લગ્ન માટે શુભેચ્છા આપનાર ટીમના સાથીઓનો કોહલીએ આભાર માન્યો

નવી દિલ્હી – જેમને એક જોડી તરીકે મિડિયા તરફથી ‘વિરુષ્કા’ નામ આપવામાં આવ્યું છે એ ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ ઈટાલીમાં લગ્ન કર્યાં બાદ એમની પર એમનાં પ્રશંસકો તથા મિત્રો તરફથી અભિનંદન અને શુભેચ્છાનાં સંદેશાઓનો વરસાદ વરસ્યો છે. કોહલીએ એના પ્રશંસકોને, ખાસ કરીને પોતાના ટીમસાથીઓને જવાબ આપ્યો છે અને એમનો આભાર માન્યો છે.

કોહલી અને અનુષ્કાએ ઈટાલીના ટસ્કેનીના એક રિસોર્ટમાં લગ્ન કર્યા હતા. ત્યારથી એમની પર આશીર્વાદ અને શુભેચ્છાનો વરસાદ વરસ્યો છે. માત્ર ભારતીય ક્રિકેટરો જ નહીં, પણ પાકિસ્તાનના શાહીદ આફરિદી અને મોહમ્મદ અમીર જેવા ખેલાડીઓએ પણ ટ્વીટ કરીને કોહલી અને અનુષ્કાને લગ્ન માટે શુભેચ્છા આપી છે.

આ છે, કોહલીએ એ બધાયની શુભેચ્છાનો આપેલો પ્રતિસાદ…