જિંદગીનો જંગ લડતા હોકી ટીમના બે ખેલાડીઓ

નવી દિલ્હીઃ વર્ષ 1980 મોસ્કો ઓલિમ્પિકમાં સુવર્ણપદક જીતનારી હોકી ટીમના બે ખેલાડીઓ મહારાજ કૃષ્ણ કૌશિક અને રવીન્દ્ર પાલ સિંહ કોરોના સંક્રમિત હોવાને કારણે હોસ્પિટલમાં એડમિટ છે અને જિંદગીનો જંગ લડી રહ્યા છે. ડોક્ટરો અનુસાર કૌશિકની હાલત ગંભીર છે અને આગામી 24 કલાક તેમના માટે ઘણા મુશ્કેલ છે.

66 વર્ષીય કૌશિક દિલ્હીની એક ખાનગી હોસ્પિટલ ICUમાં દાખલ છે, જ્યારે રવીન્દ્ર લખનૌની એક હોસ્પિટલમાં છે. ગુરુવારની સાંજે તેમને નોન-કોવિડ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, પણ રવીન્દ્રને સતત ઓક્સિજન આપવાની જરૂર છે.

કૌશિકના પુત્ર ઇશાને કહ્યું હતું કે જો મારા પિતા પર દવાની કોઈ અસર નથી થઈ રહી, જેથી તેમનું બચવું મુશ્કેલ છે. મારા પિતાને હાલ વિશ્વની પ્રાર્થનાઓની જરૂર છે. જોકે તેણે કહ્યું હતું કે તેઓ હાલ ઠીક છે અને આશા છે કે આગામી કેટલાક દિવસોમાં હોસ્પિટલમાંથી રજા મળી જશે.

રવીન્દ્રની ભાણેજ પ્રજ્ઞાએ જણાવ્યું હતું કે તેમનો પરિવાર અને હોકીથી જોડાયેલા લોકો ઓક્સિજન બેડની તલાશમાં છે. તેણે કહ્યું હતું કે મામાજી કોરોનાથી ઠીક થઈ ચૂક્યા છે, પણ તેમને એન્ઝાઇટી છે અને તેઓ માનસિક તાણ અનુભવી રહ્યા છે. એટલે તેમને ઓક્સિજનની જરૂર છે. તેમને નોન-કોવિડ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
લખનૌમાં દવાઓની સ્થિતિ ઘણી ખરાબ છે. અહીં બેડ અને ઓક્સિજન ઉપલબ્ધ છે. ભારતીય હોકી ટીમના ખેલાડી રજનીશ મિશ્રા સહિત કેટલાક હોકીના ખેલાડીઓએ મામાની મદદ કરી હતી.

તેમણે કહ્યું હતું કે વિવેકાનંદ પોલિક્લિનિકના PRO વિશાલ સિંહ ભૂતપૂર્વ હોકી ખેલાડી પ્રવીણના ભાઈ છે. તેમણે રવીન્દ્રને નોન-કોવિડ હોસ્પિટલમાં બેડ અપાવવામાં મહત્ત્વની ભૂમિક ભજવી હતી. પ્રજ્ઞાએ કહ્યું હતું કે ડોક્ટરોએ કહ્યું હતું કે જો મામાજી થોડા પ્રયાસો કરશે તો જલદી સ્વસ્થ થવામાં મદદ મળશે. કૌશિકે 1980 ઓલિમ્પિકની ફાઇનલમાં સ્પેનની સામે ભારતને મળેલી 4-3થી જીતમાં ગોલ કર્યો હતો.