શેરબજાર તેજી સાથે બંધ, નિફ્ટી 18,300 પાર

સ્થાનિક શેરબજાર આખરે દિવસભરના ઉછાળા બાદ બુધવારે લીલા નિશાન પર બંધ થયું હતું. સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે સેન્સેક્સ 179 પોઈન્ટ ચઢ્યો હતો, જ્યારે નિફ્ટી 18,300ને પાર કરી ગયો હતો. આ દરમિયાન સેન્સેક્સ 178.87 (0.29%) પોઈન્ટના વધારા સાથે 61,940.20 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. બીજી તરફ નિફ્ટી 49.15 (0.27%) પોઈન્ટના વધારા સાથે 18,315.10 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓટો અને રિયલ્ટી સેક્ટરે બજારની વૃદ્ધિમાં સૌથી વધુ ફાળો આપ્યો હતો. નિફ્ટીમાં ઇન્ડસઇન્ડ બેન્ક 2.8%ના વધારા સાથે ટોપ ગેઇનર હતી. તે જ સમયે, યુપીએલના શેર 2% ની નબળાઈ સાથે ટોપ લૂઝર હતા.

 આજના ટ્રેડિંગ સેશનમાં ઓટો, બેન્કિંગ, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઈન્ફ્રા, એનર્જી, મીડિયા જેવા સેક્ટરના શેર્સ વધીને બંધ થયા હતા. જ્યારે ફાર્મા, હેલ્થકેર અને મેટલ્સ સેક્ટર ઘટાડા સાથે બંધ થયા છે. આજના ટ્રેડિંગ સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધ્યા અને 9 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેરો તેજી સાથે અને 14 ઘટાડા સાથે બંધ થયા હતા.

તેજીવાળા શેરો

આજના ટ્રેડિંગ સેશનમાં ઇન્ડસઇન્ડ બેન્ક 2.84 ટકા, પાવર ગ્રીડ 1.58 ટકા, બજાજ ફાઇનાન્સ 1.24 ટકા, ટાટા મોટર્સ 1.17 ટકા, રિલાયન્સ 0.69 ટકા, મારુતુ સુઝુકી 0.59 ટકા, એનટી 4પીસી 0.4 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે ઈન્ફોસિસ 0.59 ટકા, સન ફાર્મા 0.41 ટકા, SBI 0.34 ટકા, લાર્સન 0.30 ટકા, ટાટા સ્ટીલ 0.27 ટકા, ટેક મહિન્દ્રા 0.19 ટકા ઘટીને બંધ રહ્યા હતા.