વિરાટ કોહલીએ સચિનનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદીના રેકોર્ડની નજીક પહોંચી રહ્યો છે, જે હાલ સચિન તેંડુલકરનો છે. કોહલી છેલ્લી ચાર ઇનિંગ્સમાં ત્રણ વનડે સહિત મેચમાં સદી બનાવવામાં સફળ રહ્યો છે. તેણે ગઈ કાલે શ્રીલંકા સામે 166 રનની નોટઆઉટ ઇનિંગ્સ રમી હતી.

કોહલીએ અત્યાર સુધી 46 વનડે સદી ફટકારી છે અને તેન્ડુલકરે 49 સદીના રેકોર્ડ બનાવ્યો છે. જેનાથી કોહલી ત્રણ સદી દૂર છે. તે શ્રીલંકા સામેની સિરીઝમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મેળવ્યો હતો. કોહલીએ જણાવ્યું હતું કે તેની માનસિકતા ટીમને મજબૂત કરવામાં છે. તેણે ગઈ કાલની મેચમાં 110 બોલમાં 13 ચોક્કા અને આઠ છક્કાની મદદથી 166 રન બનાવ્યા હતા. શ્રીલંકાની સામે તેણે 10 સદી ફટકારી હતી. તેણે ગઈ કાલની મેચમાં છેલ્લી 10 ઓવરોમાં 116 રનોમાંથી 84 રન બનાવ્યા હતા. તેણે શુભમન ગિલની સાથે 131 રનની ભાગીદારી કરી હતી. જેની મદદથી ભારતે ગઈ કાલે શ્રીલંકા સામે 390 રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો. તેણે ગૌહાટી અને તિરુવંનતપુરમમાં સદી ફટકારી હતી.

તેણે કહ્યું હતું કે હું મારી બેટિંગથી સંતુષ્ટ છું અને હું આવી બેટિંગ કરવાનું જારી રાખીશ. હું અત્યારે ટીમમાં યોગ્ય જગ્યાએ છું અને સારી ક્રિકેટ રમી રહ્યો છું, એમ તેણે કહ્યું હતું. શ્રીલંકાની સામે કોહલીએ 10મી સદી ફટકારી હતી. તેણે દેશમાં 21મી સદી ફટકારીને સચિન તેન્ડુલકર (20 સદી)નો રેકોર્ડ તોડ્યો હતો.