાન છે.

આ વિવાદ ગુગલ ઈન્ડિયા અને તેની આયરલેન્ડ સ્થિત ઓફિસ વચ્ચે ફંડ ફ્લો સાથે જોડાયેલો હતો. આયરલેન્ડ પોતાના સરળ ટેક્સ નિયમો માટે જાણીતું છે. બેંગાલુરૂમાં ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે જાણ્યું કે ગુગલ ઈન્ડિયા કેટલાય વર્ષોથી ભારતમાં એડવર્ટાઈઝિંગથી મળનારા રેવન્યુનો એક ભાગ ગુગલ આયરલેન્ડને મોકલી રહી છે. તેણે આ ટ્રાન્ઝેક્શન પર વિરોધ દર્શાવ્યો હતો. ડિપાર્ટમેન્ટ અનુસાર ગુગલ આયરલેન્ડને ફંડ મોકલવા માટે કોઈ ટેક્સ કાપવામાં નહોતો આવી રહ્યો અને આ રીતે તે લોકોએ ટેક્સ આપવાથી બચવાનો સરળ ઉપાય શોધી કાઢ્યો હતો.

ગુગલ ઈન્ડિયાને હવે 1 હજાર 457 કરોડ રૂપિયાની રકમ પર ટેક્સ ડિમાંડ મળી શકે છે. કંપનીએ આ રકમ ગુગલ આયરલેન્ડને મોકલી હતી. ગુગલ ઈન્ડિયા અને ગુગલ આયરલેન્ડ વચ્ચે સંબધનુ માધ્યમ એડવર્ડ્સ પ્રોગ્રામ છે. આ એવી પ્રોડક્ટ છે જેના દ્વારા એક એડવર્ટાઈઝર વેબસાઈટ પર જાહેરાત પ્રકાશિત કરી શકે છે. ગુગલ ઈન્ડિયા ભારતીય એડવર્ટાઈઝર્સ માટે ગુગલ આયરલેન્ડથી એડવર્ડ્સ પ્રોગ્રામનું માન્યતા પ્રાપ્ત વિતરક છે. ગુગલ ઈન્ડિયા અમેરિકાની ગુગલ ઈન્ટરનેશનલ એલએલસીની સબસિડિયરી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]