થલાપતિ વિજય તેના ચાહકો માટે માત્ર રીલ જ નહીં પણ વાસ્તવિક જીવનનો હીરો પણ છે. તેમણે તમિલ ફિલ્મ ઉદ્યોગમાં પોતાના કામથી લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. દક્ષિણના સુપરસ્ટાર થલાપતિ વિજયે 2 ફેબ્રુઆરી, 2024 ના રોજ તમિલગા વેત્રી કઝગમ (તમિલનાડુ વિજય એસોસિએશન) સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો અને અભિનયની દુનિયાને અલવિદા કહ્યું. 2025ના પવિત્ર રમઝાન મહિના દરમિયાન હવે વિજયનો નમાઝ અદા કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિજયે શુક્રવારે સાંજે (૭ માર્ચ) ચેન્નાઈમાં એક ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું.
દક્ષિણના સુપરસ્ટાર થલાપતિ વિજયને ચેન્નાઈના રોયાપેટ્ટાહમાં YMCA મેદાનમાં હજારો મુસ્લિમ ભાઈઓ સાથે ઇફ્તાર પાર્ટીમાં દેખાયા અને પોતાનો ઉપવાસ તોડતા જોવા મળ્યા હતા. આ પાર્ટી તેમના રાજકીય પક્ષ દ્વારા આયોજિત કરવામાં આવી હતી. અભિનેતા વિજયે આખો દિવસ ઉપવાસ રાખ્યો અને સાંજે નમાજ અદા કર્યા પછી, તેણે સ્વાદિષ્ટ વાનગીઓથી ઉપવાસ તોડ્યો. ઇફ્તાર પાર્ટી દરમિયાન અભિનેતામાંથી રાજકારણી બનેલા થલાપતિ વિજય ટોપી પહેરીને સાંજની નમાઝમાં ભાગ લેતા જોવા મળ્યા હતા. અભિનેતાના ફોટા અને વીડિયો હવે ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે.
વિજયની છેલ્લી ફિલ્મ
થલાપતિ વિજય હાલમાં 2026 ની તમિલનાડુ વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. અભિનેતા વિશે વાત કરીએ તો વિજય ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ ‘જાન નાયકન’ રિલીઝ થવા જઈ રહ્યા છે અને આ તેની છેલ્લી ફિલ્મ પણ હશે. આ ફિલ્મમાં વિજય સાથે બોબી દેઓલ, પૂજા હેગડે, મમિતા બૈજુ, પ્રિયામણી, ગૌતમ વાસુદેવ મેનન, પ્રકાશ રાજ અને નારાયણ પણ છે. ઓક્ટોબરમાં ટીવીકે માટે પોતાની પહેલી રેલી દરમિયાન વિજયે કહ્યું હતું કે,’મારી કારકિર્દીના શિખર પર, હું અભિનયને અલવિદા કહી રહ્યો છું, મને મળતો પગાર ફેંકી રહ્યો છું અને હું તમારા વિજય તરીકે તમારી પાસે આવી રહ્યો છું. મને તારા પર પૂરો વિશ્વાસ છે.”
