અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હોળી રમવા વિદ્યાર્થીઓને મંજૂરી

નવી દિલ્હીઃ અલીગઢ મુસ્લિમમાં હોળી રમવાની મંજૂરી વિદ્યાર્થીઓને આપી દેવામાં આવી છે. મેનેજમેન્ટ દ્વારા પહેલાં એની મંજૂરી નહોતી આપવામાં આવી અને એને કારણે ઘણો વિવાદ પણ થયો હતો. જોકે હવે NRSC હોલ 13-14 માર્ચે હોળી રમવાની મંજૂરી આપવામાં આવી છે.

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઇચ્છતા હતા કે નવ માર્ચે આયોજન કરવાની મંજીરી મળે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ તેમણે એક પત્ર દ્વારા હોળી રમવાની મંજૂરી આપી હતી. જોકે એ માગને પહેલાં નહોતી માનવામાં આવી.

યુનિવર્સિટીમાં હોળીને લઈને હંગામો મચી ગયો હતો. 9 માર્ચે ખાસ હોળી કાર્યક્રમ માટે પરવાનગી ન મળવા બદલ અખિલ ભારતીય કરણી સેનાએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં વિરોધ પ્રદર્શન કર્યું હતું. કરણી સેનાનો આરોપ છે કે AMU વહીવટી તંત્ર હિન્દુ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરી રહ્યું છે. વિદ્યાર્થીઓએ ‘હોળી મિલન’ કાર્યક્રમ માટે પરવાનગી માગી હતી, જેને નકારી કાઢવામાં આવી હતી. કરણી સેનાએ ચેતવણી આપી છે કે જો પરવાનગી નહીં મળે તો તેઓ 10 માર્ચે AMUમાં પ્રવેશ કરશે અને હોળી ઊજવશે.

અખિલ ભારતીય કરણી સેનાના પ્રમુખ જ્ઞાનેન્દ્ર સિંહ ચૌહાણે AMU વહીવટી તંત્ર પર હિન્દુ વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે અમે PMને સંબોધિત DMને એક મેમોરેન્ડમ આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે AMUમાં હિન્દુ વિદ્યાર્થીઓ સાથે અલગ વર્તન કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે જો ‘ખાસ’ હોળી કાર્યક્રમને મંજૂરી નહીં મળે, તો 10 માર્ચે અમે AMUમાં પ્રવેશ કરીશું અને વિદ્યાર્થીઓ સાથે હોળી ઊજવીશું.