ગુજરાતઃ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ૧૧૯ વિધાનસભા બેઠકોની ચર્ચા પૂર્ણ

ગાંધીનગર– આગામી વિધાનસભા ચૂંટણીઓના અનુસંધાને ગાંધીનગર ખાતે તારીખ ૨૧ થી ૨૬ સુધી ભાજપા પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજવામાં આવેલ છે. જેમાં ગુજરાતની તમામ ૧૮૨ વિધાનસભા બેઠકો બાબતે વિગતવાર ચર્ચા-વિચારણા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં તા.૨૧થી ૨૪ ઓક્ટોબર એમ ચાર દિવસ દરમ્યાન કુલ ૧૧૯ વિધાનસભા બેઠકોની ચર્ચા પૂર્ણ કરવામાં આવી છે જેમાં, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, નવસારી, ડાંગ, તાપી, વલસાડ, સુરત, ખેડા, ભરૂચ, નર્મદા, વડોદરા, આણંદ અને મહિસાગર એક કુલ ૧૯ જિલ્લાની વિધાનસભા બેઠકોની ચર્ચા પૂર્ણ કરવામાં આવી છે.

આવતીકાલે ૨૫ ઓક્ટોબરની ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં કુલ ૩૨ વિધાનસભા બેઠકોની ચર્ચા કરવામાં આવશે. જેમાં આણંદ, મહિસાગર, પંચમહાલ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર જિલ્લાની બેઠકો બાબતે ચર્ચા-વિચારણા થશે.

તારીખ ૨૬ ઓક્ટોબરના રોજ કુલ ૩૧ વિધાનસભા બેઠકોની ચર્ચા કરવામાં આવશે. જેમાં, રાજકોટ, મોરબી, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ અને જામનગર જિલ્લાની વિધાનસભા બેઠકોની ચર્ચા થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]