નવી દિલ્હીઃ સુવર્ણ પદક વિજેતા પ્રમોદ ભગત દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિન પર ટોક્યો પેલાલિમ્પિક ગેમ્સમાં મળેલા બેડમિન્ટ રેકેટને 24 સપ્ટેમ્બર, 2021એ બેઝ મૂલ્ય રૂ. 80 લાખ પર ઈ-લિલામી માટે પીએમ મોમેન્ટોસ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી હતી. આ પહેલાં રવિવારે વડા પ્રધાને ટ્વિટર પર રાષ્ટ્રને તેમને મળેલી ભેટ-સોગાદોની લિલામીમાં ભાગ લેવાનો આગ્રહ કર્યો હતો. વડા પ્રધાનના ટ્વીટ મુજબ એની આવક નમામિ ગંગે પહેલમાં જશે.
આ બેડમિન્ટન રેકેટનો ઉપયોગ પ્રમોદ ભગતે ટોક્યો પેરાલિમ્પિક 2020માં ગોલ્ડ મેડલ જીતવા માટે કર્યો હતો. રેકેટની ફ્રેમ કાળા રંગની હોય છે, જેમાં વચ્ચે કાળા રંગના સંકેતની સાથે સફેદ રંગની જાળ હોય છે.
પ્રમોદ ભગત (33) વર્ષીય ખેલાડી છે અને બિહારના એક ભારતીય પ્રોફેશનલ પેરા-બેડમિન્ટન ખેલાડી છેચ. તે હાલમાં પેરા-બેડમિન્ટન પુરુષ સિંગલ SL3માં વિશ્વમાં નંબર એકના સ્થાન પર છે. પુરુષ સિંગલ SL3 માં 2020 સમર પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલો ભારતીય છે. જ્યારે તે પાંચ વર્ષનો હતો, ત્યારે તેના ડાબા પગમાં ઇજા થતાં તે શારીરિક રીતે અક્ષમ થયો હતો. તેમ છતાં તેણે રમતમાં ફૂટવર્ક, ફિટનેસ અને રમતમાં સ્થિરતાની સાથે પ્રેક્ટિસ કરવા માંડ્યો હતો.
તેણે પહેલી ટુર્નામેન્ટ માત્ર 15 વર્ષનો હતો, ત્યારે રમી હતી. પ્રમોદે પેરાલિમ્પિકમાં ભારતને પહેલો પેરા બેડમિન્ટન ગોલ્ડ મેડલ બનીને ઇતિહાસ રચ્યો હતો. કલિંગ હોકી સ્ટેડિયમમાં મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ભગતને રોકડ પુરસ્કારથી સન્માનિત કર્યો હતો. તેને રૂ. છ કરોડ અને નોકરીની ઓફર કરી હતી. પ્રમોદે ત્યારે કહ્યું હતું કે તેનું આગામી લક્ષ્ય પેરિસ પેરાલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ હાંસલ કરવાનું છે.