ત્રિપુરામાં આંતરરાષ્ટ્રીય ગ્રાઉન્ડ વર્ષના અંત સુધીમાં બનીને તૈયાર થશે

અગરતલાઃ પૂર્વોત્તર રાજ્ય ત્રિપુરામાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડ બની રહ્યું છે, જે પશ્ચિમ ત્રિપુરા નરસિંગઢમાં આવતા સાતથી આઠ મહિનામાં તૈયાર થઈ જવાની શક્યતા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ આ મેદાન ગ્રાઉન્ડ બાંધવા માટે રૂ. 185 કરોડ મંજૂર કર્યા છે, એમ ત્રિપુરાના ખેલ અને યુવા બાબતોના પ્રધાન સુશાંત ચૌધરીએ જણાવ્યું હતું, તેમણે વિધાનસભ્ય ભાનુ લાલ સાહાના સવાલનો જવાબ આપતાં કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ઓગસ્ટ, 2017માં હાથમાં લેવામાં આવ્યો હતો.  

ક્રિકેટ ગ્રાઉન્ડ બાંધવા માટે ઝારખંડની કંપનીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો, પણ કંપનીએ કામને પૂરું કરવાનો ઇનકાર કર્યો હતો. એ પછી એ કાર્ય અન્ય કંપનીને સોંપવામાં આવ્યું હતું. જોકે સાહાએ રાજ્ય એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનો આનંદ લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી હતી અને તેમણે પ્રધાનને જલદી કાર્ય પૂરું કરવા માટે વિનંતી કરી હતી. જોકે ખેલ અને યુવા બાબતોના પ્રધાને પણ ત્રિપુરામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડના બાંધકામનું જલદી પૂરું કરીને મેચના આનંદ લેવાની વાત કરી હતી, પણ ક્રિકેટ રાજ્ય સરકારના અંકુશમાં નથી આવતી, એ ત્રિપુરા ક્રિકેટ એસોસિયેશનના કન્ટ્રોલમાં છે, જે BCCIની રાજ્યની સબસિડિયરી છે.

ત્રિપુરાના નવા સ્ટેડિયમ આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. હજી મેદાનમાં જિમ, ક્લબ હાઉસ અને પ્રેક્ટિસ જાળ લગાડવામાં આવી રહી છે. આ ઉપરાંત ક્રિકેટરો માટે રહેવાની વ્યવસ્થા માટે સ્ટેડિયમની અંદર જ  થ્રી સ્ટાર હોટલની સુવિધા ઊભી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, એમ ત્રિપુરા ક્રિકેટ એસોસિયેશનના સચિવ કિશોર કુમાર દાસે જણાવ્યું હતું. આ સ્ટેડિયમમાં 22,000 દર્શકોને બેસાડવાની ક્ષમતા હશે.