કેપ્ટને પાકને ‘શાંતિદૂત’ કહ્યોઃ લોકોની પ્રતિક્રિયા- આતંક તમારા DNAમાં

ઇસ્લામાબાદઃ ન્યુ ઝીલેન્ડ ક્રિકેટ ટીમે શુક્રવારે પાકિસ્તાનના રાવલપિંડીમાં વનડે સિરીઝની પહેલી મેચ શરૂ થવાના ઠીક પહેલાં સુરક્ષાનો હવાલો આપતાં પ્રવાસ રદ કર્યો હતો, જે પછી ફરી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની આબરૂના લીરેલીરા થયા હતા. પાકિસ્તાનના હાલના અને ભૂતપૂર્વ ક્રિકેટર્સ ન્યુ ઝીલેન્ડના આ નિર્ણયથી નિરાશ થયા હતા અને સૌથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી.

પાકિસ્તાની મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન બિસમાહ મરુફે પણ ટ્વીટ કર્યું હતું અને લખ્યું હતું કે વિશ્વઆખાને માલૂમ છે કે અમે ક્રિકેટને પ્રેમ કરવાવાળા અને શાંતિપ્રિય દેશ છે. અમે દેશમાં ક્રિક્રેટ ફરીથી શરૂ કરવાના બધા પ્રયાસ કરી રહ્યા છીએ. ન્યુ ઝીલેન્ડ સરકાર અને ક્રિકેટ બોર્ડના આ નિર્ણયથી અમને આઘાત લાગ્યો છે અને અમારું દિલ તૂટી ગયું છે. એ સાથે છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમારા દ્વારા કરવામાં આવેલા બધા પ્રયાસો પર પાણી ફરી વળ્યું છે.

મશરૂફના આ ટ્વીટ પર યુઝર્સે પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે અને તેના શાંતિપ્રિય દેશવાળી વાતને પકડી લીધી છે. કેટલાય લોકોએ કહ્યું છે તમે પીસ લવિંગ (Peace Loving) નહીં, બલકે ‘પીસ’ લવિંગ (piece Loving) છો. કેટલાય લોકોએ એ પણ કહ્યું હતું કે તમારા DNAમાં આતંક છે તો લોકોએ શાંતિપ્રિય હોવાની વાતને મજાક ગણાવી હતી.

2009માં શ્રીલંકા ક્રિકેટ ટીમની બસ પર થયેલી ગોળીબારની ઘટના પછી પાકિસ્તાનમાં ક્રિકેટ બંધ થઈ ગયું છે. બધી ટીમો પાકિસ્તાનના પ્રવાસે જવા માટે ખચકાટ અનુભવે છે. પડોશી દેશને UAEમાં સિરીઝ હોસ્ટ કરતા દેખાતી હતી.