ફોર્બ્સ 2020ની યાદીમાં સૌથી વધુ કમાણી કરતો ભારતીય ક્રિકેટર

નવી દિલ્હીઃ ભારતીય ક્રિક્રેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ આ વર્ષ કમાણી કરવાને મામલે તમામ ભારતીય ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. તે ફોર્બ્સની સૌથી વધુ કમાણી કરવાવાળા ટોપ 100 એથ્લીટની યાદીમાં સામેલ એકલો ભારતીય ક્રિક્રેટર છે. ફોર્બ્સ અનુસાર કોહલીની કમાણી 26 મિલિયન ડોલર્સ (196 કરોડ રૂપિયા) છે, એમાં 24 મિલિયન ડોલર તેને જાહેરાતથી અને બે મિલિયન ડોલર તેને સેલરી મળે છે.  આ વર્ષની યાદીમાં તે 66મા સ્થાને છે.

કોહલીએ 30 ક્રમાંકની છલાંગ લગાવી

ફોર્બ્સ પત્રિકાએ વર્ષ 2020માં સૌથી વધુ પૈસા કમાણી કરવાવાળો એથ્લીટની યાદી જાહેર કરી હતી. આ લિસ્ટમાં સામેલ થનારો વિરાટ એકલો ક્રિક્રેટર છે. તેની કમાણી આશરે 26 મિલિયન ડોલર (2.6 કરોડ ડોલર) બતાવવામાં આવી. વર્ષ 2019માં જાહેર કરવામાં આવેલી લિસ્ટમાં કોહલીએ 30 ક્રમાંકથી વધુની છલાંગ લગાવી છે. પાછલા વર્ષે ટોપ 100માં જગ્યા બનાવનાર એકલો ભારતીય ખેલાડી કોહલીએ આ યાદીમાં 66મું સ્થાન હાંસલ કર્યું હતું. આશરે 25 મિલિયન ડોલરથી કમાણી કરીને 2019માં તે 100મા ક્રમાંકે હતો.

રોજર ફેડરર 106 મિલિયન ડોલરની કમાણી સાથે પહેલા ક્રમાંકે

સ્વિટઝર્લેન્ડના ભૂતપૂર્વ નંબર એક ટેનિસ ખેલાડી રોજર ફેડરરે આ વર્ષે કમાણી કરવાને મામલે સૌને પાછળ છોડતાં પહેલું સ્થાન હાંસલ કર્યું હતું. તે એવું કરવાવાળો વિશ્વનો પહેલો ટેનિસ ખેલાડી બન્યો છે. તેની પાછલા વર્ષની કમાણી આશરે 106 મિલિયન ડોલર બતાવવામાં આવી હતી.

ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 105 મિલિયન ડોલરની કમાણીની સાથે બીજા ક્રમાંકે

સૌથી વધુ કમાણી કરવાવાળા ખેલાડીઓની યાદીમાં ફૂટબોલનો સ્ટાર સામેલ છે. પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 105 મિલિયન ડોલરની કમાણીની સાથે બીજા ક્રમાંકે છે. ત્રીજા સ્થાન પર આર્જેન્ટિનાના ફૂટબોલર લિયોનલ મેસીનો છે, જેણે આઈ વર્ષ 104 મિલિયન ડોલરની કમાણી કરી છે અને ત્યાર બાદ બ્રાઝિલના સ્ટ્રાઇકર નેમાર છે, જેની કમાણી કુલ 95.5 મિલિયન ડોલરની રહી છે.

ફોર્બ્સ દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં  1 જૂન, 2019થી 1 જૂન, 2020 સુધી ખેલાડીઓની કમાણીનું આકલન કરવામાં આવ્યું હતું. આમાં તમામ ખેલાડીઓને તેમના બોર્ડ દ્વારા મળનારી સેલરી, કોન્ટ્રેક્ટનું બોનસ, પ્રાઇઝ, મની, બ્રાન્ડ, પ્રમોશનથી મળનારા પૈસા અને રોયલ્ટી સામેલ છે.