ઇંગ્લેન્ડ પ્રવાસમાં ટીમ-ઇન્ડિયાના બે ખેલાડીઓનું બહાર જવાનું નક્કી

લંડનઃ ઇંગ્લેન્ડના પ્રવાસે રહેલી ટીમ ઇન્ડિયાની મુસીબતો ઓછી થવાનું નામ નથી લેતી. પ્રેક્ટિસ મેચમાં ઇજાગ્રસ્ત હોવાને કારણે વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાન ઇંગ્લેન્ડના પ્રવાસથી બહાર થઈ ગયા છે. BCCIએ જોકે એ બંનેના ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થવા અત્યાર સુધી સત્તાવાર નિવેદન જારી નથી કર્યું.
ઇન્ડિયા અને કાઉન્ટી સિલેક્ટ ઇલેવનની વચ્ચે રમાઈ રહેલી મેચમાં આવેશ ખાન અને વોશિંગ્ટન સુંદરે કાઉન્ટી ઇલેવનમાં ભાગ લીધો હતો, પણ આવેશ ખાનની મેચ પહેલાં હનુમા વિહારીનો એક શોટ રોકતાં ઇજાગ્રસ્ત થઈ ગયો હતો. એ પછી આવેશ ખાન મેદાનની બહાર ચાલ્યો ગયો હતો.

આવેશ ખાનના અંગૂઠાની ઇજાને કારણે ટેસ્ટ સિરીઝ પહેલાં ઠીક થવાની સંભાવના નથી. આવેશ ખાનને ઇજામાંથી બહાર આવતાં એક મહિનાથી વધુ સમય લાગી શકે છે. એટલા આવેશ ખાનના ઇંગ્લેન્ડના પ્રવાસમાંથી બહાર થવાનું નક્કી છે.
કેટલાક મિડિયા રિપોર્ટમાં વોશિંગ્ટન સુંદર પણ ઇજા થવાની ચર્ચા છે. ઓલરાઉન્ડર ખિલાડી જે અભ્યાસ મેચમાં કાઉન્ટી ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો. તેમણે મયંક અગ્રવાલનો કેચ પકડવાથી સુંદરના અંગૂઠામાં ઇજા લાગી હતી. સુંદરને એ ઇજામાંથી ઠીક થવામાં છ સપ્તાહનો સમય લાગશે.

ભારતના ઓપનર શુભમન ગિલ પહેલેથી પગમાં ઇજાને કારણે ઇંગ્લેન્ડની સામે ટેસ્ટ સિરીઝથી બહાર થઈ ચૂક્યો છે. શુભમન ગિલ ગુરુવારે પરત ફરશે. શુભમન અને આવેશ બહાર થવાથી ભારત પાસે ઇંગ્લેન્ડમાં માત્ર 22 ફિટ ખેલાડી મોજૂદ છે. જેથી BCCI કેટલાક ક્રિકેટરોને ઇંગ્લેન્ડ મોકલવાનું એલાન કરી શકે છે. કોરોનાને કારણે ઇંગ્લેન્ડમાં વધુ ખેલાડીઓ હોવા જરૂરી છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]