X, Jio, Google દેશભરમાં થયું ઠપ્પ

શું તમે પણ WhatsApp, Instagram અને Telegram ચલાવવામાં સમસ્યાનો સામનો કરી રહ્યાં છો? દેશમાં Jio, Airtel, Google અને અન્ય ઘણી ઓનલાઈન સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. નેટવર્ક ડાઉન હોવાના અહેવાલો મંગળવારે IST બપોરે 1:44 વાગ્યે આવવા લાગ્યા. મળતી માહિતી મુજબ, આ સમસ્યા કોઈ એક કંપનીના સર્વરમાં નથી. તેના બદલે દેશવ્યાપી નેટવર્કમાં સમસ્યા આવી શકે છે જેના કારણે વપરાશકર્તાઓને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.આ સમસ્યા હાલમાં ભારતમાં જોવા મળી રહી છે. હાલમાં, આઉટેજની સમસ્યા દેશની બહાર કોઈ દેશમાં જોવા મળી રહી નથી.

લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સિવાય ગૂગલ અને યુટ્યુબની સ્થિતિ પણ આવી જ છે. આ સમસ્યા ઘણા મોટા શહેરોમાં જોવા મળી છે. આઉટેજ પર નજર રાખતી સાઇટ ડાઉનડિટેક્ટરના જણાવ્યા અનુસાર, ઘણા વિસ્તારોમાં Jio, Airtel અને Googleની સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. 3000થી વધુ યુઝર્સે એપ્સ ડાઉન થવાની ફરિયાદ કરી છે. X અને Snapchat ચલાવવામાં વપરાશકર્તાઓને સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ, નેટવર્ક ડાઉન થવાને કારણે બપોરે 1.30 વાગ્યાની આસપાસ વોટ્સએપ પર સમસ્યાઓ આવવા લાગી.

જે બાદ લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની ફરિયાદો પોસ્ટ કરી રહ્યા છે. આ સિવાય જિયોનો આઉટેજ રિપોર્ટ જે 2.45 પર આવ્યો હતો તે ફરીથી 1900ને પાર કરી ગયો છે. એપ્સ ઉપરાંત હવે યુઝર્સને Jio ફાઈબર અને ઈન્ટરનેટ ચલાવવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નિરાશ યુઝર્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સતત તેમની સમસ્યાઓ વ્યક્ત કરી રહ્યા છે.