વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર

પેરિસઃ પેરિસ ઓલિમ્પિકમાંથી ભારત તરફથી રેસલર વિનેશ ફોગાટને 50 કિલોગ્રામ કેટેગરીમાં સુવર્ણ પદકની મેચથી પહેલાં અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર નક્કી માપદંડથી થોડાક ગ્રામ વજન વધુ હોવાને કારણે તેને અયોગ્ય ઘોષિત કરી દેવામાં આવી છે. આમ ભારતનો એક ગોલ્ડ મેડલ હાથમાંથી ગયો. જોકે હવે આ ઇવેન્ટમાં કોઈ પણ એથ્લીટને સિલ્વર મેડલ નહીં મળે.

જોકે વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી બહાર કરી દેવામાં આવતાં તેને જોરદાર શોક લાગ્યો હતો. તે આ સમાચાર સાંભળીને બેહોશ થઈ ગઈ હતી. તેને ડિહીઇડ્રેશન થઈ ગયું હતું. જેથી તેને પેરિસની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ભારતીય ઓલિમ્પિક એસોસિયેશન (IOA) એ કહ્યું હતું કે એ ખેદજનક છે કે ભારતીય દળ વિનેશ ફોગાટને મહિલા કુસ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય ઠેરવવાના સમાચાર શેર કરે છે. ટીમ તરફથી રાતોરાત કરવામાં આવેલા શ્રેષ્ઠ પ્રયાસો છતાં આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. આ સમયે ટીમ તરફથી વધુ કોઈ ટિપ્પણી કરવામાં આવશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે. વિનેશે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે વજન ઓછું કર્યું હતું, એ પહેલાં તે 53 કિલોગ્રામ કેટેગરીમાં ભાગ લેતી હતી. જોકે વડા પ્રધાન મોદીએ વિનેશ ફોગાટનો જુસ્સો વધારવા માટે કહ્યું હતું કે તે ચેમ્પિયન્સની ચેમ્પિયન છે.

ઓલિમ્પિકમાં ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી. તે ફાઇનલ મેચ રમી શકશે નહીં. વધુ વજનના કારણે વિનેશ ફોગાટ મહિલા કુસ્તી 50 કિગ્રાની ફાઇનલ મેચ રમી શકશે નહીં. 100 ગ્રામ વજન વધુ હોવાથી ફોગાટને અયોગ્ય જાહેર કરવામાં આવી હતી.

વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાંથી ગેરલાયક ઠેરવવામાં આવી હતી, કારણ કે તેનું વજન મહિલાઓની 50 કિગ્રા ઇવેન્ટની ફાઇનલ પહેલા વધુ હતું. જેથી વિનેશ ફોગાટને 50 કિગ્રા વજન વર્ગમાં અયોગ્ય જાહેર કરવામાં આવી છે.