બિહારમાં મતદાતા યાદી પર સંઘર્ષઃ શહેરોમાં ચક્કાજામ

પટનાઃ ચૂંટણી પંચ દ્વારા મતદાતા યાદીની તપાસના વિરોધમાં મહાગઠબંધન આજે રાજ્યમાં ચક્કાજામ કરી રહ્યું છે. બિહારના વિવિધ વિસ્તારોમાં મહાગઠબંધન પાર્ટીઓના કાર્યકરોએ સવારે રેલ રોકો અભિયાન શરૂ કર્યું છે. અરરિયા, જહાનાબાદ, દરભંગા અને હાજીપુર સહિત અનેક શહેરોમાં RJD અને અન્ય વિપક્ષી પક્ષોના નેતાઓએ રેલવે પાટા પર ઊભા રહીને ટ્રેનો અટકાવી છે. વિરોધી પક્ષોએ ચૂંટણી પંચ વિરુદ્ધ વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ પણ વિરોધની માર્ચમાં જોડાયા હતા.

RJD નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે આજે આખું બિહાર બંધ છે. ચૂંટણી પંચે પોતાની વિશ્વસનીયતા પૂર્ણ રીતે ગુમાવી દીધી છે. મતદાતા યાદીમાંથી ગરીબ લોકોનાં નામો મોટા પાયે કાઢી નાખવાની તૈયારી ચાલી રહી છે. પહેલાં નામ કાઢશે, પછી પેન્શન, પછી રેશન બંધ કરશે — આ બધાને લઇને મહાગઠબંધનના પક્ષોએ બિહાર બંધનું આહવાન કર્યું છે. ટ્રેડ યુનિયનોએ પણ બંધનું એલાન આપ્યું છે અને અમે તેમનું સમર્થન કરીએ છીએ. રાહુલ ગાંધી આ રેલીમાં જોડાયા છે. ચૂંટણી પંચ હવે એક રાજકીય પક્ષનો વિભાગ બની ગયો છે. ચૂંટણી પંચ પોતે જ ગૂંચવાઈ ગયો છે. અમે દરેક મંચ પર લડીશું- રસ્તો હોય કે વિધાનસભા કે પછી ન્યાયાલય.

મહાગઠબંધનના નેતાઓએ ટાયર સળગાવ્યાં અને રસ્તાઓ રોક્યા
બિહાર વિધાનસભાની 2025ની ચૂંટણી પહેલાં બિહારમાં મતદાતા યાદીનું ખાસ ઊંડાણપૂર્વકનું સમીક્ષા થઈ રહી છે, જેના વિરોધમાં મહાગઠબંધન દ્વારા આહવાન કરાયેલા ‘બિહાર બંધ’ના સમર્થનમાં મહાગઠબંધનના નેતાઓએ ટાયર સળગાવ્યાં અને રસ્તાઓ જામ કર્યા. આ વિડિયો પટના જિલ્લામાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ 30ના માણેર વિધાનસભા ક્ષેત્રનો છે.